Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગ્રહણથી લઈ ને મરણ પન્ત દડના ત્યાગકરે છે તે પ્રાણિયા પહેલાં જ કાળકરે છે. અને કાળ કરીને પરલેાક માં જાય છે તેએ પ્રાણીપણુ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. તેએ મહાકાય અને દીર્ઘકાલની સ્થિતિવાળા પણ કહેવાય છે. એવા દીર્ઘાયુ પ્રાણી ઘણા હાય છે, તેએાના સંબંધમાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે તેથી જ આપનું આ કથન ન્યાયયુક્ત નથી કે-શ્રાવકનું પ્રત્યાખ્યાન નિવિષય છે,
ભગવાન શ્રી ગૌતમસ્વામી કરીથી કહે છે કે-આ જગમાં કઇ કઇ પ્રાણી સમાન આયુવાળા હાય છે, જેને શ્રમણેાપાસક વ્રતગ્રહણના સમયથી લઈને જીવનપર્યંત દંડ દેવાનો ત્યાગ કરે છે. એવા જીવા પેાતાની મેળે જ કાળ કરે છે. તેને મારવા અન્ય કાઈ સમથ નથી, તેઓ કાળ કરીને પરલાકમાં જાય છે. તેએ પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે. મહાકાય પણ કહેવામાં આવે છે. આવા સમ આયુષ્યવાળા ઘણા જીવેા હાય છે, તેના સંબંધમાં શ્રમણેાપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હેાય છે. તેથીજ શ્રમણેાપાસકનું પ્રત્યાખ્યાન ન્યાયસંગત નથી તેમ કહેવું તે નિવિષય છે.
ભગવાન્ શ્રી ગૌતમસ્વામી ફરીથી કહે છે-જગતમાં કાઈ કાઈ પ્રાણી અલ્પ આયુષ્યવાળા હાય છે. શ્રમણેાપાસક વ્રત કરવાથી લઈને મરણપયન્ત તેની હિંસાના ત્યાગ કરે છે. તે પહેલાં જ કાળ કરી જાય છે. અને કાળ કરીને પરલેાકમાં જાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. અને ત્રસ પણ કહેવાય છે, તેઓ મહાકાય અને અલ્પાયુ પણ કહેવાય છે. એવા પ્રાણિયા ઘણા હોય છે. તેઓના સંબંધમાં શ્રાવકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હેાય છે. તેથીજ શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન નિવિષય છે તેમ કહેવું તે ન્યાય સંગત નથી.
ભગવાન શ્રી ગૌતમરવામીએ ફીથી કહ્યું કે-આ જગતમાં કાઈ કાઈ શ્રમણેાપાસક હાય છે જે આપ્રમાણે કહે છે અમે મુતિ થઈ ને અને ગૃહના ત્યાગ કરીને સાધુપણાનેા સ્વીકાર કરવામાં સમથ નથી. અમે ચૌદશ, આઠમ, અમાસ, અને પુનમના દિવસે પ્રતિપૂર્ણ પૌષધવ્રત કરવામાં પણ સમથ નથી. અમે તે। સામાયિક દેશાવકાશિક વ્રત-સાવધ વ્યાપારના ત્યાગને ગ્રહણુ કરીશું. દરરોજ સવારે પૂર્વ અને પશ્ચિમ દક્ષિણ અને ઉત્તરદેશામાં જવા આવવાની
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૨૩૪