________________
ચિત્રવિવરણ
સુખચિત્રઃ દાવિ, પત્ર. ૧ આ ચિત્ર પ્રભુ મહાવીરના ચ્યવન કલ્યાણુકના પ્રસંગ રજૂ કરે છે, પુષ્પાત્તર વિમાનમાંથી વીસ સાગરે પમનું આયુષ્ય પૂર્ણ કરી ચવ્યા. વ્યવીને પ્રભુ મહાવીર બ્રાહ્મણ કુંડગ્રામ નામના નગરમાં, કાડાલગેાત્રી ઋષભદત્ત બ્રાહ્મણની શ્રી દેવાનંદા જે જાલંધર ગેાત્રી છે, તેની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. આષાઢ સુદિ ૬ના દિવસની મધ્યરાત્રિના સમયે અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને ચંદ્રને યોગ પ્રાપ્ત થયા હતા તે વખતે પ્રભુ દિવ્ય આહાર, દિવ્ય ભવ અને દિવ્ય શરીરને ત્યાગ કરીને ગર્ભમાં આવ્યા.
ચિત્રમાં પબાસન ઉપર પ્રભુ મહાવીરની મૂર્તિ બિરાજમાન કરેલી છે. હાલમાં જેવી રીતે જિન મંદિરમાં મૂર્તિને આભૂષણૈાથી શણગારવામાં આવે છે તેવી જ રીતે ચિત્રમાં પણ મસ્તકે સુગટ, અને કાનમાં કુંડલ, ગરદનમાં કંઠા, હૃદય પર રત્નજડિત હાર, બંને હાથની કોણીના ઉપરના ભાગમાં ખાજુબંધ, અને કાંડા પર બે કડાં વગેરે ચીતરવામાં આવ્યાં છે. મૂર્તિ પદ્માસનની બેઠકે બેઠેલી છે, અને મૂર્તિની બંને બાજુ પરિકર છે. પરિકરની અંને બાજુએ એકેક પુરુષ સ્તુતિ કરતે ઊભેલે છે. વળી પાસનની નીચે મધ્યમાં ધર્મચક્ર, ધર્મચક્રની બંને બાજુએ એકેક હાથી અને એકેક સિંહ તથા બંને છેડે એકેક વ્યક્તિ પ્રભુસ્તુતિ કરતી બેઠેલી છે.
ચિત્રમાંની પ્રભુમૂર્તિની જમણી બાજુએ અને પાનાની ખરાખર મધ્યમાં ગ્રંથિસ્થાને તિસ્કંધ ઉપર બંને હાથે કલશ પકડીને પ્રભુ સન્મુખ઼ આવતા સૌધર્મેન્દ્ર રજૂ કરેલા છે, પાનાની ઉપર અને નીચે પ્રભુને જન્મકલ્યાણક મહોત્સવ ઊજવવા આવતાં દેવદેવીએ જુદીજુદી પૂજન સામગ્રી લઇને ગીતે ગાતાંગાતાં અને નૃત્ય કરતાંફરતાં આવતાં દેખાય છે.
ચિત્રમાં પાનાની જમણી બાજુના હાંસિયામાં અનુક્રમે ત્રણ પ્રસંગે રજૂ કરેલા છે. પ્રથમ લાલ વર્ણ વાળી ચાર હાથવાળી પદ્માવતી દેવીનું ચિત્ર રજૂ કરેલું છે. દેવીના ચાર હાથા પૈકી ઉપરના જમણા હાથમાં ઐકુશ તથા ડાબા હાથમાં પાશછે,અને નીચેના જમણેા હાથ વરદ મુદ્રાએ તથા ડામા હાથમાં ફૂલ છે. દેવીની નીચે પ્રસંગ બીજામાં ને હાંસિયાની મધ્યમાં એ સ્ત્રીઓ નૃત્ય કરતી પ્રભુની સન્મુખ જોતી રજૂ કરેલી છે. આ બે સ્ત્રીએ પૈકી એકના જમણા હાથ મસ્તક ઉપર છેતથા ડાખા હાથમાં ફૂલની માળા પકડેલી છે; અને બીજી સ્ત્રીના હાથમાં ફુલ જેવી માંગલિક વસ્તુ પકડેલી છે. ત્રીજા પ્રસંગમાં ચાર હાથવાળી અને પીળા વર્ણવાળી લક્ષ્મીદેવીનું ચિત્ર છે. દેવીના ઉપરના બંને હાથમાં દાંડી સહિતનું વિકસિત કમલનું એકેક ફૂલ છે, અને નીચેના બંને હાથ વરદ મુદ્રાઓ છે. પાનાની ડાબી બાજુના હાંસિયામાં પણ ત્રણ પ્રસંગેા રજૂ કરેલા છે. પ્રથમ ધાળા વર્ણ વાળી સરસ્વતી દેવીનું ચાર હાથ હતનું ચિત્ર છે. દેવીના ઉપરના જમણા હાથમાં પુસ્તક, અને ડાખા
"Aho Shrut Gyanam"