Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપભોગ કરીને આ છે તેને પિતાના શરીર રૂપે પરિણાવે છે. વિગેરે સઘળું કથન મનુષ્યના પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજી લેવું સર્ષ યાવત્ મહેરગ વિગેરે ઉરઃ પરિસર્પ, સ્થલચર પંચેન્દ્રિય તિયના અનેક પ્રકારના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શવાળા શરીરો હોય છે.
આ રીતે ઉરઃ પરિસર્પ, સર્ષ વિગેરેનું નિરૂપણ કરીને ભુજ પરિસ. ર્પોનું સ્વરૂપ હવે સૂત્રકાર બતાવે છે.–
અઠ્ઠાવર પુરવલ્લા ખાનાવાળ મુચારિણવ” ઈત્યાદિ
તીર્થકર ભગવાને અનેક પ્રકારના રથળચર ભુજ પરિસર્ષ પંચેન્દ્રિય તિર્ય-ચેનું સ્વરૂપ કહેલ છે. તે આ પ્રમાણે સમજવું, ઘ, નેળીયા, સિહ, સરક, શલક સરઘ, બર, (જે નેળિયાની જેમ ચાલે છે.) ગૃહગાધિકા (છિપકલીગરેલી) વિશ્વભર (વિસભા) મૂષક (ઉંદર) મંગુસ (એક પ્રકારને નાળિયે) પદલલિત (પદલ) બિલાડી ધિક અને ચેપના વિગેરે. આ જીવની ઉત્પત્તિ બી અને અવકાશ પ્રમાણે થાય છે. વિગેરે કથન પૂર્વવત્પહેલાં કહ્યા પ્રમાણે સમજી લેવું.
કહેવાનું તાત્પર્ય એ છે કે—કકૃત યોનિમાં મિથુન, પ્રત્યયિક નામને ગ ઉત્પન્ન થાય છે. તે પછી ત્યાં જીવ સ્ત્રી, પુરૂષ અને નપુંસક પણાથી ઉત્પન્ન થાય છે. સૌથી પહેલાં તેઓ માતા પિતાના રજ અને વીર્યને આહાર કરે છે. તે પછી માતા જે અનેક પ્રકારના રસોવાળા આહાર કરે છે. તેમાંથી એકદેશથી જ આહાર કરે છે. તે પછી ક્રમથી વધતાં જ્યારે પરિ. પકવ થાય છે, ત્યારે માતાના ઉદરમાંથી બહાર નીકળે છે. કોઈ પુરૂષપણાથી, કઈ સ્ત્રી પણુથી, અને કોઈ નપુંસક પણાથી જન્મ લે છે. તે જીવે. જ્યારે બાલ અવસ્થામાં રહે છે, ત્યારે માતાના દૂધને આહાર કરે છે. અને અનુ. ક્રમથી મોટા થાય છે. ત્યારે ભાત, કુમાષ, તથા ત્રસ અને સ્થાવર પ્રાણિયોનો આહાર કરે છે. અને તેને પોતાના શરીરપણાથી પરિણુમાવે છે. તે ઘે વિગેરે ભુજ પરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જેના અનેક વર્ણ, રસ, ગંધ સ્પર્શવાળા અનેક શરીરો હોય છે એ પ્રમાણે કહેલ છે.
હવે ખેચર–આકાશમાં ફરનારા પક્ષિયોના સ્વરૂપ અને ભેદ વિગેરેનું નિરૂપણ કરવામાં આવે છે.–“મહાવર પુરાચં બાળારિહા હારવિંચિ”
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૧૩