Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat
Catalog link: https://jainqq.org/explore/009271/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આધારસૂત્ર तस्स पुण विवागसाहणाणि चउसरणगमणं, दुक्कडगरिहा, મુડાવ | પંચસૂત્ર, પ્રથમ સૂત્ર તેને (તથાભવ્યત્વને) પરિપક્વ દશામાં લાવનાર તત્ત્વો આ છે : ચતુઃ શરણ ગમન, દુષ્કતગહ, સુકૃતાસેવન (સુકતાનુમોદન). Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧ મૈં આયો શરન તિહારી નમસ્કાર મહામંત્ર દ્વારા સાધકને મળતી નમસ્કાર ભાવની સાધનાને જ પંચસૂત્રની આ સાધનાત્રિપદી આવર્તિત કરે છે : સ્વીકાર, દુષ્કૃતગહં, સુકૃત અનુમોદના. શરણ આપણી સાધનામાં આવતા અવરોધોને આ સાધના કઈ રીતે હટાવે છે એ જાણતાં રોમાંચિત થઈ જવાય. પ્રભુનાં અને સદ્ગુરુદેવનાં ચરણોમાં, અનાયાસે જ, મસ્તક ઝૂકી રહે. ૨ મોક્ષ તમારી હથેળીમાં Shrenik I E / Tahijay-2013Mukahu Tamari Hathela (24-6-2015) - 1st & 2nd 24-4-2015 / 98 28-2-2011 આપણી સાધનાને ત્રણ અવરોધો નડે છે : રાગ, દ્વેષ, અહંકાર. પદાર્થો અને વ્યક્તિઓ પ્રત્યેનો ગમો સાધનામાર્ગથી સાધકને ચ્યુત કરી શકે. એ જ રીતે પદાર્થો અને વ્યક્તિઓ પ્રત્યેનો અણગમો પણ સાધનામાર્ગથી સાધકને દૂર લઈ જાય. અહંકારને કારણે તો સાધના ખોડંગાયા વગર રહે જ નહિ. જોકે, ગમા અને અણગમાના (રાગ અને દ્વેષના) મૂળમાં અહંકાર છે. મને જે ગમે છે તે સારું, મને જે ન ગમે તે ખરાબ. એટલે કે અહંકારનું પેન્ડલમ એક બાજુ જશે તો ગમો; બીજી બાજુ જશે તો અણગમો; કેન્દ્રમાં અહમ્ રહ્યું. આ ‘હું' કેવું તો વ્યાપક છે ! એક જાગૃત સાધક તરીકે જો તમે તમારી વિચારયાત્રાનું અવલોકન કરો તો તમે ધ્રૂજી જ જાવ. તમને વારંવાર તમારો ‘હું’ દેખાયા કરશે : મેં આમ કહ્યું અને પેલી વ્યક્તિ કેવી પ્રભાવિત થઈ ગઈ ! મેં આમ કર્યું અને પેલા ભાઈ ખુશ થઈ ગયા... મારી અભિવ્યક્તિથી બૌદ્ધિક શ્રોતાવૃન્દ ઝૂમી ઊઠેલું : વાહ ! આવી પ્રસ્તુતિ તો પહેલી જ વાર અનુભવી.’ શું કરવું આ ‘હું’નું ? ખ્યાલ છે કે આનો કોઈ અર્થ નથી અને છતાં એ કૂંડાળામાં જ પગ પડ્યા કરે છે. સાત અબજ માણસોથી ઘેરાયેલી આ પૃથ્વી પર તમને પચીસ-પચાસ માણસોએ જાણ્યા તો પણ શું અને ન જાણ્યા તો પણ શું ? મૈં આયો શરન તિહારી આ ૩ Shrani I E / Yashovijay-2013Muksha Tamari Hathelu (24-4-2015) - 1st & 2nd 24-4-2015 134-28-4-2015 Page #3 -------------------------------------------------------------------------- ________________ ‘હું’થી પર ઊઠેલા કોઈ સંતની વાત આપણને પ્રભાવિત પણ કરી જાય છે; એવા બનવાની ઝંખના પણ થઈ રહે છે; પણ ફરી પાછા ‘હું’ની ચપેટમાં આવી જવાય છે. પેલા સંત હતા નાનકડી ગુફામાં. બહુ જ નાનકડી ગુફા. સાધકે પૂછ્યું : આપ ઈતની સંકરી ગુહા મેં ક્યોં હૈ ? સંતે કહ્યું : મૈં ઔર મેરે ભગવાન દો તો યહાં ઠહર સકતે હૈ. ફિર તીસરે કા યહાં કામ ભી ક્યા હૈ ? એમને બીજાની કોઈની આવશ્યકતા નહોતી; કારણ કે ‘હું’ સિમેટાઈ ગયું હતું. આપણને બીજાઓની ડગલે ને પગલે જરૂરિયાત પડે છે; તેઓ આપણા ‘હું’ને પ્રમાણિત કરે ને ! હા, આપણા ‘હું'ને તોડનાર વ્યક્તિત્વો આપણને નથી ગમતા. આપણા ‘હું'ને પુષ્ટ કરનાર વ્યક્તિત્વો જ આપણને ગમે છે. આ ‘હું’એ તો મનુષ્યોને બે છાવણીમાં ફેરવી નાખ્યા : સારા અને ખરાબ. ‘હું'ને પુષ્ટ કરનારા સારા; બીજા ખરાબ. ‘હું’ની આ ગડમથલમાં સાધના કઈ રીતે આગળ વધે ? નમસ્કાર મહામંત્ર નમસ્કાર ભાવની સાધના અહીં આપે છે. નમો, ઝૂકો... તમારું ઝૂકવું ઘટિત થવું જોઈએ... નમસ્કાર ભાવ આવ્યો. અહંકાર ઘૂ... નમસ્કાર ભાવ... અહંકારને એ શિથિલ કરે. ૪. મોક્ષ તમારી હથેળીમાં Shrenik I E / Tahijay-2013Mukahu Tamari Hathela (24-6-2015) - 1st & 2nd 24-4-2015 / 98 28-2-2017 નમસ્કાર ભાવ... પાપમુક્તિ / કર્મમુક્તિ ભણી એ લઈ જાય. નમસ્કાર મહામંત્રમાં જ કહ્યું : “એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો...” નમસ્કાર ભાવથી જ્યારે અસ્તિત્વ ઓતપ્રોત બને છે ત્યારે તમારું ઑરાસર્કલ એવું તો મઝાનું બને છે કે એમાં નવાં કર્મોનો પ્રવેશ થતો નથી. અહંકાર ભાવમાં, ‘હું'ને સાચવવાની પળોજણમાં વિકલ્પોની પરંપરા ચાલશે અને એ વિકલ્પો કર્મબંધ કરાવશે. ‘હું’ શિથિલ થયું, વિકલ્પો શિથિલ બન્યા; હવે કર્મબંધ ક્યાંથી ? યાદ આવે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ : ‘નિર્વિકલ્પ ઉપયોગમાં નહિ કર્મનો ચારો...' એ જ રીતે, સત્તામાં રહેલ કર્મ ઉદયમાં આવશે; પણ પ્રભુનાં ચરણોમાં ઝૂકેલો સાધક, પ્રભુના તત્ત્વજ્ઞાનને પામેલો સાધક ઉદયની ક્ષણોને જોશે; એમાં વહેશે નહિ. એની ચેતના ઉદયાધીન નહિ, પણ સ્વસત્તાધીન બનશે. હવે પંચસૂત્રની સાધના-ત્રિપદીને જોઈએ. કેટલી તો એ હૃદયંગમ છે ! અને એ અહંકારને કેવી તો સલૂકાઈથી નિકાળી દે છે ! ત્રિપદીની પહેલી સાધના : ચતુઃ શરણ સ્વીકાર... અરિહંત પ્રભુ, સિદ્ધ ભગવંત, સાધુ ભગવંત અને પ્રભુભાષિત ધર્મને શરણે જવું. મૈં આયો શરન તિહારી પ Shrani I E / Yashovijay-2013Muksha Tamari Hathelu (24-4-2015) - 1st & 2nd 24-4-2015 134-28-4-2015 Page #4 -------------------------------------------------------------------------- ________________ શરણે કોણ જાય ? જેને પોતાની જાત અસહાય લાગતી હોય. લાગે કે પ્રભુની, સદ્ગુરુની કૃપા વિના, એમનાં ચરણોને પકડ્યા વિના, સાધનામાર્ગે એક ઇંચ કે એક સેન્ટિમિટર પણ આગળ વધી શકાય તેમ નથી; તે જ શરણે જશે ને ! અહંકારની ચપેટમાંથી પ્રભુ અને સદ્ગુરુ જ છોડાવી શકે. અપેક્ષાએ, પ્રભુનું શરણ સ્વીકારવું સહેલું લાગે. સદ્ગુરુશરણ સ્વીકાર અઘરું લાગે. સદ્ગુરુ પ્રત્યેનું પૂર્ણ સમર્પણ આવી ગયું તો આનંદ જ આનંદ. પણ બુદ્ધિ અને અહંકાર પરની આસ્થા થોડીય રહી ગઈ તો શરણસ્વીકાર અશક્ય ઘટના બની જાય. આપણને જોઈએ પૂર્ણ સમર્પણ. મૃગાવતીજી સાધ્વીજી યાદ આવે. પ્રભુના સમવસરણમાંથી ઉપાશ્રયે આવતાં મોડું થઈ ગયું. પ્રભુના પ્યારા, પ્યારા શબ્દો... સમયનો ખ્યાલ શી રીતે રહે ? ઉપાશ્રયે આવતાં જ ગુરુણીજી ચન્દનાજીએ તેમને આડે હાથ લીધાં : તમારાં જેવાં સાધ્વીજી... અને આટલું મોડું આવવાનું ! કેવું અંધારું થઈ ગયું છે ! મૃગાવતીજી ગુરુણીજીનાં ચરણોને પોતાનાં આંસુ વડે પખાળતાં, પખાળતાં તેમની આ પ્રસાદીને માણી રહ્યાં છે. વિચારે મોક્ષ તમારી હથેળીમાં Shrenik I E | Travijay-2012Maksha Tamari Hathalia (24-6-2015) + 1st & 2nd 24-8-2015/34-28-2-2015 છે : ‘કેવાં સરસ સદ્ગુરુણીજી મને મળ્યાં છે ! કેવું યોગ-ક્ષેમ કરે છે !’ આ સમર્પણની ધારા એમને કૈવલ્ય સુધી લઈ ગઈ. અહીં જો બુદ્ધિ અને અહંકાર આવી જાય તો ? હું વાચનામાં ઘણીવાર આ પ્રસંગને આ રીતે સમજાવતો હોઉં છું : આપણા જેવા શિષ્યોને આવું થયું હોય અને ગુરુ જો આવું કહે તો તરત જ દલીલ કરીએ ‘પણ આમાં મારો વાંક શો ? પ્રભુના પ્યારા શબ્દોનું સમ્મોહન કેવું હોય ! અને ત્યાં તો ઝળાંહળાં પ્રકાશ હતો. અંધારું થઈ ગયું એનો ખ્યાલ પણ શી રીતે આવે ?’ બુદ્ધિ આવી ગઈ વચ્ચે. સાધનાની ધારા અટકી ગઈ. અને ક્યારેક રંગાયેલ હાથે પકડાઈ જવાય અને ગુરુદેવ ઠપકો આપે ત્યારે અહંકાર મુરિત બને. ‘બરોબર છે, મારી ભૂલ હતી. પણ એ માટે તમે મને એકાન્તમાં કહો. આમ જાહેરમાં શું કહો છો ?' અહંકારે યાત્રા ઠપ કરી દીધી. .. સદ્ગુરુશરણ... એ શરણ-સ્વીકાર થઈ ગયો તો આપણે કશું જ કરવાનું ન રહે. જે કંઈ કરવાનું છે, તે સદ્ગુરુએ જ કરવાનું છે. નિષ્ણાત મેડિકલ સુપરવિઝનમાં રહેલ દર્દી. એણે શું કરવાનું છે ? આરામથી સૂઈ જવાનું છે. ફળનો રસ અપાય ત્યારે એ પીવાનો છે અને દવા અપાય ત્યારે એ લેવાની છે. મૈં આયો શરન તિહારી ૯૭ Shrant / E / Yashovijay-2013Muksha Tamari Hathe ml (26-4-2015) - 1 & 2nd 24-2015 14-28-2-2015 Page #5 -------------------------------------------------------------------------- ________________ આ સંદર્ભમાં જ સમર્પિત સાધકની સાધનાનું સમીકરણ આ રીતે અપાયું : ૧૦૦ ટકા કૃપા. અહીં પ્રયત્ન છે જ નહિ. કેવી મઝા ! એક મિનિટ... હૃદયમાં ડૂબકી લગાવીને જુઓ કે તમે આવી રીતે ક્યારેય કોઈ ગુરુદેવ પાસે ગયેલા? મા આનંદમયી પાસે એક સાધક વીસ વર્ષથી જતો હતો. એકવાર આંખમાં આંસુ સાથે એણે કહ્યું : “મા ! તમારી પાસે વીસ વર્ષથી હું આવું છું. અને છતાં મારી ભીતર કોઈ ફરક તો વર્તાતો નથી.' દર્દીને પેટમાં દુખે છે, અસહ્ય દુખાવો છે. સોનોગ્રાફી વગેરે કરાવ્યું. ડૉક્ટરે રિપોર્ટ્સ જોઈને કહ્યું : કશું જ નથી. તમે એકદમ ઓ.કે. છો. બીજા એક નિષ્ણાતે એ જ રિપોર્ટ્સ જોયા અને ભીતર છુપાયેલ દર્દને પકડી પાડ્યું. અને એને અનુરૂપ દવા આપી. કયા ડૉક્ટર ગમે? ઓ.કે. કહે તેવા કે દર્દને શોધી કાઢે તેવા ? માએ કહ્યું : “બેટા ! હું તને ક્યારની કહું છું કે તું મરી જા, મરી જા... પણ તું મરતો નથી, હું શું કરું ?' દેખીતી રીતે, આ વૈભાવિક મૃત્યુની વાત હતી. અને આ સન્દર્ભમાં ગુરુ-શિષ્યની મઝાની વ્યાખ્યા આ પ્રમાણે છે : જે વિભાવશૂન્ય બનવા રાજી હોય તે શિષ્ય. જે શિષ્યને વિભાવશૂન્ય બનાવે તે ગુરુ. હવે આપણી વાત કરીએ તો, સદ્ગુરુ આપણને કેવા ગમે ? આપણને ઓ.કે. કહે તેવા કે આપણી સાધનામાં રહેલ અવરોધોને પારખી આપે એવા ? પ્રભુના, સદ્ગુરુના, પ્રભુની સાધનાના શરણે ગયા એટલે તમને મળી ગયું સુરક્ષાચક્ર. હવે કયો અવરોધ રહ્યો આન્તરયાત્રાના સન્દર્ભે ? મારી પાસે ઘણા સાધકો આવે છે. તેઓ કહેતા હોય છે : ‘ગુરુદેવ ! અમે તમારી પાસે માત્ર ને માત્ર એટલા માટે આવ્યા છીએ કે અમારી સાધનામાં રહેલી ત્રુટિઓને તમે બતાવો. સામાયિક કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ; પરિણામરૂપે આપ જે રાગ-દ્વેષની શિથિલતા કહો છો, તે મળતી નથી. તો, ગુરુદેવ ! અમારી સાધનાને પરિણામ તરફ લંબાવનારી બનાવો સાધનાત્રિપદીનું બીજું ચરણ : દુષ્કૃતગર્તા. અતીતની સફરમાં અને આ જન્મમાં જે પણ દુષ્કૃત્યો થયાં હોય તેની ગુરુસાક્ષીએ નિન્દના. પોતે કરેલ દુષ્કૃત્યોની વણઝાર જયારે સામે દેખાતી હોય ત્યારે અહમને રહેવાનું કયું સ્થાન રહે ? ૮ ; મોક્ષ તમારી હથેળીમાં મેં આયો શરન તિહારી છે ૯ shrink/E/rahullary-2018usha Taraf Halhelma ( 2 015) * 1st 2nd aw-abi 512 015 shtant/E/ Yashwly-201iusa Tamari Hathi hu 2 015) * 1st & 2nd 2-3151d-wat15 Page #6 -------------------------------------------------------------------------- ________________ તો, દુષ્કૃતગર્તા પણ ‘હું'ને શિથિલ કરવાનું માધ્યમ બની રહે. મેં નાખેલ પાણીને કારણે દરિયામાં કેટલી ભરતી આવે છે ત્રીજું ચરણ ત્રિપદીનું : સુકૃતાનુમોદના. અન્યો દ્વારા થયેલ સુકૃત્યોની અનુમોદના. પ્રશંસા. અત્યાર સુધી માત્ર પોતાના દ્વારા થયેલાં નાનકડાં સુકૃત્યોને વિસ્તૃત - enlarge કરીને જોયાં... હવે નજર જાય છે અન્ય મહાપુરુષો આદિ દ્વારા થયેલ સુકૃત્યો પર. એ સુકૃત્યોની થતી અનુમોદના પોતાના ‘હું'ને સંકોચી લે એમાં શી નવાઈ ! થવું શું જોઈએ ? આપણાં કૃત્યો... કેવાં હોય છે એ ? આપણું વ્યક્તિત્વ નાનું. આપણું કૃતિત્વ એથી પણ નાનું હોવાનું. શો મતલબ એનો ? મરાઠી કવિ વિરંદીકરની એક રચના થોડાક ફેરફાર સાથે : હું દરિયાને કાંઠે ગયો મારા હાથમાં રહેલ પ્યાલામાંથી મેં પાણી ઊંડેલ્યું દરિયામાં. અને પછી ઊભો રહીને જોવા લાગ્યો કે આપણું વ્યક્તિત્વ પ્રભુના પ્રાગટ્યનું માધ્યમ બનવું જોઈએ. કોઈની સરસ વાત જોઈ. આંખમાં અનુમોદનાના લયમાં હર્ષાશ્રુ આવે. હું કહીશ કે પ્રભુ તમારી આંખોમાં પ્રગટ્યા. કોઈની સરસ વાત સાંભળી. અનુમોદનાના લયમાં સરસ વાતો તમે એ મહાનુભાવ માટે કરી. હું કહીશ કે પ્રભુ તમારે કંઠેથી પ્રગટ્યા. યાદ આવે રવીન્દ્રનાથ ટાગોર. કહે છે તેઓ પ્રભુને : પ્રભુ ! હું તો બાંસુરી છું. તું હવા થઈને મારી ભીતરથી વહે છે અને ત્યારે સંગીત મારી ભીતરથી પ્રગટે છે. પ્રભુ ! એ સંગીત તારું સર્જન છે. કેટલી મઝાની વાત ! આપણા જીવનની બાંસુરી. ‘એના હોઠ. સંગીતની ક્ષણોમાં હવે વહ્યા જ કરાય, વહ્યા જ કરાય. ૧૦ ; મોક્ષ તમારી હથેળીમાં મેં આયો શરન તિહારી રે ૧૧ shrink/E/rahullary-2018usha Taraf Halhelma ( 2 015) * 1st 2nd aw-abi 512 015 Bhian/Etvahalay-201wusalamurahma ( 2 015) * 1st & pd z -i511d--asis Page #7 -------------------------------------------------------------------------- ________________ પરમપાવન પંચસૂત્રક ગ્રન્થ તથાભવ્યત્વ (મોક્ષે જવાની આત્માની યોગ્યતા)ને પરિપક્વ કરવા માટે આ સાધનાત્રિપદીની વાત કરે છે. કેવી મઝાની આ સાધનાત્રિપદી ! એ ઉપાદાનને નિર્મલ, નિર્મલ બનાવી દે... અને આન્તરયાત્રા ચાલુ ! આધારસૂત્ર तहा पसंतगंभीरासया सावज्जजोगविरया पंचविहायारजाणगा परोवयारनिरया पउमाइनिर्दसणा झाणज्झयणसंगया विसुज्झमाणभावा साहू सरणं ॥ - પંચસૂત્ર, પ્રથમ સૂત્ર પ્રશાન્ત અને ગંભીર ચિત્તવાળા, સાવદ્ય યોગથી વિરત, પંચવિધ આચારને જાણનાર, પરોપકારમાં ઓતપ્રોત, કમળ જેવા અસંગ, ધ્યાન અને અધ્યયનથી યુક્ત અને વિશુદ્ધ, વિશુદ્ધતર ભાવથી સંપન્ન સાધુભગવંતોનું શરણ હો ! ૧૨ મોક્ષ તમારી હથેળીમાં Shranik / E / Yashovijay-2013/Mukha Tamari Hathelia (24-6-2015) - st & 2nd 24-6-2015/3rd-28-6-2015 Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨ સાધનાની સપ્તપદી ગીતાંજલિમાં શ્રી રવીન્દ્રનાથ ટાગોર કહે છે : મુજ સકલ અંગો પર તારો સ્પર્શ લાગેલો જ છે દિવસ-રાત યાદ રાખી સદા એ વાત રાખીશ મુજ શરીર હંમેશાં પવિત્ર, પ્રાણેશ્વર... મારા મનમાં વિરાજે છે તું, હે પરમ જ્ઞાન ! સદા સ્મરણમાં રાખી એ મારા સર્વ ધ્યાન અને સર્વ વિચારોમાંથી સર્વ પ્રયત્ન હું રાખીશ દૂર સર્વ મિથ્યાને... મુજ હૃદયમાં રહ્યું છે તારું અચલ આસન ધ્યાનમાં રાખી એ કરીશ હું શાસન સકલ કુટિલ દ્વેષ અને સર્વ અમંગલ પ્રેમને રાખીશ સદા પ્રફુલ્લ, નિર્મલ... સર્વ કર્મોમાં પ્રવર્તે છે તવ શક્તિ એમ જાણી સકલ કર્મોમાં પ્રગટાવવા તને કરીશ મથામણ...” પ્રભુ ! મારા સર્વ અંગો પર, મારા અસ્તિત્વ પર તારો સ્પર્શ છવાયેલો છે. એટલે હવે હું હું ન રહ્યો, બરોબર ને ? સતત આ વાત મારા સ્મૃતિ પટ પર રહે છે કે મારા નાથનો હાથ મારા અસ્તિત્વ પર ફરી રહ્યો છે અને એથી અપવિત્રતા મારી નજીક પણ ક્યાંથી ટૂંકી શકે ? અને જે હતી અપવિત્રતા, એ તારા પુનિત સ્પર્શે ખરી ગઈ. સાધના... પરમાત્માનો પ્યારો, ખારો સ્પર્શ. રોમે રોમે પરમ સ્પર્શ. અસ્તિત્વના છેલ્લા પ્રદેશ સુધી પરમનો સ્પર્શ મળે તે સાધના. એ સાધના હૃદયને નિર્મલ બનાવે. શુભમાંથી શુદ્ધમાં સાધકને એ પ્રતિષ્ઠિત કરે. ૧૪ જે. મોક્ષ તમારી હથેળીમાં સાધનાની સપ્તપદી જે ૧૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ તારો સ્પર્શ... લાગે કે તું જ તું જ છે હવે. અગણિત જન્મોથી મને પજવનાર ‘હું’ના તો ફુરચા જ ઊડી ગયા. પ્રભુ ! એમ કહું કે મેં તને મારું મન સમર્પિત નથી કર્યું કદાચ; પણ તું એવી રીતે મારા મનમાં આવીને વસી ગયો છે કે હવે એ મન તારું જ છે. અને એટલે જ તો વિચારોમાં આટલી પવિત્રતા છે ને ! મારા નાથ ! કેવી તારી આ કરુણા ? તને લાગ્યું કે ચાલો, એ સમર્પણ નથી કરી શકતો એના મનને, તો શું થઈ ગયું ? છે તો એ મારું બાળક જ ને ! અને તું મારા મનમાં છવાઈ ગયો. મારે કરવાનું કામ તેં કર્યું ! આમ પણ, હું તો અસહાય જ છું ને ! હું શું કરી શકું ? અને પ્રભુ ! હું અસહાય રહ્યું એમાં જ મને ફાયદો છે ને ? મારા તરફથી હું કરી કરીને કેટલું કરીશ ? અને તું કરશે ત્યારે કંઈ બાકી જ નહિ રહે. મઝાનું સુભાષિત છે : 'પડ્યું હ્રદ્યતે નિરિક્’..... પ્રભુની કૃપા પાંગળાને પણગિરિ કુદાવી આપે છે. હું એમાં ડ્વ ઉમેરું છું : પશુમેવ જાયતે શિરિમ્'.... પાંગળાને જ પ્રભુની કૃપા પર્વત ચઢાવી આપે છે... તમારે તમારા પગ પર ચઢવું હોય તો પ્રભુકૃપા ક્યાંથી આવે ? ૧૬ મોક્ષ તમારી હથેળીમાં ભગવદ્ગીતાની બે પંક્તિઓ છે : ‘દ્વરેતાત્મનાત્માનમ્...' અને ‘તેષામહં સમુદ્ધર્તા...’