Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
એકાંત સુખ રૂપે ઇન્દ્રિયના સુખનું વેદન કરનાર ઇન્દ્રોની સુધર્માસભા, ઇશાનેન્દ્ર વગેરેના ભોગનો ઠાઠમાઠ તમે આ પાંચમા પ્રયોગથી જાણજો.
પ્રિયકુમારો! છઠ્ઠાથી સત્તર સુધીના નવ પ્રયોગ એકેન્દ્રિય જીવોની મારણાંતિક સમુદ્યાત દ્વારા ઉત્પત્તિ તેઓની વેશ્યા અને સમાન આહારાદિજાણવા તમારે પ્રયત્ન કરવો. એવંભવનપતિ દેવો વિષે પણ આગળ ચર્ચા કરશું. સત્તરમા શતકના સત્તર ઉદ્દેશકના પ્રયોગ સંક્ષિપ્તમાં કહ્યા હવે વિસ્તારથી જાણવા ઉત્સુકતા પ્રગટ કરી તમે સ્વયં તે વાંચજો.
શતક–૧૮ ભગવતી મૈયા આનંદ ભાવે બોલ્યા- કુમારો ! અઢારમા શતકના પ્રયોગરૂપ દસ ફૂલ છે. તેમાં પ્રથમ પ્રયોગ વ્યાકરણ વિષેનો છે. જીવ એકવચન અને બહુવચનથી અપ્રથમ છે અને સિદ્ધ પ્રથમ હોય છે, સંસારી જીવો અપ્રથમ હોય છે. આ રીતે ચોવીસ દંડકના જીવો ઉપર આહારક-અનાહારકાદિ દ્વારો દ્વારા પ્રથમ કોણ અને અપ્રથમ કોણ, ચરમ અને અચરમ કોણ તે સ્વયં વાંચીને મારી પાસે તમારે પ્રસ્તુત કરવાના છે. કુમારોએ કહ્યું– મૈયા! યાદ રાખવાનો અમે પ્રયત્ન કરશું.
કુમારો ! એકદા પ્રભુ બહુપુત્રિક ઉધાનમાં સમોસર્યા, શક્રરાજ દર્શન કરવા આવ્યા, બત્રીસબદ્ધ નાટક દેખાડ્યા. તેમનો આગલો ભવ કાર્તિક શેઠનો હતો. તે દઢ સમકિતી હતા. એક હજાર આઠ સાધર્મિક બંધુની સાથે દીક્ષા ગ્રહણ કરી. તેમનું જીવન મનોરમ્ય સુચારુ હતું. તેનું વર્ણન આ બીજા પ્રયોગમાં વાંચવાથી અનેરો લાભ તમને થશે.
કુમારો!ત્રીજો પ્રયોગ જટિલ છે. માર્કદી પુત્ર અણગારે પ્રભુને જિજ્ઞાસાપૂર્વક પૂછયુંકાપોતલેશી પૃથ્વી, પાણી, વનસ્પતિ મરીને મનુષ્ય ભવ ધારણ કરી મોક્ષ પામી શકે? પ્રભુએ હા કહી. તે વાત માકંદી અણગારે અનેક અણગારોને કહી. તેઓને આ વાત મગજમાં ઠસી નહીં. ત્યારે પ્રભુ પાસે આવી સમાધાન કર્યું અને માકંદીપુત્ર અણગારને ખમતખામણા કર્યા, આ ક્ષમા માગવાની અનોખી રીતે પ્રભુએ દર્શાવી છે. તદુપરાંત માકંદીપુત્ર અણગારે પ્રભુ પાસે અનેક પ્રશ્નોની હારમાળા ઉપસ્થિત કરી પ્રભુએ સાદી-સરળ ભાષામાં જવાબો આપ્યા છે. હે કુમારો ! તે બહુ-બહુવિચારણીય છે.
કમારો ! ચોથા પ્રયોગમાં જીવના પરિભોગમાં ૧૮ પાપ, પાંચ સ્થાવર અને બાદર શરીર, આ ૨૪ દ્રવ્યો આવે છે અને ૧૮ પાપસ્થાનની વિરતિ, ધર્માસ્તિકાય આદિ ચાર અરૂપી દ્રવ્ય, પરમાણુ પુદ્ગલ અને શેલેશી અવસ્થાને પ્રાપ્ત અણગાર તે ૨૪ દ્રવ્યો જીવના પરિભોગમાં આવતા નથી. યુમોની વાત, જીવરાશી કયા યુગ્મમાં આવે તેનું વર્ણન છે. અંધકવહ્નિ જીવો, અલ્પ આયુવાળા અને ઉત્કૃષ્ટ આયુવાળા હોય છે, તે વાત તમારે આ ઉદ્દેશકથી જાણી લેવી.
કુમારો! પાંચમા પ્રયોગમાં પૌલિક સ્કંધના બનેલા અવયવોને વિભૂષિત કરવા દેવો આભૂષણો ધારણ કરે છે. દેવોને દિવ્ય અને મનોહર દેખાવું છે અને તે સામગ્રી દેવોને પુણ્યના યોગે મળે છે. આ પ્રયોગમાં અસુરકુમાર ભવનપતિ દેવોથી વાર્તાલાપ ચાલુ થાય છે.
42