Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરવાવાળા અને સંસારમાં પરિભ્રમણ કરવાવાળા કાર્યોમાં પ્રવૃત્ત કરતા થકા તેઓ સ્વયં પણ સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે છે. આ રીતે બને બાજુથી ભ્રષ્ટ થઈને વારંવાર સંસાર ચક્રને જ પ્રાપ્ત કરે છે.
તેઓ દુઃખ રૂપી સંસાર સાગરથી કઈ પણ પ્રકારે રક્ષણ મેળવી શકતા નથી. આ રીતે સંસાર સાગરમાં કર્મ રૂપી કાદવમાં ફસાયેલાને પુરૂષના રૂપથી વાવના કાદવમાં ફસાયેલ ત્રીજા પુરૂષના વ્યાખ્યાન પ્રમાણે સમજવા.
તેએ આ રીતે કહે છે. આચારાંગ-સૂત્રકૃતાંગ યાવત્ દષ્ટિવાદ આ સઘળું જોક્ત શાસ્ત્ર મિથ્યા છે. કેમકે તે નિર્મળ છે. તે તથ્ય નથી તેમજ યથાતથ્ય પણ નથી અર્થાત તેમાં સત્યપણું નથી. અમે એ પ્રતિપાદન કરેલ શાસ્ત્ર સત્ય છે. એજ વાસ્તવિક અર્થને પ્રકાશ કરનાર છે. તેઓ આ રીતે સમજે છે. અને સમજાવે છે. અને એજ મતને સિદ્ધ કરવાને પ્રયાસ કરે છે.
સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને કહે છે–હે જમ્મુ તેઓ આ મતને સ્વીકાર કરવાથી ઉત્પન્ન થવાવાળા દુખને નાશ કરી શકતા નથી. નિર્દોષ શાસ્ત્રની નિંદા કરવાથી અને તેનાથી ઉલ્ટા કુશાસ્ત્રમાં પ્રતિપાદન કરેલ છવહિંસા વિગેરે કુકૃત્યને કરવાથી ઉત્પન્ન થવાવાળા અશુભ બન્ધને નાશ કરવામાં સમર્થ ન થતા સંસાર ચકમાંજ પરિભ્રમણ કરતા રહે છે.
આ વિષયમાં તેને યોગ્ય દષ્ટાન્ત બતાવતાં કહે છે કે જેમ પક્ષી પાંજરાના બંધનને તેડવામાં સમર્થ થઈ શકતા નથી, એ જ પ્રમાણે તે વાદીઓ પણ સંસાર ચકનું ઉલ્લંઘન કરી શકતા નથી. કેમકે તેઓ પિતાનાથી ઉપાજીત કરેલા, અશુભ કર્મોના બંધનથી બંધાયેલા હોય છે. તેઓ મોક્ષમાર્ગને સ્વીકાર કરતા નથી, તેઓ કહે છે કે-ક્રિયા નથી, તેમજ અક્રિયા પણ નથી, યાવત્ નરક નથી. તેમ નરકથી જુદે એ બીજે કઈ લેક પણ નથી. અર્થાત્ અનરક પણ નથી. તેમજ આ અધ્યયનના દસમા સૂત્રમાં કહેલ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૩૦