Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરિણુમાવે છે. તે અનેક પ્રકારના જળચર પંચેન્દ્રિય તિર્યંચ નિવાળા માછલા, કાચબા ઘો, મઘરે તથા સુંસુમારોના અનેક વર્ણ, ગંધ રસ અને સ્પર્શવાળા અનેક શરીર કહ્યા છે.
તાત્પર્ય એ છે કે કેઈ જીવ પિતાના કર્મના ફળને ભેગવવા માટે કર્મને વશ થઈને જલચર પંચેન્દ્રિય મત્સ્ય, વિગેરેના પર્યાયને પ્રાપ્ત થઈને માતાના ઉદરમાં આવે છે. તે ત્યાં માતા દ્વારા ભગવેલા રસથી શરીરની વૃદ્ધિ કરતા થકા સમય આવતાં બહાર નીકળે છે. અને જલના નેહથી પિતાના શરીરને વધારે છે. તે પછી તે ત્રસ વિગેરે જીવોનું ભક્ષણ કરતા થક પિતાની જીવન યાત્રાને નિર્વાહ કરે છે. આ જીવોના અનેક વર્ણ, રસ, ગંધ, અને સ્પર્શવાળા જૂદા જૂદા શરીરે તીર્થકર ભગવાને કહ્યા છે.
આટલા સુધી જલચર પચેન્દ્રિય જીવોના સ્વરૂપને ઉત્પત્તિથી લઈને કથન કર્યું છે. હવે સ્થલચર-જમીન પર રહેવાવાળા ચતુપદ-ચાર પગવાળા વિગેરે જીવોના સ્વરૂપ દેખાડવા માટે કહેવામાં આવે છે –
અનેક જાતવાળા સ્થળચર, ચેપગે જીના સંબંધમાં તીર્થકરેએ કહેલ છે હે કબૂ એજ કથન હવે હું તમને કહું છું –આ પ્રમાણે સુધ મસ્વામી જંબૂ સ્વામીને કહે છે. અનેક પ્રકારના ચેપગા સ્થલચર પંચેન્દ્રિય તિય"નું સ્વરૂપ જે તીર્થકર ભગવાને કહેલ છે. તે આ પ્રમાણે છે.–સ્થલ. ચર ચેપગે (જમીન પર ચાલવાવાળા) કેઈ એક ખરીવાળા હોય છે, જેમ કે ઘોડા વિગેરે કઈ બે ખરીવાળા હોય છે, જેમ કે-ગાય, ભેંસ વિગેરે. કોઈ ગંદીપદ હોય છે, જેમકે-હાથી, ગેંડા વિગેરે. કેઈ નખવાળા પગેવાળા હે છે. જેમ કે-વાઘ-સિંહ, વરૂ વિગેરે. આ જીવની ઉત્પત્તિ પિતાને બીજ અને અવકાશ (સ્થાન) પ્રમાણે સ્ત્રી અને પુરૂષના કર્મકૃત નિથી મૈથુન સંબંધી સંયોગ થવાથી થાય છે. અર્થાત્ જ્યારે કઈ જીવ ઉત્પન્ન થવાના હોય તે સ્ત્રી અને પુરૂષના કર્મના ઉદયથી પ્રેરિત મૈથુન નામને વિલક્ષણ સંયોગ થાય છે. તે સંયોગના કારણે ગર્ભ ધારણ થાય છે. જીવ તે ગર્ભમાં ઉત્પન્ન થાય છે. સૌથી પહેલાં તે માતા પિતાના નેહ (રજવાય) ને ઉપભંગ કરે છે. તે ગર્ભમાં તે જ સ્ત્રી, પુરૂષ, અથવા નપુંસકના રૂપથી કર્મ પ્રમાણે ઉત્પન્ન થાય છે. વિગેરે સઘળું કથન મનુષ્ય પ્રમાણે સમજવું. સ્પષ્ટ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૧૧