Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અલગ હોય છે. દરેકનું મનન ચિંતન અલગ અલગ હોય છે. વિદ્વત્તા અને દરેકનું સુખ દુઃખ અલગ અલગ હોય છે.
તાત્પર્ય એ છે કે–જેણે જેવું કર્મ કર્યું હોય છે, તે તેના ફલરૂપે એવું જ સુખ અને દુઃખ ભોગવે છે. તેણે કરેલ કમને બીજે કઈ ભોગ વતે નથી. એમ હોય તે કૃતહાનિ અને અકૃતાભ્યાગમ નામને દેષ આવવાને પ્રસંગ પ્રાપ્ત થશે. અર્થાત્ કર્મ કરનારો તે તેનું ફળ ભેગવ્યા વિનાને રહી જશે. અને જેણે કર્મ કર્યું નથી, તેને તેનું ફળ ભોગવવું પડશે. આ રીતે કમ ભેગની સમગ્ર વ્યવસ્થા જ ભાંગી પડશે.
આ રીતે એ નિશ્ચિત છે કે–જ્ઞાતિ જનને સંગ ત્રાણુ અથવા શરણ રૂપ થતો નથી. અથવા તે પુરૂષ જ પહેલાં જ્ઞાતિ જનેના સંગને ત્યાગ કરી દે. અથવા જ્ઞાતિ સંયોગ તે પુરૂષને પહેલાં ત્યાગ કરી દે છે, જ્ઞાતિ સવેગ મારાથી ભિન્ન છે, હું જ્ઞાતિ સંયોગથી ભિન્ન છું. આવી સ્થિતિમાં હું જ્ઞાતિજનેમાં શા માટે મૂરછભાવ-વિશ્વાસ રાખું? ક્યાંઈ પણ આસક્તિ રાખવી ન જોઈએ. કદાચ આસક્તિ હોય તે તે પોતાનામાં પિતાના આત્મામાં જ હેવી જોઈએ. પિતાનાથી જૂદા અન્ય પદાર્થોમાં આસક્તિ હેવી કોઈ પણ રીતે શ્રેયસ્કર નથી. તે સર્વથા અશાંતિ, આકુલ પણું, ચિંતા, શોક, અને દુઃખનું જ કારણ હોય છે. જેમ પશુ અને ધન, ધાન્ય વિગેરે સર્વ પ્રકારથી બહિરંગ છે, તેજ રીતે બધુ, બાંધવ, વિગેરે પણ સર્વથા ભિન્ન અર્થાત્ પરપદાર્થ છે. તેથી જ તેમાં મમત્વપણું રાખવું તે શ્રેયસકર નથી. આ પ્રમાણે સમજીને હું જ્ઞાતિ સંબંધનો ત્યાગ કરી દઈશ આ પ્રમાણે વિવેક વાળા પુરૂષે વિચારવું જોઈએ. કહ્યું પણ છે કે-પરિવર્તન વાળા એવા આ સંસારમાં કોણ કેની મા છે ? કોણ તેના પિતા છે? કેણ કેને ભાઈ છે? અથતુ નિશ્ચય દષ્ટિથી કે જીવને બીજા જીવ સાથે કાંઈજ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
(૩૮