Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
રહેલ છે. આ જ અમારું આ ગુરુતર કાર્યમાં પ્રવૃત્ત થવાનું શક્તિબીજ છે.
ઈ.સ. ૧૯૯૭માં ‘ઉત્તરજઝયણાણિ' બે ભાગમાં પ્રકાશિત થયું હતું. પહેલા ભાગમાં મૂળ પાઠ, છાયા અને અનુવાદ તથા બીજા ભાગમાં માત્ર ટિપ્પણ અને અન્યાન્ય પરિશિષ્ટો. બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૯૩માં બન્ને ભાગમાં પ્રકાશિત થઈ. તેમાં ટિપ્પણ પાઠ સાથે જ સંલગ્ન હતાં. પ્રથમ ભાગમાં આગળના વીસ અધ્યયનો તથા બીજા ભાગમાં બાકીના સોળ અધ્યયનો, પ્રથમ આવૃત્તિમાં ટિપ્પણની સંખ્યા છસો હતી, બીજી આવૃત્તિમાં ટિપ્પણોની સંખ્યા ચૌદસો થઈ થઈ. પ્રસ્તુત તૃતીય આવૃત્તિમાં દ્વિતીય આવૃત્તિના બન્ને ભાગ સમાયેલા છે. આમાં નવ પરિશિષ્ટો છે૧. પદાનુક્રમ
૬. તુલનાત્મક અધ્યયન ૨. ઉપમા અને દૃષ્ટાંત ૭. ટિપ્પણ-અનુક્રમ ૩. સૂક્ત
૮, વિશેષ શબ્દ ૪, વ્યક્તિ-પરિચય
૯. પ્રયુક્ત ગ્રંથ ૫. ભૌગોલિક-પરિચય કૃતજ્ઞતા જ્ઞાપન
જેમના શક્તિશાળી હાથનો સ્પર્શ પામીને નિપ્રાણ પણ પ્રાણવંત બની જાય છે, તો ભલા આગમ સાહિત્ય - કે જે સ્વયં પ્રાણવંત છે તેમાં પ્રાણસંચાર કરવો તે કઈ મોટી વાત છે? મોટી વાત તો એ છે કે આચાર્યશ્રીએ તેમાં પ્રાણ-સંચાર મારી અને મારા સહયોગી સાધુ-સાધ્વીઓની અસમર્થ આંગળીઓ દ્વારા કરાવવાનો પ્રયત્ન કર્યો છે. સંપાદન કાર્યમાં અમને આચાર્યશ્રીનો આશીર્વાદ જ માત્ર નહોતો મળ્યો, તેમનું માર્ગદર્શન અને સક્રિય સહયોગ પણ મળ્યો હતો. આચાર્યવર્ટે આ કાર્યને પ્રાથમિકતા આપી અને તેની પરિપૂર્ણતા માટે પોતાનો પર્યાપ્ત સમય પણ આપ્યો. તેઓના માર્ગદર્શન, ચિંતત અને પ્રોત્સાહનનું પાથેય પામીને અમે અનેક દુસ્તર ધારાઓનો પાર પામવા સમર્થ બન્યા છીએ.
હું આચાર્યશ્રી પ્રત્યે કૃતજ્ઞતા-જ્ઞાપન કરી ભાર-મુક્ત બનું તે કરતાં સારું એ છે કે આગળના કાર્ય માટે તેમના મૂક આર્શીવાદનું ભાથું મેળવી વધુ ભારે બનું.
આગમ-સંપાદનના કાર્યમાં અનેક સાધુ-સાધ્વીઓનું યોગદાન રહ્યું છે. આજે પણ તેઓ આ સારસ્વત કાર્યમાં સંલગ્ન છે. આ આવૃત્તિની સમાયોજનામાં સર્વાધિક યોગ મુનિ દુલહરાજીનો છે. અન્યાન્ય મુનિઓએ પણ યથાશક્તિ યોગ આપેલ છે. મુનિ શ્રીચંદજી, મુનિ રાજેન્દ્ર કુમારજી, મુનિ ધનંજયકુમારજીએ ટિપ્પણ-લેખનમાં યોગ આપેલ છે. સંસ્કૃત છાયા લેખનમાં સહયોગી રહ્યા છે-મુનિ સુમેરમલજી ‘લાડનું તથા મુનિ શ્રીચંદજી કમલ'. ટિપ્પણ અનુકમનું પરિશિષ્ટ તૈયાર કર્યું છે મુનિ રાજેન્દ્રકુમારજી, મુનિ પ્રશાન્તકુમારજી તથા સમણી કુસુમપ્રજ્ઞાએ. મુનિ સુમેરમલજી ‘સુદર્શન' પણ મુફ વગેરે તપાસવામાં પોતાના સમય ફાળવ્યો છે.
આ રીતે પ્રસ્તુત સંપાદનમાં અનેક મુનિઓની પવિત્ર અંગુલિઓનો યોગ રહ્યો છે. હું તે બધા પ્રત્યે સદ્ભાવના વ્યક્ત કરું છું. અને આશા રાખું છું કે આ મહાન કાર્યના આગળના ચરણમાં અધિક દક્ષતા પ્રાપ્ત કરી ગણાધિપતિ તુલસી દ્વારા પ્રારંભ કરાયેલ આ કાર્યને વધુ ગતિમાન કરવાનો પ્રયત્ન કરશે.
આચાર્યશ્રી પ્રેરણાના અનંત સ્રોત હતા. અમને આ કાર્યમાં તેઓની પ્રેરણા અને પ્રત્યક્ષ યોગ પ્રાપ્ત થયા હતા. એટલે અમારો માર્ગ સરળ બની ગયો હતો. આજ પણ પરોક્ષપણે તેમના જ શક્તિ-સંબલથી અમે આ કાર્યમાં નિયોજિત છીએ, ગતિમાન છીએ. તેમનો શાશ્વત આશીર્વાદ દીપ બનીને અમારો કાર્ય-પથ પ્રકાશિત કરતો રહે એ જ અમારી આશંસા છે.
આચાર્ય મહાપ્રજ્ઞ
૩૦ જૂન ૨OOO જૈન વિશ્વ ભારતી લાડનૂ (રાજ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org