Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વ્યાપ્ત, સ્પષ્ટ થાય, તેનું વર્ણન આ પ્રયોગમાં છે. એકદા ભગવાન મહાવીર વાણિજ્ય ગામમાં પધાર્યા. તે ગામમાં વિદ્વાન પંડિત સોમિલ બ્રાહ્મણ રહેતા હતા. તેઓ શંકાનું સમાધાન કરવા અને મુખ્યત્વે પ્રભુને પરાસ્ત કરવા માટે શિષ્યો સહિત પ્રભુ પાસે આવ્યા અને યાત્રા-ચાપનીય શું છે વગેરે વાત સમજવા, મર્યકારી પ્રશ્નો પૂછ્યા, સમાધાન પામ્યા, સાચા શ્રમણોપાસક બની ગયા. તે ચરિત્ર વાંચીને વિચારીને, હે કુમારો! તમારી શ્રમણોપાસકની પર્યાયનિર્મળ બનાવી અને શ્રદ્ધા મજબૂત બનાવી આગળ પ્રગતિ કરો, હવે આગળ અવસરે જોશું.
શતક–૧૯ [ભગવતી મૈયા કુમારો! આ શતક ખંડનાં પ્રયોગરૂપ દશ ફૂલ છે. પ્રથમ વેશ્યા વિષેનો અને બીજો ગર્ભ વિષેનો પ્રયોગ છે. તેને પ્રજ્ઞાપના સૂત્ર દ્વારા સમજવાનો છે. પૃથ્વીનો પ્રયોગ ત્રીજો છે. તેના શરીરની રચના, અવગાહનાદિ અનેક દ્વારો દ્વારા વર્ણન કર્યું છે. તેની કાયા કેટલી નાની છે તેના માટે ચક્રવર્તીની દાસીનું દષ્ટાંત ઉપસ્થિત કર્યું છે. બળવાન, યુવાન દાસી એક શિલા ઉપર પૃથ્વીના પીંડને એકવીસ વાર વાટે, પીસે ત્યારે તેમાંથી કેટલાક જીવો જીવવા માટે આબાદ રીતે છટકી જાય છે, બચી જાય છે અને જે વટાઈ જાય છે તેનું દુઃખ સમજાવવા જર્જરિત વૃદ્ધ મનુષ્યની ઉપર કોઈ યુવાન જોરથી પ્રહાર કરે ત્યારે તે વૃદ્ધ પુરુષને જે દુઃખ થાય છે; તેનાથી અનેક ગણું દુઃખ પૃથ્વીના જીવોને પીસવાથી થાય છે તેથી કુમારો ! તે જીવોની દયા અવશ્ય પાળવી જોઈએ.
ચોથાથી નવમા પ્રયોગમાં નારકીના જીવો મોટા આશ્રવવાળા, મોટી ક્રિયાવાળા હોય છે અને તેઓ મહાવેદના ભોગવે છે, છતાંય તેઓની અલ્પ નિર્જરા થાય છે. આ વર્ણન સમજવા ગૌતમ સ્વામીએ સોળ પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે. તેની વ્યાખ્યા વૈમાનિક દેવો સુધી જાણવી. નારકીની ચરમ વેદનાના પ્રકાર વિવિધ દષ્ટિકોણથી વિચારી રહસ્યનું ઉદ્દઘાટન કર્યું છે. દ્વીપ, સમુદ્ર, ભવનપતિ દેવોના ભવન, વાણવ્યંતર દેવોના નગરો, જ્યોતિષી દેવોના અને વૈમાનિક દેવોના વિમાનનું વર્ણન હૃદયગત કરવું.
કુમારો! જીવની ગ્રહણ કરેલી કાર્મણ વર્ગણાઓ દ્વારા ઇન્દ્રિયની રચના, કર્મની રચના, ભાષા આદિ યોગની રચના, શરીર સંસ્થાનની રચના, સંજ્ઞાદિ વગેરેની રચના વિધિ આ પ્રયોગોમાં દર્શાવી છે. વાણવ્યંતર દેવોના સમાન આહાર વિષેની વ્યાખ્યા, આ ઉદ્દેશકમાં જાણવા યોગ્ય બીના છે. તમે તેનું અવગાહન કરશો.
શતક–૨૦ [ભગવતી મૈયા] કુમારો ! આ વીસમા શતક ખંડના પ્રયોગરૂ૫ દસ ફૂલ છે. તેમાં પહેલા પ્રયોગમાં વીતરાગે જ્ઞાન કરાવ્યું છે કે આ વિશ્વમાં કંદમૂળના જીવો સાથે મળીને ઔદારિક શરીર બનાવે છે, બાકીના સર્વ જીવો પોત પોતાનું સ્વતંત્ર ઔદારીક શરીર બનાવે છે અને તે જીવોના આહાર પણ અલગ-અલગ હોય છે. તે જીવો જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પહેલાં આહાર પર્યાપ્તિ નામકર્મના ઉદયે આહાર ગ્રહણ કરે પછી એ જ સામગ્રીથી શરીર પર્યાતિનું નિર્માણ પરિણમન થાય છે. આ રીતે જેને જેટલી પર્યાતિ મળે તે પ્રમાણે કાર્યવાહીની વ્યવસ્થા હોય છે.
44