Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 12
________________ જવાની ભાવનાને નિષ્ફળતા સાંપડી અને તા. ૩૧-૫-૫૭ની રાત્રીના રવાના થઇ, તા ૨-૭-૫૭ ના સાવારે મહા પરીષહરૂપ ક્ષેત્રના અનુભવ કરી, શ્રી વિનાદકુમારના પિતાશ્રીને તમામ વાતથી વાકેફ કર્યાં. થાડા વખતમાં લેાદીના શ્રી સથે પૂ. શ્રી લાલચ’દજી મહારાજને લે દીમાં ચામાસુ કરવાની વિનતિ કરી તેને અસ્વીકાર થવાથી સલગમગીન બન્યા એટલે નિર્ણય ફ્રેન્ચે અને અષાઢ શુદ ૧૩ ના રાજ ખીચનથી વિહાર કરી લેાદ આવ્યા. દીક્ષા પછી અઢી મહિનાને આંતરે લાદી ચામાસા દરમ્યાન શ્રી વિના મુનિને હાજતે જવાની સજ્ઞા થઈ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરૂએ કહ્યું કે બહુ ગરમી છે, જરાવાર થાભી જાવ એટલે શ્રી વિનાદમુનિએ રજોહરણ વગેરેની પ્રતિલેખના કરી તે દરમ્યાન ન રોકી શકાય એવી હાજત લાગી તેથી ફરી આજ્ઞા માગતાં જણાવ્યું કે મને હાજત બહુ લાગી છે તેથી જાઉ' છુ, જલદી પાછા ફરીશ. કાળની ગહન ગતિને દુ:ખદ્ રચના રચવી હતી. આજેજ હાજતે એકલાજ જવાના બનાવ હતા, હમેશાં તા બધા સાધુએ સાથે મળીને દિશાએ જતા. હાજતથી માકળા થઈ પાછા ફરતા હતા, ત્યાં તા રેલ્વે લાઈન ઉપર એ ગાયા આવી રહી હતી. ખીજી બાજુથી વિશ્વાળ કાળ જેવી રેલગાડી પણ આવી રહી હતી. તેની વ્હિસલ વાગતાં છતાં પણ ગાયા ખસતી ન હતી. શ્રી વિનાદમુનિનું હૃદય થરથરી ઊઠયુ અને મહા અનુક’પાએ મુનિના કામળ હૃદયમાં સ્થાન લીધું. હાથમાં રજોહરણ લઈ જાનના જોખમની પરવા કર્યાં વગર ગાયાને બચાવવા ગયા. ગાયાને તે ખચાવી જ લીધી, પરંતુ આ ક્રિયામાં છકાય જીવની દયાના સાધનભૂત રજોહરણ કે જે વિનેદમુનિને આત્માથી વધારે પ્યારા હતા, તે રેલ્વે લાઈન ઉપર પડી ગયેા અને શ્રી વિનેાદમુનિએ તે પાછે સંપાદન કરવામાં જડવાદને સિદ્ધ કરતાં રાક્ષસી એન્જિનને ઝપાટે આવ્યા અને પેતાનું અલિદાન આપ્યુ. અરિહંત...અરિહંત....એવા શબ્દો મુખમાંથી નીકળ્યા અને શરીર તૂટી પડયું. રક્તપ્રવાહ છૂટી પડયો અને થાડા જ વખતમાં પ્રાણાંત થઇ ગયા. બધા લોકો કહેવા લાગ્યા કે ગૌરક્ષામાં મુનિશ્રીએ પ્રાણ આપ્યા. અંતિમ સમયે મુનિશ્રીના ચહેરા પર ભવ્ય શાન્તિ દેખાતી હતી, હમેશાં તેઓ જે તરફ હાજતે જતા હતા તે તરફ લાદીથી પાકરણ તરફ જવાની રેલ્વે લાઈન હતી. આ લાઈન ઉપર રેલ્વે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી અને ત્યાં રસ્તા પણ છે એટલે પશુઓની અવરજવર હાય જ છે અને વખતાવખત ત્યાં ઢારા રેલ્વેની હડફેટે ચડી જવાના પ્રસંગ બને છે, શ્રી ભગવતી સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 879