Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમાધાનસઘળા પદાર્થો ક્ષણ પરિવર્તન શીલ છે. આ નિયમ પ્રમાણે રાજગૃહ નગર જે પ્રકારનું વિશેષપણાવાળું ભગવાન મહાવીર સ્વામીના અસ્તિત્વના સમયે હતું એ પ્રમાણે સુધર્મા સ્વામીએ આ ઉપદેશ કર્યો તે સમયે રહ્યું ન હતું. અર્થાત મહાવીર સ્વામીના સમયે તેના જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શની પર્યા હતાં તે સુધર્મા સ્વામીના આ કથનના સમયે રહ્યા નથી. જ્યારે તે પર્યાયે રહેલ નથી, તે પછી તે પર્યાથી વિશેષ પ્રકારનું રાજગૃહ પણ રહ્યું નથી. આ રીતે આના સ્વરૂપમાં વિરૂપપણું આવી જવાથી સૂત્રકારે ભૂતકાળને પ્રવેગ કરેલ છે, તેમ સંભવે છે. તે રાજગૃહનગર અદ્ધમભવનાથી યુક્ત તથા સ્તિમિત-સ્વચક પરચકના ભયથી રહિત અર્થાત્ નિર્ભય હોવાથી સ્થિર તથા સમૃદ્ધ એટલે કે ધનધાન્યથી પરિપૂર્ણ ધન ધાન્ય વિગેરે સમૃદ્ધિથી યુક્ત અને મનહર હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં આવેલ ચમ્પાનગરીના વર્ણનની જેમ સમજી લેવું. યાવત તે એટલું બધું સુંદર હતું કે- દરેક જેનારાને તેનું નવું જ સ્વરૂપ જોવામાં આવતું હતું.
“i' શબ્દ વાકયના અલંકાર માટે છે. અર્થાત્ વાક્યની શોભા વધારવા માટે તેને પ્રયોગ કરવામાં આવેલ છે. તે રાજગૃહના બહારના પ્રદેશમાં– ઉત્તર-પૂર્વ દિશામાં અર્થાત્ ઈશાન ખૂણામાં “નાલન્દા' નામનું પાટક (પાડા) મોહલ્લે અથવા ઉપનગર હતું. તેમાં સેંકડે ભવ હતા યાવત્ તે પ્રાસાદીય હતું, દર્શનીય હતું અભિરૂપ અને પ્રતિરૂપ હતું અર્થાત્ તે અત્યંત સુંદર હતું, સૂ.
લેપ નામકા ગાથાપતિકા વર્ણન
‘તરથ નં નાઅંતાણ ઈત્યાદિ
ટીકાઈ–તે નાલન્દા નામના બાહ્યપ્રદેશમાં લપ નામને ગાથાપતિ (ગૃહપતિ) રહેતું હતું તે ગાથા૫તિમાં આગળ કહેવામાં આવનારી વિશેષતાઓ હતી.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૧૪