Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બને તરફથી ભ્રષ્ટ થઈને સંસાર રૂપી મહા સાગરમાં જ દુઃખમાં ડૂબી જાય છે. તેની દશા પુંડરીકને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ થયેલા તે પહેલા પુરૂ ષના જેવી થઈ જાય છે.
આ આત્મા અને શરીર બનેને એક માનવાવાળા “રીવતરછરીરનારી પહેલા પુરૂષની સરખા છે. કે જે પૂર્વ દિશાએથી પુષ્કરિણ–વાવના કિનારા પર આવેલ હતા. તીર્થકર ભગવાને નાસ્તિકને તેની ઉપમા આપી છે. ૯
“અરે રોઝ ઈત્યાદિ
ટીકાથ–પહેલા પુરૂષનું વર્ણન કરીને હવે બીજા પુરૂનું વર્ણન કરવામાં આવે છે તે બીજો પુરૂષ પાંચ મહાભૂત કહેલ છે. અર્થાત્ વાવના કિનારા પર આવેલ બીજો પુરૂષ કહેલ હતું. તેને અહિયાં પાંચ મહા ભૂતિક સમજી લેવું જોઈએ,
આ મનુષ્ય લેકમાં પૂર્વ વિગેરે દિશાઓમાં કઈ કઈ મનુષ્ય એવા હોય છે કે જેમાં અનેક પ્રકારના રૂપથી ઉત્પન્ન થયેલા હોય છે. જેમકેકોઈ આર્ય હોય છે. તે કઈ અનાર્ય હોય છે. એ જ પ્રમાણે કે સુંદર રૂપવાળે હોય છે, તે કઈ ખરાબ રૂ૫ વાળ હોય છે. તે મનુષ્યમાં કઈ એક રાજા હોય છે, તે હિમાલય પર્વત જેવો હોય છે, વિગેરે પૂર્વ સૂત્રમાં કહેલ સઘળા વિશેષણે અહિયાં પણ સમજી લેવા જોઈએ. તે રાજાની પરિ ષદુ સભા હોય છે. બ્રાહ્મણથી લઈને સેનાપતિના પુત્ર સુધી પહેલાં કહેલ તે સઘળા તે તે પરિષદુના સદસ્ય હોય છે. તે સદમાં કઈ કઈ ધર્મની શ્રદ્ધાવાળા પણ હોય છે, તેની પાસે કઈ શ્રમ અથવા બ્રાહ્મણ જઈ પહેચે છે, અર્થાત્ તેને પિતાના ધર્મમાં શ્રદ્ધા વાળા બનાવવા માટે તેઓ ઉદ્યમ કરે છે. તેઓ એ વિચાર કરે છે કે–અમે અમુક કેઈ ધર્મને આને ઉપદેશ આપીશું અને પિતાના ધર્મને અનુયાયી–અનુસરનાર બનાવી લઈશુ. આ પ્રમાણે વિચાર કરીને તેઓ રાજા વિગેરેની પાસે જઈને કહે છે કે-હે ભયથી રક્ષણ કરનારા ! અમે આપને અમુક ધમને ઉપદેશ કરીશું. આપ તેને સ્વીકાર કરે. અમોએ કહેલ ધર્મ સ્વાખ્યાત છે. તે સરલપણથી સમજવામાં આવી જાય છે. તેને આપ સત્ય માને. તે પછી તેઓ પિતાના ધર્મનું પ્રતિપાદન કરે છે.-આ સંપૂર્ણ જગતમાં પાંચ મહાભૂતે જ છે. સમગ્ર સંસાર પંચ મહાભૂતામક જ છે. તેનાથી જ બીજું કાંઈ પણ નથી. પાંચ મહાભૂત દ્વારા જ સઘળું સુકૃત અને દુષ્કત વિગેરે
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૫.