Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મારેલ છે. અથવા આ મારે છે, અથવા મારશે, ન પુત્ર વિગેરેના પેષણ માટે, ન ગાય વિગેરે ચતુષ્પદ્રુ-ચાર પગવાળા જીવોના પેષણ માટે, ન ઘરની વૃદ્ધિ માટે ન શ્રમણુ અથવા બ્રાહ્મણુ માટે મારે છે, ન શરીરના નિર્વાહ માટે મારે છે, પરંતુ પ્રત્યેાજન વગર જ ક્રીડા-રમત કરતાં કરતાં આદત–ટેવને વશ થઈને જે હિંસા કરે છે, તે વિવેક હીન પ્રાણી અન દ'ડના પાપને ભગવનાર બને છે. અને મારવામાં આવનારા પ્રાણિયા સાથે વેર બાંધે છે. એજ કહે છે કે –આ પ્રયાજન વગર હનન કરવાવાળા છેદન -ભેદન કરવાવાળા પ્રાણિયાના અંગાને કાપીને જુદા જુદા કરવા વાળા, ચામડી અથવા આંખેાને કાઢવાવાળા, ઉપદ્રવ કરનારા, અનર્થ ડના કડવા ફળને ન સમજવા વાળા, તે મંદ બુદ્ધિવાળા જીવાની સાથે થનારા શત્રુ પણાના ભાગીદાર બને છે. નિરક જ વેરને પાત્ર બને છે.
અને જે આ પૃથ્વીકાય વિગેરે સ્થાવર પ્રાણી છે, જેમકે–હિક્કડ–કઠિન -તથા જન્તુક નામની વનસ્પતિયે. તથા મેથા, તૃણુ, કુશ, કુચ્છક, પ, પક્ષાલ, આ વનસ્પતિક્ષેાનું જેએ કુટુમ્બનુ પાષણુ કરવા માટે હનન–વધ કરતા નથી, અહિયાં (કુટુંબ શબ્દથી સઘળા જ્ઞાતિ-પરિવાર વિગેરે સમજી લેવા) ન પશુએનુ પેષણ કરવા હનન–વધ કરે છે. ન ઘર વધારવા માટે, ન શ્રમણુ કે માહનના પોષણ માટે ન પેાતાના શરીરની રક્ષા માટે હનન કરે છે. એવા વિના પ્રત્યેાજન હનન કરવાવાળા, છેદન કરવાવાળા, ભેદન કરવાવાળા, કપટ કરીને પૃથક્ પૃથક્ કરવાવાળા, ઉખાડવાવાળા, ઉપદ્રવ ક૨વા વાળા અજ્ઞાની બ્ય ફોગટ જ વેરને ભાગવનારા બને છે. આ રીતે કઈ પશુ પ્રત્યેાજન વગર જ હુિ'સા કરવી તે અનથ દુડ કહેવાય છે.
વિશેષ કહે છે—કોઇ પણ પુરૂષ કછાર-નદીના કિનારા પર તલાવ પર જલાશય પર નદીથી વીટળાયેલા સ્થળ પર, ખાડામાં અંધારાવાળા સ્થાનમાં ગહનમાં—ગહન વિદુ` એટલે કે જ્યાં જવુ′ મુશ્કેલ ઢાય એવા ગહન સ્થાનમાં, વનમાં, વનવિદ્યુ†માં પર્યંત પર, પર્યંત વિટ્ટુ પર તૃણ વિગેરે ફેલાવીને સ્વયં આગ લગાડે છે, અથવા બીનની પાસે માગ લગાવે છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૫૨