Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પર્યાચના કરી શકતા નથી. જેમનામાં પ્રજ્ઞા નથી. અર્થાત પિતાની બુદ્ધિથી વિચારવાની શક્તિ નથી, જેમનામાં મનન કરવાનું સામર્થ્ય નથી, વાણી નથી. જે સ્વયં કંઈ કરી શકતા નથી. તથા બીજાઓ પાંસે કઈ કરાવી શકતા નથી. એવા તર્ક અને સંજ્ઞા વિગેરેથી રહિત પ્રાણી પણ સઘળા પ્રાણિ, ભૂતે, જીવો અને સોના રાતદિવસ સૂતાં કે જાગતાં હંમેશાં શત્રુ બન્યા રહે છે. તેને દગો દે છે. અને અત્યંત શઠતા પૂર્વક ઘાત કરવામાં લાગ્યા રહે છે તેઓ પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શય સુધી અઢારે પાપોનું સેવન કરતા રહે છે. જો કે તેમને મન તથા વાણી લેતા નથી, તે પણ તેઓ પ્રાણિયે, ભૂત, છે અને સને દુઃખ પોંચાડવા માટે શાક ઉત્પન્ન કરવા, ઝુરાવવા, ૨ડાવવા, વધ કરવા, પરિતાપ પહોંચાડવા અથવા તેમને એકી સાથે જ દુઃખ શોક, સંતાપ, પીડન, બંધન વિગેરે કરવાના પાપકર્મથી વિરત થતા નથી. પરંતુ પાપકર્મમાં નિરત–તપર જ રહે છે.
આ રીતે તે અસંજ્ઞી અને સંજ્ઞા પ્રજ્ઞા વિગેરેથી રહિતપણ વીકાયિક વિગેરે પ્રાણી દિવસરાત પ્રાણાતિપાતમાં વર્તતા રહે છે. તેઓ ચાહે બીજા પ્રાણિએને ન જાણતા હોય, તે પણ ગામઘાતક પ્રમાણે જ હિંસક કહેવાય છે. તેઓ પરિગ્રહમાં યાવત મિથ્યાદર્શનશયમાં અર્થાત્ સઘળા પાપમાં વર્તમાન હોય છે.
સઘળી નિચેના પ્રાણી નિશ્ચયથી સંજ્ઞા થઈને (ભવાતરમાં) અસંજ્ઞી થઈ જાય છે. અને અસંસી થઈને સંજ્ઞી થઈ જાય છે. કેમકે-સંસારી જીવ કમને આધીન છે, તેથી જ કર્મના ઉદય પ્રમાણે જુદા જુદા પર્યાને ધારણ કરે છે. જે જીવ જુદી જુદી અનેક નિયામાં રહીને પાપકર્મને દૂર કરતા નથી પાપને ધોઈ નાખતા નથી, તેઓ કર્મના ઉદયને વશ થઈને અસંશી પર્યાયથી સંજ્ઞી પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે. સંજ્ઞી પર્યાયથી અસંજ્ઞી પર્યા. ઘમાં જન્મ લે છે. અથવા સંસી પર્યાયથી સંજ્ઞી પાંચમાં અને અસંજ્ઞી પર્યાયથી અસંજ્ઞી પર્યાયમાં પણ ઉત્પન્ન થઈ જાય છે. એ કેઈ નિયમ નથી કે સંજ્ઞી જીવ ભવાન્તરમાં સંજ્ઞી પથમાં જ હોય. સંજ્ઞી, અસંસી વિગેરેનું વિચિત્ર પણ કર્મને આધીન છે. અને જ્યાં સુધી મુક્તિ પ્રાપ્ત ન થઈ જાય, ત્યાં સુધી તેનો પ્રભાવ નાશ પામતું નથી. અને જ્યાં સુધી કર્મને સદુ પ્રભાવ નાશ ન પામે ત્યાં સુધી તે જીવેને ઉંચ નીચ, કે સરખા અને વિસદૃશ નિયામાં ફેરવતા જ રહે છે.
આ સંસી અને અસંજ્ઞી જીવ, સઘળ અશુદ્ધ આચારવાળા છે. હંમેશાં ધૂર્તપણથી યુક્ત છે, અને હિંસાત્મક ચિત્તવૃત્તિને ધારણ કરવાવાળા છે. તેઓ પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીના સઘળા પાપમાં તત્પર રહે છે. તે કારણે તીર્થકર ભગવાને આ પાપમાં તત્પર રહેલા
શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪
૧૨૮