બેઉ વિધાનો આમને-સામને થયાં. એક બાજુ કહેવાયું કે ભક્તે ચાલવાનું છે. બીજી બાજુ કહેવાયું : ભક્તોનો ઉદ્ધાર કરનાર હું છું. વિનોબાજીની સૂક્ષ્મ પ્રજ્ઞાએ અહીં સરસ સમન્વય કરી આપ્યો છે : ભક્ત એક ડગ જ ભરવાનું છે... અથવા તો કહો કે ચાલવાનો વિચાર કરવાનો છે... ‘એ’ તેને એની બાંહોમાં સમાવી લે છે. પ્રભુ ! કેવી તારી કૃપા ! તેં મારું બધું જ કાર્ય કરી લીધું. મારે શું કરવાનું ? બસ, હું તો તને જોયા કરીશ... અને એટલે જ તો તે આચારાંગ સૂત્રમાં મને ‘તીિ' કહેલ છે ને ! તારા દ્વારા મળેલ એ વિશેષણને પહેલીવાર સાંભળ્યું ત્યારે કેવો ખુશ થયેલો હું ! થયેલું કે પ્રભુએ મારું અવતારકૃત્ય એક શબ્દમાં મને આપી દીધું : હું ‘એ’ના તરફ મીટ માંડીને બેસી જ રહું, બેસી જ રહું... પ્રભુ ! એ ક્ષણોનો આનંદ કેવો તો અપૂર્વ હોય છે ! તને જોઉં, તારા મુખ-કમલ પર રહેલ દિવ્ય આનંદને જોઉં, વીતરાગ દશાને જોઉં; બસ, પછી જોયા જ કરું, જોયા જ કરું. અને એક ક્ષણ આછીસી પ્રતીતિ થાય કે મારી ભીતર શું આવું નથી ? છે તો એવું જ બધું. પણ એનું પ્રકટીકરણ કઈ રીતે કરવું ? પ્રભુ ! લાગે કે તને જોયા કરવો એ જ મારી સાધના બની રહેશે... સાધનાની સપ્તપદી ૧૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ બરોબર છું ને, પ્રભુ ? તને જોયા કરીશ અને મારો અનાદિનો સંગી દ્વેષ ઝરી જશે... મારી રાગ-દશા અદૃશ્ય થશે. અહંકારને તો રહેવાની જગ્યા જ ક્યાંથી રહેશે ? પંચસૂત્રમાં આ જ ગંગોત્રી બિન્દુથી શરૂ થયેલી સાધનાની સપ્તપદી અપાઈ છે : પ્રશાન્ત અને ગંભીર ચિત્ત, સાવદ્યયોગ વિરતિ, પંચવિધ આચારનું જ્ઞાન, પરોપકારશીલતા, કમલ જેવી અસંગતા, ધ્યાન અને અધ્યયનની ઓતપ્રોતતા અને ભાવોની વિશુદ્ધિ. ક્રમસર એ ચરણોમાંથી પસાર થઈએ. મારા તનમાં તું, મારા નયનમાં તું, મારા હૃદયમાં તું... તો પછી, અહંકાર (હું) રહે ક્યાં ? કેવી મઝા આવી ગઈ મને ! નિર્મલ ચિત્ત છે સાધનાનું ગંગોત્રી બિન્દુ. સાધનાની ગંગા કાયાના પટ પર રેલાય, વચનના સ્તર પર પણ એ વિસ્તરે; પણ તેનું ઉગમ બિન્દુ છે નિર્મલ ચિત્ત. આ જ સન્દર્ભે ષોડશક યાદ આવે : પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત તે સાધના. રાગ, દ્વેષ અને અહંકારની શિથિલતાવાળું ચિત્ત તે સાધના. વૈરાગ્ય, ક્ષમા અને નમ્રતાની પુષ્ટિવાળું ચિત્ત તે સાધના. પહેલા ચરણે પ્રશમાનુભૂતિ. પૂજ્યપાદ આનવિમલસૂરિ મહારાજ એક ગામમાં વિહાર કરતાં પધાર્યા. એક શ્રેષ્ઠીના ઘરમાં એમનો ઉતારો હતો. મોટું ઘર. પાછળ મોટું ઉદ્યાન. મુનિઓ બધા સાધનામાં ઓતપ્રોત થઈ ગયા. શ્રેષ્ઠીનો પુત્ર માણેકચંદ. શ્રદ્ધાવિહોણું વ્યક્તિત્વ. એ માનતો કે આ સાધુ-સાધ્વીઓમાં કોઈ સાધના હોતી નથી. માત્ર પેટ ભરવા માટે આવી રીતે આ લોકો નીકળી જતા હોય છે. રાતના સમયે ઉદ્યાનમાં એક મુનિરાજ વૃક્ષ નીચે ધ્યાન કરી રહ્યા હતા. માણેકચંદે એમને જોયા. વિચાર્યું કે આમનું ધ્યાન કેવું છે, તેની પરીક્ષા કરું. તેણે એક સળગતું લાકડું હાથમાં લીધું. મુનિરાજ પાસે તે આવ્યો. મુનિરાજની દાઢીના વાળને એણે સળગતું લાકડું અડાડ્યું. દાઢી બળવા લાગી. મોઢાનો ભાગ દાઝી ગયો. પણ મુનિરાજ ધ્યાનમાં મગ્ન જ રહ્યા. આ દેશ્ય માણેકચંદ પર ઘેરી અસર પાડી. એને થયું કે ખરેખર આ લોકો સાધકો છે. ૧. પુષ્ટિ: શુદ્ધઃ વિત્તી... (ષોડશક) ૧૮ ક મોટા તમારી હથેળીમાં સાધનાની સપ્તપદી : ૧૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ આ માણેકચંદ તે જ બીજા જન્મમાં થાય છે માણિભદ્ર યક્ષરાજ. મુનિરાજની કેવી ગાઢ પ્રશમ દશા ! પ્રશાન્ત ચિત્તવૃત્તિ. પ્રશાન્તવાહિતા. ત્રિલોચનસૂરિ મહારાજ આપણા યુગમાં થયા. એકવાર તેઓ વિહાર કરી રહ્યા હોય છે. શિષ્યો આગળ-પાછળ છે. તેવામાં એક ટ્રક તેમની એકદમ નજીકથી પસાર થઈ. સહેજ ધક્કો લાગ્યો. આચાર્ય ભગવંત પડી ગયા. થોડુંક વાગ્યું. ડ્રાઈવર હતપ્રભ બન્યો. એને થયું કે મારી ભૂલ હતી; મેં એકદમ નજીક ટ્રક લઈ લીધેલી. તેણે ટ્રક ઊભી રાખી. તે નીચે ઊતર્યો અને કહ્યું : મહારાજ સાહેબ ! તમને હું હૉસ્પિટલમાં લઈ જાઉં ? ભૂલ મારી હતી... સાહેબે કહ્યું : ભાઈ, મને એવું નથી લાગ્યું કે તરત હૉસ્પિટલાઈઝુડ થવું પડે. હમણાં મારા શિષ્યો આવશે. કદાચ હું નહિ ચાલી શકું, તો તે લોકો સ્ટ્રેચરમાં મને સામે ગામ લઈ જશે. તમે ચિન્તા ન કરો. જે બનવાનું હતું તે બન્યું. તમે નિમિત્તરૂપ નથી આ ઘટનામાં... તમે જતા રહો ! બીજા લોકો આવી જશે અને તમારા ટ્રકનો નંબર લખી ફરિયાદ કરશે તો તમે ઉપાધિમાં પડશો... તમે જતા રહો ! પ્રશમનું ઝરણું સાધકના ચિત્તમાં સતત ખળખળ કરતું વહી રહ્યું હોય. એ ઝરણામાં ચિત્તમાં રહેલી ગંદકી વહી જ જવાની ને ! ચિત્તમાં હોય પ્રશમ; ત્યારે નિમિત્ત જેવી ઘટના હોતી નથી. હું ઘણીવાર કહેતો હોઉં છું કે ભક્તના શબ્દકોશમાં પાને પાને નિમિત્ત શબ્દ છે. “પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો અને આ કાર્ય થયું...' જ્યારે સાધકના શબ્દકોશમાં નિમિત્ત શબ્દ જ નથી... ‘આણે આમ કહ્યું કે કર્યું એથી મને ગુસ્સો આવ્યો એવું સાધક નહિ કહે. એ કહેશે કે મારું ઉપાદાન અશુદ્ધ હતું, તેથી મને ક્રોધ આવ્યો.” પરંતગંભીરાસયા...” કેવી મઝાની આ પ્રશમાનુભૂતિ ! પ્રશાન્ત ચિત્તવૃત્તિ. કદાચ નિમિત્તોની અસર થતી હોય તો એવો એક સંકલ્પ કરાય કે દિવસમાં પહેલું જે નિમિત્ત મળશે, એની અસરમાં હું નહિ આવું. સંકલ્પ તીવ્ર હોય, અને બની શકે કે પહેલી જ ઘટના તીવ્ર હોય; હચમચાવી દે તેવી; છતાં એની અસરમાં ન અવાય તો એક આત્મવિશ્વાસ જાગે કે નિમિત્તોથી અપ્રભાવિત બની શકાય. સાત ચરણો પૈકીનું પહેલું ચરણ : ‘પસંતગંભીરાયા...' સાધકની ચિત્તવૃત્તિ પ્રશાન્ત અને ગંભીર જોઈએ. ૨૦ % મોક્ષ તમારી હથેળીમાં સાધનાની સપ્તપદી ૪ ૨૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ એકાદ ક્ષણ કદાચ રાગ, દ્વેષને કારણે પરમાં જતું રહેવાય. પણ બીજી જ ક્ષણે, જાગૃતિને કારણે, ખ્યાલ આવી જાય અને પરમાંથી નીકળી જવાય... પ્રશાન્તવાહિતાની અનુભૂતિ. ગંભીરચિત્તતાની અનુભૂતિ. કો’કે કો’ક માટે કંઈક ઘસાતું કહ્યું. કદાચ એ સંભળાઈ પણ ગયું. પરંતુ સાધકના ચિત્તમાંથી એ વાત બહાર નહિ પ્રસરે. એટલું જ નહિ, જે વ્યક્તિનું કંઈક ઘસાતું સંભળાઈ ગયું છે એ વ્યક્તિ પ્રત્યે સહેજ પણ તિરસ્કાર થશે નહિ. લાગે કે આવા દોષો મેં પણ અગણિત જન્મોથી આચર્યા છે અને માટે જ તો મારું ભવભ્રમણ ચાલુ રહ્યું છે; આ સંયોગોમાં બીજાના તેવા દોષો પ્રત્યે કે એ વ્યક્તિ પ્રત્યે હીન ભાવના કઈ રીતે થઈ શકે ? ગંભીર ચિત્તવૃત્તિ હોય સાધકની. સાધકનું એક સરસ લક્ષણ અહીં મળ્યું : જેની જાગૃતિ પ્રબળ છે, તે સાધક. - સાધકને, કદાચ ક્યારેક, દુર્વિચાર આવી શકે; દુર્ભાવ તો એને ન જ સ્પર્શે. બે-પાંચ સેકન્ડ રાગ-દ્વેષમાં તણાઈ જવાયું તે દુર્વિચાર. અને મિનિટો, કલાકો સુધી એ જ પ્રવાહમાં રહેવાય તે દુભવ. પ્રશાન્તવાહિતાની આ અનુભૂતિ સ્વાનુભૂતિની ધારામાં લઈ જશે. બીજું ચરણ, તેથી, આવ્યું સાવઘયોગવિરતિ. પાપકાર્યોથી અટકી જવું, પરની ધારાથી વિમુખ બનવું. રાગ, દ્વેષ અને અહંકારમાં અગણિત જન્મોથી રહેલ વ્યક્તિત્વ પરની અનુભૂતિમાં રહેલ છે. હવે એ સ્વાનુભૂતિ ભણી ડગ માંડશે. દુર્વિચાર આવ્યો... જાગૃતિ મુખરિત બની. દુર્વિચારનો છેદ ઊડી જશે. દુર્ભાવની ઘટના તો નીપજશે જ શી રીતે ? ચિત્તમાં આવેલી પ્રશાન્તવાહિતા થશે ગંગોત્રી. જ્યાંથી સાધનાની ગંગા વહ્યા કરશે. સમભાવ અને વિભાવ આમને-સામને છે. સમભાવની અનુભૂતિ જે ક્ષણોમાં હશે, વિભાવમાં કઈ રીતે જવાશે ? પ્રમાદની ક્ષણોમાં વિભાવ સ્પર્શી જાય એવું બને; પણ જાગૃતિ આવતાં જ સમભાવની અનુભૂતિમાં જવાશે. તો, સાધક પળે પળે જાગૃત હોવો જોઈએ. પ્રશાન્તવાહિતા. એક મધુરો ઝંકાર. અદ્ભુત અનુભૂતિ. હવે પરમાં જવાનું મન નથી થતું. હિંસા આદિ કંઈ પણ કરવું નથી, કરાવવું નથી અને કોઈ કરતું હોય તો તેને સારું માનવું નથી. ૨૨ % મોક્ષ તમારી હથેળીમાં સાધનાની સપ્તપદી ૪ ૨૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ સમભાવ અને સાવદ્યયોગની વિરતિ (વિભાવમાં છે પાપવૃત્તિમાં ન જવું) આ બે ચરણોને પરમપાવન ‘કરેમિ ભંતે !! સૂત્રમાં પણ કેવા સરસ રીતે વણી લેવામાં આવ્યાં છે ! : ‘કરેમિ ભંતે ! સામાઇયે, સાવજ્જ જોગ પચ્ચખામિ...' હું સમભાવમાં સ્થિર થાઉં છું અને સાવદ્યયોગમાં, પાપવૃત્તિમાં ન જવાની પ્રતિજ્ઞા જડ પદાર્થોને કઈ રીતે જાણશું ? પદાર્થ પદાર્થ છે. એ સારો પણ નથી. ખરાબ પણ નથી. ઠંડી વાઈ રહી છે. હવે સફેદ શાલ સારી કે ક્રીમ કલરની સારી એવો વિકલ્પ ત્યાં હોતો નથી. ઠંડી ઊડે એવું કંઈ પણ જોઈએ... આને ઉપયોગિતાવાદ કહેવાય છે. શરીરની મર્યાદાને ઢાંકવા માટે વસ્ત્રો જોઈએ. પણ એ આવાં હોય તો સારાં અને આવાં ન હોય તો સારાં નહિ આવી વાત સાધકના મનમાં હોતી નથી. વસ્ત્ર વસ્ત્ર જ હોય છે. જ્ઞાતાભાવે. જડ પદાર્થોને માત્ર પદાર્થો તરીકે જોવા છે. તે સારા છે કે ખરાબ છે એ વિચારવું નથી. સ્વાનુભૂતિની પગથારે જ આગળ વધવું છે. ત્રીજું ચરણ છે : ‘પંચવિહાયારજાણગા...' પંચવિધ આચારની એવી જાણકારી, જે અનુભૂતિના સ્તર પર વિસ્તર્યા કરે. સાધકના સન્દર્ભમાં સમ્યગ્રજ્ઞાનાચાર એટલે જ્ઞાતાભાવ. સમ્યગદર્શનાચાર એટલે દ્રષ્ટાભાવ. સમ્યફચારિત્રાચાર એટલે ઉદાસીનભાવ. સમ્યક્તપાચાર એટલે ધ્યાન, કાયોત્સર્ગ આદિની લીનતા. સમ્યગુવીર્યાચાર એટલે આત્મશક્તિના વહેણનું સ્વ તરફ વળવું. ક્રમશ: પાંચે આચારોને આત્મસાત્ કઈ રીતે કરવા તે જોઈએ. હવે દરેક આત્માને કઈ રીતે જોઈશું ? દરેક આત્મા અનન્તગુણોથી પરિપૂર્ણ છે એ રીતે જોવું છે. અત્યાર સુધી પોતાના સિવાયના બીજાઓને સારા માનવાનું કદાચ નથી થયું. બીજાઓને સારા માનવા તે અગણિત જન્મોની ભૂલનું પ્રાયશ્ચિત્ત થશે. જ્ઞાતાભાવ. પરમપાવન દશવૈકાલિક સૂત્રમાં એક સરસ સાધના આપણને અપાઈ છે : સર્વમિત્રતાની. ભગવાન શય્યભવસૂરિ મહારાજ કહે છે : “સવમૂયuખૂબસ...' સાધક પૂછશે : ગુરુદેવ ! સર્વમિત્રતાની સાધના આપે મને આપી. એ સાધનાને ટકાવી રાખવા મારે શું કરવું જોઈએ ? ગુરુદેવ કહેશે : ‘સમું મૂયાડું પાસો...' તે સમ્યફ રીતે પ્રાણીઓને જો . અત્યાર સુધી તું બીજાઓને ત્યારે જ સારા માનતો હતો જ્યારે એ ઉપયોગી શેયોને જાણવા છતાં તેમાં રાગ, દ્વેષ આદિ ન થાય તે જ્ઞાતાભાવે. જોયોને ત્રણ વિભાગમાં વહેંચીએ : જડ, ચેતન (અન્ય), સ્વ. ૨૪ : મોક્ષ તમારી હથેળીમાં સાધનાની સપ્તપદી : ૨૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ બીજાઓ તને સારો માનતા. હવે તું એમને સમ્યક્ રીતે જો. અનંત ગુણોથી યુક્ત એ આત્માઓ છે એ રીતે તું જો. અત્યાર સુધી ભૂલ શું થયેલી ? મનુષ્યોને બે છાવણીમાં વહેંચી નખાયેલા : સારા અને ખરાબ. સારા ક્યારે ? જ્યારે તમારા અહંકારને એ થપથપાવે. ખરાબ ક્યારે ? જ્યારે એ તમારા અહંકારને ખોતરી નાખે. જ્ઞાતાભાવની ભૂમિકા પર આવેલ સાધક દરેક આત્માને એ સારા જ છે એ રીતે જોશે. દરેક આત્મા અનંતગુણોથી યુક્ત એને દેખાશે. જ્ઞાતાભાવ દ્વારા સ્વને જાણવાની પ્રક્રિયા કેવી છે ? અત્યારના આપણા સ્વરૂપમાં રહેલા દોષો પણ દેખાશે. અને આપણી ભવિષ્યની નિર્મલ ચેતનાને પણ જોઈ શકાશે. જ્ઞાતાને - જાણનારને જાણી શકાશે. જ્ઞાનસાર પ્રકરણે સરસ વિધિ આના માટે આપી છે : આત્મા આત્માને આત્મા વડે આત્માને વિષે જાણે. સાધકરૂપે પ્રતિષ્ઠિત થયેલ આત્મા પોતાના નિર્મલ સ્વરૂપને જાણે. કઈ રીતે જાણે ? આત્મા વડે. આત્માને વિષે. આત્મા વડે એટલે પોતાની જ્ઞાનશક્તિ વડે. આત્માને વિષે એટલે અનન્ત ગુણો અને પર્યાયોવાળા આત્મતત્ત્વને વિષે. ૨. આત્માત્મચેન થઈ નાનાવાત્માનમાત્રના || ૨૬ મોક્ષ તમારી હથેળીમાં જ્ઞાનાચાર પછી દર્શનાચાર. દ્રષ્ટાભાવ. ‘અધ્યાત્મ ઉપનિષદ્’ યાદ આવે : દ્રષ્ટાનું દર્શનની ક્ષણોમાં રહેવાવું તે જ મોક્ષ. અને દૃશ્યોની સાથે ચિત્તને એકાકાર કરી રાગ, દ્વેષની ક્ષણોમાં પ્રવેશવું તે સંસાર... દ્રષ્ટાભાવ. તમે દ્રષ્ટા છો. માત્ર જોનાર. ઘટના ઘટી રહી છે. તમે એને જોઈ રહ્યા છો. માત્ર જોઈ રહ્યા છો. રાગ, દ્વેષ, અહંકાર એમાં ભળતો નથી, તો દ્રષ્ટાભાવ. આઈન્સ્ટાઈન અમેરિકા ગયેલા. વૉશિંગ્ટનના ઍરપોર્ટથી વ્હાઈટ હાઉસ સુધીનો પ્રવાસ ખુલ્લી કારમાં થઈ રહ્યો છે. હજારો લોકો ફૂટપાથ પરથી અને મકાનોની અટારીઓમાંથી આઈન્સ્ટાઈનને જોઈ રહ્યા છે. પ્રેમપૂર્વક એમને હર્ષોલ્લાસથી વધાવી રહ્યા છે. જે અધિકારી આઈન્સ્ટાઈનની જોડે બેઠેલ, તેમણે કહેલું : ‘સર, આવું સન્માન કોઈ રાજનેતાને હજુ સુધી મળ્યું નથી.' આઈન્સ્ટાઈન આ ઘટનાથી સહેજે પ્રભાવિત ન થયા. તેમણે કહ્યું : ‘આ જ માર્ગ પર એક જિરાફ કે હાથી પસાર થાય તો આથી ય વધુ માણસો એને જોવા આવે...’ કેવો સરસ દ્રષ્ટાભાવ ! ૩. દ્રધ્રુવતા મુત્તિ-દૈવૈજાતનું વપ્રમ: I સાધનાની સપ્તપદી ૨૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ પાંચમે ગુણઠાણે દેશ ચારિત્ર. જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવમાં ઉદાસીનતા ભળશે. છટ્ટે ગુણઠાણે વધુ ભળશે. સાતમે એથીય વધુ. નિર્લેપતા ઘેરી ને ઘેરી બન્યા કરશે. સુભાષચન્દ્ર બોઝ એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા. એક વિરોધીએ જુનું હાથમાં લીધું અને સુભાષચન્દ્રના કપાળને તાકીને લગાવ્યું. સહેજ નિશાનચૂક થઈ. સુભાષચન્દ્રના પગ પાસે જુતું પડ્યું. કદાચ કો'ક હતપ્રભ બની જાય. પણ આ તો સુભાષ બોઝ હતા. એમણે પ્રવચન ચાલુ રાખ્યું. ધીરેથી નીચે ઝૂકીને પેલું જુનું હાથમાં લીધું અને કહ્યું : “હું પહેરું છું એ જુત્તાં કરતાં આ વધુ સારું છે. જે સજ્જને આ જૂતું ફેંક્યું છે, તેમને વિનંતી કરું કે બીજું પણ અહીં ફેંકી દે. તેમને તો આમ પણ બીજું હવે નક્કામું જ છે... હું બેઉ નવાં જુત્તાં લઈ મારાં જુત્તાં અહીં છોડીને વિદાય થઈ જાઉં.' તીર્થકર ભગવંતોની ઉદાસીન દશા ગૃહસ્થપણામાં પણ પ્રબળ હોય છે. એટલે તેઓ ચોથા ગુણઠાણે હોવા છતાં છઠ્ઠી દૃષ્ટિમાં હોય છે. અંજનશલાકાના પ્રસંગોમાં પ્રભુનો લગ્નોત્સવ અને રાજ્યાભિષેકના પ્રસંગને ઝીણવટથી જોવાય તો એ ક્ષણોમાં પણ પ્રભુના ચહેરા પરની પરમ ઉદાસીન દશા આપણને સ્પર્શી જાય. આપણે એ સમયે માત્ર પ્રભુના મુખને જ જોતા રહીએ... દ્રષ્ટાભાવ. ઘટનાને જોવાનો એક વિશિષ્ટ દૃષ્ટિકોણ... પ્રભુની કૃપાને આ રીતે ઝીલીએ... તપાચાર. તપ એટલે નિજગુણભોગ. યાદ આવે મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજ : ‘તપ તે એહિ જ આતમાં, વરતે નિજગુણ ભોગે રે...' ચારિત્ર એટલે ઉદાસીન દશા. ઉદાસીન શબ્દ બે શબ્દોના જોડાણથી બનેલ છે : ઉદ્ + આસીન. ઊંચે બેઠેલ. ઘટનાઓની નદીના પ્રવાહને ઉદાસીન દશાની ભેખડ પર બેસીને માત્ર જોવાનો છે. પ્રશમ રસની પ્રગાઢ અનુભૂતિની ક્ષણોમાં તમે હો છો નિજગુણભોગી. જ્ઞાતાભાવ, દ્રષ્ટાભાવ... પોતાના ગુણોનો ભોગ. પરના ભાગને અલવિદા. ધ્યાન અને કાયોત્સર્ગની ક્ષણોમાં હોય છે આ નિજગુણભોગ. ઉદાસીન દશા. ઘેરી અલિપ્તતા. ચોથા ગુણઠાણે જ્ઞાતાભાવદ્રષ્ટાભાવ છે. જણાય છે, જોવાય છે; થોડુંક અલિપ્ત રહેવાય છે. વીર્યાચાર. આત્મશક્તિના વહેણનું માત્ર સ્વ ભણી વહેવું તે વીર્યાચાર. ૨૮ : મોક્ષ તમારી હથેળીમાં સાધનાની સપ્તપદી જે ૨૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ મન, વચન, કાયાના યોગોને પ્રવર્તિત કરવા માટે ઉપયોગની – આત્મશક્તિની જરૂરત પડશે. અજ્ઞાનદશામાં આત્મશક્તિ મન, વચન, કાયાના અશુભ યોગોને પ્રવર્તિત કરવા માટે જ વપરાઈ. હવે એ શક્તિને પ્રભુ આજ્ઞાપાલન માટે વાપરવી છે. મન, વચન, કાયાના યોગોની પ્રભુ આજ્ઞાસમ્મત પ્રવૃત્તિ એટલે જ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ. યા તો શુભ વિચારોમાં, શુભ ભાવોમાં રહેવાય; યા તો નિર્વિકલ્પ દશામાં. યા તો નિરવદ્ય, પ્રભુસમ્મત વચનપ્રયોગ થાય અથવા તો સંપૂર્ણ મૌનમાં રહેવાય. યા તો નિરવદ્ય રીતે, પ્રભુ આજ્ઞા સમ્મત શરીરની ક્રિયાઓ થાય અથવા તો સંપૂર્ણતયા કાયગુપ્ત, કાયાથી નિશ્ચલ, અકંપ રહેવાય. તમે જાવ અને હિંસાનો વિચાર તમારો, લઈને ગયા હો તોય, અદૃશ્ય થઈ જાય. સત્ય જેમણે સિદ્ધ કર્યું હોય તે મહાપુરુષના ખંડમાં કોઈ વ્યક્તિ, જુઠું બોલવાનો વિચાર કરીને પ્રવેશે તોય, જુઠું બોલી શકે નહિ. સાધનાની ટોચ પર પહોંચેલ સાધકની સિદ્ધિનાં આ આન્દોલનો... એ આન્દોલનોથી સભર ક્ષેત્રમાં તમે પ્રવેશો અને એ આન્દોલનોની અસર તમારા પર થાય જ. સિદ્ધિ અને વિનિયોગ. સાધનાને ઘૂંટવા દ્વારા જે શક્તિ મળે તે સિદ્ધિ. સદ્ગુરુ દ્વારા મળેલી સાધનાને ઘૂંટવી છે. એ સાધના ઘૂંટાઈ ગઈ. હવે એમનો એક શબ્દ અને વિનિયોગ. એમનાં આન્દોલનો અને વિનિયોગ. રાગ અને દ્વેષમાં ઊંડે સુધી ડૂબી ગયેલ વ્યક્તિનેય ગુરુ કહે : ‘જા, તારો આ કચરો નીકળી ગયો !! માત્ર એક આ વચન. અને પેલી વ્યક્તિના રાગ-દ્વેષ શિથિલ બની જાય. સાધનાનું ચોથું ચરણ : પરોપકારમાં ઓતપ્રોતતા. ‘પરોવવારનિરયા...' પરોપકારને એક વિશેષણ અપાયું છે : એકાત્તિક. મુક્તિની દિશા તરફ નિરંતર ચાલતી યાત્રા તે એકાન્તિક પરોપકાર... પરોપકારી મુનિરાજ એવો પરોપકાર કરે છે, જે સામી વ્યક્તિને, એક પછી એક પગથિયું કુદાવી, મોક્ષ ભણી લઈ જાય. જો કે, આવો પરોપકાર વિનિયોગની કક્ષાનો હોય છે. અને વિનિયોગ સિદ્ધિને વરેલ વ્યક્તિત્વ જ કરી શકે. યોગવિંશિકા ટીકામાં સિદ્ધ વ્યક્તિત્વની સિદ્ધિની મઝાની વાત આવે છે. અહિંસાયોગ જેણે સિદ્ધ કર્યો હોય તેવા સદ્ગુરુના ખંડમાં ૪. પરે ઇનિવા--તવી રુપે નિરતા: પvrfrfr: I (પંચસૂત્ર-ટીકા) એકાન્તિક પરોપકાર. મુનિરાજ દેશના આપે, પ્રભુએ પ્રબોધેલી વાતો તમારી ભાષામાં તમને સમજાવે. આ પ્રવચન એ છે સદ્ગુરુનું થ્રોઇંગ. એવું થ્રોઇંગ, જે શ્રોતાના અસ્તિત્વ સુધી ઊતરી જાય. પ્રવચનકારનું આવું થ્રોઇંગ, પ્રક્ષેપણ અને શ્રોતાનું એ શબ્દો સાથેનું તાદાભ્ય; શું ન કરી શકે એ ? ૩૦ જ મોક્ષ તમારી હથેળીમાં સાધનાની સપ્તપદી જે ૩૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ આ સન્દર્ભમાં હું ઘણીવાર શ્રોતાઓને પૂછતો હોઉં છું : કોણ સાંભળે છે ? તમારા કાન સાંભળે છે, મન સાંભળે છે કે તમે સાંભળો છો ? પરોપકાર કરનારની બાજુ જોઈશે સાધનાની સિદ્ધિ; જેને તે બીજાને આપવા ઈચ્છે છે. પરોપકારની એ ધારાને ઝીલનાર પાસે જોઈશે હૃદયની ભીનાશ. અહોભાવયુક્ત હૃદય. - પ્રવચનકાર મહાત્માએ ધૂંઆધાર પ્રવચનો આપ્યાં. તમારા કાનને મજા આવી. પ્રવચનકાર મહાત્માએ એવી વાતો કરી, જે તમે ક્યારેય સાંભળી નહોતી; અશ્રુતપૂર્વ; તમારા મનને ઓચ્છવ થઈ જાય. પણ આમાં તમે ક્યાં ? એ પાવન શબ્દો સાંભળતાં તમારી ચેતના એ શબ્દો સાથે એકાકાર બની રહે.. એકાન્તિક પરોપકાર થઈ રહે. પરોપકારની એકાન્તિકતાની પાછળ પરોપકાર કર્તાનો શુભ આશય છે. આશય એક જ છે : સામી વ્યક્તિનું કલ્યાણ ક્રમિકરૂપે ચાલ્યા જ કરે. આ આશયને કારણે અને તે યોગની સિદ્ધિને કારણે એમના શબ્દોમાં એવો વેગ આવશે, જે સામી વ્યક્તિમાં તે સાધનાને સ્થિર કરી આપશે. પરોપકારને એક વિશેષણ અપાયું : એકાન્તિક. બીજું અપાયું છે : આત્મત્તિક, આત્મત્તિક પરોપકાર એટલે સર્વ દુઃખોની મુક્તિ, સર્વ સુખોની પ્રાપ્તિ. એ જ જન્મમાં સિદ્ધિપદને પામનાર વ્યક્તિને બોધ આપનારે આત્મત્તિક ઉપકાર કર્યો કહેવાય. અર્જુને રાધાવેધ કરેલો. રાધા નામની લાકડાની પૂતળી સ્તંભ પર ગોળ ગોળ ફરતી હોય... પૂતળીની નીચે બે-ચાર ચક્રો આમતેમ ફરતાં હોય; કોઈ ધીમે, કોઈ ઝડપથી; એ વખતે નીચે જળકુંડમાં અર્જુને દૃષ્ટિ રાખવી છે. અને એવી એક ચોક્કસ ક્ષણ આવે જ્યારે બધાં ચક્રોને સમાન્તર પૂતળીની આંખ આવે; એ જ ક્ષણે બાણ છૂટે અને પૂતળીની આંખ વીંધાય. સદ્ગુરુનું કાર્ય અર્જુનના રાધાવેધ કરતાં અઘરું છે. પૂતળીની આસપાસ ત્રણ-ચાર ચક્રો હોય; શ્રોતાના જે ભીતરી મનને સદ્દગુરુએ વીંધવું છે, ત્યાં શબ્દબાણ પહોંચાડતાં પહેલાં કેટલાં ચક્ર વીંધવાં પડે ? કૉન્સ્ટર માઈન્ડ, સબ કૉન્સ્ટર માઈન્ડ... આ અને આવાં કેટલાંય ચક્રોને સમાન્તર ભીતરી મન આવે અને ત્યારે શબ્દબાણ એ જ ક્ષણે છૂટે અને મનોવેધ થઈ રહે. પરોપકાર એકાન્તિક. પરોપકાર આત્મત્તિક. શબ્દબ્રહ્મ સાથેનું થતું જોડાણ પરબ્રહ્મને પ્રાપ્ત કરાવી આપે. ‘જ્ઞાનસાર” યાદ આવે : શબ્દબ્રહ્મને પૂર્ણતયા પામીને મુનિ સ્વસંવેદ્ય પરબ્રહ્મને પામે છે." ५. अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः । સ્વસેવે પર EITનાયત | - રાનસાર ૩૨ ; મોક્ષ તમારી હથેળીમાં સાધનાની સપ્તપદી છેક ૩૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રફુલ્લ પંડ્યાએ રચેલ ‘શબ્દબ્રહ્મનું ગીત’ હમણાં જ વાંચેલું : જે શબ્દ ગગનમાં ગાજે છે, એ શબ્દની પાસે પહોંચું તો, મને લાગે કે કંઈક વાત બની... જે શબ્દ ભીતરને તાગે છે, એ ભીતરમાં જો જઈ પહોંચું તો, મને લાગે કે કોઈ ઘાત ટળી... આ ભીતર મહીં જે તૂટે છે, એક એક કરીને ગ્રંથિ, જેનાં ચસકે ચસકાં ઊઠે છે, એ વાત કહોને કેમ કરું ? જે અંદર તૂટે ફૂટે છે, એ નીત નવીનની દુનિયા, એના મીઠા છે બહુ ફટકા, કહોને કેમ કરીને કહું ? જે શબ્દ આગમાં લાગે છે, એ આગની પાસે પહોંચું તો, મને લાગે કે શું ભીતરની ધૂળ પણ ખાક બની ? હવે બસ શબ્દ આંખમાં પેસીને, જો કૈંક અલૌકિક દેખાડે તો, લાગે કે કોઈ ભાત બની ! ૩૪. મોક્ષ તમારી હથેળીમાં જે શબ્દ ગગનમાં ગાજે છે, ને ડંકો જેનો વાગે છે, છે ડંકાની એ નાત નવી ! ભીતરના આકાશમાં ગુંજે છે અનાહત નાદ. ચિત્તાકાશમાં ગુંજે છે પ્રભુના મીઠા શબ્દો... એ નાદનું અનુસંધાન અને એ શબ્દોનું અનુસંધાન થાય તો લાગે કે કંઈક ઘટના ઘટી. પ્રભુના એ પ્યારા શબ્દો ભીતરી જે અવસ્થા ભણી આંગળી ચીંધણું કરે છે, તે ભીતરી અવસ્થાનો આસ્વાદ આંશિકરૂપે પણ પામું તો લાગે કે સાધનામાર્ગના અવરોધો ટળ્યા. પ્રભુના પ્યારા શબ્દો ભીતર પહોંચ્યા. ને થયો ચમત્કાર. રાગ અને દ્વેષની ગાંઠો એક એક કરીને તૂટવા લાગી. કેવો મઝાનો આ અનુભવ ! શબ્દોમાં એને કઈ રીતે કહી શકાય ? પર્યાયો સતત બદલાયા કરે છે. એ બદલાહટની - એ નિત્યનૂતનતાની દુનિયાને માત્ર જોયા કરવી, એ કેવું તો મઝાનું છે ! હું એને અનુભવું છું. પણ એને કહી શકતો નથી. પ્રભુનો શબ્દ ભીતર પહોંચીને બને છે પ્રકાશમય. જ્યોતિર્મય. હૃદયમાં શબ્દ પહોંચે અને એ જ્યોતિર્મય બને. આંખોમાં એ શબ્દ પ્રવેશે અને અલૌકિક-પારલૌકિક દશ્યો દેખાવાં લાગે. સાધનાની સપ્તપદી ૩૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ કઠોપનિષદ્રનો મન્ટો યાદ આવે : નાયમાત્મા પ્રવનેન નJ: ધયા ન વહુના કૃતેન ા ન પ્રવચન-શ્રવણ વડે આત્મા મળે, ન બુદ્ધિ વડે, ન ઘણાં શાસ્ત્રાધ્યયન વડે... આત્મોપલબ્ધિ માટે જોઈએ માત્ર અનુભૂતિ. પ્રભુના પ્યારા પ્યારા શબ્દોથી ઝંકૃત બનેલ હૃદય અને પાવન બનેલી આંખો. આંખોમાં શબ્દ પહોંચશે પ્રભુના મોહક સ્વરૂપના - રૂપના લિબાસમાં. શબ્દ ઢળશે રૂપમાં. અને એ રૂપ દેખાઈ ગયું એટલે...? પૂરું વિશ્વ બને ઝળાંહળાં. યાદ આવે સૂરદાસજી : ‘જિન આંખિન મેં નવિ રૂપ વસો, ઉન આંખિન સે અબ દેખિયો ક્યા ?” દેશ-કાળના સીમાડાને ભેદીને જર્મન કવિ રિલ્કના કંઠેથી પણ આ જ વાત પુનરુચ્ચારિત થઈ : 'Put out my eyes, and I can see you still.' (ઠારી દે તું દીપ નયનના; તવ દર્શનને કાજ, મને આ કાચ નથી કંઇ ખપના...) ‘પરોવવાનરયા...' સદ્ગુરુ ઉપદેશ આપે છે ત્યારે તેઓ શ્રોતાની ઉપાદાનશુદ્ધિને મુખ્ય ગણે છે. એ વ્યક્તિનું ઉપાદાન શુદ્ધ હશે તો તેને મારી વાત સ્વીકાર્ય બનશે. નિમિત્ત પર - પોતાની જાત પર - ભાર ન મૂકવાના કારણે ન તો તેમને ગ્લાનિ થશે કે ન અહંકાર આવશે. ઉપાદાન શુદ્ધ હતું તેનું, તો તેને મળી ગયું. ઉપાદાન શુદ્ધ નથી, તો ન મળ્યું. સામે પક્ષે, શ્રોતા સદ્દગુરુ પર - નિમિત્ત પર ભાર મૂકશે. સદ્ગુરુએ કૃપા કરીને પોતાનો અમૂલ્ય સમય મને આપ્યો. નિશ્ચય-વ્યવહારનું કેવું મઝાનું આ સામંજસ્ય ! શબ્દ અને શબ્દબ્રહ્મ. અનુભૂતિ વગરનો શબ્દ તે શબ્દ. અનુભૂતિથી સભર તે શબ્દબ્રહ્મ. અનુભૂતિ હોય છે નિર્દન્દ્ર. શબ્દો - કોરા શબ્દો દ્વોને | વિકલ્પોને સર્જે છે. જ્ઞાનસાર ભાવકને સરસ પ્રશ્ન પૂછે છે : નિર્ણન્દ્ર અનુભૂતિ વિના તમે નિર્દન્દ્ર બ્રહ્મને - આત્મસ્વરૂપને શી રીતે જાણી શકો ? વાંચન, શ્રવણ કે અનુપ્રેક્ષણ દ્વન્દો સરજશે. તમારે દ્વન્દાતીત અનુભવ ભણી જવું જ પડે. ‘પરોવવાનરયા..' સિદ્ધિ અને વિનિયોગનું મઝાનું સંગીત. ६. पश्यतु ब्रह्म निर्द्वन्द्व, निर्द्वन्द्वानुभवं विना । થે ત્રિપમી -વાંક થા મનોમી 1 જ્ઞાનસાર ૩૬ 8 મોલ તમારી હથેળીમાં સાધનાની સપ્તપદી # ૩૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ અને પંખીઓ પાસે છે. માછલી અને માખી જેવી સિદ્ધિઓનો શો મતલબ ?' ગુરુદયાળ મલ્લિકે એક સૂફી ફકીરને વિનંતી કરી : મને સિદ્ધિઓ મેળવવાનો માર્ગ બતાવો ! સૂફી ફકીરે કહ્યું : અમારા સૂફીઓમાં સિદ્ધિઓ મેળવવા માટે સેંકડો વરસોથી એક મૂળ મંત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે : ગોસબંધ, ચશ્મબંધ, લલબંધ... અર્થાત્ કાન બંધ રાખો, આંખો બંધ રાખો અને હોઠ બંધ રાખો. અંદરનો સૂક્ષ્મ ધ્વનિ સાંભળવો હોય તો કાન બંધ રાખવા, અંદરનો ઝળહળાટ જોવો હોય તો આંખો બંધ રાખવી અને શબ્દોમાં સાધ્ય અને સિદ્ધિને વેડફવાં ન હોય તો હોઠ બંધ રાખવા. જે સાધકને સ્વમાં સ્થિર થવું છે તેને અનુભવોની સ્પૃહા નથી હોતી. અભિવ્યક્તિનો મોહ નથી હોતો... સાધનાનું પાંચમું ચરણ : કમળ જેવી અસંગદશા. ‘પઉમાઈનિદંસણા.’ કમળને પંકજ કહેવાય છે. કાદવમાં (પંકમાં) ઉત્પન્ન થાય છે કમળ. પાણીમાં એ ઊછરે છે. પણ કાદવ અને પાણી બેઉનો સંગ છોડીને તે અસંગ દશામાં વિહરે છે. મુનિ કર્મરૂપી કાદવમાં ઊપજે છે. મતલબ કે કર્મના અનુસાર મનુષ્યયોનિમાં તેઓ આવ્યા. અને ભોગરૂપી જળમાં તેઓ ઊછરે છે. ઈન્દ્રિયોના ભોગો રૂપી પાણી... પરંતુ મુનિ આ બેઉથી ઉપર ઊઠી જાય છે. કર્મના ઉદયે કદાચ કુરૂપતા આદિ મળી હોય, તો તેને પણ ઓળંગી જાય છે તેઓ. અને ભોગોથી પણ ઉપર તેઓ ઊઠી જાય છે. સિદ્ધિ નિરહંકાર દશા વડે શોભે છે. રાબિયા અને હસન એક જગ્યાએ ભેગા થયા. હસને કહ્યું : ‘સામે જ તળાવ છે. ચાલો, તળાવની સપાટી પર ચટાઈ પાથરી ગોઠડી કરીએ.’ હસન પાસે પાણી પર, જમીન પર બેસાય તેવી રીતે બેસવાની વિદ્યા હતી. હકીકતમાં, પરમ ભોગ, સ્વ-ભોગ એમની પાસે જ છે ને ! રાબિયાએ કહ્યું : ‘એ કરતાં, ચાલો ને, હવામાં ઊડતાં ઊડતાં વાતો કરીએ.” રાબિયા હવામાં ઊડી શકતા. હસન ઝંખવાણા પડી ગયા. એમને હવામાં ઊડતાં આવડતું નહોતું. અસંગદશા. પરનો અસંગ બરોબર પરમનો સંગ. પરના સંગથી શું મળ્યું અને શું મળી શકે ? અત્યાર સુધી રહ્યા પરના સંગમાં. ભગવાને એક મઝાની સાધના આપી. શરીર પરનો સંગ કરે; કરી લે; મન પરમના જ સંગમાં હોય. મુનિરાજ વાપરતા હોય ત્યારે રાબિયાએ હસતાં હસતાં કહ્યું : ‘મિત્ર ! તમારી પાસે જે સિદ્ધિ છે, તે દરેક માછલી પાસે છે. મારી પાસે છે, તે માખી ૩૮ % મોક્ષ તમારી હથેળીમાં સાધનાની સપ્તપદી # ૩૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ તેમના મનમાં એક ગાથાસૂત્ર રમતું હોય છે : ‘અને બિળેદિ..' પ્રભુએ કેવી નિર્દોષ ભિક્ષાચર્યા આપી છે ! મોક્ષના સાધનરૂપ દેહનું પોષણ થાય અને વિરાધના થાય નહિ... કાયા ગોચરી વાપરતી હોય... મન હોય અસંગભાવમાં કેવી મઝા ! એક મુનિવૃન્દ વિહારયાત્રામાં હતું. સામેથી બીજું મુનિવૃન્દ આવી રહ્યું છે. ખૂબ પ્રેમથી વન્દનાદિ થયાં. એ પછી એક મુનિવરે પૂછ્યું : ‘તમે જ્યાંથી આવો છો, ત્યાં અમારે જવાનું છે. તો તમે કાલે રહેલા એ ઉપાશ્રય કેવો હતો ? ગરમીના આ દિવસોમાં હવા આવે એવો હતો કે કેમ.' પેલા મુનિવરે ઉત્તર આપતાં કહ્યું : ‘સાહેબજી, અમે તો એ ઉપાશ્રયમાં ગયા. વસતિ યાચી. કાજો લીધો. સૂત્ર પોરિસી, અર્થ પોરિસી, દર્શન, ગોચરી, પ્રતિલેખન, સ્વાધ્યાય કર્યા. સાહેબજી ! તે ઉપાશ્રયમાં બારીઓ આદિ કઈ દિશામાં કે કેટલી હતી, તેનો બિલકુલ ખ્યાલ નથી. હા, સ્વાધ્યાય સમી સાંજ સુધી થઈ શક્યો'તો, એટલે પ્રકાશ આવતો'તો...' શરીરના સંગથી કેવી આ પર દશા ! અને તો જ સાધનાનો આનંદ માણી શકાય ને ! ૪૦ મોક્ષ તમારી હથેળીમાં પૂજ્યપાદ દાદાગુરુદેવ સંઘસ્થવિર આચાર્ય ભગવંત સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય હતા પૂજ્યપાદ મેઘસૂરીશ્વરજી મહારાજ. મેઘવિજય મહારાજની દીક્ષા પછીનું પ્રથમ ચાતુર્માસ રતલામમાં. ગુરુદેવે તેમને પૂરા દિવસનો સાધનાક્રમ ગોઠવી આપેલો... ગુરુદત્ત સાધનાક્રમાનુસાર તેઓશ્રી સવારે આવશ્યક ક્રિયા કરી સૂત્ર પોરિસી, અર્થ પોરિસી કરતા. મધ્યાહ્ને પ્રભુદર્શન. એકાસણું, પ્રતિલેખન. ફરી સાંજ સુધી સ્વાધ્યાય. તેમના સ્વાધ્યાય માટેની જગ્યા પણ ગુરુદેવે નક્કી કરી આપેલી. પૂ. મેઘવિજય મહારાજ મધ્યાહૂને દેરાસરે જાય ત્યારે ત્યાં લગભગ કોઈ ન હોય. સાંજે પ્રતિક્રમણ સમયે ઉપાશ્રયમાં અંધારું હોય... મઝાની ઘટના એ ઘટી કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે વિહાર સમયે ભેટ બાંધીને તેઓ નીકળ્યા ત્યારે લોકો એકબીજાને પૂછવા લાગ્યા : આ મહાત્મા કોણ ? ચાતુર્માસમાં તો એમને ક્યાંય જોયા નથી. કેવી લોકવિમુખતા ! ચાતુર્માસ કરીને એક મુનિવૃત્ત્ત શંખેશ્વર મહાતીર્થમાં આવ્યું. નૂતન મુનિરાજ એક હતા એ વૃન્દમાં. બે-ત્રણ વર્ષના દીક્ષા પર્યાયવાળા... જેમને ગોચરીએ જવાનું નહોતું. દેરાસર બાજુમાં જ હતું. શંખેશ્વર તીર્થમાં ચાતુર્માસવાળા ગામના એક ભાઈ આવેલા. તેમણે આ નૂતન મુનિરાજને જોયા. તેઓ ઓળખી ગયા. પૂછ્યું : સાધનાની સપ્તપદી ૪૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ ‘સાહેબજી, શાતામાં ?” મુનિરાજે નીચી નજરે, મુખ પર મુહપત્તી રાખી કહ્યું : “દેવગુરુપસાય...” પછી ભાઈએ પૂછ્યું : ‘સાહેબજી, મને ઓળખ્યો ?” મુનિરાજે કહ્યું : ‘ખ્યાલ નથી આવતો.’ ‘અરે, સાહેબજી, આપ ચાતુર્માસ કરીને આવ્યાને ત્યાં ઉપાશ્રયની સામે જ તો મારું ઘર હતું...” મુનિરાજને ખરેખર આ ખ્યાલ ન હતો. કેવી પરની અસંગવૃત્તિ ! તમે જોજો, નદીના પ્રવાહને. જયાં પાણી વહી રહ્યું છે ત્યાં તે એકદમ સ્વચ્છ હશે. પણ જ્યાં ખૂણો બન્યો, પાણી સ્થિર થયું; ત્યાં લીલ બાઝી જશે. વહેતા પાણી જેવી નિબંધ વિહારયાત્રા મુનિવરની છે. ‘વરતિ, વતિ...' નદીની આખરી મંજિલ સમંદર હોય છે. મુનિની સંયમયાત્રામાં ય આખરી ધ્યેય પરમચેતનામાં પોતાની ચેતનાનું નિમજ્જન હોય છે. ‘જ્ઞાનજ્ઞાળસંસાયા...' પર ભણીની આ અસંગવૃત્તિ જ સ્વની દુનિયા ભણી સાધકને મોકલી શકે. પ્રભુ જાણે કે સાધકને કહી રહ્યા છે કે, બેટા ! તારી પાસે શરીર છે, મોટું પુદ્ગલ છે; એટલે ખોરાક અને વસ્ત્રનાં પુગલોનો તને ખપ પડશે... બેટા ! તું પુદ્ગલોનો, પરનો ઉપયોગ કરી શકે છે, પણ તું પરમાં ઉપયોગ રાખી શકતો નથી. કેવી મઝાની પ્રભુની આ શીખ ! સાધનાનું આ છઠું ચરણ. ધ્યાન અને અધ્યયનથી યુક્ત દશા. ધ્યાન એટલે સ્વની અનુભૂતિ. અને અધ્યયન એટલે સ્વને પૂરેપૂરું જાણવું તે. કાર્ય-કારણભાવની મઝાની શૃંખલા અહીં આપી. સ્વાધ્યાય તે કારણ. ધ્યાન તે કાર્ય. કારણ/સાધન વાસ્તવિકરૂપે કારણ/સાધન ક્યારે કહેવાય ? જ્યારે એ કાર્યસાધ્યની પ્રાપ્તિ કરાવી આપે. સાધનનું સાધનત્વ સાધ્યપ્રાપ્તિના સન્દર્ભમાં જ છે. તો, જેમ જેમ સ્વાધ્યાય કરીએ, સ્વાનુભૂતિ ભણી જવાનું થાય જ. એક વાત, આ સંદર્ભે, હું ઘણીવાર કહેતો હોઉં છું : અનુપ્રેક્ષા અનુભૂતિમાં પરિણમે તો જ તે સાર્થક, જે અનુપ્રેક્ષા અનુભૂતિમાં ન ‘પડમાનદ્રેસના...' કમળ જેવા અસંગ મુનિવરો. શરદઋતુના નિર્મલ જળ જેવા અસંગ મુનિવરો. પાણી નદીના બે કિનારાની વચ્ચે વહ્યા જ કરે છે... વહ્યા કરવું એ જ તો એનું જીવનવ્રત છે. ૪૨ % મોલ તમારી હથેળીમાં સાધનાની સપ્તપદી ૪૬ ૪૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ પરિણમે; તેથી, બીજાને કદાચ લાભ થઈ શકે; સાધકને પોતાને તો નહિ જ. ધ્યાન મંજિલ છે, અધ્યયન માર્ગ છે; અને એટલે પહેલાં ધ્યાન શબ્દ મુકાયો છે. એ શબ્દ એમ સૂચવે છે કે લક્ષ્યાનુસંધાન ન હોય તો યાત્રા શરૂ થઈ જ ન શકે. મંજિલની સાપેક્ષ જ માર્ગ છે ને ! ક્યાંય જેને પહોંચવું જ ન હોય, માત્ર ટહેલવું જ હોય; એને માટે કોઈ ચોક્કસ માર્ગ છે જ નહિ. પ્રભુની સાધનામાં નિશ્ચય સાધનારૂપ મંજિલ સાથે વ્યવહાર સાધનારૂપ માર્ગને વણી લેવામાં આવેલ છે. આ માટેનું પ્રસિદ્ધ સૂત્ર યાદ આવે : મહર્ષિ રામકૃષ્ણ પરમહંસ કહેતા કે દુનિયાનો નકશો કાગળ પર છાપેલ હોય. કેટલા દરિયા એમાં છે ? પણ કોઈ એ નકશાને મુઠ્ઠીમાં દબાવી જોર લગાવે તોય ટીપું પાણી નહિ પડે. કાગળના દરિયામાંથી જળબિંદુ કેમ કરી ટપકે ? એમ કોરા શબ્દોના કે કોરા વિચારોના દરિયામાંથી અનુભૂતિનું જળ શી રીતે ટપકે ? સાધકને તે શબ્દો અને વિચારો કામના છે, જેમાંથી અનુભૂતિ નીપજે. સંત કબીરજી કહે છે : “શબ્દ શબ્દ બીચ અંતરા, સાર શબ્દ ગ્રહી લેય; જો શબ્દ સાહિબ મિલે..' - એક છે સાર શબ્દ. એક છે અસાર, નિરર્થક શબ્દ, સારા શબ્દની વ્યાખ્યા શી ? મઝાની વ્યાખ્યા આવી : ‘જો શબ્દ સાહિબ મિલે...' જે શબ્દ પરમાત્મા સુધી, પરમના (સ્વના) અનુભવ સુધી લઈ જાય તે જ સાર શબ્દ. નિશ્ચયદેષ્ટિ હૃદયે ધરી જી, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશે જી, ભવ સમુદ્રનો પાર. ધ્યાનના લક્ષ્યાંક સાથે - નિશ્ચય સાધના સાથે સ્વાધ્યાયની વ્યવહાર સાધનાને અહીં કેવી સરસ રીતે જોડી દેવામાં આવી ! ધ્યાન એટલે સ્વમાં હોવું. being. આ સ્વસ્ચર્યની વાતને સાધનાનાં હાર્દ તરીકે સમજાવતાં મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે શ્રીપાળરાસમાં કહ્યું : આગમ નોઆગમ તણો, ભાવ તે જાણો સાચો રે, આતમભાવે થિર હોજો, પરભાવે મત રાચો રે... સાધનાની સપ્તપદી જે ૪૫ ‘જ્ઞાષ્ફયાસં યા...' ધ્યાન અને અધ્યયનથી યુક્ત આ મઝાની દશા. ૪૪ ૬ મોક્ષ તમારી હથેળીમાં Page #24 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીસ આગમ ગ્રન્થોમાં અપાયેલ જ્ઞાનનો અને પૂરી સાધનાપદ્ધતિ (નોઆગમ)નો સાર આટલો છે : આત્મભાવમાં સ્થિર થવું. પરભાવમાં જવું નહિ. ‘વિસુજ્ઞમાળમાવા...’ વિશુદ્ધચમાનભાવદશા ... ભીતરી ભાવો સતત વિશુદ્ધ થતા રહેતા હોય એવી દશા. સાધનાનું સાતમું ચરણ... પ્રશમાનુભૂતિના ગંગોત્રી બિન્દુથી નીકળેલ સાધનાની ગંગાનો પ્રવાહ સાગર-મિલનના આત્યંતિક તબક્કે આવી ગયો. પ્રશમાનુભૂતિથી શરૂ થયેલ સાધના પર-રમણતાનો ત્યાગ (સાવદ્યયોગવિરતિ), જ્ઞાતાભાવ આદિની પ્રાપ્તિ (પંચવિધ આચારનું જ્ઞાન), પરાર્થ રમણતા (પરોપકાર ઓતપ્રોતતા), કમળ જેવી અસંગદશા (પદ્મ જેવી અસંગતા), ધ્યાન અને અધ્યયનની પ્રાપ્તિ દ્વારા સતત વિશુદ્ધ થયે જતી ભાવોની દશાને પામે છે. કેટલો મઝાનો આ પ્રવાહ ! ગંગોત્રી-બિન્દુ પણ મઝાનું, ગંગાના એક એક પડાવો યાત્રાસ્થળ સમ બને અને ગંગાસાગરમાં ગંગાના મિલનની ક્ષણો તો અદ્ભુતથી ય અદ્ભુત ! ૪૬ મોક્ષ તમારી હથેળીમાં ‘મધુરાધિપતેહિાં મધુરમ્' હોય તો મધુરાધિપતિ પ્રભુએ આપેલી સાધના મધુરી, મધુરી જ હોય ને ! સાધનાનું પ્રારંભબિંદુ મઝાનું. વચલા પડાવો ય મઝાના. અંતિમ બિન્દુ પણ એટલું જ મધુરું. @ ભાવોની વિશુદ્ધિનું પૃષ્ઠબળ અનુભૂતિની પ્રગાઢ થતી જતી દશા છે. પ્રશમાનુભૂતિ જેમ જેમ અભ્યસ્ત થતી જાય છે, ઘૂંટાતી જાય છે તેમ ભાવદશા નીખરતી જાય છે. ‘કરેમિ ભંતે !’ સૂત્ર દ્વારા સદ્ગુરુના શબ્દ-શક્તિપાતરૂપે મળેલ પ્રશમ અનુભૂતિમાં રૂપાન્તરિત થાય છે. અનુભૂતિનું એ ઝરણું વિશાળકાય નદીના પ્રવાહના રૂપમાં ફેરવાય છે. ઉપાદાન શુદ્ધિને કારણે આવેલી ભાવોની નિર્મલતા અહીં છે. પ્રશમની અભ્યસ્તદશાને કારણે આવેલી પરિણતિની પ્રશાન્તવાહિતા અહીં છે. હવે તો, ભાવોની આ નદી ખળખળ કરતી વહ્યા જ કરશે. શુભના ગંગોત્રી બિન્દુથી શુદ્ધના ગંગાસાગર ભણી. ... સાધનાની સપ્તપદી - ૪૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ આધારસૂત્ર होउ मे एएहिं संजोगो । होउ मे एसा सुपत्थणा । होउ मे एत्थ बहुमाणो । होउ मे इओ मोक्खबीयं । - પંચસૂત્ર, પ્રથમ સૂત્ર ૩ પ્રાર્થનાનું ઊંડાણ મને આ બધાની સાથે (અરિહંત ભગવંત, ગુરુદેવ અને કલ્યાણ મિત્રની સાથે) સંયોગ થાઓ. આ અરિહંત આદિના સંયોગ વિષયક મારી આ પ્રાર્થના સુપ્રાર્થના થાઓ. મને અહીં - અરિહંતાદિની સંયોગ વિષયક પ્રાર્થનામાં - બહુમાન થાઓ. કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરની એક પ્રાર્થના યાદ આવે : આ પ્રાર્થનાથી મને મોક્ષબીજની પ્રાપ્તિ થાઓ. અંતર ગર્વ થકી ફૂલી ઊઠે, - જ્યારે તું ગાન ગાવાનું કહે મને, બન્ને આંખો મુજ થતી છલોછલ, નિમિષ ભૂલી નીરખી રહું તને... કઠોર, કટુ છે જે મુજ પ્રાણે, પીગળી જાય અમૃતમય ગાને, ૪૮ ; મોક્ષ તમારી હથેળીમાં પ્રાર્થનાનું ઊંડાણ ૪ ૪૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ સઘળાં સાધન આરાધન મારાં, પંખી સમ ઊડવા ઝંખે... એ પ્રવાહમાં મારી સાધના પણ વહેશે. “સઘળાં સાધન આરાધન મારાં, પંખી સમ ઊડવા ઝંખે...” આ તારો જ પ્રભાવ છે, પ્રભુ ! પિપીલિકા ગતિ સાધનાની જે હતી, તે વિહંગમ ગતિમાં ફેરવાઈ છે. સાધનાની બે ગતિ છે : પિપીલિકા ગતિ અને વિહંગમ ગતિ. પિપીલિકા એટલે કીડી... સાધના મન્થર ગતિએ, ધીમે ધીમે ચાલતી હોય ત્યારે એને પિપીલિકા ગતિ કહેવાય છે. અને જ્યારે સાધના એક પડાવેથી બીજા પડાવે કૂદે છે, ત્યારે એને વિહંગમ ગતિ કહેવામાં આવે છે. ‘સઘળાં સાધન આરાધન મારાં, પંખી સમ ઊડવા ઝંખે...' પ્રભુ ! મારે મારી સાધનામાં વેગ લાવવો છે. જોઈએ છે તારી કૃપા. તૃપ્ત થતો તું મુજ ગીતરાગે, ગીત તને વહાલાં મુજ લાગે... જાણું છું આ ગાનના જ બળે, બેસી શકું છું તવ સન્મુખે... મનથી જયાં હું પહોંચી ન શકતો, ચરણો તે ગીત થકી સ્પર્શી શકતો, સ્વરની ધૂનમાં ભૂલીને નિજને, ‘બંધુ' કહી સંબોધું પ્રભુજીને... | (અનુવાદ : પ્રસાદ બ્રહ્મભટ્ટ) પ્રાર્થના પ્રભુ કરાવે છે... (હોઉ મે એસા સુપત્થણા.) ભક્તની કેવી મઝાની આ ભક્તિ ! ભક્તિમાં હોવાની આ ક્ષણો... ‘બન્ને આંખો મુજ થતી છલોછલ...’ આંખનાં એ આંસુ જ કંઈક કહી શકે... શબ્દોમાં એ કઈ રીતે વ્યક્ત થઈ શકે ? અને એ આંસુની ધારમાં, એ ગાનના વહેવામાં કંઈક વહી જાય છે. ‘કઠોર, કટુ છે જે મુજ પ્રાણે, પીગળી જાય અમૃતમય ગાને...' વિગ. ઉત્સાહ, સાધના કરું અને ભીતરથી ઝંકાર પ્રગટે. એક એક ક્રિયા સમયે આ સાધનાત્રિપદી આપણી પાસે હોવી જોઈએ. ક્રિયા કરતાં પહેલાં ઉત્સાહ, થનગનાટ... ‘પ્રભુએ કહેલી અમૃત ક્રિયા કરવા મળશે. પ્રભુના પ્યારા શબ્દો સાંભળવા મળશે...” ક્રિયા સમયે તન્મયતા. મન પૂરેપૂરું એમાં ભળેલ હોય. ૫૦ % મોક્ષ તમારી હથેળીમાં પ્રાર્થનાનું ઊંડાણ કી ૫૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ અને તો, ક્રિયા પછી રહેશે કેફ... વાહ ! કેવો આનંદ આવી ગયો !? પ્રાર્થના...ભક્તની પ્રાર્થના છે; ‘હોય છે પર્દ સંગોળો...પ્રભુ! મને તારી જોડે અને સદ્ગુરુઓ તથા કલ્યાણ મિત્રો જોડે સંયોગ થાઓ ! ‘તૃપ્ત થતો તું મુજ ગીતરાગે, ગીત તને વહાલાં મુજ લાગે...' પ્રભુ ! આ મારી કલ્પના છે કે વાસ્તવ ? શું ખરેખર તને મારાં ગીતો ગમે છે ? નારદઋષિ જ્યારે કહે છે કે તને ભીના, ભીના શબ્દો ગમે છે ત્યારે આશ્વાસન મળે છે. ભક્તોની વાણીને એમણે ભીની, ભીની કહી છે. પ્યારું સૂત્ર ‘ભક્તિસૂત્ર’માં આવ્યું : Mવરોધરોમાન્થાશ્રમ: परस्परं लपमाना: पावयन्ति कुलानि पृथिवीं च । ગળેથી વહેતાં ડૂસકાં, નયનોથી વહેતાં નીર અને શરીરના રોમાંચ વડે ભક્તો પ્રાર્થના કરે છે. સગુયોગ. સદ્દગુરુ સમર્પણ. આર્ય સુહસ્તિસૂરિજી મહારાજના બે શિષ્યો ભિક્ષાએ નીકળેલા. એક ઘરેથી વહોરીને તેઓ બહાર નીકળ્યા અને એક ભિક્ષુકે કહ્યું : મહારાજ સાહેબ ! મને થોડુંક ખાવાનું આપો. હું ભૂખ્યો છું. મુનિવરોએ કહ્યું : ભાઈ ! અમે તો ભિક્ષા ભેગી કરનાર છીએ. આ ભિક્ષા પર અધિકાર અમારા ગુરુદેવનો છે. ભિક્ષુક ઉપાશ્રય આવ્યો. ગુરુદેવને વિનંતી કરી : મને ખાવાનું આપો ? ગુરુદેવે જ્ઞાનથી જોયું : ઓહ ! આ તો ભવિષ્યનો, આવતા જન્મનો સમ્રાટ સંપ્રતિ ! આ પ્રાર્થના ભક્તને પરમ સમીપે પહોંચાડે છે. પ્રાર્થના પ્રભુનાં ચરણોમાં ભક્તને બેસાડે છે. ‘મનથી જ્યાં હું પહોંચી ન શકતો, ચરણો તે ગીત થકી સ્પર્શી શકતો...” ગુરુદેવે કહ્યું : ભોજન તને મળશે. પણ વિધિ કરવી પડશે. ભિક્ષુકે કહ્યું : વિધિ જે કરવી હોય તે કરો. મને જમવાનું આપો. ગુરુદેવે દીક્ષા આપી. વાપરવા બેસાડ્યા ભિક્ષુક મુનિરાજને. અનેક શિષ્યો હતા ગુરુદેવને. એક પણ શિષ્યને એ સવાલ નથી થયો કે આ રીતે ભિક્ષુકને દીક્ષા કેમ આપી શકાય ? સદ્ગુરુને જે ઠીક લાગે તે કરી શકે, Guru is the supreme boss. પ૨ = મોલ તમારી હથેળીમાં પ્રાર્થનાનું ઊંડાણ ૪ ૫૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ પૂરી સાધના પદ્ધતિ પર ગુરુદેવનો જ તો એકાધિકાર છે ને ! ગુરુદેવ છે, તો સાધના છે... પ્રભુએ કહેલી સાધના સદ્ગુરુદેવ દ્વારા આપણને મળે. તત્કાલીન શ્રાવકવર્ગનું સમર્પણ પણ કેવું અજોડ હતું ! એક શ્રાવકને મનમાં વિચાર નથી આવતો કે ગુરુદેવથી આવું કાર્ય કેમ કરી શકાય ? ઊલટું, સાંજે તે શ્રાવકો પ્રતિક્રમણ માટે આવ્યા અને તેમને ખ્યાલ આવ્યો કે નવા મુનિરાજને પેટમાં દુખે છે; તો તરત તેઓ તેમની સેવા માટે આવી ગયા. તેમના પગ દબાવતાં તે શ્રેષ્ઠીઓ કહે છે : સાહેબ, આપ તો બડભાગી છો કે સદ્ગુરુદેવની અમીદિષ્ટ આપના પર પડી અને આપને પ્રભુનો સાધનામાર્ગ મળી ગયો. પ્રભુનો પ્યારો વેષ મળી ગયો. આ ક્ષણોમાં નૂતન મુનિવરને પ્રભુના વેષ ૫૨ અને એ વેષના દાતા સદ્ગુરુદેવ પર બહુમાનભાવ છલકાયો. એ જ રાત્રે તેમનો કાળધર્મ થાય. બીજા જન્મમાં તેઓ સંપ્રતિ નામના રાજકુમાર થાય. નાની વયમાં તેમને સામ્રાજ્ય મળે. રથયાત્રામાં ચાલતા ગુરુદેવને સમ્રાટ સંપ્રતિ જુએ અને તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. ગુરુદેવનાં ચરણોમાં ઢળ્યા તેઓ. વિચાર આવે કે ગુરુદેવનો કેટલા કલાકનો તેમને પરિચય ? સાંજે ગુરુદેવ પ્રત્યે બહુમાનભાવ છલકાયો. રાત્રે ચિરવિદાય. ચારપાંચ કલાકનો એ પરિચય. પણ એણે મુનિરાજના અસ્તિત્વ પર ૫૪ મોક્ષ તમારી હથેળીમાં ગુરુદેવની કેવી તો છબી અંકિત કરી, કે જન્મ બદલાય છે; એ છબી એવી ને એવી રહે છે. આ છે ગુરુબહુમાન. સાધક આ લયમાં પ્રાર્થના કરે છે : “હોડ મે દિ સંગોળો...' સદ્ગુરુ આદિ સાથે મારો સંયોગ હો ! બહુમાનભાવથી ઓતપ્રોત સંયોગ. માત્ર બહારી સંયોગ નહિ. આન્તરિક સંયોગ. આ સદ્ગુરુસંયોગ માટે જ પ્રાર્થનાસૂત્ર ‘જયવીયરાય’માં ‘સુહગુરુજોગો' – સદ્ગુરુયોગની પ્રાર્થના કરાઈ છે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે ભક્તની આ પ્રાર્થના મનોવૈજ્ઞાનિક આયામવાળી છે. ભક્ત એમ નથી કહેતો કે પ્રભુ ! તું મને સદ્ગુરુ આપ ! એ કહે છે : પ્રભુ ! મને સદ્ગુરુયોગ મળવો જોઈએ. ખ્યાલ છે કે અતીતની યાત્રામાં શ્રેષ્ઠ ગુરુઓ મળ્યા હતા. કદાચ મહાન હરિભદ્રાચાર્યજી કે પૂજ્ય હીરવિજયસૂરિદાદા જેવા સદ્ગુરુનો ભેટો થયો હશે. પણ સદ્ગુરુયોગ ક્યાં હતો ? સદ્ગુરુનાં ચરણોમાં સંપૂર્ણ સમર્પણ ક્યાં હતું ? કદાચ, પોતાનું વ્યક્તિત્વ કેન્દ્રમાં હતું અને સદ્ગુરુચેતનાને પરિઘમાં રાખેલ હતા. અને ગણિતનો નિયમ છે કે પરિઘ કેન્દ્રને અનુસારે નિયુક્ત થયેલું હોય. તો, જે સદ્ગુરુને કેન્દ્રમાં મૂકવાના પ્રાર્થનાનું ઊંડાણ ૫૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ જન્મોમાં પહોંચેલા સદ્દગુરુઓ મળવા છતાં પોતાનો એમની સાથે સંબંધ-યોગ ન થયો. હતા, તેમને પરિઘમાં મુકાયા. પરિઘમાં જેણે રહેવાનું હતું તે આપણું હું કેન્દ્રમાં રહ્યું. સદ્ગુરુ હતા; પરિઘમાં હતા; સદ્ગુરુયોગ ક્યાં હતો ? કોઈ ભક્ત કહે કે અમુક ગુરુ તો મારા ગુરુ છે, બહુ સરળ છે; આપણે કહીશું તેમ તેઓ કરી દેશે... હવે એ વિધાનમાં ભાર ક્યાં મુકાયો છે? ગુરુ શબ્દ પર કે મારા શબ્દ પર ? યાદ આવે બર્ટાન્ડ રસેલ. ગાંધીજી રાઉન્ડટેબલ કોન્ફરન્સ માટે લંડન ગયેલા. એક ગાંધીભક્ત બર્ટ્રાન્ડ રસેલને પૂછ્યું : આપે ગાંધીજીને નિકટથી જોયા છે. આપને લાગ્યું હશે કે તેઓ શ્રેષ્ઠ કોટિના સંત છે. મારા ગુરુ. ભાર જયારે મારા શબ્દ પર હશે ત્યારે ગુરુ બહારી જગતમાં કેવા પ્રખ્યાત કે પ્રતિભાશાળી છે, તે જોવાશે. મારું ઘર લકઝરિયસ હોય, મારી કાર લાંબી અને દમામદાર હોય તો મારા ગુરુ કેવા હોય ? પણ જો “ગુરુ” પર ભાર મુકાશે તો...? તો, ભવોદધિતારક સદગુરુનું નામ તમને ભીંજવી જશે. બડભાગી છું કે આવા સદ્દગુરુ મને મળ્યા છે. પાપના માર્ગે, વિરાધનાના માર્ગે હું એક ડગલું ભરું એ એમનાથી સહન ન થાય. એમની કરુણા મને એ માર્ગેથી પાછો ફેરવે. રસેલ લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર હતા. વિનોદી પણ હતા. એમણે કહ્યું : ગાંધીજીને મહાત્માઓમાં બીજો ક્રમાંક જરૂર આપી શકાય. ગાંધીભક્તોને થયું કે રસેલ ખ્રિસ્તી છે. તો ઈસુખ્રિસ્તને પહેલા નંબરે મૂકે અને ગાંધીજીને બે નંબર પર મૂકે તો વાત તો સારી જ કહેવાય. પરંતુ જિજ્ઞાસા એવી વસ્તુ છે કે એમનાથી પૂછડ્યા વિના ન રહેવાયું : તો પહેલે નંબરે કોણ ? રસેલે કહ્યું : પહેલો નંબર હું મારા માટે જ રાખું છું. બીજાથી જ હું શરૂઆત કરું છું ! આપણા માટે પણ આવું જ છે ને ! આપણે આપણી જાતને પહેલા ક્રમાંક પર મૂકીશું. બીજા ક્રમાંકથી બીજાઓ માટે વિચારશું. સદ્દગુઢ્યોગ. કેન્દ્રમાં સદ્દગુરુ. પરિઘમાં ભક્ત. સાધકની આ પ્રાર્થના છે : ‘હોય હં સંગો...' ખ્યાલ છે કે પ્રાર્થના વિના, પ્રભુશક્તિ વિના પોતાના ‘હું'ને આ રીતે તિરોહિત કરવો એ શક્ય નથી. માટે જ તો અગણિત પોતે નંબર એક પર. ગુરુ કયા નંબર પર...? પર જ મોક્ષ તમારી હથેળીમાં પ્રાર્થનાનું ઊંડાણ ૪ ૫૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ ‘હોય છે પરં સંગો...’ મને સદ્ગુરુ સાથે સંયોગ થાઓ ! સદ્ગુરુ પ્રત્યેનું બહુમાન. જે ‘તન્વયનસેવા' - સદ્ગુરુવચન પાલના - માં ફેરવાશે. સદ્ગુરુવચનનો સ્વીકાર ભક્તિની મઝાની ચાદર પર થશે. એ ભક્તિમાં સદ્ગુરુની અપાર શક્તિની અનુભૂતિ હશે. સદ્ગુરુવરે કહ્યું. હવે એમની શક્તિ જ આ કાર્ય કરાવશે એમ અનુભવાશે અને તેથી તત્કાલીન પોતાની શક્તિ માટે અશક્ય જેવું કાર્ય હશે તો પણ શિષ્ય કરશે. ‘મારે ક્યાં કંઈ કરવાનું છે ? “એ” કરાવશે...’ આવી અનુભૂતિ શિષ્યની હોય છે. મારા ગુરુદેવ પૂજયપાદ ઙૐકારસૂરિ મહારાજાની દીક્ષાને ત્રણેક વર્ષ થયેલા. અને દાદાગુરુદેવ પૂજયપાદ ભદ્રસૂરિદાદાએ કહ્યું : કારવિજય ! આજે તારે પ્રવચન આપવાનું છે. ગુરુદેવે દાદાગુરુદેવની આજ્ઞા સ્વીકારી. પ્રવચન આપ્યું. પાછળથી આ ઘટનાનું વર્ણન કરતાં ગુરુદેવ કહેતા : મારે ક્યાં કંઈ બોલવાનું હતું ? ગુરુદેવ મારે કંઠેથી બોલવાના હતા ને ! શિષ્યનું સાક્ષી તરીકે પ્રગટવું; સદ્ગુરુના સાધનામાર્ગના પૂરેપૂરા કર્તુત્વની અનુભૂતિ સાથે; એ જ તો સદ્ગુયોગ છે ને ! તકલીફ ત્યારે શરૂ થાય છે જ્યારે સાક્ષી કર્તા બની જાય છે અને કર્તાને સાક્ષી તરીકે કલ્પવામાં આવે છે. અને આવું થાય છે ત્યારે શિષ્યની દેખીતી ઉચ્ચ કક્ષાની સાધના પણ પરિણામલક્ષી બની શકતી નથી. અરણિક મુનિ વેશ્યાને ત્યાંથી આવ્યા. સદ્દગુરુએ તેમના મસ્તક પર હાથ ફેરવી શક્તિપાત કર્યો અને સાધનાજગતના શિખર પર મુનિ આરૂઢ થયો. સવાલ એ થાય કે અરણિક મુનિ એ હતા. ગુરુદેવ એ હતા. શક્તિપાત પહેલાં કેમ ન થયો ? જવાબ એ મળે છે કે ગુરુદેવ તૈયાર હતા શક્તિપાત કરવા. અરણિક મુનિ તેને ઝીલવા તૈયાર નહોતા. શું હોય શક્તિપાત ઝીલવા માટેની સજજતા ? એ છે અહોભાવની તીવ્રતા. પ્રારંભિક સાધનાજીવનમાં અરણિક મુનિ માનતા હતા કે સાધના મારે કરવાની છે. ગુરુદેવ તો માત્ર સાક્ષી છે. સાધના-તપશ્ચર્યા આદિની ઈચ્છા હું કરું, ગુરુદેવની અનુમતિ લઈ તે સાધનાને હું આત્મસાત્ કરું. કેવી મોટી ભૂલ થઈ ! જે કર્યા છે સાધના જગતમાં, સદ્ગુરુ; તેમને સાક્ષી માની લેવામાં આવ્યા. જે સાક્ષી હતો, સાધક; તે કર્તા બની બેઠો ! વેશ્યાને ત્યાંથી પાછા ફર્યા પછી અરણિક મુનિને સમજાયું કે ગુરુચરણો વિના એક ક્ષણ પણ રહી શકાય નહિ. ગુરુદેવ પ્રત્યે અત્યંત બહુમાનભાવ પ્રગટ થયો. ગુરુદેવ કરાવે તો જ સાધના થઈ શકે, એમની કૃપાથી જ સાધનામાર્ગે એક ઇંચ કે એક સેન્ટિમિટર આગળ ધપી શકાય. એમની કૃપા વિના એક ડગલું પણ સાધનામાર્ગે ભરી ન ૫૮ % મોષ તમારી હથેળીમાં પ્રાર્થનાનું ઊંડાણ જ પ૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ શકાય... આ વિચારધારાએ સદ્ગુરુ પ્રત્યેનો બહુમાનભાવ વધાર્યો. શક્તિપાતને ઝીલવાની સજ્જતા આવી. સદ્ગુરુએ શક્તિપાત કરી દીધો. ‘દોડ મે પદિ સંબોો...' સરસ મઝાની પ્રાર્થનાઃ મને પરમાત્મસંયોગ મળો ! સદ્ગુરુ સંયોગ મળો ! કલ્યાણમિત્રસંયોગ મળો ! પરમાત્માની અનરાધાર કૃપાધારા સાથે સંબદ્ધ થવું તે ૫રમાત્મસંયોગ. પરમાત્માની કૃપાધારા અગણિત સમયથી વરસ્યા જ કરે છે અને છતાં આપણું અસ્તિત્વ છે કોરુંકટ. ‘લોગસ્સ’ સૂત્ર પર સ્વાધ્યાય કરતાં ઘણીવાર એક પ્રશ્ન હું પૂછતો હોઉં છું : ‘તિસ્ત્યયરા મે પક્ષીયંતુ...' (તીર્થંકર ભગવંતોનો પ્રસાદ મારા પર વરસો !) એ શ્રેષ્ઠ પ્રાર્થના છે. પણ ખરેખર આવી પ્રાર્થના કઈ રીતે કરી શકાય ? સવારના નવ વાગેલ હોય ત્યારે કોઈ એવી પ્રાર્થના ન કરે કે સૂરજ ઊગો ! ભઈલા, સૂરજ તો ક્યારનો ઊગી ગયો છે ! તેમ પ્રભુનો પ્રસાદ સતત વરસ્યા જ કરે છે, વરસ્યા જ કરે છે; તો ‘વરસો !' એવી પ્રાર્થના કેમ ? પ્રાર્થનાનું હાર્દ એવું છે કે ભક્તને પોતાને પ્રભુની કૃપાનો સ્પર્શ થતો નથી, માટે એ કહે છે કે પ્રભુ ! તારી કૃપાનો સ્પર્શ થાય એવું કંઈક કરી આપ. પ્રાર્થનાના ઉત્તરમાં પ્રભુશક્તિ ગુરુચેતનાને આપણી પાસે મોકલી આપશે અને એ ગુરુચેતના આપણા અજ્ઞાનના પડને એ રીતે દૂર કરશે કે આપણને પ્રભુની કૃપાનો સ્પર્શ થાય. ૬૦ મોક્ષ તમારી હથેળીમાં મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજની કેફિયત યાદ આવે (શ્રીપાળરાસમાં આવેલી) : માહરે તો ગુરુચરણ પસાયે, અનુભવ દિલમાંહિ પેઠો રે; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહિ, આતમતિ હુઈ બેઠો રે... એ અનુભવ તે જ કૃપાનો સ્પર્શ. આ વાતને એમણે આ રીતે મૂકી તૂઠો તૂઠો રે મુજ સાહિબ જગનો તૂઠો; એ શ્રીપાળનો રાસ કરતાં, જ્ઞાન અમૃત રસ વૂઠો રે. અનુભવ (જ્ઞાન) : ગુણોનો, અનુભવ : સ્વરૂપનો. • સદ્ગુરુનું એક વચન અસ્તિત્વના સ્તરે પહોંચી જાય તો બુદ્ધિ અને અહંકારની ધૂળ ખરી જાય. પછી અનુભૂતિ ક્યાં દૂર છે ? લીચિ સદ્ગુરુ પાસે પહેલી વાર આવ્યો. ગુરુ તો ફેઈસ રીડિંગના માસ્ટર. ચહેરો જોઈને નક્કી કર્યું કે જન્માન્તરીય વૈરાગ્યની ધારામાં ઝૂમી આવતું આ વ્યક્તિત્વ છે. વૈરાગ્યનો અંગારો ભીતર ધધકી રહ્યો છે. માત્ર જન્મ બદલાવાને કારણે થોડીક વિસ્મૃતિની રાખ એ અંગારા પર આવી ગઈ છે. એ રાખને ઉડાડવા માટે ગુરુએ ફૂંક મારવી શરૂ કરી. પૂછે છે ગુરુ : દીક્ષા ક્યારે લેવી છે ? પ્રાર્થનાનું ઊંડાણ ૬૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ લીચિ કહે છે : દીક્ષાનો વિચાર તો છે જ. પણ ક્યાં લેવી, કોની પાસે લેવી, ક્યારે લેવી એ અવઢવમાં છું. અને ગુરુએ વેગીલી ફૂંક લગાવી : વાહ ! તું ખરો માણસ છે. જે બુદ્ધિએ તને અગણિત જન્મોમાં દુર્ગતિમાં રખડાવ્યો; એ બુદ્ધિને તું પૂછે છે કે ક્યાં લેવી, ક્યારે લેવી દીક્ષા... વાહ ! બસ, રાખ ઊડી ગઈ. વૈરાગ્યનો અંગારો ધધકવા લાગ્યો. એણે કહ્યું : ગુરુદેવ ! આપને યોગ્ય લાગે ત્યારે દીક્ષા આપો... મારા તરફથી હું તૈયાર છું. ગુરુએ લીચિને દીક્ષિત કર્યો. પરમાત્મસંયોગ, સદ્ગુરુસંયોગ અને કલ્યાણમિત્રસંયોગ મને થાઓ એવી પ્રાર્થના સુપ્રાર્થના હો ! સરસ રીતે વાતને આગળ વિસ્તારવામાં આવી : સત્સંયોગની આ પ્રાર્થના શાબ્દિક ન રહેવી જોઈએ. મારું પૂરું અસ્તિત્વ એમાં ભળેલું હોય. અને ત્યારે પ્રાર્થના સુપ્રાર્થના બને. પ્રાર્થનામાં ઊંડાણ આવે છે આંસુથી અને તન્મયતાથી, તન્મયતા. દોડે છે પાર્દિ સંગોm... પ્રભુ સાથે, સદ્ગુરુ સાથે અને કલ્યાણમિત્ર સાથે મને સંયોગ હો ! કલ્યાણમિત્ર... ‘તે'મય - પ્રભુમય બની ઊઠવું. ‘હું'મયતામાંથી ‘તે'મયતા તરફ જવું.. એક ઘટના યાદ આવે છે. વિલાયત ખાનનું સંગીતના ક્ષેત્રે અણમોલ પ્રદાન છે. એમના જીવનની એક ઘટના... નાનપણમાં સંગીતજ્ઞા મા દીકરાને રીયાઝ કરવા ઉઠાડે. ગરીબી ઘરમાં ભરડો લઈ ગયેલી. શિયાળાની રાતમાં ન પૂરતું ઓઢવાનું મળ્યું હોય. સવારે ઊઠ્યા પછી ન તાપણે તાપવાનું મળે. ન સ્વેટર જેવું કંઈ પહેરવા મળે. ઠંડીમાં શરીર ધ્રૂજતું હોય અને મા એને રીયાઝ કરાવરાવે : “સા...રે..........” વિલાયત ખાન કહેતા : મા ! ઠંડીથી શરીર ધ્રૂજે છે. અત્યારે શી રીતે રીયાઝ કરું ? નથી તાપણું, નથી કંઈ ઓઢવાનું. આવી હાલતમાં કઈ રીતે રીયાઝ થાય ? જે સતત કલ્યાણમાર્ગે જ જવાની પ્રેરણા આપ્યા કરે. સૌભાગ્યથી આવા કલ્યાણમિત્રોનો સંયોગ થાય છે... કલ્યાણમિત્ર સાથે સદા મારો સંયોગ હો. होउ मे एसा सुपत्थणा । ૬૨ % મોષ તમારી હથેળીમાં પ્રાર્થનાનું ઊંડાણ જ ૬૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ મા કહેતી : બેટા ! તું સંગીતમાં ડૂબી જા. એમાં ખોવાઈ જા. તન્મય બની જા. પછી ઠંડી કેવી ? ઠંડી છે જ નહિ. અને બેટા ! તું તન્મય નહિ બને, તો સૂરો પર | સંગીત પર તારો કાબૂ કઈ રીતે આવશે ? તારે સંગીતની દુનિયામાં તારા નામને પ્રતિષ્ઠિત કરવાનું છે. માની શીખ વિલાયત ખાને સ્વીકારી. તેઓ તન્મય બની જતા. ઠંડીનું ભાન જ ન રહેતું. અને વિલાયત ખાન દિગ્ગજ સંગીતજ્ઞ છું કે તમે સ્વિચ ઑન કરો અને પંખો ફરફરી ઊઠે કે સ્વિચ ઑન કરો ને બત્તી ઝગી ઊઠે એમાં પણ પ્રતિ પ્રતિ પ્રતિ સેકન્ડ લાગતી હોય છે. પ્રાર્થના તત્સણ - on that very moment - ફળદાયિની થાય છે. ‘હોય છે સો મોવીયે...' બન્યા. આ પ્રાર્થના દ્વારા મને મોક્ષબીજ મળો. પ્રવાહથી કુશળ અનુબંધવાળું કર્મ એ મોક્ષબીજ . પ્રાર્થનામાં આવેલી તન્મયતા પ્રાર્થનાને વાસ્તવ ઘટનામાં બદલી આપે છે. એવી અનુકૂળતાઓ સાધનાયાત્રામાં આગળ ને આગળ મળતી જાય કે સાધના પુષ્ટ થતી જાય અને મોક્ષ નજીક દેખાય. સાધના જન્માન્તરીય ધારામાં આગળ ચાલે. હું સાધનાને જન્મોના ખંડ પર તરતી સાધના કહું છું. એક ઘટના યાદ આવે. આઠ વર્ષનો એક દીકરો. होउ मे एत्थ बहुमाणो । મને આ પ્રાર્થનામાં બહુમાન પ્રગટો ! પ્રાર્થનાને સુપ્રાર્થનામાં ફેરવવા માટે જરૂરી છે બહુમાન. પ્રાર્થના હું કરું એટલી જ વાર; એનું ફળ મને તરત મળવાનું જ છે... વળી પ્રાર્થનાની ક્ષણોમાં જે હૃદયની ભીનાશ હોય છે, એથી કેટલાં કર્મો ખપી જાય ! આ ભાવધારા પ્રાર્થનામાં બહુમાનભાવ પ્રગટાવે છે. બહુમાન : પ્રાર્થનાની અગાધશક્તિ પરની પૂર્ણ શ્રદ્ધા. પ્રાર્થના કેટલી તો ઝડપથી સક્રિય બને છે એની વાત કરતાં હું કહેતો હોઉં સદ્ગુરુ પાસે આવ્યો. કહે : મને દીક્ષા આપો ! સદ્દગુરુએ એના ચહેરાને જોયો. જોયું કે જન્માન્તરીય વૈરાગ્યની ધારામાં ઝૂમી આવેલું વ્યક્તિત્વ છે. પરંતુ આજુબાજુ થોડીક વ્યક્તિઓ બેઠેલી. ગુરુદેવે તેમને લાભ થાય એ માટે બાળકને પૂછ્યું : બેટા ! તને વૈરાગ્ય કેમ થયો આવો ? ૬૪ % મોલ તમારી હથેળીમાં પ્રાર્થનાનું ઊંડાણ જ ૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ બાળકે કહ્યું : ગુરુદેવ ! ગઈ કાલની જ ઘટના છે. મા રસોઈ કરતી હતી. હું એની જોડે બેસેલ. ચૂલા પર મારી નજર ગઈ. મેં જોયું કે મોટાં લાકડાં ધીરે ધીરે રાખમાં ફેરવાયાં. નાનાં લાકડાં ઝડપથી રાખમાં ફેરવાઈ ગયાં. ગુરુદેવ ! હું પણ નાનકડું લાકડું છું. મહાકાલની ભઠ્ઠીમાં ક્યારે હું ખતમ થઈ જઈશ એ ખબર નહિ પડે. ગુરુદેવ ! મને મહાકાલની ભઠ્ઠીમાંથી બહાર કાઢો ! મને દીક્ષિત કરો ! ગુરુદેવે તેને દીક્ષા આપી. પ્રાર્થનાનું કેવું તો મઝાનું ઊંડાણ આ સાધનાસૂત્રમાં આવ્યું ! પરમાત્મા, સદ્ગુરુ અને કલ્યાણમિત્ર જોડેના સંયોગની પ્રાર્થના કરી. એ પ્રાર્થનામાં અન્તસ્તર પોતાનું ભળે એ રીતે પ્રાર્થનાને વિસ્તારવામાં આવી. પ્રાર્થનાનો એ વિસ્તાર બહુમાનભાવ વડે ઊંડાણવાળો થાય માટે પ્રાર્થનામાં બહુમાનભાવની પ્રાર્થના થઈ. અને એ પ્રાર્થના વડે સાધનાયાત્રા નિરન્તર ચાલે એવી પ્રાર્થના થઈ. ... ૬૬ મોક્ષ તમારી હથેળીમાં મ આધારસૂત્ર होउ मे एसा अणुमोयणा सम्मं विहिपुव्विगा, सम्मं सुद्धासया, सम्मं पडिवत्तिरूवा सम्मं निरइयारा, परमगुणजुत्तअरहंतादिसामत्थओ | अचितसत्तिजुत्ता हि ते परमकल्लाणहेउ सत्ताणं । भगवंतो वीयरागा सव्वण्णू परमकल्लाणा - પંચસૂત્ર, પ્રથમ સૂત્ર મારી આ અનુમોદના પરમગુણયુક્ત અરિહંત પ્રભુ આદિના સામર્થ્યથી, સમ્યક્ વિધિપૂર્વક થાઓ, સમ્યક્ શુદ્ધ આશયવાળી થાઓ, સમ્યક્ પ્રતિપત્તિરૂપ થાઓ અને સમ્યક્ નિરતિચાર થાઓ... અચિત્ત્વશક્તિયુક્ત તે અરિહંત આદિ ભગવંતો વીતરાગ, સર્વજ્ઞ, પરમકલ્યાણવાળા અને જીવોના પરમ કલ્યાણના હેતુ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માએ સદ્ગુરુચેતનાને જે કાર્ય સોંપ્યું છે, એ કાર્ય સદ્ગુરુચેતનાએ કરવાનું છે. આ લયમાં હું કહેતો હોઉં છું કે પરમચેતના પરમસક્રિય. ગુરુચેતના પરમ નિષ્ક્રિય. કારણ કે ગુરુચેતનાએ પોતાની ઈચ્છાથી કંઈ કરવું નથી. પ્રભુની આજ્ઞા પ્રમાણે બધું કરવું છે. સદ્ગુરુ દાદૂ અઢી મિનિટથી દ્વારે ઊભા છે. રૈદાસની પલકો ઊચકાઈ નથી. અને કરુણામય ગુરુ ખોંખારો ખાય છે. ખોંખારાનો અવાજ. રૈદાસે પલકોને ઊંચે ઉઠાવી. જોયું : સદ્ગુરુ દ્વારે આવીને ઊભા છે. પછી તો, સોય-દોરો એક બાજુ અને જુત્તાં બીજી બાજુ. રૈદાસ સાષ્ટાંગ દંડવત્ થઈ ગુરુનાં ચરણોમાં પડ્યા. ગુરુને આસન પર બિરાજમાન કર્યા. એ સમયે, રૈદાસની આંખોમાંથી શ્રાવણભાદરવો વરસ્યાં કરે છે. ડૂસકાંમાંથી ચળાઈ આવતા એમના શબ્દો હતા : ગુરુદેવ ! હું કેવો પ્રમાદી ! તમે મારે દ્વારે આવ્યા ને મને ખ્યાલ સુદ્ધાં ન રહ્યો. આજે ગુરુને જલસો પડી ગયો. એવું નહોતું કે ગુરુ પહેલાં રૈદાસને આંગણે નહોતા આવ્યા... એવું પણ નહોતું કે રૈદાસ ગુરુના આશ્રમે ન ગયા હોય... આજે રૈદાસે ગુરુને ભીની ક્ષણો આપી. ૪ ભીનાશનો દરિયો સંત દાદૂ ભક્ત રૈદાસને આંગણે આવ્યા. પૈદાસ પોતાના કામમાં ડૂબેલા છે : જુત્તાં સાંધવાના. ખ્યાલ નથી એ ભક્તને કે સંગુરુ પોતાને દ્વારે આવીને ઊભા છે. એક મિનિટ, બે મિનિટ, અઢી મિનિટ... ગુરુ ઊભા જ છે. રૈદાસ પોતાના કાર્યમાં મગ્ન, અને છતાં, ગુરુ જતા નથી પાછા. મારા લયમાં કહું તો, ગુરુ પાછા જઈ શકતા નથી. ભીનાશ... માટીનો લોંદો ભીનો ભીનો હોય અને કુશળ કલાકારના હાથમાં એ આવે તો મઝાના શિલ્પમાં જ એ ફેરવાઈ જાય ને ! રૈદાસની ભીની ક્ષણો, ૬૮ % મોક્ષ તમારી હથેળીમાં ભીનાશનો દરિયો જ ૨૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ ગુરુનો નિપુણ હાથ, કુશળ શિલ્પ તૈયાર. અનુમોદના શબ્દ બે શબ્દોના જોડાણથી બનેલો છે : અનુ અને મોદના. અનુ એટલે પછી. મોદના એટલે હર્ષ. કોઈના મઝાના કૃત્યને જોયા પછી હૃદયમાં હર્ષના ભાવોની ભરતી ઊભરાય તે અનુમોદના. કેવી રીતે સદ્ગુરુ કામ કરે છે આપણા પર, એની ઝલક અહીં મળે છે. ગુરુએ કહ્યું : બેટા ! હું તો અઢી મિનિટથી તારે દ્વારે આવ્યો છું. તને પશ્ચાત્તાપ થાય છે કે ગુરુદેવ ક્યારના મારે આંગણે આવ્યા, ને મને ખ્યાલ સુદ્ધાં ન રહ્યો. હું તને પૂછું છું કે બેટા ! પ્રભુ તારે તારે ક્યારના આવી ઊભા છે અને તારી પ્રતીક્ષા કરી રહ્યા છે; તને ખબર છે ? હવે ચોંકવાનો વારો રૈદાસનો હતો. ‘પ્રભુ મારી પ્રતીક્ષા કરી રહ્યા છે !' એ જ ક્ષણે એ ગુરુની પાછળ પાછળ, પ્રભુને ભેટવા માટે ચાલી નીકળ્યા. અનુમોદના છે અસીમ ધર્મ. ધર્મને કરવાની એક સીમા હોય છે, ધર્મ કરાવવાની શક્તિની પણ એક સીમા હોય છે, અનુમોદના સીમાઓને પેલે પારની ઘટના છે. એક સાધક એક દિવસમાં તપ કેટલો કરી શકે ? ચઉવિહાર ઉપવાસ. સ્વાધ્યાય એક દિવસમાં એ કેટલો કરી શકે ? નવ કલાક, દશ કલાકે. એક જ્ઞાનીસાધક એક દિવસમાં પાંચ-સાત કલાક પચાસેક વિદ્યાર્થીઓને ભણાવી શકે. આ જ રીતે ચારિત્ર પાળવાની કે પળાવવાની વાત લો તો, એક દિવસમાં એક સાધક કેટલી સાધના કરી/કરાવી શકે ? ધર્મ કરવાની અને કરાવવાની વાતમાં એક સીમા આવી ગઇ. આની સામે અનુમોદનાને જુઓ તો...? એક સાધક મહાવિદેહક્ષેત્રમાં રહેલ સો ક્રોડ સાધુ ભગવંતો અને તેટલાં જ સાધ્વીજી ભગવતીઓની સંયમ-સાધનાની અનુમોદના કરી શકે. કેવો વિરાટ, અસીમ છે આ અનુમોદના ધર્મ ! ભીનાશ, જે પ્રભુનું મિલન કરાવી આપે. ભીનાશ, જે કર્મોને ખેરવી નાખે. ભીનું હૃદય, ભીની આંખો... ૭૦ % મોલ તમારી હથેળીમાં ભીનાશનો દરિયો ૬ ૭૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના ધર્મ. એ અસીમ પણ છે. અઘરો પણ. અઘરો એ સંદર્ભમાં છે કે અહીં અહંકારને તોડવાની વાત છે. પોતાના નાનામાં નાના ગુણને મોટો કરીને જોવાયો છે. પણ બીજાના મોટામાં મોટા ગુણને નજરઅંદાજ જ કર્યો છે. ‘મેં સાધના કરી...' આમાં સાધના તો બહુ નાના ફલક પર હોય છે. ‘હું'નો જ વ્યાપ મોટો રહેતો હોય છે. આપણે ત્યાં એક કહેવત છે : ‘કમાડ કરતાં ઉલાળો ભારે...’ સાધનાજગતમાં એવું જ થયું ને ! સાધના હતી બહુ નાની. પણ ‘હું’ મોટું હતું ને ! અને એ ‘હું’ની માયાજાળમાં બીજાના ગુણો દેખાયા જ નહીં. તો, અનુમોદના અઘરી જરૂર છે, પણ પ્રભુની કૃપાથી એ થશે જ. ‘પરમમુળગુત્તઞરહંતાવિસામસ્ત્યો...' આપણી તાકાત નથી કે અનુમોદનાના પ્રવાહમાં આપણે વહી શકીએ. પરંતુ પ્રભુની કૃપા હોય તો....! તો અઘરું શું છે ? કંઈ જ નહીં. ‘એ’ કરાવે તો જ કંઈક થાય; ‘હું’ કરવા જાઉં તો કંઈ ન થઈ શકે. .. અનુમોદના : ગુણદૃષ્ટિ. પ્રભુની કૃપાથી આ દષ્ટિ ઊઘડે. બીજાના ગુણો દેખાયા કરે. અને દરેક વ્યક્તિમાં ગુણવૈભવ તો હોય જ છે ને ! માત્ર એને જોવાની દૃષ્ટિ જોઈએ. પ્રભુ એ ચક્ષુ આપે ને ! ‘ચક્ષુદયાણું.' ૭૨ મોક્ષ તમારી હથેળીમાં ગુલાબને તમે જોશો ત્યારે કાંટા ય જોડે દેખાશે. બેઉનું સહચર્ય હોય છે ને ! પણ તમે એ દૃશ્યને કઇ રીતે જોશો ? ગુલાબમાં કાંટા ભોંકાઇ રહ્યા છે એવું જોશો તો તમને ગ્લાનિ થશે. પણ કાંટામાં ગુલાબ કેવું મઝાનું ખીલ્યું છે એવું જોશો તો...? તો પ્રસન્નતા થશે. બીજા સાધકમાં રહેલ ગુણો કઈ રીતે જોઈ શકાય એની મઝાની ઘટના યાદ આવે છે. મુંબઈમાં એક સાધકે સોળભત્તું કરેલ. પર્યુષણના પારણાના દિવસે તેનું પારણું હતું. આમંત્રણ પત્રિકા સંબંધીઓને પહોંચી. એક સંબંધી ઉત્તર ગુજરાતના એક શહેરમાં હતા. પત્રિકા મળી, પણ ત્યાં મહાત્મા ચાતુર્માસાર્થે બિરાજમાન. અને પર્યુષણ પછીય રથયાત્રા, તપસ્વી બહુમાન આદિ કાર્યક્રમો હતા. એ ભાઇએ વિચાર્યું કે અઠવાડિયા પછી મુંબઈ જવાનું છે ત્યારે તપસ્વીની શાતા પૂછતો આવીશ. મુંબઈ જવાનું થયું. તપસ્વીને ત્યાં પહોંચતાં રાતના દશ વાગી ગયા. પેલા ભાઇ તો પારણા પછી ઑફિસે જતા થઇ ગયેલા. ને રાત્રે પોણા દશે આવી ડાઇનિંગ ટેબલ પર બેસી ભાખરી-શાક ખાઇ રહ્યા હતા. અને પેલા ભાઇ શાતા પૂછવા આવ્યા. એમને આ દૃશ્ય જોતાં કેવી ભાવાનુભૂતિ થઇ એ પછી કહું; સામાન્યતયા કયો વિચાર આવે ? કદાચ એ વિચાર આવે કે લો, આ સોળભત્તું કર્યું કે લજવ્યું ? સવારે નાસ્તો કર્યો હશે. બપોરે ટિફિનના રોટલી-શાક ખાધા હશે. ભીનાશનો દરિયો ૭૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ પછી ચા પીધી હશે. ફુટ્સ કે જ્યુસ લીધેલ હશે. અને તોય રાત્રે ભૂખ્યો ડાંસ થઇ ગયો કે રાત્રે દશ વાગ્યે ખાવા બેસી ગયો ? ભાઇ, તેં સોળભળું કરીને શું કર્યું ? આ ગુલાબમાં કાંટા જોવાની વાત થઈ. પેલા ઉત્તર ગુજરાતવાસી શ્રાવકે કાંટામાં ગુલાબ જોવાનું કાર્ય કર્યું. એ તો આ દેશ્ય જોઇ આનંદવિભોર બની ગયા. લીટરલી (શબ્દશઃ), તેઓ પેલાના પગે પડ્યા. ભાવવિભોર બનીને તેમણે કહેલું : “વાહ ! ધન્ય છે પ્રભુશાસનને. ધન્ય છે ગુરુદેવના પચ્ચખાણને. અને ધન્ય છે એ પચ્ચખાણની શક્તિ ઝીલનાર તમને. તમે સોળભનું કરેલું ! વાહ ! કેવું અદ્ભુત. સવારે તમે નાસ્તો કરીને ઘરેથી ઑફિસે ગયા હશો. બપોરે ટિફિનના રોટલી-શાક તમે જમ્યા હશો. પછી ચા અને ફુટ લીધા હશે. છતાં તમારે અત્યારે જમવું પડે છે. તમારામાં કેવી શક્તિનો સંચાર થયો કે તમે સોળ સોળ દિવસના ઉપવાસ કર્યા ! ધન્ય છે તમને. ઉપવાસની ટેવવાળો મારા જેવો માણસ અઠ્ઠમ, અઠ્ઠાઇ કે સોળભજું કરી લે, પ્રભુની કૃપાથી... પણ તમે...! અદ્ભુત, અદ્ભુ ત.” બોલો, આવી રીતે કાંટામાં ગુલાબ જોઇ શકાય ને ? સાધનામાર્ગમાં એક ડગલું પણ “એ'ની કૃપા વિના શક્ય નથી. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજી મહારાજ કહે છે : ‘બવત્રસાવેનૈવામિયત પ્રપિતો મુવમ્..' સ્તવનામાં આ જ વાત મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે આવર્તિત કરી : ઈતની ભૂમિ પ્રભુ! તુમ હિ આણ્યો... આ જ લયમાં મહોપાધ્યાયજીએ કહ્યું : “તું ગતિ, તું મતિ આસરો, તું આલંબન મુજ પ્યારો રે...' સાધનામાર્ગમાં ગતિ પ્રભુ છે. એની કૃપા વિના એક ડગલું પણ આગળ વધી શકાતું નથી. સદ્દગુરુને પણ પ્રભુ જ તો મોકલે છે ને ! અને સદ્ગુરુનાં ચરણોમાં ઝૂકવાનું... એ કોણ કરાવશે ? ‘એ જ તો વળી ! અને એટલે તો ભક્ત પ્રભુની સમક્ષ પ્રાર્થનામાં કહે છે : સુહગુરુજોગો. સગુયોગ, પ્રભુ ! તું આપ ! પ્રભુ સદ્દગુરુ આપે. પ્રભુ સદ્દગુરુયોગ આપે. અને એ સગુરુસમર્પિતતા સાધનામાર્ગે ચલાવે. સદ્ગુરુનું માર્ગદર્શન છે સાધનામાર્ગ તરફ, સદ્ગુરુનાં ચરણોમાં સમર્પણ છે ભક્ત તરફ. હવે સાધનામાર્ગે દોડવાનું જ રહ્યું ને ! હકીકતમાં, સદ્ગુરુની કરુણા તો હંમેશા માર્ગદર્શન આપવા તૈયાર હતી જ. ભક્ત એ સ્વીકારવા તૈયાર ક્યાં હતો ? સદ્ગુરુચરણે સમર્પણ વિના સ્વીકાર કઈ રીતે થાય ? અનુમોદના ધર્મ. બહુ અઘરો છે એ : જ્યારે આપણે આપણી શક્તિથી કરવા જઈએ ત્યારે. પ્રભુની કૃપાથી જયારે એ થાય ત્યારે સરળ, સરળ છે. ૭૪ ૬ મોક્ષ તમારી હથેળીમાં ભીનાશનો દરિયો ૭૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ કઈ રીતે થાય ? પ્રભુ જ એ કાર્ય કરશે. માટે ભક્ત કહ્યું : સુહગુરુજોગો... પ્રભુ ! તું મને સદ્ગુરુનાં ચરણોમાં સમર્પિત કરી આપ ! અનુમોદના ધર્મ. કેટલા તો વ્યાપમાં ફેલાયેલી આ સાધના ! અરિહંત પ્રભુ સમવસરણમાં બેસીને દેશના આપી રહ્યા છે. ભાવક અનુમોદના કરે છે : વાહ, પ્રભુ ! તમે કેટકેટલાને તારી રહ્યા છો ! અનુમોદના અરિહંત પ્રભુના આઈજ્યની. અનુમોદના સિદ્ધ ભગવંતોની સ્વરૂપ સ્થિતિની... અમૃતવેલની સજઝાયની કડીઓ યાદ આવે : વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંયોગ રે; તેહ ગુણ તાસ અનુમોદીએ, પુણ્ય અનુબંધ શુભ યોગ રે... સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષયથકી ઊપની જેહ રે; જેહ આચાર આચાર્યનો, ચરણ-વન સીંચવા મેહ રે.. જેહ વિઝાયનો ગુણ ભલો, સૂત્ર સઝાય પરિણામ રે; સાધુની જે વળી સાધુતા, મૂલ ઉત્તર ગુણ ધામ રે... જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જેહ સમકિત સદાચાર રે; સમકિત દૃષ્ટિ સુરનર તણો, તેહ અનુમોદીએ સાર રે... અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રે; સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત-બીજ નિરધાર રે... પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવરાગ રે; ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે... (૧૬-૨૧) સમવસરણમાં આપણે સહુ જઈને આવ્યા છીએ. એ સમવસરણીય ક્ષણોને ઝંખનાના સ્તર પર આગળ લંબાવીએ ત્યારે ભક્તની મનોભાવના કેવી હોય ? વીતરાગસ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે પ્રાસાદિક વર્ણન આપ્યું છે. પ્રભુ ! સમવસરણમાં આપ બિરાજમાન હો અને પાદપીઠ પર આપનાં ચરણો પ્રસ્થાપિત થયેલ હોય. પાદપીઠ પાસે મસ્તક હોય. મારું. અને એ મસ્તક પર આપની ચરણરજ ખર્યા કરે...!! અને તમને જોઉં ત્યારે કેવો ભાવાવેશ મને થાય ? તમને જોતાં જ આંખો હર્ષાશ્રુથી ભરાઈ ઊઠે.૨ १. पादपीठलुठन्मूनि, मयि पादरजस्तव । चिरं निवसतां पुण्यपरमाणुकणोपमम् ।।२०,१॥ ૨. વજુવાર, ૪ઈવાળનત્તff:... ૨૦,રા. અનુમોદનાને ચાર વિશેષણો અપાયાં છે : સમ્યફ વિધિપૂર્વિકા, સમ્યક શુદ્ધ આશયથી યુક્તા, સમ્યફ પાલનારૂપા, સમ્યફ નિરતિચાર નિર્વાહના સ્વરૂપા... ૭૬ છેક મોટા તમારી હથેળીમાં ભીનાશનો દરિયો : ૭૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ ક્રમશઃ ચારે વિશેષણોને જોઈએ. દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ... સાધનાના માર્ગમાં મનની દોડે દોડવાનું હોય છે. મનની દોડ. અપૂર્વ ઉત્સાહ. અનુમોદના હોય વિધિપૂર્વિકા. શાસ્ત્રમાં દર્શાવેલ વિધિપૂર્વકની અનુમોદના. વિધિ આવી છે : યથાશક્તિ, સંવેગ વડે અનુમોદના કરવી. સંવેગ એટલે રાગાદિ રહિત આત્માનો શુદ્ધ પરિણામ. અને આ જ પરિણામભાવ મારે પ્રગટ કરવો છે એવા તીવ્ર અભિલાષપૂર્વકની અનુમોદના તે વિધિપૂર્વકની અનુમોદના. તીવ્ર અભિલાષા, શક્તિપૂર્વકનો સંવેગનો પરિણામ સાધકની સાધનામાં એક વેગ લાવશે. અનુમોદના હશે; સંવેગપૂર્વકની હશે; પણ એમાં તીવ્રતા નહિ ભળી હોય તો એ દૂરગામી અસર નહિ પાડી શકે. અનુમોદનાને કરણ સુધી લંબાવવી છે સાધકે. અને એ માટે વેગ જરૂરી છે. વેગ. શક્તિ મુજબ, સંવેગપૂર્વકની અનુમોદના તે વિધિપૂર્વકની અનુમોદના. શક્તિ, ફોર્સ, વેગ... અનુમોદનામાં એવો વેગ ઉમેરાશે કે શક્ય હશે ત્યાં અનુમોદના કૃત્યમાં ફેરવાશે. મુનિજીવન જોઈને તીવ્ર લયની થયેલી અનુમોદના સાધકને મુનિત્વની પગથાર સુધી પહોંચાડી દે. કદાચ ભાવમુનિત્વ સાથેનું દ્રવ્યમુનિત્વ ન મળે તોય ભાવનિર્ઝન્થત્વની ભૂમિકા સુધી તો એ પહોંચાડી જ દે.. ભાવનિર્ઝન્થત્વની વ્યાખ્યા ‘સમાધિ શતક” પ્રત્યે આ રીતે આપી : કેવલ આતમબોધ હૈ, પરમારથ શિવપંથ; તામેં જિનકું મગનતા, સો હિ ભાવનિર્ઝન્થ... પારમાર્થિક - નૈૠયિક મોક્ષમાર્ગ છે આત્માનુભૂતિ. તેમાં જે સાધક ડૂળ્યો, તે ભાવનિર્ઝન્થ. અનુમોદના સાધકને કેટલો તો ઊંચકે છે ! બંદૂકની ગોળી કોઈના હાથમાં હોય અને તે ભીંતને અડકાડે તો પ્લાસ્ટર પણ કદાચ ન ખરે. પણ એ જ ગોળી બંદૂકમાં ભરી એને છોડવામાં આવે તો...? તો એ ભીંતમાં કાણું પાડી દે. સાધનામાં લાવવાના વેગની ચર્ચા પૂજયપાદ આનંદઘનજી મહારાજે પંદરમા સ્તવનમાં કરી : ૩. વિગરે નહીસી સેમિ સુવર્ડ - પંચસૂત્ર, પ્રથમ સૂત્ર ૭૮ ક મોક્ષ તમારી હથેળીમાં ભીનાશનો દરિયો : ૭૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા યાચી. હિમ્મતભાઈએ કહ્યું : અરે, ભાઈ ! તમારા કારણે તો મને મોટો લાભ મળી ગયો. પૂરી રાત મારી કાયોત્સર્ગ ધ્યાનમાં વીતી... એમની આ સાધનાની વાત જાણી આપણું અસ્તિત્વ રોમાંચિત થઈ જ ઊઠે ને ! અનુમોદનાને અપાયેલ પહેલું વિશેષણ : સમ્યફ વિધિપૂર્વિકા અનુમોદના... પહેલાં વિધિના સમ્યકજ્ઞાન વિના, ગતાનુગતિક રીતે અનુમોદના કરી હોય; જે કદાચ વાચિક જ હોય; હવે અનુમોદનાને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કરવી છે. ક્યારેક, ગતાનુગતિક રીતે થતી અનુમોદના અહંકારને વધારે તેવું પણ બને. કોઈ તપસ્વીએ સરસ તપશ્ચર્યા કરી છે. એક વ્યક્તિ અનુમોદનાના લયમાં પ્રવચન કરે. પણ મનમાં એ હોય કે મારું પ્રવચન પ્રભાવશાળી લાગે લોકોને. હવે અનુમોદના કેવી કરીશું ? ઘણીવાર આવું થતું હોય છે : પ્રભુએ જે અમાપ કૃપા વરસાવી છે, તેના ઋણમાંથી મુક્ત થવા સાધક પ્રભુનાં ચરણોમાં નાનકડું સાધનાનું પુષ્પ સમર્પે છે... પણ એ સમયે પ્રભુ તરફથી એવી આનંદની વર્ષા થાય કે સાધકને થાય કે આવ્યો’તો ઋણમુક્ત થવા અને ઋણે વધી ગયું ! રાગ, દ્વેષ, અહંકારની શિથિલતા તરફ આપણને લઈ જાય તેવા ભાવના પ્રાગટ્યવાળી અને એમાં ઉમેરાતો વેગ. કોઈ સાધકની સાધના જોઈ આપણું અસ્તિત્વ હલી ઊઠે. અનુમોદનાની તીવ્રતા અને એ સાધનાનું આંશિક અનુભવન. હિમ્મતભાઈ બેડાવાળા જેવા સાધકશ્રેષ્ઠની કાયોત્સર્ગ-સાધનાનું વર્ણન સાંભળીએ અને હલી ઊઠીએ. કેવી હતી એમની સાધના ! એમના ગામ બેડાની નજીકમાં દાદાઈ તીર્થ છે. એકવાર સાંજના તેઓ ભક્તિ કરવા ગયેલા. ભક્તિ પછી એક સ્તંભની પાછળ તેઓ કાયોત્સર્ગ ધ્યાને ઊભા. અંધારું થઈ ગયેલું. પૂજારીએ આરતી ઉતારી દેરાસર માંગલિક કર્યું. એને ખ્યાલ ન આવ્યો કે હિમ્મતભાઈ દેરાસરમાં છે. સવારે પૂજારીએ દેરાસર ખોલ્યું ત્યારે એને ખ્યાલ આવ્યો કે હિમ્મતભાઈ અંદર હતા. એ ગભરાઈ ગયો. એણે એ પરમ સાધકની અનુમોદનાને અપાયેલું બીજું વિશેષણ : સમ્યફ શુદ્ધાશયા. હૃદય હોય ભીનું, ભીનું. આંખોમાં હોય હર્ષાશ્રુ. એક સત્યઘટના યાદ આવે છે. પચીસેક વર્ષનો એક યુવાન. ઘરનું માળિયું સાફ કરતાં એક ફોટો નીકળ્યો. નાનો પાંચ-છ વર્ષનો દીકરો હતો એ ફોટામાં. પણ એણે ચોળપટ્ટો પહેરેલો. કપડો ઓઢેલો. હાથમાં તરાણી અને ડાભડિયો... યુવાને એ ફોટાને જોયો. માને પૂછયું : “મા ! આ ફોટો કોનો છે ?' માએ કહ્યું : “એ તારો ફોટો છે, દીકરા ! તું પાંચ વર્ષનો હતો ત્યારથી તારા હૃદયમાં વૈરાગ્યની ભરતી એવી તો ઊઠતી કે ૮૦ % મોક્ષ તમારી હથેળીમાં ભીનાશનો દરિયો જ ૮૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ ન પૂછો વાત. તું કહેતો : મા ! મારે દીક્ષા લેવી છે. અને એકવાર તે સામાયિકની ધોતીને ચોળપટ્ટાની જેમ, ખેસને કપડાની જેમ ઓઢેલ. તરાણી-ડાભડિયો ઘરમાં હતો જ. અને તું મહારાજ સાહેબની જેમ રસોડા પાસે આવ્યો. અને ધર્મલાભ કહી ઊભો રહેલ. તે વખતે કોઈએ તારો ફોટો પાડી દીધેલ...” બોલતાં માની આંખમાં આંસુ આવ્યાં. યુવાને પૂછ્યું : “મા ! તો પછી મારી દીક્ષા કેમ ન થઈ ?” માની આંખો વહેવા લાગી. ‘બેટા ! તું તૈયાર જ હતો. મારો મોહ આડે આવી ગયો... મેં એ વખતે તને કોઈ ગુરુદેવ પાસે મોકલ્યો નહિ. બેટા ! ભૂલ મારી છે. નહિતર, તું જૈનશાસનના જ્યોતિર્ધરા શ્રમણ તરીકે આજે સોહતો હોત...' દીક્ષા થઈ ઠાઠમાઠથી. દીક્ષા પછીનું ગુરુમહારાજ સાથેનું બાળમુનિનું ચાતુર્માસ પાલીતાણામાં નિશ્ચિત થયું. મને થયું કે હું પણ ચાતુર્માસ પાલીતાણા કરું. જેથી મારા બાળમુનિને ચાર મહિના સુધી હું જોઈ શકું. ચોમાસું શરૂ થયું. માએ પણ ગુરુદેવ હતા એ જ ધર્મશાળામાં એક રૂમ લીધી. શત્રુંજય તીર્થમાં પ્રભુની ભક્તિ, ગુરુદેવોની સેવાનો લાભ મળે. સાધના આનંદપૂર્વક ચાલતી. પરંતુ, માએ જોયું કે જયારે પણ તે ગુરુદેવને ઉપાશ્રયમાં વન્દન કરવા જાય. બાળમુનિ ક્યારેક કોઈની સાથે વાતો કરતા હોય.. કાં તો બીજું કંઈક કરતા હોય... એણે પુસ્તક લઈને વાંચતાં કે ગોખતાં બાળમુનિરાજને જોયા નહિ. એને ચિંતા થઈ. મેં મારો દીકરો પ્રભુશાસનને સમર્પિત કર્યો છે; પ્રભુશાસનની સેવા માટે. એ બાળમુનિ અભ્યાસ ન કરે તો ચાલે કેમ ? એણે ત્યાં જ નિયમ લીધો : જ્યાં સુધી બાળમુનિ ત્રણ હજાર નવી ગાથા કંઠસ્થ ન કરે ત્યાં સુધી મારે છ વિગઈનો ત્યાગ. બે-ત્રણ દિવસ પછી આઠમ કે ચૌદશની તિથિ હતી. બપોરે મુનિવરો એકાસણાં | આયંબિલ માટે બેઠેલ. બાળમુનિ વાપરી રહેલ. થોડીક ગોચરી ખૂટતી હતી. ગુરુદેવે બાળમુનિને કહ્યું : તમારી સંસારી માતુશ્રીની રૂમે જઈ આટલું વહોરી આવો ! માને મુખેથી આ વાત સાંભળતાં યુવાનની આંખો પણ ભીની બની... અને આ વાત વાંચતાં તમારી આંખો પણ ભીની બની હશે. માની કેવી પ્રબળ ઝંખના ! આવી જ એક માની વાત કરું. આઠ વર્ષનો એકનો એક દીકરો. ગુરુદેવના સંગમાં આવ્યો. જન્માન્તરીય વૈરાગ્યની ધારા પ્રગટ થઈ ઊઠી. માને કહ્યું : મા ! મારે દીક્ષા લેવી છે. માની