Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
| કિયાસ્થાન નામકે દૂસરે અધ્યયનકા નિરૂપણ
બાન અધ્યયનના પ્રા૨ ભાગ બીજા શ્રુતસ્કંધનું પહેલું અધ્યયન સમાપ્ત થયું, હવે બીજા અધ્યાય નનો પ્રારંભ કરવામાં આવે છે. પહેલા અધ્યયનમ પુષ્કરિણી-વાવ અને પંડરીક-કમળના દૃષ્ટાંન્તથી આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે કેઆ ભૂમિ પર મેક્ષના કારણેને ન જાણનારા એવા પરતીર્થિકે કર્મના બંધથી મુક્ત થતા નથી. પરંતુ સમ્યક્ શ્રદ્ધાથી પવિત્ર અંત:કરણવાળા રાગ અને દ્વેષથી રહિત ઉત્તમ નિર્બળેજ કર્મના બંધનેને તેડીને મુક્તિને પ્રાપ્ત કરે છે. તથા પિતાના સદુપદેશથી બીજાઓને પણ મુક્તિ પ્રાપ્ત કરાવે છે.
હવે પ્રશ્ન એ થાય છે કે–જીવ કેવા કારણેથી કર્મ બંધને પ્રાપ્ત થાય છે, અને કયા કારણ રૂપ કુહાડાથી બંધનને કાપીને મોક્ષ પ્રાપ્ત કરે છે? આ મહત્વ ભરેલા પ્રશ્નને ઉત્તર આપવા માટે આ બીજું અધ્યયન પ્રારંભ કરવામાં આવે છે. આ અદયયનમાં બાર કિયા થાનેથી બધન અને તેર ક્રિયા સ્થાનેથી મોક્ષ થાય છે, આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવશે. જો કે બંધ અને મોક્ષના કારણેની ચર્ચા પહેલાં પણ થઈ ચુકી છે, પરંતુ તે સંક્ષેપથી થઈ છે, અહિયાં તે વિસ્તાર પૂર્વક કરવામાં આવશે. એ આ અધ્યયનનું વિશિષ્ટ પણું છે.
જે પુરૂષ પોતાના કર્મોને ક્ષય કરવાની ઈચ્છા રાખે છે, તેમાં સૌથી પહેલાં બાર ક્રિયા સ્થાનેને જાણી લેવા જોઈએ. તે પછી તે એને પરિત્યાગ કરીને કર્મ બન્ધનને શિથિલ (ઢીલુ) બનાવતા થકા મોક્ષના ભાગી થાય છે. આ કારણથી આ અધ્યયનમાં બાર કિયા સ્થાનનું વર્ણન કરવામાં આવશે. તેથી જ આ અધ્યયનને “કિયાસ્થાનધ્યયન” એ નામ આપવામાં આવેલ છે.
ચાલવું ફરવું વિગેરે વ્યાપાર એટલે કે પ્રવૃત્તિ એજ ક્રિયા શબ્દો
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
४८