________________
૨૮૯ વર્ષાવાસ રહેલાં નિગ્રંથાને કે નિગ્રંથીઓને ગ્લાનમાંદા-ના કારણને દ્વીધે માવર્તી ચાર કે પાંચ યેાજન સુધી જઈને પાછા વળવાનું ખપે. અથવા એટલી મર્યાદાની અંદર રહેવાનું પશુ ખપે; પરંતુ જે કાર્યં સારુ જે દિવસે જ્યાં ગયા હોય ત્યાંનું કાર્ય પૂરું થયા પછી ત્યાંથી તુરત નીકળી જવું જોઇએ--ત્યાં રાત વીતાવવી ન ખપે અર્થાત્ રાત તે પોતાના સ્થાનમાં જ વીતાવવી ખપે.
૨૯૦ એ પ્રમાણેના આ સ્થવિર૫ને સૂત્રમાં કહ્યા પ્રમાણે, કલ્પના આચારના ધારણ પ્રમાણે ધર્મમાર્ગને અનુસારે, જે રીતે સાચું હોય એ રીતે શરીરદ્વારા સ્પર્શીને—ક્રિયામાં મૂકીને, અરાબર પાળીને, શુદ્ધ કરીને અથવા સુશાભન રીતે દીપાવીને, તીરસુધી લઈ જઈને—જીવનના છેડા સુધી પાળીને, બીજાને સમજાવીને, બરાબર આરાધીને અને ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુપાલન કરીને કેટલાક શ્રમણ નિગ્રંથે! તે જ ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વેદુ:ખેાના અંતને કરે છે. બીજા કેટલાક બીજ ભ્રવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુ:ખેના અંતને કરે છે. ખીજા કેટલાક ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે ચાવતા સર્વે દુઃખાના અંતને કરે છે. વળી, તે રીતે સ્થવિરકલ્પને આચરનારા સાત કે આઠ ભવથી આગળ ભમતા નથી અર્થાત્ એટલા ભવની અંદર સિદ્ધ થાય છે ચાવત્ સર્વદુઃખાના અંતને કરે છે.
૨૯૧ તે કાલે તે સમયે રાજગૃહ નગરમાં ગુશિલક ચૈત્યમાં ઘણા શ્રમણેાની, ઘણી શ્રમણીએની, ઘણા શ્રાવકાની, ઘણી શ્રાવિકાઓની; ઘણા દેવાની અને ઘણી દેવીઓની વચ્ચેાવચ્ચ જ એડેલા શ્રમજી ભગવાન મહાવીર એ પ્રમાણે કહે છે, એ પ્રમાણે ભાખે છે, એ પ્રમાણે જણાવે છે, એ પ્રમાણે પ્રરૂપણા કરે છે અને પજોસવાપર્યુંપશમનાને આચાર-ક્ષમાંપ્રધાન આચાર નામના અધ્યયનને અર્થ સાથે, હેતુ સાથે, કારણ સાથે, સૂત્ર સાથે, અર્થ સાથે, સૂત્ર તથા અર્થ અન્ને સાથે અને સ્પષ્ટીકરણ—વિવેચન—સાથે વારંવાર દેખાડે છે—સમજાવે છે. એમ હું કહું છું.
પજોસવણાકલ્પ (ના અનુવાદ) સમાપ્ત થયે. છાનું અધ્યયન સમાપ્ત થયું.
"Aho Shrut Gyanam"