Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 397
________________ २० પૂછ્યાંને પાણી સાથે અફળાવ્યા કરે છે એથી એનાં ચારે આનુ કપૂરની જેવાં ઊજળાં ×ીણુ વળે છે અને એ દરિયામાં માટી મેાટી ગંગા જેવી મહાનદીઓના પ્રવાહે ભારે ધસારાઅંધ પડે છે, એ વેગથી પડતા પ્રવાહેાને લીધે એમાં ગંગાવર્ત નામની ભમરીઓ પેદા થાય છે, એ ભમરીઓને લીધે ભારે વ્યાકુળ થતાં દરિયાનાં પાણી ઊછળે છે, ઊછળીને પાછાં ત્યાં જ પડે છે, ભમ્યા કરે છે--ઘુમરી લે છે, એવાં ઘુમરીમાં ચક્કર ચક્કર કરતાં એ પાણી ભારે ચેંચળ જણાય છે એવા એ ક્ષીરસમુદ્રને શરદઋતુના ચંદ્રસમાન સૌમ્યમુખવાળી તે ત્રિશલા માતા અગિયારમે સ્વપ્ન જુએ છે. ૧૧ ૪૫ ત્યાર પછી વળી, માતા બારમે સ્વપ્તે ઉત્તમ દેવેમાનને જુએ છે, એ દેવવમાન ઊગતા સૂર્યમંડલની જેવી ચમકતી કાંતિવાળું છે, ઝળહળતી શોભાવાળું છે, એ વિમાનમાં ઉત્તમ સાનાના અને માર્માણુઓના સમૂહમાંથી ઘડેલા ઉત્તમ એક હજાર અને આઠ ટેકાથાંભલામૂકેલા છે તેથી એ ચમકતું દેખાતું વિમાન આકાશને વિશેષ ચમકતું બનાવે છે, એવું એ વિમાન સેાનાના પતરામાં જડેલા લટકતા મૈતીઓના ગુચ્છાએથી વિશેષ ચમકિલું åખાય છે, તથા એ વિમાનમાં ચળકતી દિવ્યમાળાઓ લટકાવેલી છે, વળી એમાં વૃક, વૃષભ, ઘેાડા, પુરુષ, મગર, પક્ષી, સાપ, કિન્નર, રુરુમૃગા, શાલ, ચમરી ગાય, વિશેષ પ્રકારનાં જંગલી જનાવરા, હાથી, વનની વેલડી, કમળવેલ વગેરેનાં વિવિધ ભાતવાળાં ચિત્રો દારેલાં છે તથા એમાં ગંધો ગાઇ રહ્યા છે અને વાજું વગાડી રહ્યા છે તેથી એમના અવાજોથી એ પૂરેપૂરું ગાળતુ દેખાય છે, વળી, પાણીથી ભરેલા વિપુલ મેલની ગર્જનાના જેવા અવાજવાળા નિત્ય ગાજતા દેવદુભિના મે!ટા અવાજવડે જાણે આખાય જીવલેાકને એ વિમાન ન ભરી દેતું હોય એવું એ ગાજે છે, કાળા અગર, ઉત્તમ કંરૂકિન્નરૂ, તુકી ધૂપ વગેરે બળતા ાને લીધે મધમધી રહેલું એ વિમાન ગંધના ફેલાવાને લીધે મનોહર લાગે છે અને એ નિત્ય પ્રકાશવાળું, ધેાળુ, ઊજળી પ્રભાવાળું, દેવાથી રોભાયમાન, સુખેાપભાગરૂપ એવું ઉત્તમે!ત્તમ વિમાન તે ત્રિશલાદેવી સ્વમામાં જુએ છે. ૧૨ ૪૬ ત્યાર પછી, માતા ત્રિશલા તેરમે સ્વપ્ને તમામ પ્રકારના રત્નેાના ઢગલાને જુએ છે. એ ઢગલા ભેાંતળ ઊપર રહેલે છે છતાં ગગનમંડળના છેડાને પેાતાના તેજથી ચકચકત કરે છે, એમાં પુલક, વજ્ર, ઈંદ્રનીલ, સાસગ, કેંતન, લેાહિતાક્ષ, મરકત, મસારગલ, પ્રવાલ, સ્ફટિક, સૌગંધિક, હંસગએઁ, અંજન, ચંદનપ્રભ વગેરે ઉત્તમ રત્નાને રાશિ સરસ રીતે ગાવાયેલા છે, રત્નાને એ ઢગલા ઊંચે મેરુપર્યંત જે લાગે છે, એવાં રત્નેના રાશિ-ઢગલાને તે ત્રિશલા દેવી તેરમે સ્વપ્ને જુએ છે. ૧૩ ૪૭ પછી વળી, ચૌદમે સ્વપ્ને માતા ત્રિશલા અગ્નિને જુએ છે. એ અગ્નિની જ્વાલાઓ ખુબખુબ ફેલાયેલ છે તથા એમાં ધેાળુ શ્રી અને પીળાશ પડતું મધ વારંવાર છંટાતું હોવાથી એમાંથી મુદ્લ ધૂમાડા નીકળતા નથી એવા એ અગ્નિ ધખધખી રહ્યો "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468