Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નહીં બધાએ બહાર ઉદ્યાનમાં જવું. જે આ હુકમનું ઉલ્લંઘન કરશે, તેને પ્રાણાન્તની શિક્ષા કરવામાં આવશે. આ જાહેરાત સાંભળીને બધા જ નગરજને સાંજ થતાં પહેલાં જ નગરની બહાર બગીચામાં ચાલ્યા ગયા. પરંતુ એક વાણિયાના પાંચ પુત્રો કામમાં અત્યંત મશગુલ હોવાથી રાજાના તે હુકમને ભૂલી ગયા અને જ્યારે યાદ આવ્યું ત્યારે નગરના દરવાજા બંધ હૈવાથી બહાર જઈ શક્યા નહીં તેથી તેઓ પાંચે જણ શહેરમાં રહી ગયા. રાજપુરૂષ તેઓનું નગરમાં રહેવાનું સહન કરી શક્યા નહીં તેઓએ તેને રાજાનું અપમાન સમજીને તે પાંચ જણને પકડી લીધા અને રાજાની પાસે હાજર કર્યા રાજાએ કોપયુક્ત થઈને પાંચ જણાને ફાંસીએ ચડાવવાનો હુકમ કર્યો. તે વખતે વાણીયાએ તેઓને છોડાવવા ઘણા પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે તે પ્રયત્નમાં સફળ ન થયે ત્યારે ચાર પુત્રોને બચાવવા પ્રયત્ન કર્યો તેમાં પણ તે નિષ્ફળ થયે. જેથી ત્રણને પછી એને અને છેવટે વ્યાકુળ થઈને એક પુત્રને બચાવવા માટે ઘણા જ વિનયપૂર્વક પ્રયત્ન કર્યો તે વાણિયાના વિનયને સ્વીકારીને રાજાએ તેના એક પુત્રને ફાંસીથી મુક્ત કર્યો. આ પ્રમાણે સાધુ તે બધા જ પ્રાણિના પ્રાણાતિપાતને ત્યાગ કરવાની ઈચ્છા રાખે છે. પરંતુ જ્યારે તેને સંભવ હેતે નથી. અને કઈ બધા જ પ્રાણિયેના પ્રાણાતિપાત (હિંસા)ને ત્યાગ કરવામાં સમર્થ થતા નથી તે જેટલાને ત્યાગ કરી શકાય એટલા જ ત્યાગ કરાવે છે. આજ ગાથાપતિ ચેરવિમોક્ષણ ન્યાયને અભિપ્રાય છે. સૂ૦ પા
“gā vä પ્રચંતા ઈત્યાદિ.
ટીકાઈ–ઉદક પેઢાલપુત્ર પિતાને ઈષ્ટ પ્રત્યાખ્યાનના સ્વરૂપને બતાવે છે. તે આ પ્રમાણે છે–પ્રત્યાખ્યાન કરવાવાળાઓનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન કહેવાય છે. અને આવા પ્રકારથી પ્રત્યાખ્યાન કરવાવાળાઓને સુપ્રત્યાખ્યાન કરાવવું તેમ કહેવાય છે. જેઓ આવી રીતે પ્રત્યાખ્યાન કરાવે છે, તેઓ પિતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. હવે તે પ્રત્યાખ્યાનની વિધિ બતાવતાં કહે છે –રાજાભિગ-રાજા દ્વારા થયેલ વિદનને છોડીને ગાથાપતિ ચારવિમેક્ષણ ન્યાયથી ત્રસભૂત અર્થાત્ વર્તમાન કાળમાં જે જીવે બ્રસ પર્યાયમાં રહેલા છે. તેની હિંસાને ત્યાગ કરેલ છે.
કહેવાનો આશય એ છે કે–વસ આ શબ્દની આગળ એક “ભૂત” શબ્દ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૧૮