Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શત્રુઓને યુક્તિથી, મંત્ર, ઔષધિ અથવા વિશ્વાસના પ્રયોગથી નાશ ક્ય હય, જેમાં કંટકને માર્ગમાં રહેલા પાષાણ-પત્થરના ટુકડાની જેમ ફેંકી દીધા હોય, તેથી જે રાજ્ય સર્વથા કંટક રહીત હોય, અને એજ પ્રમાણે જે રાજ્યમાં શત્રુઓને પિતાને વશ કરી લીધા હોય, શત્રુ શત્રુઓનો નાશ કરી નાખ્યું હોય. કચડી નાખ્યા હોય ઉખેડીને ફેંકી દીધા હોય, પૂરી રીતે જીતી લીધેલા હોય, તેને પરાજીત કરી દીધા હોય (શત્રુને નિર્બલ કરી નાંખ્યા હોય) એથી જ શત્રુ બલ વગરને હાય, દુકાળથી રહિત હોય, તેમજ જે મહામારી વિગેરેના ભયથી રહિત હોય, એ રાજા આવા રાજ્ય પર શાસન કરીને વિચરે છે.
અહિયાં રાજાનું સઘળું વર્ણન જેમ પપાતિક સૂત્રમાં કેણિક રાજાનું વર્ણન કરવામાં આવ્યું છે, તે જ પ્રમાણે કરવું જોઈએ.
ફરીથી ત્યાં કેવા પ્રકારનું રાજય કહ્યું છે જેમાં સ્વ ચક અને પર ચકને ભય શાન્ત થઈ જવાને કારણે રણભેરી વગાડવાની જરૂરત જ રહેતી નથી. તે રાજા આવા પ્રકારના રાજ્યનું શાસન કરતે થકે વિચારે છે.
તે રાજાની પરિષદુ હોય છે, તે પરિષમાં સભાજને-સદસ્ય હોય છે. તેઓના નામ આ પ્રમાણે છે. –ઉગ્રવંશી ઉગ્રવંશવાળાઓના પુત્ર (૧) ભગવશી –ભેગવંશવાળાને પુત્ર (૨) એ જ પ્રમાણે ઈફવાકુ ઈફવાકુપુત્ર (૩) Oષભદેવના વંશ પરિવારવાળા, જ્ઞાતવંશી (૪) જ્ઞાતવંશવાળાના પુત્રો (૫) કૌરવ વશીકૌરવ વંશવાળાના પુત્ર (૬) સુભટ કુળમાં ઉત્પન્ન થયેલ ભટ્ટ (૭) ભદ્દોના પુત્રો (૮) બ્રાહ્મણ (૯) બ્રાહ્મણ પુત્ર (૧૦) લિચ્છવી લિછવિયેના પુત્ર (૧૧) પ્રશાસ્તા (મંત્રી) (૧૨) પ્રશાસ્તાના પુત્રો (૧૩) સેનાપતિ અને સેનાપતિના પુત્રે (૧૪) તે પરિષદમાં કઈ કઈ ધર્મની શ્રદ્ધાવાળા હોય છે તે કઈ પણ શ્રમણ અથવા બ્રાહ્મણની સમીપે ધર્મનું શ્રવણ કરવા માટે ચાલ્યા જાય છે, ત્યારે કોઈ ધર્મને ઉપદેશ કરનાર એ નિશ્ચય કરે છે કે-આને આ ધર્મને ઉપદેશ કરીશ. તેઓ કહે છે કે-હે સંસાર ભીરૂ! અમારાથી આ ધર્મ સવાખ્યાત-સારી રીતે કહેલ તથા સુપ્રપ્ત છે. અર્થાત અમે તમારી પાસે જે ધર્મની પ્રરૂપણ કરીએ છીએ તેને જ તમે સત્ય સમજો.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૯