Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાતત્વે અધ્યયન કી વિષયાવતરણિકા
સાતમા અધ્યયનને પ્રારંભછઠું અધ્યયન સમાપ્ત કરીને હવે આ સાતમા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. છા અધ્યયનમાં વિસ્તારપૂર્વક સાધુને આચાર બતાવવામાં આવેલ છે. પરંતુ શ્રાવકોને આચાર કહેલ નથી. તેથી શ્રાવકના આચારનું પ્રતિપાદન કરવા માટે આ સાતમા અધ્યયનને આરંભ કરવામાં આવે છે. આ અધ્યયનનું નામ “નાલન્દીય છે. રાજગૃહ નગરની બહાર નાલન્દા નામનું પાટક (પાડા) ઉપનગર છે. તેની સાથે સંબંધ રાખવાવાળે વિષય “નાલન્દીય કહેવાય છે. આ કારણથી જ આ અધ્યયનનું નામ “નાલદીય' રાખવામાં આવેલ છે. “નાલન્દા” શબ્દના ત્રણ અવયવે છે. નઅલમૂ+દા ન ગઢH ચાવવાનું પ્રતિ રૂતિ નાસ્ત્રા” અહીંયાં ન અને અલમ આ બન્ને નિષેધ બતાવનારા શબ્દો છે. જે એક વિધિને પ્રગટ કરે છે. તેનાથી નિશ્ચય થાય છે કેત્યાં યાચકને સઘળા પદાર્થોને લાભ થતું હતું આ સમ્બન્ધથી આવેલ આ
રાજગૃહ નગરકા વર્ણન
અધ્યયનનું આ પહેલું સૂત્ર છે. તે રા” ઈત્યાદિ
ટીકાથ–તે કાળે અર્થાત્ ઉપદેશ આપવાવાળા ભગવાન મહાવીરના ઉપદેશ કાળમાં તથા તે સમયમાં અર્થાત્ તે કાળના તે વિભાગ વિશેષમાં, તે અવસરે રાજગૃહ નામનું નગર હતું. જે નગરમાં ગૃહના રાજા જેવા અર્થાત્ અત્યંત શ્રેષ્ઠ ગ્રહ હોય. તે રાજગૃહ કહેવાય છે. પરંતુ અહીંયાં તો રાજગૃહ નામના નગરની સાથે જ સંબંધ છે.
શંકા–રાજગૃહ નગર તે આ વખતે પણ વિદ્યમાન છે. તે પછી શોરથા? “માસી” હતું. આ પ્રમાણે ભૂતકાળને પ્રગ કેમ કરવામાં આવેલ છે ?
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૧૩