Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અર્થાત્ સામાન્ય પણુથી પરિચય વાળા આ મારા જ્ઞાતિજને છે, અને હું તેઓને છું. ખેતર, ધન, ધાન્ય વિગેરેના કરતાં આ અંતરંગ સંબધી છે.
સત્ અસના વિવેકથી યુકત પુરૂષ એમના વિષયમાં પહેલેથી સમજી લે કેકદાચ મને કઈ પ્રકારનું દુઃખ અથવા આતંક સઘોઘાતિ શૂલાદિ ઉત્પન્ન થઈ જાય કે જે અનિષ્ટ યાવત્ દુઃખ દેનાર હોય, અને સુખ આપનાર ન હોય, તે શું આ માતા પિતા વિગેરે તે દુઃખથી મારું રક્ષણ કરી શકશે ? અર્થાત્ નહીં કરી શકે કેઈ કાળે તેઓ દુઃખથી મારું રક્ષણ કરી શકે તેમ નથી. તે વખતે હું તેઓને પ્રાર્થના કરું કે હે ભયથી રક્ષણ કરવાવાળા જ્ઞાતિજને ! મને આ દુઃખ ઉત્પન્ન થયું છે. જે કષ્ટપ્રદ છે. અને સુખ આપનાર નથી. તેને
ડું વહેંચીને તમે લઈ લે. કે જેથી સંપૂર્ણ મારે એકલાએ જ ભોગવવું ન પડે. અને વહેંચાઈ જવાથી તે હલ્ક થઈ જાય, આ રીતે પ્રાર્થના કરવાથી શું તેઓ મારો ઉદ્ધાર કરી શકશે ? શું તે દુઃખની વહેંચણી કરીને તેઓ ગ્રહણ કરી લેશે ? પરંતુ એવું કદી થયું નથી, અને થશે પણ નહીં. આવા પ્રકારની પ્રાર્થના કરવા છતાં પણ જ્ઞાતિજને તે દુઃખરૂપ રંગાતંકથી મારૂં રક્ષણ કરી શકશે નહીં.
જ્ઞાતિજને મારું દુઃખ વહેંચી શકશે નહીં. એટલું જ નહીં પણ હું પણ તેઓનું દુઃખ વહેંચીને લઈ શકવાને સમર્થ નથી. તે ભયથી રક્ષા કરવા વાળા જ્ઞાતિજનેને કોઈ અનિષ્ટ અવાંછનીય યાવત્ અસુખરૂપ રોગાતંક ઉત્પન થઈ જાય અને હું તેઓને તે અનિષ્ટ. અવાંછનીય યાવત્ અસુખ રૂ૫ રેગા તંકથી છોડાવી લઉં, તે પણ એવું હું કરી શકતું નથી. તેનું શું કારણ છે? એક મનુષ્ય બીજા મનુષ્યને દુઃખથી બચાવવામાં અથવા તેને વહેંચી લેવામાં કેમ સમર્થ થતા નથી ? તેનું કારણ આગળ બતાવવામાં આવશે. સાચું તે એ છે કે-બીજાના દુઃખને અન્ય કોઈ પણ વહેચીને લઈ શકતા નથી. બીજાએ કરેલ શુભ અશુભ કર્મને બીજું કઈ ભેગવી શકતું નથી. જીવ એકલે જ જન્મે છે, અને એટલે જ મરે છે. એશ્લે જ વર્તમાન ભવને અથવા સંપત્તિને ત્યાગ કરે છે. એક જ ન ભવ અથવા સંપત્તિને ગ્રહણ કરે છે. એક જ કષાયથી યુક્ત થાય છે. દરેકની સંજ્ઞા અલગ હોય
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૩૭