Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 445
________________ મહાવીર વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે ? ઉકારણ કે ઘણું કરીને તે સમયે ગૃહસ્થાનાં ઘરે તેમની બધી બાજુએ સાદડીથી કે ટીથી ઢંકાયેલાં હોય છે, ઘેળાએલાં હોય છે, છાજેલાં–ચાળેલાં કે છાજાવાળાં હોય છે, લીંપેલાં હોય છે, ચારે બાજુ વંડીથી કે વાડથી સુરક્ષિત હોય છે, ઘસીનેખાડાખડિયા પુરીને-સરખાં કરેલાં હોય છે, ચકખાં સુંવાળાં કરેલાં હેાય છે, સુગંધિત ધૂપથી સુગંધી કરેલાં હોય છે, પણ નીકળી જવા માટે નીકાવાળાં બનાવેલાં હોય છે અને બહાર ખાળવાળાં તૈયાર થયેલાં હોય છે તથા તે ઘર ગૃહસ્થાએ પિતાને માટે સારાં કરેલાં હોય છે, ગૃહસ્થાએ વાપરેલાં હોય છે અને પોતાને રહેવા સારુ જીવજંતુ • વગરનાં બનાવેલાં હોય છે માટે તે કારણથી એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન મહાવીર વર્ષોત્રતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.” ૨૨૬ જેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વષૉવાસ રહેલા છે તેવી રીતે ગણધર પણ વર્ષાઋતુને વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વાસ રહેલા છે. ૨૨૭ જેવી રીતે ગણધરો વાતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેવી રીતે ગણધરેના શિષ્ય પણ વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે. ૨૨૮ જેવી રીતે ગણધરના શિષ્ય વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેમ સ્થવિરો પણ વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહલા છે. ૨૨૯ જેમ સ્થવિરો વર્ષોતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેમ જેઓ આ આજકાલ શ્રમણ નિગ્રંથ વિહરે છે-વિદ્યમાન છે. તેઓ પણ વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે. ૨૩૦ જેમ જેએ આજકાલ શ્રમણ નિ વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે તેમ અમારા પણ આચાર્યો, ઉપાધ્યાય વર્ષાઋતુને વશ રાત સહિત એક માંસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે. ૨૩૧ જેમ અમારા આચાર્યો, ઉપાધ્યાયે વાવત વર્ષાવાસ રહે છે તેમ અમે પણ વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહિયે છિયે. એ સમય કરતાં વહેલું પણ વષવાસ રહેવું ખપે, તે વાતને ઉલંધેવી ન ખપે અર્થાત વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસની છેલી રાતને ઊલંઘવી ને અને એટલે એ છેલી રાત પહેલાં જ વર્ષાવાસ કરી દેવું જોઈએ. "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468