Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 246
________________ ને આ અર્થ પહેલા મેં જાણ્યું ન હતું, અને સાંભળેલ ન હતે. અધિ અથવા અનભિગમનના કારણે હું તેને હૃદયંગમ કરી શકેલ ન હતું. મેં તેને સ્વયં સાક્ષાત્ જાણેલ ન હતું. બીજાઓ પાસેથી સાંભળેલ ન હતે. અનુભાવ જનિત સંસ્કાર (ધારણ) ન હોવાથી સ્મરણ કરેલ ન હતું. તે મારામાટે અવિજ્ઞાત હતે. અપ્રગટ હતે. સંશય વિગેરેથી રહિત ન હતો. નિર્યુંઢ ન હતે. અર્થાત્ સરળતા થી સમજવા માટે વિશાળ શાસ્ત્રમાંથી સંક્ષેપ કરીને ગુરૂ એ કૃપા પૂર્વક ઉધૂત કરેલ ન હતો. તેથી તેના પર મેં વિશ્વાસ કરેલ ન હતે. અર્થાત્ આ પદેને મેં સંસાર તારક માન્યા ન હતા. તેના પર પ્રતીતિ કરેલ ન હતી. તેના પર રૂચિ કરેલ ન હતી. અર્થાત્ અત્યંત વધતા એવા ઉત્સાહની સાથે તેના સેવન માટે અભિમુખ થયેલ નથી હે ભગવન હવે આપના શ્રીમુખથી આ પદને હવે જાણેલ છે. હવે સાંભળેલ છે. હવે સમજેલ છે. યાવત્ ધારણ કરેલ છે. તેથી જ આ પદ પર હું હવે શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરૂં છું. રૂચિ કરૂં છું. અર્થાત્ આને સંસારથી તારવાવાળા સમજુ છું. તેને પ્રેમપૂર્વક ગ્રહણ કરું છું. ઉત્સાહપૂર્વક તેના સેવન માટે ઉદ્યમવાળો બનું છું. આપે જે કહેલ છે, એજ સત્ય છે. તે પછી ભગવાન ગૌતમસ્વામીએ ઉદકપેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું- હે આર્ય ! આગમન વાક્ય પર અર્થાત્ મારા કથન પર શ્રદ્ધા કરે. હે આર્યા મારા કથન પર પ્રતીતિ કરે. હે આઈ ! મારા કથનની રૂચિ કર. અમે જે રીતે કહેલ છે, એ જ સત્ય છે. મેં યથાર્થ કહેલ છે. આપ તેને ઉલટું ન સમજે કે ન કરે. ઉદક પઢાલપુત્રે તે પછી ભગવાન ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું છે ભગવાન હું ચાતુર્યામ ધર્મને બદલે પાંચ મહાવ્રત રૂપ ધમને પ્રાપ્ત કરીને વિચરવા ચાહું છું. તથા પ્રતિક્રમણ સહિત ધર્મ અંગીકાર કરવા ચાહું છું. ઉદક પઢાલપુત્રની આ પ્રમાણેની ઈચ્છા જાણીને ગૌતમસ્વામી તેઓને જ્યાં મહાવીરસ્વામી હતા ત્યાં લઈ ગયા. ભગવાનની પાસે પહોંચીને ઉદક પેઢાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૩૯

Loading...

Page Navigation
1 ... 244 245 246 247