Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાળા પરિવારથી યુક્ત રહેવું સાધુને યે ગ્યા હોય તે પહેલેથી જ તે પ્રમાણે આચરણ કરવું ચોગ્ય કહી શકાત, તડકા અને છાયાની જેમ આ બને વ્યવહાર પરસ્પરમાં વિરોધી છે, તેથી એ બન્ને વ્યવહાર સત્ય હોઈ શકે નહીં. જે મૌન રહેવું તે ધર્મને રેગ્ય હોય તે વિસ્તાર પૂર્વક ધર્મદેશના આપવાની શી જરૂર છે? અને જો આ ધર્મદેશના આપવી તે જ યોગ્ય હોય તે પહેલાં મૌન ધારણ શા માટે કર્યું હતું ?
શાલકના આ પ્રમાણે કહેવાથી આર્દકે તેમને ઉત્તર આપતાં કહ્યું કે-ભગવાન મહાવીર સ્વામી ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળમાં પણ અર્થાત્ ત્રણે કાળમાં સદા એકાન્તચારી જ છે. તેઓ કાયમ એકાન્ત વાસને જ અનુભવ કરે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે–ભગવાન જેમ પૂર્વકાળમાં એકાન્ત વાસને અનુભવ કરતા હતા. એ જ પ્રમાણે આ સમયે પણ એકાન્તવાસને જ અનુભવ કરે છે. અને ભવિષ્ય કાળમાં પણ એકાન્તવાસને જ અનુભવ કરશે. તેથી જ ભગવાન મહાવીર સ્વામીને ચંચલ ચિત્તવાળા કહેવું અથવા તેઓના પૂર્વકાળના વ્યવહારમાં અને વર્તમાન વ્યવહારમાં અસંગતપણું બતાવવું તે કેવળ અજ્ઞાનનું જ ફળ છે. ભગવાન છે કે વર્તમાન કાળમાં જનસમુદાયને ધર્મદેશના આપતા થકા વિચારે છે. તે પણ તેઓને કઈ પ્રિય નથી તેમ કોઈ અપ્રિય પણ નથી. તેઓ સર્વથા વીતરાગ છે. પહેલાં ઘાતિકને ક્ષય કરવા માટે વચન સંયમ (મૌન) રાખતા હતા, અને વર્તમાનમાં અઘાતિ કર્મોને ક્ષય કરવા માટે ધર્મને ઉપદેશ આપે છે. તેઓ આજીવિકા મેળવવા માટે ધર્મને ઉપદેશ આપતા નથી, તેમ રાગદ્વેષને વશ થઈને પણ ધર્મદેશના આપતા નથી. ગા. ૩
“દિર ઢોર ઈત્યાદિ
શબ્દાર્થ–“મ-શ્રમણ શ્રમણ અને “મા -મહિન” માહન (મા-ન -હન મારે જીવેને ન મારે એ પ્રમાણે ઉપદેશ આપવા વાળા) મહાવીર
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૬૯