________________ 322 ઠા-પરિપ૪ ગયું હોય છે. જે અનેક પુરૂષો સાથે અનેકવાર સહવાસ કરતી હોય છે. પાંચ કારણે સ્ત્રી પુરૂષની સાથે સહવાસ કરવા પર પણ ગર્ભ ધારણ કરતી નથી. જે ઋતુકાળમાં અતિ વિષયને સેવનારી હોતી નથી, વીર્ય પગલો જે સ્ત્રીની યોનિમાં પ્રાપ્ત થવા છતાં પણ યોનિના દોષથી નાશ પામે છે, જે સ્ત્રીનો ઉત્કટ પિત્તપ્રધાન રૂધિર હોય છે. ગર્ભધારણની પૂર્વે દેવતા વડે શક્તિ નષ્ટ કરવા પર, સંતાન થવું ભાગ્યમાં ન હોય તે. આ પાંચ કારણે સ્ત્રી પુરૂષ સાથે સંભોગ કરવા છતાં પણ ગર્ભ ધારણ કરતી નથી. ક્લિપ પાંચ કારણોથી નિગ્રંથ અને નિગ્રંથીઓ એક જગ્યાએ રહે, શયન કરે અને બેસે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. જેમકે- નિગ્રંથો અને નિર્ચથીઓ એક વિશાળ નિર્જન દુર્ગમ મનુષ્યોના અવર-જવરથી રહિત અને લાંબા સમયે પાર કરી શકાય એવી અટવીમાં પહોંચી ગયા હોય અને એક સ્થાને કાયોત્સર્ગ શય્યા અને સ્વાધ્યાય કરે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. કોઇ નિગ્રંથનિર્ગથી ગામને વિશે, નગરને વિષે વાવતુ રાજધાનીને વિષે આવેલા હોય અને તેમાં કેટલાંક સાધુ સાધ્વી ઉપાશ્રયને મેળવે, કેટલાક ઉપાશ્રયને ન મેળવે તો તેવા પ્રસંગમાં એકત્ર સ્થાન આદિ કરતા જીનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. કોઈ નિગ્રંથ-નિગ્રંથી નાગકુમારાવાસમાં અથવા સુવર્ણકુમારાવાસમાં એકજ સાથે વાત કરે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. કોઈ ગામમાં નિગ્રંથ-નિગ્રંથી અલગ ઉપાશ્રયમાં ઉતર્યા અને તે ગામમાં ચોર એક સ્થાનમાં નિવાસ આદિ કરે તો જિનાજ્ઞાના વિરાધક નથી. કોઈ સ્થાનમાં યુવાનો દેખાય છે તે મૈથુનની બુદ્ધિ સાધ્વીઓને પકડવા માટે ઈચ્છે તો તેમની રક્ષાને માટે એકત્ર સ્થાનને કરતાં આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. પાંચ કારણથી અચેલ શ્રમણ નિગ્રંથ રચેલ નિગ્રંથીઓની સાથે એક સ્થાનમાં રહેતા આજ્ઞાનું ઉલ્લંઘતા નથી. - શોકાદિથી કોઇ સાધુનું ચિત્ત વિક્ષિપ્ત થઈ ગયું હોય, સંભાળ લેનાર અન્ય સાધુ ત્યાં હાજર ન હોય તો અચેલક સાધુ સચેલક સાધ્વીઓ સાથે રહેવા છતાં પણ આજ્ઞાનો વિરાધક નથી, એવી જ રીતે હર્ષના અતિરેકથી સાધુ ઉન્મત થયો હોય. શરીરમાં યક્ષનો પ્રવેશ થઈ ગયો હોય. વાતાદિના પ્રકોપથી ઉન્મત્ત થયેલો હોય. કોઇ સાધ્વીનો પુત્ર દીક્ષિત હોય અને તેની સાથે અન્ય શ્રમણ ન હોય તો. 4i56] પાંચ આશ્રવધારો કહેલા છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય. યોગ. પાંચ સંવરનાં દ્વારા કહેલા છે- સમ્યકત્વ વિરતિ અપ્રમાદ. અકષાય અયોગિતા. પાંચ પ્રકારનો દંડ કહેલા છે જેમકે- અર્થદંડ-સ્વપરના કોઈ પ્રયોજન માટે ત્રસ અથવા સ્થાવર પ્રાણીની હિંસા. અનર્થદંડ - નિરર્થક હિંસા. હિંસાદંડ- આ વ્યક્તિએ મારા પુત્રાદિનો વધ કર્યો હતો અથવા કરે છે કે વધ કરશે. એવી માન્યતાથી પ્રેરાઈને શત્રુ આદિનો વધ કરવામાં આવે તે હિંસાદંડ, અકસ્માત દંડ - કોઈ અન્ય પર પ્રહાર કર્યો હતો પણ વધ અન્યનો થઈ જાય તે, દ્રષ્ટિવિપર્યાદંડ - “આ શત્રુ છે એવા અભિપ્રાયથી કદાચિત્ મિત્રનો વધ થઈ જાય. 4i57] મિથ્યાદ્રષ્ટિઓને પાંચક્રિયાઓ કહી છે, - આરંભિકી પારિગ્રહિતી માયા પ્રત્યયિકા, અપ્રત્યાખ્યાનક્રિયા, મિથ્યાદર્શન પ્રત્યયા. મિથ્યાદ્રષ્ટિ નૈરયિકને પાંચ ક્રિયા ઓ કહેલી છે. જેમ કે- આરંભિકી યાવત મિથ્યાદર્શન પ્રત્યય એ પ્રમાણે વૈમાનિક સુધી બધા દંડકોમાં મિથ્યાવૃષ્ટિઓને પાંચક્રિયાઓ હોય છે. વિશેષ-વિકલેન્દ્રિય જીવોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org