Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ સિવાય કોઈ અંતાહારી-મુની શેકેલી વસ્તુને ગ્રહણ કરવાવાળા. કઈ પ્રાન્તાહારી-વચ્ચે ઘટો આહાર લેવાવાળા તથા વાસી આહાર લેવાવાળા. કઈ રસવજીત આહાર લેવાવાળા કેઈ વિરસ આહાર લેવાવાળા. કોઈ રૂક્ષ આહાર લેવાવાળા. કેઈ તુચ્છ આહાર લેવાવાળા કેઈ અન્ત પ્રાન્ત જીવી. કે હંમેશાં આંબેલ કરવાવાળા, કેઈ પુરિમડૂઢ કરવાવાળા અર્થાત દિવસના બે પ્રહર સુધી આહાર ન કરવાવાળા, કેઈ ઘી વિગેરેની વિકૃતિને ત્યાગ કરવાવાળા, મદ્ય કે માંસનું સેવન ન કરનારા. અર્થાત્ બુદ્ધિને ભ્રષ્ટ કરવાવાળા સઘળા માદક પદાર્થોને ત્યાગ કરવાવાળા દરરોજ સરસ-આહાર ન કરવાવાળા કાર્યોત્સર્ગ કરવાવાળા, બાર પ્રકારની પ્રતિમાઓ (અભિગ્રહ) થી યુક્ત, કઈ ઉકુટુકાસન કરવાવાળા, કેઈ આસનને ત્યાગ કરીને જમીન પર જ બેસવાવાળા, કેઈ વીરાસન કરવાવાળા. અથવા પૃથ્વી પર બંને પગ ટેકવીને ખુશિની માફક એટલે કે ખુર્શિ પર બેઠેલા માણસની મુર્શિ હટાવી લીધા પછી જે આસન થઈ જાય છે, તે આસનથી બેસવાવાળા હોય છે. કઈ દંડાસન કરે છે. અર્થાતુ દંડની જેમ લાંબા થઈને સ્થિત રહે છે. કેઈ લગંડશાયી હોય છે અર્થાત્ જેમ વાંકુ લાકડું બને બાજુથી જમીનને સ્પર્શ કરે છે. અને વચમાં અદ્ધર રહે છે. એ જ પ્રમાણે માથું અને પગ જમીન પર ટેકવીને શરીરને વચલે ભાગ અદ્ધર રાખે છે. અથવા માથુ અને પગને અદ્ધર રાખીને વચલા ભાગને જમીન પર ટેકવીને રહે છે. કેઈ કઈ પ્રાવરણ રહિત હોય છે, અર્થાત્ મુખત્રિકા અને ચલપટ્ટાથી જુદા વસ્ત્રોને ત્યાગ કરીને ઉનાળામાં ગમિની અને શીશાળામાં શદિ-ઠંડકની આતાપના લે છે. કેઈ ધ્યાન મગ્ન હે છે. કોઈ ખજ. વાળ આવવા છતાં પણ શરીર ખજવાળતા નથી. કેઈ થૂક બહાર કહાડતા નથી. આ પ્રમાણે ઔપપાતિક સૂત્રમાં જે ગુણે કહેવામાં આવ્યા છે. તે સઘળા ગુણે અહિયાં પણ કહેવા જોઈએ. તે ધાર્મિક પુરૂષે વાળ મૂછ, રમે. અને નખોના સંસ્કાર વિનાના હોય છે. સંપૂર્ણ રીતે શરીરના સંસ્કાર વિનાના હોય છે.
એ મહામતિ પૂર્વોક્ત ચર્યાની સાથે વિચરતા થકા અનેક વર્ષો સુધી ગ્રામય પર્યાયનું પાલન કરે છે. તે પછી અનેક પ્રકારની બાધા ઉત્પન્ન થતાં અથવા ઉત્પન્ન ન થવા છતાં પણ રેગ અથવા આતંક (શીધ્ર પ્રાણ હરણ કરવાવાળા શૂળ વિગેરે) ઉપસ્થિત થાય ત્યારે અથવા ઉપથિત ન થાય તે પણ ઘણુ ખરા ભક્તોનું (આહારનું પ્રત્યાખ્યાન કરે છે. લાંબા સમય સુધી
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૮૭