________________
૧
માટે રાખવામાં આવતી કાળજી. એ રીતે પાંચ મિતિને ધારણ કરવા ભગવાન અતને ખરાખર સારી રીતે પ્રવર્તાવનારા, વચનને ખરાખર સારી રીતે પ્રવર્તાવના અને શરીરને ખરાખર સારી રીતે પ્રવર્તાવનારા થયા, મનપ્તિ વચનપ્તિ તથા કાયસિને સાચવનારા થયા. એ રીતે ગુમિવાળા અને જિતેંદ્રિય ભગવાન સર્વથા નિર્દોષપણું બ્રહ્મચર્યવિહારે વિચરનારા થયા, ક્રોધ વિનાના, અભિમાન વિનાના, છળકપટ વગરના અને લેભરહિત ભગવાન શાંત અન્યા, ઉપશાંત થયા, તેમના સર્વ સતા પે। દૂર થયા, તે આસ્રવ વગરના, મમતા રહિત, પાસે કશે। પણ પરિગ્રહ નહીં રાખનારા મચિન થયા, હવે તે એમની પાસે ગાંઠવાળીને સાચવવા જેવી એક પણ ચીજ રહી નથી એવા એ અંતરથી અને અહારથી છિન્નગ્રંથ થયા, જેમ કાંસાના વાસણમાં પાણી ચેાંટતું નથી તેમ તેમનામાં કાંઇ મળ ચાંદ્રતા નથી એવા એ નિરુપલેષ થયા, જેમ શંખની ઉપર કોઇ રંગ ચડતે નથી એમ એમની ઉપર રાગદ્વેષની કશી અસર પડતી નથી એવા એ ભગવાન જીવની પેઠે અપ્રતિહુત કોઇ પ્રકારનો પ્રતિબંધ રાખ્યા વિના અસ્ખલિતપણે વિહરવા લાગ્યા, જેમ આકાશ ખીજા ફ્રેઈ આધારની ઓશિયાળ રાખતું નથી તેમ ભગવાન બીજા કાઇની સહાયતાની ગરજ રાખતા નશ્રી એવા નિરાલંબન થયા, વાયુની પેઠે પ્રતિબંધ વગરના અન્યા એટલે જેમ વાયુ એક જ સ્થળે મ્હેતા નથી પણ બધે રેાકટોક વિના ફર્યાં કરે છે તેમ ભગવાન એક જ સ્થળે બંધાઈને ન રહેતાં બધે નિરીહભાવે કરનારા યા, શરદ્રઋતુના પાણીની પેઠે એમનું હૃદય નિર્મળ થયું, કમળપત્રની પેઠેનિરુપàપ થયા એટલે પાણીમાંથી ઉગેલા કમળના પત્રને જેમ પાણીના છાંટા ભીંજાડી શકતે નથી તેમ ભગવાનને સંસારભાવ-પ્રપંચભાવ ભીંજાડી શકતા નથી, કાચબાની પેઠે ભગવાન ગુર્મેન્દ્રિય થયા, મહાવરાહના મુખ ઉપર જેમ એક જ શિંગડું હેય છે તેમ ભગવાન એકાકી થયા, પક્ષીની પેઠે ભગવાન તદ્ન માકળા થયા, ભારતપક્ષીની પેઠે ભગવાન અપ્રમત્ત બન્યા, હાથીની પેઠે ભારે શર થયા, અળદની પેઠે પ્રબળ પરાક્રમી થયા, સિંહની પેઠે ફાઇથી પણ ગાંજ્યા ન થ એવા મન્યા, મેરુની પેઠે અડગ અકંપ સુનિશ્ચળ મન્યા, તથા ભગવાન સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવી સૌમ્યતાવાળા, સૂરજ જેવા ઝળહળતા તેજવાળા, ઉત્તમ સેાનાની પેઠે ચમકતી દેહુકાંતિવાળા અને પૃથ્વીની પેઠે તમામ સ્પર્ધાને સહુનારા સવંસહ અને ધી હેામેલા ગ્નની પેઠે તેજથી જાજવલ્યમાન થયા..
૧૧૮ નીચેની એ ગાથાચ્યામાં ભગવાનને જેની જેની ઉપમા આપવામાં આવેલ છે તે તે અર્થવાળા શબ્દોનાં નામ આ પ્રમાણે ગણાવવામાં આવેલ છેઃ
કાંસાનું વાસ, શંખ, જીવ, ગગન—આકાશ, વાયુ, શરદઋતુનું પાણી, કમળનું પુત્ર, કાચબે, પક્ષી, મહાવરાહ અને ભારાપક્ષી, ૧
હાથી, અળદ, સિંહ, નગરાજ મેરુ, સાગર, ચંદ્ર, સૂરજ, સેાનું, પૃથ્વી અને અગ્નિ. ૨ તે ભગવંતને કયાંય પ્રતિબંધ નથી એટલે ભગવાનના મનને હવે કઇ રીતે
"Aho Shrut Gyanam"