Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બ્રાહ્મણ! આપે આ કથન ઘણું જ ઉત્તમ કહ્યું છે, વાસ્તવિક રીતે આપને ધર્મ જ ઘણું જ સારો છે. અમે આપને અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ, આહારથી અને વસ્ત્રથી, પાત્રથી કાંબળથી, અને પાદ છનથી આદર કરીએ છીએ, આપને સત્કાર કરીએ છીએ. આ પ્રમાણે કહીને તે રાજા વિગેરે તેઓને આદર કરવા માટે ઉદ્યમશીલ બને છે, ધર્મ શ્રવણ કર્યા બાદ તેઓને અનેક પ્રકારની ઉપહાર–ભેટ આપે છે, અને તેઓ નાસ્તિક વાદના ઉપદેશકે તે રાજા વિગેરેને પોતાના મતમાં દઢ–મજબૂત બનાવે છે.
પહેલાં તે તેઓ એવી પ્રતિજ્ઞા કરે છે કે–અમેં શ્રમણ બનીશું. અનગાર થઈશું. નિર્ધન થઈશું. પુત્ર વિગેરે સઘળા પરીવારને ત્યાગ કરીશું. ચતપદ-પશુઓનો ત્યાગ કરીશું. સ્વયં પચન, પાચન વિગેરે ન કરતાં બીજાઓએ આપેલ ભેજન જ કરીશું. ભિક્ષુક બનીશું. અને પાપકર્મને ત્યાગ કરીશું. પરંતુ આવા પ્રકારની પ્રતિજ્ઞા કરીને અને ઘરને ત્યાગ કરીને પણ તેઓ પાપોથી નિવૃત્ત થતા નથી. પરંતુ પહેલાં પ્રતિજ્ઞા કરેલ તપની વિધિથી વિરૂદ્ધ પાપકર્મોને આરંભ કરે છે. એજ વાત આગળ બતાવે છે. - તેઓ સ્વયં પાપકર્મને સ્વીકાર કરે છે. બીજાઓની પાસે પાપકર્મ કરાવે છે. અને પાપકર્મ કરવાવાળાનુ અનમેદન કરે છે. એ જ પ્રમાણે તેઓ બ્રિ અને કામમાં મૂછિત થઈ જાય છે. શ્રદ્ધ-આસક્ત થઈ જાય છે. અત્યંત આસક્ત થઈ જાય છે. લુબ્ધ થઈ જાય છે. કામની સામગ્રીના સંગ્રહમાં લેલુપ થઈ જાય છે. આ રીતે રાગ અને દ્વેષને વશ થઈને તેઓ પિતાને પણ ઉદ્ધાર કરી શકતા નથી, તેમજ બીજાઓને ઉદ્ધાર પણ કરી શકતા નથી. પિતે સંસારના પાશમાંથી છૂટિ શતા નથી. તે પછી બીજાઓને તે કેવી રીતે છેડાવી શકે? જેઓ પિતે સિદ્ધ નથી, તેઓ બીજાઓને કેવી રીતે સિદ્ધ કરી શકે? આ ન્યાય પ્રમાણે તેઓ સંસારના પ્રાણિ વર્ગને તારવામાં કઈ પણ રીતે સમર્થ થતા નથી. આ પ્રમાણે સ્ત્રી, પુત્ર વિગેરે પિતાના પરિવારથી ભ્રષ્ટ થઈ જાય છે, પરંતુ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓ અહિંના રહેતા નથી તેમ ત્યાંના પણ રહેતા નથી. વચમાં જ કામગેના કાદવમાં ફસાઈ જાય છે. અર્થાત્ સ્ત્રી વિગેરેને ઐહિક–આલેક સંબંધી સુખ સાધનેને ત્યાગ કરીને દીક્ષિત થઈ જાય છે, અને મોક્ષને ગ્ય માગ પ્રાપ્ત ન કરી શકવાથી મોક્ષમાર્ગ પણ મેળવી શકતા નથી. આ રીતે
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૪.