Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ અજ્ઞાની જીવ પણ શુભ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરતા નથી. એથી જ સુતેલાની જેમ જ છે. તે વિચાર વિનાના મન વચન, અને કાયવાળા છે. તેઓ ધર્મ કરવાનું સ્વપ્ર પણ દેખતા નથી. તેને પાપકર્મને બંધ થાય છે.
જેમ તે ઘાતક ગાથા પતિ, ગાથાપતિ પુત્ર, રાજા અથવા રાજપુરૂષને ઘાત કરવામાં ચિત્ત પરોવી રાખે છે, અને રાત દિવસ સૂતાં કે જાગતાં તેની પ્રત્યે શત્રુપણું રાખે છે, તેને દદે છે, અને અત્યંત ધૂર્તપણાની સાથે તેના ઘાતને વિચાર કરે છે, એ જ પ્રમાણે પાપકર્મથી નિવૃત્ત ન થનાર બાલઅજ્ઞાની જીવ પણ પાપથી નિવૃત્ત થતા નથી. તે દરેક પ્રાણું, ભૂત જીવ અને સત્વયે ઘાતકમનોવૃત્તિ ધારણ કરીને રાત દિવસ સુતે થકે અથવા જગત થકે તેને શત્ર બને છે. અને પ્રતિકૂળ-ઉલ્ટ વ્યવહાર કરે છે. અને અત્યંત શડ પણાથી તેની હિંસાની વાતને જ વિચાર કરે છે.
એ છે કે–જેમ તે ઘાતક પુરૂષને ઘાત કરવાનો મોકો મળતું નથી. અને તે કારણથી તે ઘાત કરી શકતા નથી, તે પણ ઘાત કરવાને જ વિચાર કરતા રહેવાથી પોતાના અપ્રશસ્ત ચિંતનના કારણે તે હિંસક જ
વાગે છે. એ જ પ્રમાણે સંયમ અને વિરતિ વિગેરે વિનાને અજ્ઞાની જીવ અવનિકાની સાક્ષાત્ હિંસા કરતા નથી. તે પણ હિંસાનું ચિંતન કરતા રહેવાની હિંસક જ ગણાય છે. તેથી જ અજ્ઞાની જીવ હિંસક જ હોય છે. એજ કથન યોગ્ય છે. સૂત્ર ૨
ફળદ્દે સમ ઈત્યાદિ ટીકાથ–પ્રશ્ન કરનાર ફરીથી કહે છે. આ કથન બરાબર નથી. અર્થાત આપે જે કહ્યું છે, કે–અજ્ઞાની અને અવિરત જીવ સઘળા પ્રાણિઓના હિંસક છે. આ કથન બરાબર નથી. આ સંસારમાં ઘણા એવા શ્રમ અને સ્થાવર તથા સૂક્ષમ અને બાહર પ્રાણી છે, કે જેના શરીરનું પ્રમાણ એટલું નાનું થાય છે કે-તે કયારેય જોઈ શકાતું નથી, તેમ સાંભળી પણ શકાતું નથી.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૨૫