Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકા –ખાર ક્રિયાસ્થાનેનું નિરૂપણ કરવામાં આવી ગયુ. હવે તેરમુ’ ક્રિયાસ્થાન અર્વાપથિક કહેવાય છે.
જીન શાસનમાં સ્વાત્મ સ્વરૂપમાં રહેવુ તે આત્મભાવ કહેવાય છે. આત્મા નિરતિશય સુખ સ્વરૂપ છે, પરંતુ અનાદિકાળના કમળ દ્વારા ઢંકાયેલ અને મલીન હેવાના કારણે તે સ્વરૂપ ગુપ્ત જેવું હોય છે. જ્યારે કેાઈ ભવ્ય જીવ પહેલાં પ્રાપ્ત કરેલા પુણ્યના અથી ઘર વિગેરેના સમધને ત્યાગ કરીને દીક્ષાના સ્વીકાર કરે છે. અને વિશેષ પ્રકારની તપશ્ચર્યા વિગેરે દ્વારા કર્મોના નાશ કરે છે. ત્યારે તે આત્મભાવને પ્રાપ્ત કરે છે. આ રીતે આત્મભાવને પ્રાપ્ત કરવા માટે જેએસ'સારથી યુક્ત છે, અનગાર થઈને દીક્ષા ધારણ કરી ચૂકયા હોય છે, કર્યાં સમિતિથી સમિત છે, ભાષાસમિતિથી યુક્ત છે, મર્થાત્ સાવદ્ય ભાષાના ત્યાગ કરી ચૂકયા હોય છે, એષણા સમિતિ આદાનભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ તથા ઉચ્ચાર, પ્રસ્ત્રવણુ શિધાણુ ખેલ, જલ્લ, પશ્તિાપનિષ્ઠા સમિતિથી યુક્ત છે, અર્થાત્ મળમૂત્ર ક થૂક, નાકના મેલ (ગુ'ગા) જલ્લ-મેલ વિગેરેના ત્યાગ કરવામાં યુતના વાળા હૈાય છે. મન, વચન અને કાય સમિતિથી સપન્ન-યુક્ત છે, મન, વચન અને કાય ગુપ્તિથી ગુપ્ત છે. જેણે સઘળી ઇન્દ્રિયાનું ગોપન (વિષચથી વિમુખ) કરી લીધું છે, જેએ ગુપ્ત બ્રહ્મચારી છે. ગમન ક્રિયામાં ઉપર્યેાગવાળા છે, સુત્રામાં ઉપયેગવાળા છે, ઉભા રહેવામાં ઉપયાગવાળા છે, બેસવામાં ઉપયેાગવાળા છે, શરીરને ખંજવાળવામાં પણ ઉપયોગવાળા છે, આહાર કરવામાં ઉપચાગ વાળા છે. એલવામાં ઉપયોગ વાળા છે. નિરવદ્ય વચનને જ પ્રયાગ કરે છે, વસ્ત્ર, પાત્ર, કાંબળ, પાઇપ્રેછન, સદારક મુહ પત્તી વિગેરે ગ્રહણ કરવામાં અને રાખવામાં ઉપયોગ વાળા છે, વધારે શુ કહેવાય ? જે આંખના પલકારા મારવામાં પશુ ઉપયોગવાળા છે, કહેવાનુ તાપ એ છે કે-જેઓ પ્રત્યેક ક્રિયાએ ઉપયોગ પૂર્ણાંકજ કરે છે, સંપૂર્ણ પણાથી વિકૃત એવા એ સાધુ અનન્ય ભાવનાવાળા મૈાક્ષના અધિકારી બને છે. એવા સાધુને પણ જુદી જુદી માત્રાથી અનેક પ્રકારની સૂક્ષ્મ એવી અર્યાપ થિકી ક્રિયા લાગે છે. જેને સૂક્ષ્મ બુદ્ધિવાળાએ પણ મુશ્કેલીથી જ જાણી શકે છે. તે અર્પાપથિકી ક્રિયા પહેલા સમયમાં સૂક્ષ્મતમ કાળમાં જે આગ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૬૪