________________
પવિત્ર કલ્પસૂત્ર
२४
હાથમાં અંકુશ તથા ડાખા હાથમાં પાશ, અને નીચેના જમણા હાથ વરદમુદ્રાએ તથા ડામાં હાથમાં ફળ છે. આ આખું સ્વરૂપ દેવીનું તાંત્રિક સ્વરૂપ છે અને આવી જ રીતના આયુધાવાળી પદ્માવતી દેવીના સ્વરૂપનું વર્ણન મારા તરફથી પ્રસિદ્ધ થએલ ‘શ્રી ભૈરવ પદ્માવતીક૯૫’ નામના ગ્રંથમાં આપેલું છે, જે આ પ્રમાણે છેઃ—
पशिफलवर दगजबशकरणकरा पद्मविष्टरापद्मा । सा मां पातु देवी त्रिलोचनारकपुष्पाभा ॥
દેવીના મસ્તકના મુગટની પાછળના ભાગમાં સર્પની ત્રણ કા તથા દેવીનું વાહન કુકુટ સર્પ પણ દેવીના જમણા ઢીંચણની નીચે બેઠકમાં રજૂ કરેલ છે. દેવી સાનાના સિંહાસન ઉપર બિછાવેલી ગુલામી રંગની ડિઝાઇનવાળી રેશમી ગાદી ઉપર ભદ્રાસનની બેઠકે બેઠેલાં છે. દેવીની લીલી કેરી જેવા રંગની કંચુકી, કમ્મર ઉપરનું ગુલાખી રંગનું ડિઝાઈનવાળું ઉડતું વજ્ર, તથા કમ્મર નીચેનું ડિઝાઈનવાળુ આછા વાદળી રંગનું વસ્ત્ર, ગુજરાતની પ્રાચીન રાજધાની પાટશુમાં ચોદમા સૈકાના અંતભાગમાં ગુજરાતી કારીગરાના હાથે તૈયાર થતાં રેશમી પટોળાના જીવતા જાગતા પુરાવાઓ છે. ચિત્ર ૬૦ તથા ૬૧નું રેખાંકન સજીવ અને અદ્ભુત છે.
Plate XVI
ચિત્ર ૬૨ઃ લક્ષ્મીદેવી, પાટણ ૨ ના પાના ૨૧ ઉપરથી, વર્ણન માટે નુ ચિત્ર ૭૮નું આ ચિત્રનું જ વણૅન.
ચિત્ર ૬૩ઃ ફૂલની માળા, પાટણ રના પાના ૨૨ ઉપરથી, પાંચમા સ્વરમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ કલ્પવૃક્ષનાં તાજા અને સરસ ફૂલાવાળી ચામેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાંથી ઊતરતી જેઇ. માળા શૃંગારની દ્યોતક છે.
ચિત્રમાં લાલ સિંદ્ભરિયા રંગની પૃષ્ઠ ભૂમિ ઉપર વિવિધ જાતના રંગબેરંગી સુગંધીદાર ફૂલેની આળા સુંદર રીતે ગૂંથેલી દેખાય છે. માળાની બંને બાજુએ ઉપરના ભાગમાં કલ્પવૃક્ષની પાંદડાં સહિતની નાની નાની ડાળીએ લટકતી દેખાય છે.
ચિત્ર ૬૪ઃ પૂર્ણ ચન્દ્ર, પાટણ રના પાના ૨૩ ઉપરથી, વર્ગુન માટે જુએ ચિત્ર હહનું આ ચિત્રનું જ વર્ણ ન.
ચિત્ર ૬૫ઃ ઊગતે સૂર્ય, પાટણ ૨ના પાના ૨૪ ઉપરથી. સાતમા સ્લમમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ અંધકારના સમૂહનો નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યના દર્શન કર્યાં. સૂર્ય અતુલ પરાક્રમના દ્યોતક છે.
ચિત્રમાં સૂર્યનારાયણ એ પડાવાળાં બંને બાજુ એકેક ઘેાડા જોડેલા અને તે અને ઘેાડાને હાંકતાં એકેક અરુણુ સારથિ સહિતના રથ પર બિરાજમાન થએલા છે. સૂર્યનારાયણે બંને હાથે પ્રકાશનાં કિરણા પકડેલાં છે. ચિત્રની પૃષ્ઠભૂમિ સિરિયા લાલરંગની છે. સૂર્યનું આ જાતનું ચિત્ર આજસુધી મળી આવેલી બીજી ફેઇપણ કલ્પસૂત્રની હસ્તપ્રતમાં મારા જોવામાં આવ્યું નથી, તે આ ચિત્રની ખાસ વિશિષ્ટતા છે. વળી આ ચિત્ર પંદરમા સૈકાની શરૂઆતના સમયની સૂર્યનારાયણની મૂર્તિની આકૃતિના એક નમૂના છે. સારથીઓની ઘેાડા હાંકવાની રીત અને ઘેાડાઓને દોડવાના વેગ પણું ચિત્રકારની પેાતાના વિષય ઉપરની રજૂઆત કરવાની પૂર્ણ શક્તિ સાબિતકરે છે.
"Aho Shrut Gyanam"