Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને તેની જ હિંસાનું પ્રત્યાખ્યાન કરશે. ત્રસ જીવની હિંસાનું પ્રત્યાખ્યાન કરશે નહીંપછી તે ત્રસ જીવેની વિરાધના (હિંસા) કરવાથી અનર્થ જ થઈ જશે. અને જે “ભૂત” શબ્દ સમાન અર્થને બતાવવાવાળ ન હોય, તે તે શબ્દનો પ્રયોગ જ નિરર્થક છે. અર્થાત્ તેને કઈ અર્થ જ નથી. જેમ શીતભૂતજલ’ અહીંયાં શીત શબ્દની પછી “ભૂત” શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. પરંતુ તે શીત અર્થને જ બધ કરાવે છે. તેથી કોઈ જૂન અથવા અધિક અર્થ બતાવતું નથી. તેથી જ તે નિરર્થક છે, આ પરિસ્થિતિમાં જે શ્રમણ-માહન આપનું અનુસરણ કરીને “સભૂત શબ્દનો પ્રયોગ કરે છે. તે શ્રમણ સંઘને દેષાસ્પદ છે. તે શ્રમ અને શ્રમણોપાસકેને કલંક સમાન છે. તે અન્ય ભૂતે, છ, સ અને પ્રાણિયાને જે સંયમ પાળે છે, તેના પર પણ દેષા પણ કરે છે. હું એમ શા માટે કહું છું તે સાંભળ-સંસારના કર્માધાન પ્રાણ ત્રસ થઈને સ્થાવર પણ થઈ જાય છે, અને સ્થાવરથી ત્રસ પણ થઈ જાય છે. ત્રસકાયનો ત્યાગ કરીને સ્થાવર કાયમાં ઉત્પન્ન થઈ જાય છે. અર્થાત્ આયુષ્ય પૂર્ણ થયા પછી ત્રસ શરીરને ત્યાગ કરીને સ્થાવરકાયને પ્રાપ્ત કરે છે, એજ પ્રમાણે અનેક જ સ્થાવરકાયને ત્યાગ કરીને ત્રણ કાયમાં ઉત્પન્ન થઈ જાય છે, જ્યારે સ્થાવર કાયના જી ત્રસકાયમાં જન્મ લઈ લે છે, તે પ્રત્યાખ્યાન કરવાવાળા પુરૂષના માટે તેઓ ઘાત કરવા ગ્ય રહેતા નથી તેથી જ તે આયુમન ઉદક! આપ પ્રત્યાખ્યાનના પાઠમાં ભૂત’ શબ્દને જોડવાની જે વાત કહે છે તે ખબર નથી. શિષ્ટ પુરૂષોએ પ્રત્યાખ્યાનની પ્રરૂપણાનું જે પ્રમાણે વર્ણન કરેલ છે, એજ પ્રમાણે અમને પણ યોગ્ય અને રૂચિકર જણાય છે. એક
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૨૦