________________ - - - સાબ, ઉસો-૩. 243 કલ્પમાં બે ઇન્દ્ર છે. - મહાશુકેન્દ્ર અને સહસ્રારે આનત પ્રાણત આરણ અને અશ્રુત કલ્પોમાં બે ઈન્દ્ર છેાણત અને અશ્રુત. આ પ્રકારે બધા મળી ચૌસઠ ઇન્દ્ર હોય છેમહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પમાં વિમાન બે વર્ષના હોય છે. પીતવર્ણના અને શ્વેતવર્ણના રૈવેયક દેવોની ઉંચાઈ બે હાથની હોય છે. સ્થાનઃ૨-ઉદેસોઃ ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાણપૂર્ણ (સ્થાનઃ ૨-ઉદેસો 4) [9] સમય (કાળનો સૌથી સૂક્ષ્મ ભાગ) અને આવલિકા (અસંખ્યાત સમયોનો સમૂહ) જીવનો પર્યાય હોવાથી જીવ પણ કહેવાય છે અને અજીવનો પર્યાય હોવાથી અજીવ પણ કહેવાય છે. જીવ અને અજીવની સ્થિતિ સમયાદિરૂપ હોવાથી તે સમયાદિ જીવ અને અજીવના જ ધર્મ છે. ધર્મ અને ધર્મમાં અત્યંત ભેદ નથી. તેથી ધર્મ અને ધમના અભેદને લક્ષ્યમાં રાખી સમયાદિને જીવ અને અજીવ રૂપ કહેલ છે. શ્વાસોચ્છવાસ અને સ્ટોક પણ પૂર્વોક્ત વિવક્ષાથી જીવ અને અજીવ કહેલ છે. એ પ્રમાણે ક્ષણ અને લવ પણ જીવ અને અજીવરૂપ છે એ જ રીતે મુહૂર્ત અને અહોરાત્ર, પક્ષ અને માસ, ઋતુ અને અયન, સંવત્સર અને યુગ, સોવર્ષ અને હજાર વર્ષ લાખ વર્ષ અને ક્રોડવર્ષ ત્રુટિતાંગ અને ત્રુટિત, પૂવગ-અને પૂર્વ, અડડાંગ અને અડડ, અવવાંગ અને અવવ, હૂહૂતાંગ અને હૂહૂત, ઉત્પલાંગ અને ઉત્પલ, પઢાંગ અને પવ, નલિનાંગ અને નલિન, અક્ષનિકુરાંગ અક્ષનિકુર, અયુતાંગ અને અયુત, નિયુતાંગ અને નિયુત, અપૂતાંગ અને પ્રપુત, ચુલિકાંગઅને યુલિકા,શીર્ષપહેલિકોઅને શીર્ષપહેલિકા પલ્યોપમ અને સાગરોપમ,ઉત્સપિણી અને અવસર્પિણી. આ બધા કાળ વિભાગો પણ જીવ અને અજીવરૂપ કહેલ છે. ગ્રામ, નગર, નિગમ રાજધાની ખેડા (ગ્રામથી મોટું. અને નગરથી નાનું ધૂળનાં કોટ યુક્ત) કબૂટ (કુત્સિત નગર) મડમ્બ (જેની ચારે બાજુ એક યોજન સુધી કોઈ ગામ ન હોય તેવી વસ્તી) દ્રોણમુખ (જ્યાં જળ અને સ્થળ બન્ને માર્ગોથી જઈ શકાય) પટ્ટન (શ્રેષ્ઠ નગર) આકર (ખાણ) આશ્રમ (તાપસોનું નિવાસસ્થાન) સંવાહ (જ્યાં બેડૂત લોકો રક્ષા માટે ધાન્યને લઈ જઈને રાખે છે એવો દુર્ગ પ્રદેશ) ઘોષ (ગોપાલોનું નિવાસ) આરામ (એક જાતીય વૃક્ષ યુક્ત વન) વનખંડ (અનેક જાતીય વૃક્ષોથી યુક્ત વન) વાવડી (ચતુષ્કોણ જલાશય) પુષ્કારિણી (ગોળવાવડી) સરોવર, સરોવરની પંક્તિ, કૂવા, તળાવ દ્રહ, નદી, રત્નપ્રભાદિક પૃથ્વી, ઘનોદધિ, વાત સ્કન્ધ, અવકાશાન્તર, એટલે વાતસ્કન્ધની નીચેનો આકાશ જ્યાં સૂક્ષ્મ પૃથ્વીના જીવો ભરેલા છે, વલય (વૈષ્ટનરૂપ ધનોદધિ, ઘનવાત તનુવાતરૂપ) વિગ્રહ (લોકનાડી) દ્વીપ, સમુદ્ર, વેળા, વેદિકા, દ્વાર, તોરણ નૈરયિક (કર્મ પુદ્ગલની અપેક્ષાથી અજીવતત્ત્વ સમજવું જોઈએ) નરકવાસ પૃથ્વીકાયિકરૂપ હોવાથી જીવત્ત્વ સમજવું. વૈમાનિક વૈમાનિકોના આવાસ દેવલોક(કલ્પવિમાનવાસ) વર્ષ - (ભરત આદિ ક્ષેત્ર) વર્ષધર પર્વત, કૂટ, કૂટાગાર, વિજય અને વિજયોની રાજધાની આ બધા જીવ અને અજીવ કહેવાય છે. છાયા, આતપ, જ્યોત્સના અંધકાર, અવમાન, ઉન્માન અતિયાન ગૃહ (નગરમાં ધૂમ-ધામથી પ્રવેશ કરવાનું ઘર) ઉદ્યાનગૃહ, અવિલમ્બ (સ્થાન વિશેષ) શનૈઃ પ્રપાત(વસ્તુ વિશેષ) એ બધા જીવ અને અજીવ રૂપ કહેવાય છે. (જીવ અને અજીવથી વ્યાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org