Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાળે સ્નાન કરીને કૌતુક, મંગળ અને પ્રાયશ્ચિત્ત કરે છે. અર્થાત્ મસી (મશ) તિલક વિગેરે કરે છે. દહિં અક્ષત વિગેરેથી મંગલ કાર્ય કરે છે અને દુરવM વિગેરેના ફળને નાશ કરવા માટે પ્રાયશ્ચિત્ત કર્મ કરે છે. મસ્તક પર માળા યુક્ત મુકુટ ધારણ કરેલા હોય છે. તથા કંઠમાં ૨ અને સેનાના ઘરેણાએ ધારણ કરેલા હોય છે. મજબૂત શરીરવાળા અર્થાત યુવાન હોય છે, કેડે કંદોરો પહેરે છે. માથા પર માળાથી યુક્ત મુગુટ પહેરે છે. કેરા અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે તેના શરીર પર ચંદનને લેપ કરેલ હોય છે. તે પછી તેઓ અત્યંત વિશાળ એવી ફટા ગાર શાળામાં રાખેલાં મેટા સિંહાસન પર બેસીને આ સમૂહથી સેવાય છે. ત્યાં આખી રાત દીવાઓનો પ્રકાશ રહે છે. નૃત્ય અને ગાન થાય છે. જેર જોરથી વીણ, મૃદંગ, ઢેલ અને તાળીયોને અવાજ થતું રહે છે. આ રીતે ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય સંબંધી કામભેગોને ભેગવતા રહે છે.
આ રીતે રાજસી સુખ ભેગવવાવાળે પુરૂષ જ્યારે કોઈ એક નેકરને આજ્ઞા કરે છે, તે તે જ વખતે બધા જ કરો ઉપસ્થિત થાય છે. અને તેની આજ્ઞા પ્રમાણે કાર્ય કરે છે. એજ વાત હવે આગળ બતાવવામાં આવે છે. પૂર્વોક્ત સુખને ભાગવવા વાળે પુરૂષ જ્યારે એક નોકરને પણ બોલાવે તે યાવત એકને બદલે ચાર પાંચ પુરૂષે બોલાવ્યા વિના જ હાજર થઈ જાય છે. અને કહે છે કે હે દેવોના પ્યારા ! આજ્ઞા આપ અમો શું કરીએ? શું લાવીએ? શું અર્પણ કરીએ ? શું કાર્યમાં લાગીએ? આપને શું હિતકર અને ઈન્ટ છે? આપના મુખને શું ગમશે ?
આવી રીતના સુખને ભોગવવા વાળા પુરૂષને જોઈને અનાર્ય કે એવું કહે છે–આ પુરૂષ તે દેવ છે, દેવજ શું ? દેવાથી પણ ઉત્તમ છે. આ દિવ્ય જીવન વિતાવી રહેલ છે. તેની સહાયથી બીજા પણ ઘણા લોકો મજા ઉડાવી રહ્યા છે. એટલે કે સુખી જીવન વીતાવી રહેલ છે.
પરંતુ એ ભેગાસક્ત પુરૂષને આર્ય જ્યારે એવું કહે છે કે–આ પુરૂષ ક્રૂર કર્મ કરવાવાળે છે, આ ઘણે જ ધૂર્ત છે. આ પિતાની રક્ષામાં
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૭૫