________________
૭૯ ને ખપે યાવત્ કાઉસગ્ય કરવાનું અથવા ધ્યાન સારુ બીજા કેઈ આસને ઊભા રહેવાનું ન ખપે.
૨૮૧ વર્ષાવાસ રહેલાં નિર્થ એ કે નિર્ચથીઓએ શમ્યા અને આસનને અભિગ્રહ નહીં કરનારા થઈને રહેવું ન ખપે. એમ થઈને રહેવું એ આદાન છે એટલે દેના ગ્રહણનું કારણું છે.
જે નિગ્રંથ કે નિગ્રંથી શસ્યા અને આસનને અભિગ્રહ નથી કરતાં, શય્યા કે આસન ઉચાં-જમીનથી ઊંચાં નથી રાખતાં તથા સ્થિર નથી રાખતાં, કારણુ વિના (શમ્યા કે આસનને) બાંધ્યા કરે છે, માપ વગરનાં આસને રાખે છે, આસન વગેરેને તડકે દેખાડતા નથી, પાંચસમિતિમાં સાવધાન રહેતા નથી, વારંવાર વારંવાર પડિલેહણ કરતા નથી અને પ્રમાર્જના કરવા બાબત કાળજી રાખતા નથી તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી કઠણ પડે છે.
આ આદાન નથી. જે નિગ્રંથ કે નિર્ચથી શય્યા અને આસનને અભિગ્રહ કરતા હોય, તેમને ઊંચાં અને સ્થિર રાખતા હોય, તેમને વારંવાર પ્રયોજન વિના બાંગ્યા ન કરતા હોય, આસને માપસર રાખતા હોય, શય્યા કે આસાને તડકે દેખાડતા હોય, પાંચે સમિતિઓમાં સાવધાન હોય, વારંવાર વારંવાર પડિલેહણ કરતા હેચ અને પ્રમાર્જન કરવા બાબત કાળજી રાખતા હોય તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી સુગમ પડે છે.
૨૮૨ વર્ષાવાસ રહેલાં નિને કે નિગ્રંથીઓને શૌચને સારુ અને લઘુશંકાને સારુ ત્રણ જગ્યાએ પડિલેહવી ખપે, જે રીતે વર્ષાઋતુમાં કરવાનું હોય છે તે રીતે હેમંત અને ગ્રીષ્મઋતુમાં કરવાનું નથી હોતું.
પ્ર-તો હે ભગવન તે એમ કેમ કહેલું છે?
ઉ૦–વર્ષાઋતુમાં પ્રાણી, તૃણો, બીજે, પનકો, અને હરિત એ બધાં ઘણે ભાગે વારંવાર થયાં કરે છે. (માટે ઊપર પ્રમાણે કહેલું છે.)
૨૮૩ વર્ષાવાસ રહેલાં નિએ કે નિર્ચથીઓએ ત્રણ પાત્રોને ગ્રહણ કરવા ખપે, તે જેમકે, શૌચને સારુ એક પાત્ર, લઘુશંકાને સારુ બીજું પાત્ર અને કફ બડખા કે લીંટને સારુ ત્રીજું પાત્ર.
૨૮૪ વર્ષાવાસ રહેલાં નિર્ચએ કે નિથિીઓએ માથા ઉપર માપમાં માત્ર ગાયના રૂંવાડા જેટલા પણ વાળ હોય એ રીતે પર્યુષણ પછી તે રાતને ઊલંઘવી ને ખપે અર્થાત વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસની છેલી રાતને ગાયના રૂંવાડા જેટલા પાત્ર માથા ઉપર વાળ હોય તે રીતે ઊલંઘવી ને ખપે.
"Aho Shrut Gyanam"