Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લેપ ગાથા પતિ ધનવાનું હતું, તેજસ્વી હતો, અને જગતુમાં પ્રખ્યાત હતે. વિસ્તીર્ણ વિશાળ ભવન, શય્યા, આસન, યાન અને વાહન વિગેરે સામગ્રીથી ભરપૂર હતા, તેની પાસે ઘણુંજ ધન, ધાન્ય, ચાંદી, સેનું હતું, તે ધન કમાવાના ઉપાયને જાણનાર હતું, અને તેમાં ઘણેજ કુશળ હતે. તેને ત્યાં જમ્યા પછી ઘણું એવું ભોજન માટે તૈયાર કરેલ અને બચી જતું હતું કે જે ભૂલા, લંગડા, આંધળા અને અપંગોને વહેંચી દેવામાં આવતું હતું. તે અનેક પ્રકારના દાસે, દાસીઓને સ્વામી હતે ઘણા લેકે મળીને પણ તેને પરાજય કરી ન શકે તે હતે. તેનું સવિસ્તર વિવેચન ઉપાસક દશાંગસૂત્રના પહેલા અધ્યયનમાં કરવામાં આવેલ છે. તે જોઈ લેવું.
તે લેપ નામને ગાથાપતિ શ્રમણે પાસક હતે. અર્થાત શ્રમણે (સાધુ) ના ઉપદેશને સાંભળતું હતું, તેના કર્મમાં અનુરાગ-પ્રીતિવાળો હતે, તેઓને આહાર વિગેરેનું દાન આપતા હતા. તેથી તેને ઉપાસક હતા. તે આવઅજીવ વિગેરે પદાર્થોને જાણવાવાળે હતો. નિર્ચન્ય પ્રવચનમાં અર્થાત વીતરાગના ઉપદેશમાં તેને જરા પણ શંકા ન હતી. કોઈ બીજા દર્શનનો આશ્રય લેવાની તેની ઈચ્છા ન હતી. ધર્મ કિયાના ફળમાં તેને સંદેહ ન હતું. તેણે નિગ્રંથ પ્રવચનના અર્થને પ્રાપ્ત કરેલ હતો. ગ્રહણ કરેલ હતું. અને તેને પિતાના ચિત્તમાં ભરી લીધેલ હતો. જૈન ધર્મ પ્રત્યે અનુરાગ તેની નસે. નસમાં ભરેલ હતું, તેને એવી શ્રદ્ધા હતી કે-
નિન્ય પ્રવચન જ અર્થ છે, એજ પરમાર્થ છે, આ સિવાય બીજુ બધું અનર્થ છે. તેને યશ બધે જ ફેલાય હતે. યાચક માટે હંમેશાં તેના દ્વારે ખુલ્લા રહેતા હતા. રાજાઓના અંતઃપુરમાં-રણવાસમાં પણ તે પ્રવેશ કરી શકતે હતે. અર્થાત્ રાણીવાસમાં જવામાં પણ તેને કોઈ રોકટોક ન હતી. તે ચતુર્દશી,–ચૌદસ, આઠમ, અમાસ અને પુનમના દિવસે પ્રતિપૂર્ણ પsધવત સારી રીતે પાલન કરતે હતે. નિર્ગસ્થ શ્રમણને એષણીય–બેંતાલીસ પ્રકારના દેશે વિનાના અશન, પાન,
ખાદિમ અને સ્વાદિમ આહાર વિગેરે વહેરાવતું હતું, તે ઘણા શીલવ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, તથા પૌષધપવાસ વિગેરેથી પિતાના આત્માને ભાવિત કરતે થકે વિચરતે હતે.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૧૫