Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પિતાના મન, વચન, કાય, અને વાકયને વગર વિચાર્યું ઉપયોગ કરવાવાળા પણ હોય છે. મન અર્થાત અંતઃકરણ, વચન અર્થાત્ વાણી કાય, અર્થાત્ દેહ કઈ પણ અર્થનું પ્રતિપાદન કરવાવાળા પદને સમૂહ વાક્ય કહેવાય છે. કેઈ સુબખ્ત પદ હોય છે. કેઈ તિડ 7 પદ હોય છે.
તાત્પર્ય એ છે કે–પ્રત્યાખ્યાન વિનાને આત્મા વિચાર વગરને હાય છે. તે સાવા અને નિરવને વિચાર ન કરતાં મન, વચન કાય અને વાકયને પ્રયોગ કરે છે. આત્મા પિતાના પાપકર્મોને પ્રતિહત અને પ્રત્યા
ખ્યાનથી પણ કરતા વર્તમાન કાળમાં કર્મની સ્થિતિ અને અનુભાગને કમ કરીને નાશ કરવું તે પ્રતિહત કરવું કહેવાય છે. પહેલાં કરેલા અતિચારની નિદા કરવી અને ભવિષ્યમાં તે પાપકર્મને ન કરવાનો સંકલ્પ કરે તે પ્રત્યાખ્યાન કરવું કહેવાય છે. “ભી' શબ્દથી એ સૂચિત કરેલ છે કે-કઈ કા કેઈ આત્મા પાપકર્મને પ્રતિહત અને પ્રત્યાખ્યાત કરવાવાળા પણ હોય છે.
થી એ આ રીતે જે આત્મા પ્રત્યાખ્યાની નથી હોતા તેને ભગવાને અસં. યત, અવિરત, અપ્રતિહત, અપ્રત્યાખ્યાત પાપકર્મા, સક્રિય, અસંવૃત, એકાન્ત દંડ, એકાત બાલ તથા એકાન્ત સુખ કહેલ છે વર્તમાન કાળમાં સાવધ કૃમાં જે પ્રવૃત્તિ કરી રહ્યા હોય તે અસંયત કહેવાય છે. અતીત અને અનાગત કાળના પાપથી જે નિવૃત્ત ન હોય તે અવિરત કહેવાય છે. જે પાપકર્મમાં રત છે, તે અપ્રતિહત અપ્રત્યાખ્યાત પાપકર્મો કહેવાય છે, જે સાવદ્ય ક્રિયાઓથી યુક્ત હોય તે સક્રિય છે. જે આવતા કમેને રોક્વાવાળી પ્રવૃત્તિથી રહિત હોય તે અસંવૃત્ત કહેવાય છે. એકાનદંડનો અર્થ હિંસક એ પ્રમાણે છે. એકાન્તબાળને અર્થ અજ્ઞાની એ પ્રમાણે સમજ. અને એકાંતસુખની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી ગઈ છે.
એવા અજ્ઞાની છે મન, વચન, કાય અને વાયને પ્રયોગ વગર વિચાર્યું કરે છે. હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહારના વિચારથી રહિત હોય છે. તે યથાર્થ જ્ઞાન વિનાને પુરૂષ સ્વપમાં પણ શ્રુત ચારિત્ર ધર્મને જોતા નથી. તે અજ્ઞાની પાપ કર્મોને સંચય કરે છે. અને પ્રાણાતિપાત-હિંસા વિગેરે કૃત્ય કરે છે. સૂટ ૧૫
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૨૧