Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
**
લખવો તે ગજા વગરની વાત છે પરંતુ વીરકૃપાથી જે કાંઇ પ્રગટ થશે તે પણ શાસ્ત્રના શુભ નામ અનુસાર નંદી કહેતા આનંદજનક થશે તેવો વિશ્વાસ છે.
શ્રી સંઘ ફક્ત એક સંગઠન નથી તેમજ કોઇ સંપત્તિનો રક્ષક સમાજ પણ નથી. સંગઠન અને રક્ષા સંઘમાં સમાયેલી છે જ પરંતુ તે ઉપરાંત સંઘનું જે મહાન કર્તવ્ય છે તે નંદીસૂત્રની આરંભની, શ્રી સંઘના મહત્ત્વને બતાવતી ગાથાઓથી પ્રગટ થાય છે.
સુયવારસંગ સિદ્ઘર, સંઘ મહામંત્ર ચંદ્રે । મેરુ પર્વતની ઉપમા આપતા જણાવ્યું છે કે સુધવારસંગ સિહ અર્થાત્ શ્રી સંઘમાં શ્રુતજ્ઞાન રૂપી બાર અંગ શાસ્ત્રોના બાર શિખર છે. અહીં એક જ પદ લીધું છે અને સંઘમાં જ્ઞાનની મહત્તાને પ્રદર્શિત કરી છે. શ્રી સંઘ બધી રીતે જ્ઞાનની આરાધના કરે તો જ સંઘમાં જ્ઞાનના શિખરો જોઇ શકાય. આ જ રીતે જૈન સાધનાના બધાં વિશિષ્ટ અંગોનું સંઘમાં પૂર્ણ અસ્તિત્ત્વ હોય તેવી મહત્તા પ્રદર્શિત કરી છે. એક પ્રવાદ છે કે તીર્થંકર દેવાધિદેવ જ્યારે સ્વતઃ દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે ‘નમો સિધ્ધાય’, ‘નમો સંઘાય’ આ રીતે ઉચ્ચારણ કરીને ગુરુસ્થાને શ્રી સંઘને સ્થાપિત કરે છે. આ કાંઇ શ્રી સંઘની જેવી તેવી પૂજ્યતા નથી! શ્રીસંઘને સર્વોત્તમ પૂજ્યસ્થાન મળ્યું છે. શ્રી સંઘ કહેતા ફક્ત વર્તમાનકાલના જ સંઘ કે અમુક ક્ષેત્રના સંઘ કે શ્રાવક સંઘ ઇત્યાદિ મર્યાદિત વિભાગો લેવાના નથી. શ્રી સંઘ કહેતા ભૂતકાળમાં જેઓ સંઘમાં સ્થાન પામી ગયા છે, વર્તમાને સંઘ રૂપે બિરાજે છે અને ભવિષ્યમાં પણ સંઘ રૂપે રહી શાસન પ્રભાવના કરશે તેવા વૈકાલિક અખંડ, અવિચલ, જ્ઞાનાદિ ગુણોથી સુશોભિત સંઘને નમસ્કાર કર્યા છે. ચર્તુવિધ સંઘની સ્થાપના, તે જિનશાસનનું હીર છે, ઝવેરાત છે.
નંદીસૂત્રમાં શ્રી સંઘને વંદન કરી જે અણમોલ સુવચનોનું ઉચ્ચારણ કર્યું છે, તે સમગ્ર જિનશાસનને ધન્ય બનાવે છે.
નંદીસૂત્ર એ પાંચ જ્ઞાનનું વર્ણન કરતું જ્ઞાનાત્મક શાસ્ત્ર છે. શાસ્ત્રકારે આ શાસ્ત્રમાં
AB
22