________________
ચાવવા
પરંતુ દીક્ષા-કલ્યાણુકના પ્રસંગમાં પંચમુષ્ટિ લેચના પ્રસંગને બદલે આ ચિત્રમાં જૈન સાધુઓનું દીક્ષિત અવસ્થાનું ચિત્ર કેરેલું છે.
ચિત્રની અંદર મધ્યમાં છતુમાં બાંધેલા ચંદરવાની નીચે ભદ્રાસન ઉપર બેઠેલી આકૃતિ આચાર્ય મહારાજની છે. ઘણું કરીને તે આ પ્રત શખાવવાને ઉપદેશ આપનાર આચાર્ય મહારાજની હશે. તેઓને જમણી બાજુના એક ખભે ઉઘાડા છે. જમણા હાથમાં સુહુત્તિ રાખીને તથા ડાબે હાથ વરદ મુદ્રાએ રાખીને સામે હાથમાં તાડપત્રનું પાનું પકડીને બેઠેલા શિષ્ય-સાધુને કાંઇ સમજાવતા હોય એમ લાગે છે, ગુરુ અને શિષ્ય બંનેની વચમાં સહેજ ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યની રજૂઆત ચિત્રકારે કરેલી છે. ભદ્રાસનની પાછળ એક શિષ્ય. કપડાના ટુકડાથી ગુરુશા કરતા દેખાય છે.
ની
G
ચિત્ર ૧૪:, પ્રભુ શ્રીમહાવીરના જન્મ, ઉપર્યુક્ત પ્રતમાંથી,
જે વખતે ગ્રહે ઉચ્ચ સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રના ઉત્તમ યોગ પ્રાપ્ત થયા હતા, સર્વત્ર સૌમ્યભાવ, શાંતિ અને પ્રકાશ ખીલી રહ્યાં હતાં, દિશાઓમાં અંધકારનું નામનિશાન પણ ન હતું, ઉલ્કાપાત, રન્તવૃષ્ટિ, ધરતીકંપ કે દિગ્દાહ જેવા ઉપદ્રવાના છેક અભાવ વર્તતા હતા, દિશાના અંત પર્યંત વિશુદ્ધિ અને નિર્મળતા પથરાએવી હતી, જે વખતે સર્વ પક્ષીએ પેાતાના કલરવ વડે જયજય શબ્દના ઉચ્ચાર કરી રહ્યાં હતાં, દક્ષિણ દિશાને સુગંધી શીતળ પવન પૃથ્વીને મંદમંદપણે સ્પર્શ કરતા વિશ્વનાં પ્રાણીઓને સુખ-શાંતિ ઉપજાવી રહ્યો હતેા, પૃથ્વી પણ સર્વે પ્રકારનાં ધાન્યાદિથી ઉભરાઈ રહી હતી અને જે વખતે સુકાળ, આરગ્ય વગેરે અનુકૂળ સંયેાગેથી દેશવાસી ટ્રૅકેટનાં હૈયાં હર્ષના હિંડોળે ઝૂલી રહ્યાં હતાં, તેમજ વસંતાડ્સવાદની ક્રીડા દેશભરમાં ચાલી રહી હતી, તેવે વખતે, મધ્યરાત્રિને વિષે, ઉત્તરાફ઼ાલ્ગુની નક્ષત્ર સાથે ચન્દ્રના યુગ પ્રાપ્ત યતાં, આરોગ્યવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ બાધાહિતપણે આરાગ્યવાન પુત્રને જન્મ આપ્યું. ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેઢી વિવિધ જાતિનાં ફૂલોથી આચ્છાદિત કરેલી સુગંખીદાર શય્યાન પર ત્રિશલા ક્ષત્રિયાણી સૂતાં છે. જમણા હાથે પ્રભુ મહાવીરને ગાળક રૂપે ૫કડીને તેમના તરક-સન્મુખ જોઈ રહેલાં છે. તેમના જમણા હાથ નીચે તકીએ છે. તેમનું સાર્વ ચું શરીર વસ્ત્રાભૂષશેાથી સુસજ્જિત છે. તેમના ઉત્તરીય વસ્ર-સાડીમાં હંસપક્ષીની સુંદર ભાત સીતરતી છે. તેમના પેશાક ચોદમા સૈકાના શ્રીમંત વૈભવશાળી કુટુંબાની સ્ત્રીઓના પહેરવેશના સુંદરમાં સુંદર ખ્યાલ આપે છે. પલંગની નીચે પાણીની ઝારી તથા પલંગમાંથી ઊતરતી વખતે પગ મૂકવા માટે પાદપીઠ-પગ મૂકવાને ખાજો--પણ ચીતરેલાં છે, ઉપરના ભાગની છતમાં ચંદરવા પણ માંધેલા છે.
ચિત્ર ૧૫: પ્રભુ મહાવીરનું નિર્દેણુ. ઉપર્યુક્ત પ્રતમાંથી જ.
શ્રમસુ ભગવાન મહાવીરે જે વર્ષાકાળમાં મધ્યમ અપાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનાની સભામાં છેલ્લું ચામાસું વર્ષાઋતુમાં રહેવા માટે કર્યું, તે ચેમાસાને ચેાથે! મહુિના, વર્ષાકાળનું સાતમું પખવાડિયું એટલે, કે કાર્તિક માસનું (ગુજરાતી આસો માસનું) કૃષ્ણુ પખવાડિયું, તે કાર્તિક માસના કૃષ્ણ પખવાડિયાના પંદરમે દિવસે (ગુજરાતી આસો માસની અમાસે
"Aho Shrut Gyanam"