Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
જૈન આગમોનું સંપાદન વૈજ્ઞાનિક પદ્ધતિથી હજુ થયું નથી અને હજી પણ ધ્યાન આપવામાં આવતું નથી.' આચાર્યશ્રીની વાણીમાં અંતર-વેદના ટપકી રહી હતી, પણ તેને પકડવામાં સમયની જરૂર હતી.
આગમ-સંપાદનનો સંકલ્પ
રાત્રિ-કાલીન પ્રાર્થના પછી આચાર્યશ્રીએ સાધુઓને આમંત્રિત કર્યા. તેઓ આવ્યા અને વંદના કરી પંક્તિબદ્ધ બેસી ગયા. આચાર્યશ્રીએ સાયંકાલીન ચર્ચા છેડતાં કહ્યું–‘જૈન-આગમોનો કાયાકલ્પ કરવામાં આવે તેવો સંકલ્પ થઈ રહ્યો છે. તેની પૂર્તિ માટે કાર્ય કરવું પડશે, બોલો, કોણ તૈયાર છે ?'
બધાં હૈયાં એકીસાથે બોલી ઊઠ્યાં—‘બધાં તૈયાર છીએ.'
આચાર્યશ્રીએ કહ્યું–‘મહાન કાર્ય માટે મહાન સાધના જોઈએ. કાલે જ પૂર્વતૈયારીમાં લાગી જાઓ, પોતપોતાની રુચિનો વિષય પસંદ કરો અને તેમાં ગતિ કરો.'
મંચરથી વિહાર કરી આચાર્યશ્રી સંગમનેર પહોંચ્યા. પહેલા દિવસે વ્યક્તિગત વાતચીત થતી રહી. બીજા દિવસે સાધુ-સાધ્વીઓની પરિષદ બોલાવવામાં આવી. આચાર્યશ્રીએ પરિષદ સંમુખ આગમ-સંપાદનના સંકલ્પની ચર્ચા કરી. આખી પરિષદ પ્રફુલ્લ થઈ ઊઠી. આચાર્યશ્રીએ પૂછ્યું–‘શું આ સંકલ્પને હવે નિર્ણયનું રૂપ આપવું જોઈએ ?’
એકી અવાજે પ્રાર્થનાનો અવાજ નીકળી પડ્યો–જરૂર, જરૂર.' આચાર્યશ્રી ઔરંગાબાદ પધાર્યા. સુરાણા-ભવન, ચૈત્ર શુક્લા ત્રયોદશી (વિ.સં.૨૦૧૧), મહાવીર-જયંતિનું પુણ્ય પર્વ. આચાર્યશ્રીએ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા— આ ચતુર્વિધ-સંઘની પરિષદમાં આગમ-સંપાદનની વિધિવત્ ઘોષણા કરી. આગમ-સંપાદનનો કાર્યારંભ
વિ.સં. ૨૦૧૨ શ્રાવણ માસ (ઉજ્જૈન ચાતુર્માસ)થી આગમ-સંપાદનનો કાર્યારંભ થઈ ગયો. ન તો સંપાદનનો કોઈ અનુભવ કે ન કોઈ પૂર્વતૈયારી. અકસ્માત ધર્મદૂતનું નિમિત્ત મળતાં આચાર્યશ્રીના મનમાં સંકલ્પ જાગ્યો અને તેને સૌએ શિરોધાર્ય કરી લીધો. ચિંતનની ભૂમિકાથી તો આને નરી ભાવુકતા જ કહેવી પડશે, પરંતુ ભાવુકતાનું મૂલ્ય ચિંતનથી કમ નથી. અમે અનુભવ-વિહીન હતા, પરંતુ આત્મવિશ્વાસ-શૂન્ય ન હતા. અનુભવ આત્મવિશ્વાસનું અનુગમન કરે છે, પરંતુ આત્મવિશ્વાસ અનુભવનું અનુગમન કરતો નથી.
પ્રથમ બે-ત્રણ વર્ષોમાં અમે અજ્ઞાત દિશામાં યાત્રા કરતા રહ્યા. પછી અમારી બધી દિશાઓ અને કાર્યપદ્ધતિઓ નિશ્ચિત અને સુસ્થિર બની ગઈ. આગમ-સંપાદનની દિશામાં અમારું કાર્ય સર્વાધિક વિશાળ અને ગુરુતર કઠણાઈઓથી ભરપૂર છે, આમ કહીને હું સહેજ પણ અતિશયોક્તિ કરી રહ્યો નથી. આચાર્યશ્રીના અદમ્ય ઉત્સાહ અને સમર્થ પ્રયત્ન વડે અમારું કાર્ય નિરંતર ગતિશીલ રહ્યું છે. આ કાર્યમાં અમને અન્ય અનેક વિદ્વાનોની સદ્ભાવના, સમર્થન અને પ્રોત્સાહન મળી રહેલ છે. મને વિશ્વાસ છે કે આચાર્યશ્રીની આ વાચના પૂર્વવર્તી વાચનાઓથી ઓછી અર્થસભર નહિ હોય. સામૂહિક વાચના
જૈન પરંપરામાં વાચનાનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે. આજથી ૧૫૦૦ વર્ષ પહેલાં સુધી આગમની ચાર વાચનાઓ થઈ ચૂકી છે. દેવર્કિંગણ પછી કોઈ સુનિયોજિત આગમ-વાચના નથી થઈ. તેમના વાચના-કાળ દરમિયાન જે આગમો લખવામાં આવ્યાં હતાં તે આટલી લાંબી અવિધમાં ઘણાં અવ્યવસ્થિત થઈ ગયાં છે. તેમની પુનર્વ્યવસ્થા માટે આજે ફરી એક સુનિયોજિત વાચનાની અપેક્ષા હતી. આચાર્ય શ્રી તુલસીએ સુનિયોજિત સામૂહિક વાચના માટે પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહીં. અંતે અમે એવા નિષ્કર્મ ઉપર પહોંચ્યા કે અમારી વાચના અનુસંધાનપૂર્ણ, શોધપૂર્ણ, તટસ્થ-દષ્ટિસમન્વિત તથા સપરિશ્રમ હશે તો તે આપમેળે જ સામૂહિક બની જશે. આ જ નિર્ણયના આધારે અમારું આ આગમ-વાચનાનું કાર્ય શરૂ થયું.
અમારી આ વાચનાના પ્રમુખ આચાર્યશ્રી તુલસી છે. વાચનાનો અર્થ અધ્યાપન છે. અમારી આ પ્રવૃત્તિમાં અધ્યાપનકર્મનાં અનેક અંગો છે – પાઠનું અનુસંધાન, ભાષાન્તર, સમીક્ષાત્મક અધ્યયન, તુલનાત્મક અધ્યયન વગેરે વગેરે. આ બધી પ્રવૃત્તિઓમાં આચાર્યશ્રીનો અમને સક્રિય સહયોગ, માર્ગદર્શન અને પ્રોત્સાહન મળેલ અને આજ પણ તે અદશ્યરૂપે મળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org