________________
પવિત્ર કલ્પસૂત્ર કરેલી છે, તથા તેના ઉપર સોનાનું શ્રીફળ વગેરે ચીતરવામાં આવ્યાં છે, મૂર્તિ પાસને બિરાજમાન છે. મૂતિની આજુબાજુ પરિકર છે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જયારે તીર્થંકરનું યવન થાય છે ત્યારે શરીરની કોઈપણ જાતની આકૃતિ તો હતી નથી અને તીર્થકર નામ કર્મને ઉદય તે તેઓને શ્રમણપણું અંગીકાર કર્યા પછી કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી સત્તામાં આવે છે. તો તેઓના ચ્યવનને પ્રસંગ દર્શાવવા તેઓની
વાનું કારણ શું? . જૈન સંપ્રદાયના અનુયાયીઓ દરેક તીર્થંકરનાં પાંચે કલ્યાણકે એક સરખાં જ મહત્ત્વનાં માને છે. પછી તે ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ્ય કે નિર્વાણ હેય. અને તે સઘળાં જ પવિત્ર હોવાથી ગુજરાતના પ્રાચીન ચિત્રકારોએ કલ્યાણકે દર્શાવવા માટે જુદી કી કલપના કરી અમુક પ્રકારની આકૃતિઓ નક્કી કરેલી હોય એમ લાગે છે. કારણકે જેવી રીતે આપણને અહીં વનકલ્યાણકના રિપત્રપ્રસંગમાં પ્રશ્ન ઉદભવે છે તેવી જ રીતે નિર્વાણુ-કલ્યાણકના ચિત્રપ્રસંગમાં પદ્મ ઉદ્ભવવાને જ; કાણુકે પ્રભુ નિર્વાણ પામ્યા પછી તેઓનું શરીર કે આકૃતિ વગેરે કાંઈ હોતું નથી. હવે આપણે પાંચે કયામુકેમાં પ્રાચીન ચિત્રકારોએ કઈક ક૯૫નાકૃતિઓ નક્કી કરેલી છે તે સંબંધી વિચાર કરી લઈએ એટલે આગાહીના આ પાંચે પ્રસંગને લગતાં ચિત્રમાં શંકા ઉવ. વાનું કારણ ઉપસ્થિત થાય જ નહિ.
૧ વન-કલ્યાણક-ગ્યવન કયાકને પ્રસંગ દર્શાવવા માટે પ્રાચીન ચિત્રકારે હમેશાં જે જે તીર્થંકરના ચ્યવન-કલ્યાણકને પ્રસંગ હોય તેમનાં લંછન સહિત અને કેટલાંક ચિત્રોમાં તેઓનાં શરીરના વર્ણ સહિત તેને તીર્થકરની મૂર્તિની પરિકર સહિત રજૂઆત કરે છે.
૨ જન્મ-કલ્યાણક-જન્મ કલ્યાણકને પ્રસંગ દર્શાવવા માટે હમેશાં જે જે તીર્થકરના જન્મ કયાણકને પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થકરની માતા અને એક નાના બાળકની રજૂઆત તેઓ કરે છે..
૩ દીક્ષા-કલ્યાણક-જે જે તીર્થકરના દીક્ષા-કલ્યાણકને પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીથિંકરની ઝાડ નીચે પંચમુખિ લેચ કરતી આકૃતિ એક હાથથી ચેટલીને લોચ કરતાં બેઠેલી અને પાસે બે હાથ પહોળા કરીને કેશને ગ્રહશુ કરતા ઈન્દ્રની રજૂઆત ચિત્રમાં તેઓ કરે છે.
૪ કેવલ્ય-કલ્યાણક–જે જે તીર્થકરના કેવલ્ય-કલ્યાણકને પ્રસંગ દર્શાવવાને તેને આશય હેય, તે તે તીર્થકરના સમવસરણની રજૂઆત તેઓ કરે છે.
૫ નિર્વાણ કલ્યાણક-જે જે તીર્થકરના નિર્વાણ કલ્યાણકને પ્રસંગ દર્શાવવાને હેય તેને તીર્થકરના શરીરના વર્ણ તથા લંછન સાથે તેઓની પદ્માસનની બેઠકે વાળેલી પલાંઠી નીચે સિદ્ધ શીલાની બીજના ચંદ્રમાના આકાર જેવી આકૃતિની તથા બંને બાજુમાં એકેક ઝાડની રજૂઆત પ્રાચીન ચિત્રકારે કરતા દેખાય છે.
ચિત્ર૧૩ મહાવીર-સાધુ અવસ્થામાં, ઉ.ફ.ધ. ભંડારની પ્રતમાંથી જ. આ પ્રતમાં ચિત્રકારને આશય મહાવીરના પાંચે કલ્યાણક દર્શાવવાનો છે. તેમાં બાકીના વયવન, જન્મ, કેવદય અને નિર્વાણ કલ્યાણકના પ્રસંગે તો તેણે પ્રાચીન ચિત્રકારની રીતિને અનુસરતાં જ દેવેલાં છે.
"Aho Shrut Gyanam"