Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વાંચી—જાણી લેવી.
શતક—૨૧
[ભગવતી મૈયા] કુમારો ! આ શતક ખંડના પ્રયોગરૂપ ૮૦ ફૂલ છે. તેના આઠવર્ગ છે (૧) શાલિ, (૨) કલાય, (૩) અળસી, (૪) વાંસ, (૫) ઇક્ષુ, ( ) દર્ભ, (૭) અભ્ર, (૮) તુલસી. આઠ વર્ગમાંથી એક એકના દસ-દસ ભેદ– મૂળ, કંદ, સ્કંધ, છાલ, શાખા, પ્રશાખા, કૂંપળ,પત્ર,ફૂલ, ફળ, બીજ, વગેરેના જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, તેની અવગાહના, લેશ્યા, સંજ્ઞાદિવિષેની ચર્ચા કરવામાં આવી છે. આ વનસ્પતિમાં જીવો અનંતવાર જન્મ મરણ કરે છે. તમારે તેનું વાંચન કરી મનન કરવું.
શતક—રર
[ભગવતી મૈયા] કુમારો ! આ ખંડના પ્રયોગરૂપ ૬૦ ફૂલ છે. એક બીજવાળા અને બહુ બીજવાળા ફળો. તેના અનેક નામો આપવામાં આવ્યાં છે. જાણવા જેવી હકીકત એ છે કે, મૂળ, કંદ, સ્કંધ, છાલ અને શાખા આ પાંચમાં દેવો ક્યારે ય જન્મ લેતા નથી. બાકીના પાંચ ભેદમાં પ્રશાખા-કૂંપળો, પત્ર, ફૂલ, ફળ, બીજમાં દેવો જન્મ ધારણ કરે છે, તે જીવોને ચાર લેશ્યા હોય છે. મનુષ્ય, તિર્યંચ વનસ્પતિમાં જન્મધારણ કરે છે, તેને ત્રણ લેશ્યા હોય છે. તેઓની અવગાહના, આયુષ્ય વિવિધ પ્રકારનું હોય છે. આ રીતે પ્રત્યેક વનસ્પતિના ભેદ-પ્રભેદ જાણી સ્મૃતિમાં ધારણ
કરવા.
શતક ૨૩
[ભગવતી મૈયા] કુમારો ! આ શતક ખંડમાં પાંચ વર્ગના પ્રયોગરૂપ ૫૦ ફૂલ છે. તેમાં પ્રાયઃ નિગોદ–કંદમૂળ સાધારણ શરીરનું વર્ણન છે. તેના આશ્રયે પ્રત્યેક શરીરવાળા પણ જીવો પાંદડારૂપે હોય છે. તેથી સૂત્રકાર કહે છે તેમાં જીવો સંખ્યાતા-અસંખ્યાતા અને અનંત હોય છે. આ જીવોના વિભાગમાં કોઈ દેવો ઉત્પન્ન થતા નથી માટે આ વનસ્પતિમાં તિર્યંચ અને મનુષ્ય બે ગતિના, જીવો ઉત્પન્ન થાય છે. તે જીવોને ત્રણ લેશ્યા હોય છે. મોટી કાયામાંથી જીવ આવી આવી નાનકડીકાયામાં પૂરાઈ જાય છે અને નિરંતર દુઃખ ભોગવે છે. કુમારો ! તે જીવોની દયા તમારે ખાસ પાળવી જોઈએ. પૂર્ણ રીતે આ જીવોની દયા તો ફક્ત અણગાર સર્વવિરતિ સંત જ પાળી શકે છે.
[ભગવતી મૈયા] કુમારો ! તમે શ્રમણોપાસકની ઉપાસનામાં બરાબર યોગ્ય થઈ ગયા છો. આ પ્રયોગરૂપ પુષ્પોમાં રહેલા રસાયણનું પાન કરવા હવે તમારે જલદી કટ્ટિબદ્ધ બનવું જોઈએ અર્થાત્ સમય પાકી ગયો છે દીક્ષા ધારણ કરો. આ પરાગનું પાન ભિક્ષુરૂપ ભ્રમર જ કરી શકે
છે.
કુમારો ઃ– હા મૈયા ! અમારી ઉપર આપશ્રીનો અનંતો ઉપકાર છે. તમારા પ્રયોગ સાંભળી અમે કૃતાર્થ બની ગયા છીએ. અમે વિષય-કષાયમાંથી નીકળવાનો પ્રયત્ન કરશું. તેમ કહી પ્રણામ કરીનેસાંતતા દેવી પાસે આવ્યા. તેમનાં ચરણોમાં નમસ્કાર કરી સાચા અણગાર બનવાની
46