આંખોમાં હર્ષાશ્રુ : મારો લાડલો પ્રભુશાસનને સમર્પિત થાય એથી વધુ મારું સદ્ભાગ્ય કયું હોઈ શકે ? બાળમુનિ વહોરવા ચાલ્યા. ૮૨ મોલ તમારી હથેળીમાં ભીનાશનો દરિયો ૮૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ બાળમુનિની આ સાધનાને જોઈ એમનું હૃદય ભીનું, ભીનું થઈ ગયું. રૂમે જઈ ધર્મલાભ કહ્યો. મા એકાસણું કરવા બેઠેલ. બધી તપેલી બાજુમાં... ‘ધર્મલાભનો અવાજ સાંભળ્યો. અરે, મારા લાડલા બાળમુનિ આજે તો વહોરવા આવ્યા છે ! કહ્યું : ‘પધારો !” બાળમુનિ બહુ જ વિચક્ષણ હતા. એક ક્ષણમાં માની થાળી પર નજર પડતાં જ ચોંક્યા. માને એકાસણું છે, તો પછી લુખ્ખી-સૂકી રોટલી કેમ ? માને પૂછે છે બાળમુનિ : ‘તમારે શું છે આજે? એકાસણું કે આયંબિલ ?' ‘એકાસણું.” તો પછી લુખ્ખી રોટલી કેમ ?” સમ્યફ શુદ્ધાશયા અનુમોદના. અનુમોદનામાં કેટલું વૈવિધ્ય આવે છે ! એક સાધક કેટલા યોગોમાં નિષ્ણાત હોય ? બે-ચાર યોગોમાં... એ સાધક બીજાઓને કેટલા યોગોમાં જોડી શકે ? નિશ્ચિતરૂપે, બે-ચાર યોગોમાં. જ્યારે અનુમોદના તમે અનેક યોગોની કરી શકો. કો'ક ભક્તની પ્રભુભક્તિની અનુમોદના... કો'ક સાધકની કાયોત્સર્ગ સાધનાની અનુમોદના. આ જ રીતે ધ્યાન, સ્વાધ્યાય, વૈયાવચ્ચ... કેટલા બધા યોગો ! આ બધા યોગોની અનુમોદના... કેટલું તો વૈવિધ્ય અનુમોદના ધર્મનું... આવી અનુમોદનાની સાધના શુદ્ધ આશયવાળી જ હોય ને ! પણ એમાં મહત્ત્વ અનુમોદકનું નહિ, તે તે મહાત્માના ગુણોનું છે. એક તત્ત્વશે કહ્યું છે : સંતોના ગુણોને જોઈ આપણે પ્રસન્ન બનીએ કે એમનાં ગુણગાન કરીને તેમાં મહત્ત્વ આપણું નથી; મહત્ત્વ એ સંતોના ગુણોનું છે. હા, બહારથી ગુણહીન જેવા દેખાતા કોઈ વ્યક્તિત્વના છૂપા ગુણોને જોઈ તમે પ્રસન્ન બનો ત્યારે તમારું મહત્ત્વ પ્રગટ થઈ શકે. માને લાગ્યું કે એમને માટે જ તો નિયમ લીધો છે. પત્તાં ખુલ્લાં કરવામાં વાંધો નથી. માએ કહ્યું : ‘તમે ત્રણ હજાર નવી ગાથા કંઠસ્થ ન કરો ત્યાં સુધી છ વિગઈનો મારે ત્યાગ છે.” બાળમુનિએ કહ્યું : “અરે, આટલી જ તો વાત છે ને !” વહોરીને તેઓ ઉપાશ્રયે ગયા. અને એ દિવસથી ધૂણી ધખાવી દીધી અભ્યાસની. રોજની ત્રણસો અને ચારસો ગાથાઓ... આઠ દિવસમાં ત્રણ હજાર ગાથા નવી કંઠસ્થ કરી લીધી. માને કહ્યું : ત્રણ હજાર ગાથા નવી પૂર્ણ થઈ. તમારો નિયમ આજે પૂર્ણ થયો. માની આંખમાં હતાં હર્ષાશ્રુ. ૮૪ જેક મોલ તમારી હથેળીમાં ભીનાશનો દરિયો ૮૫ Page #44 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ શુદ્ધાશયા અનુમોદના. અનુમોદના ધર્મ શુદ્ધ આશયથી ભરપૂર હોય જ. કારણ કે અનુમોદનાની ગંગોત્રી પોતે જ ગંગાસાગરના વિરાટ ફેલાવમાં ફેરવાઈ જતી હોય છે. તમારે માત્ર પ્રારંભ કરવાનો જ હોય છે. પછી હોય છે માત્ર બેકસીટ જર્ની. તમે અનાયાસ જ, આગળ વધ્યા કરો છો. આ વૃદ્ધિને માટે સરસ ઉપમા સૂઝે છે : ‘તેલ બિંદુ જિમ વિસ્તરે જી, જળમાંહિ ભલી રીતિ...' પાણીમાં તેલનું ટીપું પડ્યું... મઝાની એ પૃષ્ઠભૂ પર એ તેલબિંદુ વિસ્તરતું જ જાય, વિસ્તરતું જ જાય. અનુમોદના ધર્મની જળસપાટી. અનુમોદકનો નાનકડો શુભ ભાવ... હવે એ વિસ્તર્યા જ કરશે, વિસ્તર્યા જ કરશે... .. અનુમોદનાનો આ વેગ, સહજરૂપે જ કૃત્યના રૂપમાં ફેરવાય છે. જે આજ્ઞાધર્મની અનુમોદના થયેલી, એ જ આજ્ઞાધર્મ પાલનના રૂપમાં મળી જાય છે. અનુમોદના ધર્મનું આ કેવું વિરાટ દાન ! સમ્યક્ પ્રતિપત્તિરૂપા અનુમોદના... અનુમોદના ધર્મને અપાયેલ ત્રીજું વિશેષણ. માત્ર પાલના (પ્રતિપત્તિ) નહિ, સમ્યક્ પાલના. ૮૬ મોક્ષ તમારી હથેળીમાં આજ્ઞાપાલનમાં સમ્યક્ત્વ સચ્ચાઈ ક્યાંથી પ્રગટી ? અનુમોદનાની ક્ષણોમાં જે હર્ષાશ્રુની ધારા વહી; તે ધારામાં જ સાધકનું વહેવાનું થાય છે. આ વહેવાની ક્ષણો તે જ સાધનાના સમ્યક્ત્વની, સાધનાના ઊંડાણની ક્ષણો. પ્રભુએ સમવસરણમાં બેસી સાધના પ્રરૂપી. ગણધર ભગવંતોએ દ્વાદશાંગીમાં એ સાધનાને આલેખી. ગુરુપરંપરા દ્વારા એ સાધના આપણી પાસે આવી. સાધના આપનાર સદ્ગુરુ. એ સાધનાને ઘૂંટાવનાર સદ્ગુરુ. આમાં આપણું કૃત્ય કેટલું થશે ? સાધનાનું એક પૃથક્કરણ યાદ આવે : ૯૯ ટકા પ્રભુની કૃપા / સદ્ગુરુની કૃપા. એક પ્રતિશત આપણો પ્રયત્ન. આ પૃષ્ઠભૂ પર સાધનાને ઘૂંટનાર સાધકની આંખો હર્ષાશ્રુથી છલક છલક છલકાતી હશે. અનુમોદનાની ગંગા ચિત્તના બેઉ કાંઠાને સ્પર્શીને ચાલતી હશે. ‘પ્રભુની કેવી અનરાધાર કૃપા ! સદ્ગુરુની કેવી અદ્ભુત કૃપા.’ સાધના આપે ‘એ’. સાધના ઘૂંટાવે ‘એ’. ભીનાશનો દરિયો ૮૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ નદીમાં તરનારાઓનો એક અનુભવ હોય છે કે એમણે કશું કરવાનું હોતું નથી. નદીનો પ્રવાહ એમને વહાવ્યા કરે છે. અનુમોદના આ જ કામ કરે છે. યાદ આવે પ્રભુ મહાવીર દેવની અનરાધાર કૃપાવર્ષાની એક ઘટના. ચંડકૌશિક સર્પને પ્રભુએ પ્રતિબોધિત કર્યો. પ્રતિબુદ્ધ થયો એ સર્પ. હિંસાની ધારામાંથી એ અહિંસાની, પરમ અહિંસાની ધારામાં આવ્યો. પોતાની આંખોમાં રહેલ ઝેર વડે હજારોને ખતમ કરનાર એ સર્પ એવો તો અહિંસક બન્યો કે ભરવાડણો દ્વારા થયેલ દૂધ-ઘીનાં છાંટણાંની સુગંધ વડે આવેલ હજારો કીડીઓ એના શરીરે ચોટી ગઈ ત્યારે પણ એ સાપ પૂંછડી પટપટાવતો નથી કે શરીરને હલાવતો નથી; પેલી કીડીઓની રક્ષા માટે જ તો ! પ્રભુ દ્વારા મળેલ સાધનાને એણે સ્વીકારી. પછીની ઘટના અદ્ભુત છે. પ્રભુ પંદર દિવસ સુધી ત્યાં જ રોકાયા : પોતાનાં દિવ્ય આન્દોલનો વડે એની સાધના સુરક્ષિત રહે એ માટે. સર્પનું નિધન થયું, પછી પ્રભુ આગળ પધાર્યા. સાધના આપે સદ્ગુરુ. સાધનાને ઘૂંટાવે સદ્ગુરુ. સાધનાને સાધકના અસ્તિત્વ સાથે એકમેક બનાવે સદ્ગુરુ. સાધક શું કરે ? સદ્ગુરુના આ પ્રદાનને એ ઝીલે. એ ઝીલવાની ક્ષણો બને હર્ષાશ્રુથી ભીની, ભીની. સાધકનો માર્ગ છે આ ભીનાશ. પોતે વહાવેલ આંસુની ધારા એ જ છે સાધકનો માર્ગ. આંસુના પૂરમાં બસ, વહ્યા જ કરવાનું છે... અનુમોદનાની આ ધારા સાધક પાસે તો છે જ. એને સાધનાનું હાર્દ આપનાર સદ્ગુરુ પાસે પણ એ જ છે. સૂત્રોના યોગોદ્રહનની પ્રક્રિયામાં જ્યારે શિષ્ય કહે છે કે મને સૂત્ર આપો ! ત્યારે સદ્દગુરુદેવ એમ નથી કહેતા કે હું તને આ સૂત્ર આપું છું; પણ તેઓ કહે છે : “ખમાસમણાણું હત્યેણું...' ગુરુઓના (અતીતના સદ્દગુરુઓના) હાથે હું આ સૂત્ર તને આપું છું. સદ્ગુરુ કહેવા માગે છે કે ગુરુઓની પરંપરા વિના ગણધર ભગવંતે રચેલ આ સૂત્ર મારી પાસે પણ ક્યાંથી આવત ! આવી જ એક વાત પરંપરામાં છે. શિષ્ય (પાક્ષિક ખામણામાં) જ્યારે કહે છે કે, ગુરુદેવ ! આપે મને સૂત્ર, પદ આદિનું જ્ઞાન આપ્યું... હું આપનો ખૂબ ખૂબ ખૂબ આભારી છું. ત્યારે ગુરુદેવ કહે છે : “આયરિયસંતિય...' આમાં મારું પોતાનું કંઈ જ નથી. ગુરુદેવોએ મને આપેલું હું તને આપું છું. કર્તુત્વની ધારા છૂટે. અનુમોદનાની ધારામાં રહેવાનું ચાલ્યા કરે. ૮૮ % મોલ તમારી હથેળીમાં ભીનાશનો દરિયો જ ૮૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ અનુમોદનાની આ સાધના આપણા કર્તૃત્વની ધૂળને કેવી તો આસાનીથી દૂર કરી દે છે ! કર્તૃત્વની પાટીના લિસોટા પર અનુમોદનાનાં જળબિંદુઓ લાગ્યાં અને પેલા લિસોટા થયા છૂ ! સાધનાની પ્રાપ્તિના ચરણની પ્રાપ્તિ કરાવ્યા પછી અનુમોદના નિરતિચાર સાધનાની પ્રાપ્તિ કરાવે છે. સમ્યક્ નિરતિચારા અનુમોદના. ચોથું વિશેષણ અનુમોદનાનું. જાગૃતિ એટલી પ્રબળ હશે કે અતિચારો / દોષો લાગશે નહિ. આમ પણ, સાધના એટલે ક્ષણક્ષણની જાગૃતિ જ છે ને ! સાધક પાસે હોય છે આવી જાગૃતિ. પ્રમાદ કે અહંકાર આદિ કોઈ પણ દોષ લાગવાની ક્ષણની પૂર્વે જ જાગૃતિ મુખરિત બની જતી હોય છે અને નિરતિચાર સાધનાની ધારા ચાલ્યા કરે છે. ... પ્રારંભિક સાધક પાસે હોય છે સાધનાની આ ત્રિપદી : આન્તરનિરીક્ષણ, સંકલ્પ, જાગૃતિ. બની શકે કે આવેગની પળોમાં ગુસ્સો આવી ગયો કે આસક્તિ તીવ્ર બની ગઈ; રાત્રે નીરવ શાંતિની પળોમાં સાધક બેસશે ત્યારે એને પોતાની ભૂલ દેખાઈ આવશે. અને એ નક્કી કરશે કે હવે આ ભૂલની પુનરાવૃત્તિ ન થવી જોઈએ. કમ સે કમ, એક મહિના સુધી તો નહિ જ. આન્તરનિરીક્ષણની પળો પછી આવેલ આ સંકલ્પ. હવે જોઈશે જાગૃતિ. જ્યારે રાગ, દ્વેષ કે અહંકારને ઊઠવાની ક્ષણો ૯૦ મોક્ષ તમારી હથેળીમાં આવશે ત્યારે જાગૃતિ મુખરિત બની જશે : નહિ, આ નથી જ કરવાનું. સાધનામાં દીર્ઘ અભ્યાસને કારણે એક કુશળતા આવશે, જેને કારણે પણ સાધના નિરતિચાર બનશે. શિખાઉ ડ્રાઈવર અને કુશળ ડ્રાઈવર; કેટલો બધો ફરક છે ! શિખાઉ ડ્રાઈવર ઘણીવાર મુંઝાઈ પણ જાય; ક્યારેક એક્સિડેન્ટ પણ સર્જાઈ શકે; કુશળ ડ્રાઈવર માટે તો કહેવાય કે એ ગાડીને ડ્રાઈવ કરતો નથી. ગાડી આપમેળે ચાલ્યા કરે છે. એટલે જ, સાધનામાં નિરન્તર અભ્યાસ, દીર્ઘકાલ અભ્યાસ અને સત્કારપૂર્ણ અભ્યાસની વાત કરાયેલી છે. લાંબા સમયથી, વર્ષોથી સાધના ઘૂંટાયા કરાવી જોઈએ. એ પણ નિરન્તર. એટલે કે થોડા દિવસ ઘૂંટી અને થોડા દિવસ ન ટી એમ નહિ; સાતત્યપૂર્ણ અભ્યાસ જોઈએ. અને એ અભ્યાસ માત્ર કાયાના સ્તરનો અભ્યાસ એમ નહિ; હૃદયનો ભાવ એમાં ભળવો જોઈએ... અનુમોદના હોય વિધિપૂર્વિકા. અનુમોદના હોય શુદ્ધ આશયવાળી. અનુમોદના હોય અનુમોદનીય તત્ત્વની સાધનાની પ્રાપ્તિ પૂર્વકની. ૪. મેં તુ દીર્ઘાન-નૈનયં-સારાસેવિતો રતભૂમિ: । - પાતંજલ યોગસૂત્ર ભીનાશનો દરિયો ૯૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના હોય નિરતિચાર સાધનાની પ્રાપ્તિ પૂર્વકની... અનુમોદના ધર્મમાં આ ઊંડાણ આવશે પ્રભુની કૃપાથી. અચિન્યશક્તિથી યુક્ત તે ભગવંતો છે. તેઓ પરમકલ્યાણસ્વરૂપ છે. દરેક પ્રાણીઓનું કલ્યાણ તેમના પ્રભાવ વડે થાય છે... આધારસૂત્ર आणाकंखी, आणापडिच्छगे, आणाअविराहगे, आणानिष्कायगे त्ति । - પંચસૂત્ર, દ્વિતીય સૂત્ર અનુમોદનામાં વિધિ આવશે સદ્દગુરુયોગ વડે. અને સદ્દગુરુયોગ તો પ્રભુ જ આપે છે ને ! અનુમોદનામાં પવિત્ર ભાવ ભળ્યો. પવિત્ર ભાવ કોણે આપ્યો ? એક પણ સારો વિચાર, એક પણ સારો ભાવ પ્રભુની કૃપાથી જ મળે છે ને !" અનુમોદનામાં વૃત્તિને સ્તરે ઊઠેલ ઘટના પ્રવૃત્તિના સ્તરે કે નિરતિચાર પ્રવૃત્તિના સ્તરે આવે એ પણ “એ”ની કૃપાથી જ થાય ને ! આજ્ઞાકાંક્ષા, આજ્ઞાસ્વીકાર, આજ્ઞા અવિરાધન, આજ્ઞાનું ઔચિત્યપૂર્વકનું પાલન... (શ્રાવક તરીકેના સાધનાકાળમાં પણ સાધક પોતાના કલ્યાણમિત્રની આજ્ઞાને આ રીતે સ્વીકારે છે...) ૫. ભજવતપ્રસાવત્રખ્યત્વત્ યુગલ્લાવર્ચ... (લલિત વિસ્તરા પંજિકા) | ૯૨ જ મોક્ષ તમારી હથેળીમાં Page #48 -------------------------------------------------------------------------- ________________ ૫ તુમ આણા શિર ધારી, ગુરુદેવ ! સાંજના સમયે ગુરુદેવે બે શિષ્યોને કહ્યું : સવારે તમારે વૈયાવચ્ચ માટે પેલા ગામે જવાનું છે.' શિષ્યોએ ગુરુદેવના વચનનો, ઉમળકા સાથે, સ્વીકાર કર્યો. બીજી સવારે તેઓ તૈયાર થઈને આવ્યા. ગુરુદેવને તેમણે વંદના કરી અને કહ્યું : ‘ગુરુદેવ ! જઈએ અમે ?' એ સમયે ગુરુદેવે કહ્યું : ‘તમારે નથી જવાનું.' બેઉ શિષ્યો ગુરુદેવની એ આજ્ઞા સ્વીકારી પોતાના આસન પર જઈ સ્વાધ્યાયાદિ કરે છે. ૯૪ મોક્ષ તમારી હથેળીમાં બની શકે કે બીજા બે શિષ્યોને ગુરુદેવ તૈયાર થવાનું કહે અને તેમને વૈયાવચ્ચ માટે મોકલે. પેલા બે શિષ્યોને સવાલ પણ ન થાય કે પોતાને શા માટે ના પાડી અને બીજાઓને શા માટે મોકલ્યા ? ગુરુદેવની જે પણ આજ્ઞા મળે; વિચારોની ચાદર પર નહિ, પણ ગુરુદેવ પ્રત્યેના તીવ્ર બહુમાનની ચાદર પર આજ્ઞાને ઝીલે છે વિનીત શિષ્ય. વિચારોની સાથે આપણા રાગ, દ્વેષ, અહંકાર વણાયેલા છે. વિચારો આવશે ત્યારે રાગ, દ્વેષ એમની સાથે ધસી આવશે. ગુરુદેવે એક શિષ્યને કહ્યું : તારે આ મહાત્મા સાથે ચાતુર્માસ માટે આ ગામે જવાનું છે. શિષ્ય પાંચ-દશ સેકન્ડમાં પરિસ્થિતિને જોઈ લે છે : જેમની સાથે જવાનું છે એ મહાત્મા મઝાના છે. જ્યાં ચાતુર્માસ કરવા જવાનું છે એ સ્થળ સારું છે... તો કંઈ વાંધો નથી. અને એ કહે : ‘તત્તિ...’ આ‘તત્તિ’- વચન સ્વીકાર - કોની થઈ ? ગુરુદેવના વચનની કે પોતાની અનુકૂલતાની...? ગુરુદેવની આજ્ઞાનો સ્વીકાર અહીં અનુકૂલનની ચાદર પર થયો. ઈચ્છાની ગંદી ચાદર પર ગુરુઆજ્ઞાનું ફૂલ ઝીલી શકાય ખરું ? ગરબડ ક્યાં થઈ ? સાધનાના પ્રારંભિક સ્તરથી જ આજ્ઞાને ઝીલવા માટે એક વિધિ બતાવવામાં આવી છે. એ વિધિને સમુચિત રીતે પાળવામાં આવે તો આજ્ઞાધર્મનો સ્વીકાર તીવ્ર આદર અને અહોભાવની ચાદર પર થશે. .. તુમ આણા શિર ધારી, ગુરુદેવ ! ૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ કઈ છે એ વિધિ ? આજ્ઞાકાંક્ષા, આજ્ઞાસ્વીકાર, આજ્ઞાનું આરાધન (અવિરાધન) અને આજ્ઞાનું પાલન આ વિધિ છે. પહેલું ચરણ : આજ્ઞાકાંક્ષા. શ્રાવકને કલ્યાણમિત્રની આજ્ઞાની અને સાધુ ભગવંતને ગુરુદેવની આજ્ઞાની એક પ્રબળ ઝંખના હોય... ક્યારે સદ્ગુરુદેવ મને આજ્ઞા આપે ! શિષ્ય એ વખતે હોય ગુરુમુખ પ્રેક્ષી... એક પ્યાસ હોય છે સદ્ગુરુદેવની આજ્ઞાની. ક્યારે સદ્ગુરુદેવની કૃપા આજ્ઞારૂપે મારા પર વરસે ! બની શકે કે આજ્ઞા એકાદ પ્યાલો પાણી લાવવાની પણ હોય. પણ શિષ્યની દૃષ્ટિ એ વખતે હોય છે સદ્ગુરુ પર. સદ્ગુરુએ કહ્યું છે ને ! કેવો બડભાગી છું કે સદ્ગુરુદેવની આજ્ઞા મને મળી ગઈ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત ઉદયસૂરિજી મહારાજના પ્રારંભિક સાધનાકાળની એક ઘટના યાદ આવે. ગુરુદેવ, મહાશાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય નેમિસૂરીશ્વરજી મહારાજાએ એક રાત્રે પ્રતિક્રમણ પછી આરામ ફરમાવતાં શિષ્યને યાદ કર્યો. બૂમ મારી : ઉદય ! શિષ્ય માટે આવી ઘટનાઓ જીવનની અવિસ્મરણીય ઘટનાઓ હોય છે. ઉદયવિજય મહારાજ કે પાછળથી ઉદયસૂરિ મહારાજ તરીકે એમને સંબોધનાર ઘણા હતા. પરંતુ ‘ઉદય’ કહીને ગુરુદેવ વિના બીજું કોણ સંબોધી શકે ?) ૯૬ મોક્ષ તમારી હથેળીમાં પૂજ્ય ઉદયવિજય મહારાજ હાથમાં દંડાસણ લઈ પૂંજતાં પૂંજતાં ગુરુદેવ પાસે આવ્યા. અને એ વખતે ગુરુદેવ યોગનિદ્રામાં સરી ગયા. પૂરા દિવસનો શ્રમ... રાત્રે સંથારતી વખતે એકાદ વાત ઉદયવિજય મહારાજને કહેવાની યાદ આવી... ‘ઉદય !' કહીને બૂમ મારી. પણ ઉદયવિજય મહારાજ આવે એ પહેલાં તેઓ સંથારી ગયા. શિષ્યની પાસે હતી આજ્ઞા માટેની તીવ્ર ઝંખના. ગુરુદેવ મને કઈ આજ્ઞા આપવા માગતા હશે. ગુરુદેવે બોલાવ્યો ને હું ગુરુદેવ પાસે આવી ગયો. હવે તેઓશ્રી ન કહે ત્યાં સુધી પોતાના આસન પર કેમ જવાય ? રાતના નવથી સવારના ત્રણ સુધી ઉદયવિજય મહારાજ ગુરુદેવની પાટ પાસે ઊભા રહ્યા. ગુરુદેવ પાસે ઝૂકેલી મુદ્રામાં જ રહેવાય એ ખ્યાલ હતો. તેઓ છ કલાક ઝૂકેલી મુદ્રામાં ઊભા રહ્યા. સવારે ત્રણ વાગ્યે ગુરુદેવ ઊઠ્યા ત્યારે શિષ્યને એ રીતે ઊભેલ જોઈને ખ્યાલ આવેલો કે પોતે રાત્રિના પ્રારંભમાં એને બોલાવેલ. કેવી આજ્ઞાકાંક્ષા ! એ છ કલાક શું ઘૂંટાયું હશે પૂજ્ય ઉદયવિજય મહારાજના મનમાં ? ગુરુદેવશ્રી હમણાં યોગનિદ્રામાંથી ઊઠશે અને પોતાને આજ્ઞા ફરમાવશે... ગુરુદેવ તરફથી આજ્ઞા મળે એ પહેલાં શિષ્ય પાસે આ આજ્ઞાકાંક્ષાનો તબક્કો હોવો અત્યંત જરૂરી છે. આજ્ઞાકાંક્ષાની પૃષ્ઠભૂ પર આજ્ઞાસ્વીકાર કેવો સરસ સોહી રહે ! .. તુમ આણા શિર ધારી, ગુરુદેવ ! ૯૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાકાંક્ષા. આજ્ઞા માટેની ઝંખના... અહંકેન્દ્રિતતાની સામે ગુરુકેન્દ્રિતતાની પ્રતિષ્ઠા. કેવા ગુરુ ગમે તમને ? તમારા અહંકારને પંપાળે તેવા કે અહંકારને ચીરી નાખે તેવા ? મને જે પંડિતજી ‘તર્કસંગ્રહ' ગ્રન્થ ભણાવતા હતા; એમણે ગ્રન્થનો છેવટનો થોડો ભાગ બાકી રાખ્યો. કહ્યું : “શેષ શ્રીગણેશાય. બસ, હવે આગળ નહિ.” મેં પૂછ્યું : “કેમ નહિ ?” એમણે કહ્યું : ‘અમારે ત્યાં પરંપરા છે કે ગ્રન્થ પૂર્ણ નહિ કરવો. પૂર્ણ કરીએ ગ્રન્થ તો અહંકાર આવે કે આ ગ્રન્થ હું ભણી ગયો. માટે થોડોક ગ્રન્થ બાકી રાખવાનો.” કેવી મઝાની આ પરંપરા ! તમારા અહંકારને કો'ક પંપાળે; અને એ તમને ગમે; તો એમાં એ વ્યક્તિ તમને ગમી કે તમારો અહંકાર થપથપાવાયો તે ગમ્યું ? આ જ વાત સદ્ગુરુના સન્દર્ભમાં લઈએ તો, અહંકારસાપેક્ષતાથી ગુરુ ગમે છે કે અહંકારનિરપેક્ષતાથી ? ભણવાનું ખરું, પણ એનો અહંકાર ન રહે તેવી આ પરંપરા... આજ્ઞાકાંક્ષા... ઈચ્છા વિરુદ્ધ આજ્ઞાના વિજયની વાત. આજ્ઞામાં ધર્મ (બાળાપ ધમ્મો)ની સામે સૂત્ર છે ઈચ્છામાં અધર્મ (ફૂછી અધી ). શુભ ઈચ્છા શિષ્યની હોય અને છતાં સદ્ગુરુ એને તોડે એવું બને. શુભ ઈચ્છાની પાછળ રહેલા અહંકારને | આગ્રહને સદ્દગુરુ તોડતા હોય છે. એક શિષ્ય ૧00મી વર્ધમાન તપની ઓળી કરી રહેલ છે. સો આયંબિલ એના થઈ ગયા. એકસો એકમાં દિવસે ઉપવાસ થાય એટલે ઓળી પૂર્ણ થાય. બની શકે કે એકસો એકમા દિવસે ગુરુ એને ઉપવાસને બદલે એકાસણાનું પચ્ચકખાણ આપે. શિષ્ય પ્રેમથી આ એકાસણાના પચ્ચકખાણનો સ્વીકાર કરવો જોઈએ. સદ્ગુરુનો આશય એ પણ હોય કે એને ૧૦૮મી ઓળી પરિપૂર્ણ થશે, તો એને એનો અહંકાર આવશે... તો સો આયંબિલ ભલે કર્યા; એકસો એકમા દિવસે ઉપવાસ નથી કરાવવો. શુભ ઈચ્છા સદ્ગુરુનાં ચરણોમાં મૂકી શકાય. પણ આગ્રહ ન જોઈએ. વર્ધમાન તપની ઓળી કરવાની ઈચ્છા થઈ શકે. ગુરુનાં ચરણોમાં એ ઈચ્છા મૂકી શકાય... પરંતુ ગુરુદેવ ના પાડે તોય પ્રેમથી એ ‘ના’નો સ્વીકાર કરી શકાય એવી ચિત્તવૃત્તિ જોઈએ. બેંતાલીસમી ઓળી શરૂ કરવાની ભાવના થઈ. ગુરુદેવનાં ચરણોમાં એ ઈચ્છા મૂકી પણ ખરી. ગુરુદેવ ના પણ પાડી શકે. ગુરુદેવને લાગે કે એક માંદા મુનિવરની સેવા આ મુનિ જ કરી શકે તેમ છે. અને આયંબિલની ઓળી અને સેવા બેઉ તે સાથે કરી શકે તેમ નથી, તો ઓળીની ના પાડી શકે... અહીં તો આપણે પડદા પાછળની વાત જાણી કે ક્યા કારણે ગુરુદેવે ના પાડી. હકીકતમાં, શિષ્યને એ જાણવાની પણ ઇંતેજારી ન થવી જોઈએ કે કયા કારણે ગુરુદેવે ના પાડી છે. - ૯૮ ૪ મોલ તમારી હથેળીમાં તુમ આજ્ઞા શિર ધારી, ગુરુદેવ ! % ૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ એક શિષ્યને ગુરુ બોલાવે છે. શિષ્ય ગુરુનાં શ્રીચરણોમાં વન્દન કરે છે. પૂછે છે : “ભગવદ્ ! શી આજ્ઞા ? ફરમાવો !” ગુરુદેવે કહ્યું : “ગંગા નદી કઈ બાજુ વહે છે, કઈ દિશા તરફ વહે છે, તે જોઈ આવ.' શિષ્ય ‘તત્ત' કરીને ગુરુદેવનું વચન સ્વીકાર્યું. કપડોકાંબળી ઓઢી, હાથમાં દાંડો લઈ તેઓ ત્રણ-ચાર ગાઉ દૂર આવેલ ગંગા નદીના પ્રવાહ પાસે પહોંચ્યા. પા કલાક ત્યાં ઊભા રહ્યા. નદીના પ્રવાહમાં વહેતાં લાકડાં આદિ પૂર્વ દિશા ભણી વહેતા'તાં, એ પરથી નિશ્ચિત કર્યું કે ગંગાનો પ્રવાહ પૂર્વ ભણી વહે છે. બે-ચાર માણસોને પૂછીને પણ ખાતરી કરી. પાછા ફરી ઉપાશ્રયે આવ્યા. ઈરિયાવહી પડિક્કમી ગુરુદેવને વન્દન કરી તેમણે કહ્યું : “ભગવદ્ ગંગા નદી પૂર્વ ભણી વહે છે.” મુનિરાજના મનમાં એ સવાલ નહોતો થયો કે ગંગાના પ્રવાહની દિશા જાણવાનું ગુરુદેવને શું કામ પડ્યું ? વળી, લગભગ લોકોને ખ્યાલ છે કે ગંગા નદી પૂર્વ તરફ વહે છે, તો આ વાતને ચકાસાવવાની ગુરુદેવને શું જરૂર પડી ? નહિ, કોઈ પ્રશ્ન નહોતો મુનિરાજના મનમાં. નહોતો કોઈ વિચાર. સદ્દગુરુની આજ્ઞાને માત્ર ઝીલવાની ત્યાં વાત હતી. આજ્ઞાકાંક્ષાની પૃષ્ઠભૂ પર આજ્ઞાસ્વીકાર ત્યાં હતો. પડદા પાછળની વાત આપણે જાણી શકીએ છીએ. એક રાજાને સવાલ થયેલો કે અમારા કર્મચારીઓ તો અમારી આજ્ઞા સ્વીકારે. કારણ કે અમે એમને તગડો પગાર આપીએ છીએ. ગુરુના શિષ્યો આ રીતે ગુરુની આજ્ઞા કેમ ઉઠાવે ? શાસનપ્રભાવનાનું કારણ, આ ઘટનામાં, જોઈ આચાર્ય ભગવંતે કહ્યું : ‘તમારા જૂના, વિશ્વાસુ કર્મચારીને તમે એક આજ્ઞા આપો. મારા નવા શિષ્યને હું આજ્ઞા આપું. બન્નેની પાછળ તમારા જાસૂસો મૂકો.’ રાજાએ આ વાત સ્વીકારી. પોતાના વિશ્વાસુ કર્મચારીને બોલાવીને કહ્યું : “ગંગા નદી કઈ બાજુ વહે છે, તે જોઈ આવ.” પેલાએ કહ્યું : “જી. જઈ આવું.” બહાર નીકળીને એ વિચારે : ‘રાજાઓને નવરા બેઠાં તુક્કા જ સૂઝે છે ને ! બધા જાણે છે કે ગંગા નદી પૂર્વમાં વહે છે. પછી જોવાની જરૂરત જ ક્યાં છે ?” એ તો ઘરે જઈ ઊંઘી ગયો. પાંચ-છ કલાકે રાજા પાસે આવ્યો. કહે : “સાહેબ, જઈ આવ્યો. ગંગા નદી પૂર્વમાં વહે છે.’ રાજાના જાસૂસોએ પડદા પાછળની વાત રાજાને કહી. ત્યારે રાજાને જિનશાસનની આ આજ્ઞાસ્વીકારની પરંપરા પર અનહદ શ્રદ્ધા જાગી. આજ્ઞાકાંક્ષા છે મઝાની પૃષ્ઠભૂ, જે પર આજ્ઞાસ્વીકાર થાય છે. અત્યાર સુધી આજ્ઞાનો સ્વીકાર થયો હશે, પણ એની પૃષ્ઠભૂ શું ? ખ્યાલ ન આવે એ રીતે પણ પૃષ્ઠભૂ પર અહંકાર પડેલ હોય છે. ગુરુદેવ પોતાને સતત જોડે રાખે, તો શિષ્ય માટે, એ પરમ સૌભાગ્યની ઘટના છે... પણ એ સૌભાગ્યની ઘટનાને પણ ભીના ભીના હૃદયે સ્વીકારવી, એ ત્યારે બની શકે, જ્યારે આપણી બાજુ અહોભાવની ભૂમિકા હોય. ૧૦૦ % મોક્ષ તમારી હથેળીમાં તુમ આણા શિર ધારી, ગુરુદેવ ! છેક ૧૦૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ એક ગુરુદેવ એક શિષ્યને પોતાની જોડે જ રાખતા. બીજા શિષ્યોને ક્યારેક ક્યારેક કોઈ પ્રસંગે બહાર મોકલતા પણ આ શિષ્યને પોતાની જોડે જ રાખતા. એ શિષ્યે આ ઘટનાને પોતાના અહંકારની ઉત્તેજક બનાવી. એકવાર એ શિષ્ય ભક્તવૃન્દને કહેતો હોય છે : ‘ગુરુદેવની કેવી અપરંપાર કૃપા છે મારા પર. બીજા કોઈ શિષ્યને ક્યારેક ગુરુદેવ બહાર મોકલે. મને તો ન જ મોકલે.’ શબ્દોમાં વાત એ રીતે આવી કે ગુરુદેવની કૃપા મારા પર ખૂબ છે. એના હૃદયની વાત એ હતી કે ગુરુદેવને મારા વિના ચાલે નહિ. યોગાનુયોગ કેવો કે એનું એ બોલવું અને ગુરુદેવનું ત્યાંથી પસાર થવું. ગુરુદેવ એ શબ્દો સાંભળી ગયા. સાંજે શિષ્ય વન્દનાર્થે ગયો ત્યારે ગુરુદેવે એને કહ્યું : ‘તું પેલા લોકો સામે શું શેખી વધારતો હતો ? તને કદાચ ખ્યાલ નહિ હોય કે તને હું શા માટે મારી જોડે રાખું છું. તું એવો ગંભીર દર્દી છે કે તને મારા સાંનિધ્ય વિના રાખી ન શકાય.' શિષ્યના અહમ્ની ધૂળ ગુરુની આ શબ્દલાકડી વડે ખંખેરાઈ. પૂજ્ય આનંદઘનજી મહારાજ યાદ આવે : ‘ગુરુ મોહિ મારે શબ્દ કી લાઠી, ચેલે કી મતિ અપરાધિની નાઠી.’ .. આજ્ઞાકાંક્ષામાં છે સમર્પિતતાની આછીસી ઝલક. ગુરુદેવ દ્વારા મળતી વિશેષ આજ્ઞા જ મને ઊંચકી શકે એવી એક શ્રદ્ધા. ૧૦૨ મોક્ષ તમારી હથેળીમાં અને એથી જ, એકાદ-બે કલાક કે એક-બે દિવસ સુધી કલ્યાણમિત્રની કે ગુરુદેવની આજ્ઞા ન મળે તો સાધક બેચેન બની જાય. આ બેચેની, આ તડપન એ જ એ પૃષ્ઠભૂમિકા છે; જે પર આજ્ઞાનો સ્વીકાર થઈ શકે. પ્યાસી ધરતી વરસાદનાં બિંદુ-બિંદુને આત્મસાત્ કરી લે છે. એ જ રીતે ભક્તની પ્યાસી ચિત્તવૃત્તિ સદ્ગુરુની આજ્ઞાને આત્મસાત્ કરે છે. આજ્ઞાસ્વીકાર. હૃદયથી ગુરુદેવની | કલ્યાણમિત્રની આજ્ઞાનો સ્વીકાર. ક્યારેક એવું બની જાય છે કે કાયાના સ્તર પર આજ્ઞાનું પાલન થઈ રહે; પણ હૃદયના સ્તર ૫૨ એનો સ્વીકાર ન થયેલો હોય. માત્ર ખાનદાનીને વશ, કે બહાર પોતાનું ખરાબ ન લાગે તે માટે કાયાના સ્તર પર આજ્ઞા પળાઈ જાય. હવે આ જ ક્રમથી આજ્ઞાના પાલન ભણી જવું છે : આજ્ઞાધર્મ માટેની ઝંખના, હૃદયથી આજ્ઞાનો સ્વીકાર, આજ્ઞાધર્મનું અવિરાધન (ગુરુદેવે આપેલ આજ્ઞાધર્મને તેની ઉચિત વિધિને જાણીને તે રીતે જ પાળવાનો દૃઢ સંકલ્પ. જેથી આજ્ઞાધર્મ પ્રત્યે લેશ પણ અનાદરભાવ ન થાય.) અને ઔચિત્યપૂર્વક આજ્ઞાનું પાલન. તુમ આણા શિર ધારી, ગુરુદેવ ! ૧૦૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ કદાચ સાધક વિકલ્પોથી મુક્ત ન બનેલ હોય તો ગુરુદેવ એને નિર્વિકલ્પ બનાવે છે. અને એ પણ કેવા પ્યારથી... આપણે જોતાં જ દિંગ થઈ જઈએ. હૃદયપૂર્વક આજ્ઞાનો સ્વીકાર એટલે કે વિચારની ચાદર પર આજ્ઞાને ઝીલવાની વાત હવે નથી. હું ઘણીવાર કહેતો હોઉં છું કે પ્રભુના સાધનામાર્ગમાં હાર્દિકોનું જ કાર્ય છે. બૌદ્ધિકોનું કામ નથી. શિષ્ય પાસે બુદ્ધિ કેટલી જોઈએ ? ગુરુદેવની આજ્ઞાને સમજી શકે તેટલી. એથી વધુ બુદ્ધિ ન હોય તો ચાલે. આખરે, હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીનું મેડિકલ નોલેજ કેટલું જોઈએ ? એ દર્દીને જે સૂચન આપવામાં આવે તેનું એણે અનુસરણ કરવું જોઈએ. એની પાસે ઔષધીયજ્ઞાન બિલકુલ નથી તો પણ ચાલે. આથી જ, સાધનામાર્ગમાં હું કોરી સ્લેટ જેવા સાધકોને પસંદ કરું છું. જેઓ માત્ર સદ્ગુરુદેવની આજ્ઞાને અનુસરે છે. કોરી સ્લેટ જેવો સાધક. વિકલ્પોના લિસોટા જેના ચિત્તમાં નથી; તેવો સાધક. બપોરના સમયે શિષ્ય ગુરુદેવ પાસે આવ્યો. ત્રણ-સાડાત્રણ વાગ્યા હશે. અજવાળું ઉપાશ્રયમાં બરોબર હતું. ગુરુએ શિષ્યને કહ્યું : “કેવું અંધારું છે !' શિષ્ય કહ્યું : ‘તહત્તિ, ગુરુદેવ !' મનમાં વિચાર નથી ઊઠતો કે અત્યારે અંધારું છે એમ ગુરુદેવ કેમ કહે છે... એ સદ્ગુરુના વચનનો સ્વીકાર કરે છે. અને ગુરુદેવ કહે છે : ‘અજ્ઞાનનું અંધારું કેવું વ્યાપક છે !' પ્રતિક્રમણમાં સાંજે સાધક ગુરુદેવને પૂછે છે : “સવમ્સ વિ દેવસિઅ દુચિતિએ દુભાસિની દુચિક્રિએ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !” (દિવસ દરમ્યાન ખરાબ ચિન્તન થઈ ગયું છે, કંઈક અશુભ બોલાઈ ગયું છે, કંઈક સાવદ્ય કાર્ય થઈ ગયું છે. ગુરુદેવ ! હું શું કરું ?) ગુરુદેવ જવાબ આપે છે : ‘પડિક્કમેહ.’ તું પાછો ફરી જા. આ બધાં જ અતિક્રમણોથી મુક્ત થા. પ્રતિક્રમણ કર. મઝાની વાત એ છે કે વર્ષોથી સવાર અને સાંજ પ્રતિક્રમણ કરતો સાધક રોજ ગુરુદેવને આ પ્રશ્ન કરે છે... અને ગુરુદેવ પ્યારથી એ જ ઉત્તર આપે છે : ‘પડિક્કમેહ.” ગુરુના આ વાત્સલ્યનો ખ્યાલ આવે છે ? ‘ગુરુના વાત્સલ્યની નદીને કિનારા નથી હોતા' એ વિધાન અહીં ચરિતાર્થ થાય છે. એક દૃષ્ટાંતથી વાત સ્પષ્ટ કરું. નાનો દીકરો. પાંચ-છ વર્ષનો. શરદી થઈ. મમ્માને કહ્યું. મમ્માએ વિક્સ વેપોરબ ઘસી આપ્યું. સારિડોનની ટીકડી આપી. અને કહ્યું : આઈસ કેન્ડી નહિ ખાતો હો ! દીકરો સ્વસ્થ થઈ ગયો. ત્યાં જ આઈસ કેન્ડીવાળાની ઘંટડી વાગી. દીકરો ત્યાં પહોંચી ગયો. આઈસ કેન્ડી ખાધી... ફરી શરદી... મમ્મા પાસે. “મમ્મા ! શરદી થઈ ગઈ !' માએ ફરી ટીકડી આપી. વિક્સ ઘસી આપ્યું. ફરી કહ્યું : “બેટા ! કેની નહિ કોરી સ્લેટ જેવો સાધક. ૧૦૪ મોલ તમારી હથેળીમાં તુમ આજ્ઞા શિર ધારી, ગુરુદેવ ! # ૧૦૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ ને સાધનામાર્ગમાં ! (‘તું ગતિ...') પ્રભુના માર્ગ પર ચાલવાની ઝંખના સાધકની. પગ ઉપાડવાનો એણે. ચલાવવાનો પ્રભુએ. ખાવાની...' પણ સ્વસ્થ થઈ ગયા પછી બાળક એ ભૂલી જ જવાનું. ને કેન્ડી ખાવાનું... ને મમ્મા પાસે જવાનું... પાંચ-સાતવાર આવું બન્યા પછી મમ્મા ગુસ્સે થઈ શકે. ‘તને કેટલી વાર કહ્યું : આઈસ કેન્ડી નહિ ખાવાની. અને છતાં તું ખાધા કરે છે. કેમ ચાલી શકે આ ?' અને અહીં ગુરુદેવના વાત્સલ્યને જરા જુઓ તો ! કેટલાંય વર્ષોથી રાગ-દ્વેષમાં જવાની ભૂલો આપણે કરતાં આવ્યા છીએ અને છતાં ગુરુદેવ ક્યારેય ગુસ્સે થતા નથી. એ જ વાત્સલ્યસભર અવાજે તેઓ કહે છે : બેટા ! હવે આવું ન કરતો હો ! પાછો ફરી જા ! હૃદયના સ્તર પરના આજ્ઞાપાલનની એક ઘટના યાદ આવે છે. પ્યારા સંતે પોતાના શિષ્યને કહ્યું : ‘પેલો સાપ જઈ રહ્યો છે, એના દાંત ગણ તો !' ગુરુદેવનું અમાપ વાત્સલ્ય અને શિષ્યનો હૃદયના સ્તર પર એ વાત્સલ્યનો, વાત્સલ્યપૂર્ણ આજ્ઞાનો સ્વીકાર. કાર્ય શરૂ... અથવા કહો કે કાર્ય પૂર્ણ. આખરે, સાધનામાર્ગમાં ચાલવાનું કેટલું છે ! બે ડગલાં જ તો ! સાધનામાર્ગે સાધકે ચાલવાનું જ ક્યાં છે ? પ્રભુ જ તો ગતિ છે શિષ્ય તરત સાપ પાસે જાય છે. સાપને દાંત હોય કે ન હોય એ વિચારવાનું એણે છે જ નહિ ને ! કારણ કે એ બૌદ્ધિક નહિ, હાર્દિક છે ! એણે સાપને પકડ્યો. મોઢા પાસે આંગળી રાખી મોટું ખોલવા જાય ત્યાં સાપે ડંખ માર્યો. ડંખની વેદનાને કારણે સાપ હાથમાંથી છૂટી ગયો. શિષ્ય ફરીથી સાપને પકડવા જાય છે. હજુ દાંત ક્યાં ગણાયા છે ! ગુરુદેવ એ વખતે કહે છે : “જવા દે એને !' ને શિષ્ય સાપને જવા દે છે. એને ન સાપ જોડે સંબંધ છે, ન એના દાંત સાથે... એને સંબંધ છે ગુરુની આજ્ઞા સાથે... શા માટે ગુરુદેવે સાપને પકડવાનું કહ્યું, શા માટે એને જવા દેવાનું કહ્યું; કોઈ વિચાર એને આવતો નથી. આપણને વિચાર આવે કે ગુરુદેવે શા માટે દાંત ગણવાનું કહેલું. શિષ્યને એક એવો રોગ હતો; જેના ઔષધરૂપે સાપનું ઝેર અસરકારક હતું. શિષ્ય સાપને પકડ્યો. સાપે ડંખ માર્યો. ગુરુએ તુમ આણા શિર ધારી, ગુરુદેવ ! # ૧૦૭ ૧૦e & મોલ તમારી હથેળીમાં Page #55 -------------------------------------------------------------------------- ________________ જોયું કે જોઈએ એટલી માત્રામાં ઝેર આવી ગયું હતું એના શરીરમાં. હવે ગુરુએ કહ્યું : સાપને જવા દે ! .. મઝાની વાત એ છે કે અહીં પહેલાં છે હૃદયથી સ્વીકાર. પછીના ચરણે બુદ્ધિ આવી શકે કે કઈ રીતે સદ્ગુરુની આજ્ઞાને અમલમાં મૂકવી. આપણે ચૂક અહીં જ કરતા હોઈએ છીએ. પહેલાં બુદ્ધિ આવી જાય છે કે સદ્ગુરુદેવની આ આજ્ઞા મારી તત્કાલીન સાધના જોડે સંબદ્ધ છે ખરી ? અરે, ભાઈ ! તારે આ વિચારવાનું નથી. તારે તો સદ્ગુરુની આજ્ઞાનો હૃદયથી સ્વીકાર કરવાનો છે. સદ્ગુરુએ કેવી આજ્ઞા ક્યારે આપવી જોઈએ એ સદ્ગુરુનો વિષય છે. યાદ આવે પૂજ્યપાદ શ્રુતસ્થવિર જંબૂવિજયજી મહારાજ સાહેબ. તેઓ દર્શનશાસ્ત્રમાં અત્યંત નિપુણ હતા. ગુરુમહારાજ ભુવનવિજયજી મહારાજે કહ્યું : જંબૂ ! દર્શનશાસ્ત્રની નિપુણતા તને ખ્યાતિ આપી શકે. અનુભૂતિની દુનિયામાં ઊંડે ઊતરવા માટે પ્રભુના પ્યારા શબ્દોનું - આગમ ગ્રન્થોનું - અવગાહન જરૂરી છે. પૂજ્યશ્રીજીએ ગુરુદેવની એ આજ્ઞા સ્વીકારી. અને આગમ ગ્રન્થોના ઊંડા અવગાહનમાં તેમણે ઘણો સમય આપ્યો. તેઓશ્રીજી માટે આ હતી ‘તવ્યયણસેવણા...’ તવ્યયણસેવણા - ગુરુવચનસેવના / પાલનાની એક મઝાની વાત એ છે કે અહીં દ્વિગુણ આનંદ સાધકને મળે છે. જે યોગની ૧૦૮ મોક્ષ તમારી હથેળીમાં પાલના થાય તેનો આનંદ તો હોય જ, એમાં ગુરુવચનપાલનાનો આનંદ ઉમેરાય... એ સાધના કરતાં ક્ષણે ક્ષણે હૃદય આનંદિત બને : ગુરુદેવે મને આ સાધના કરવાનું કહ્યું અને તેમની કૃપાથી જ આ સાધના થઈ રહી છે. ગુરુકૃપાનો આ પ્રભાવ પૂજ્યપાદ જંબૂવિજયજી મહારાજે અનુભવ્યો. આગમ ગ્રન્થોના સંપાદનનું કાર્ય તેમણે સંભાળ્યું. દર્શનશાસ્ત્રોમાં તેઓ અત્યંત નિપુણ હતા. પરંતુ આ કાર્ય અલગ હતું. તજ્ઞોને પણ લાગતું હતું કે આગમ-સંપાદનના કાર્યને તેઓ ઉચિત ન્યાય નહિ આપી શકે. તજ્ઞોએ ગુરુકૃપાની વાતને ધ્યાનમાં નહિ લીધેલી ને ! પૂજ્ય જંબૂવિજયજી મહારાજ સાહેબે પહેલાં જ આચારાંગ સૂત્રનું સંપાદન હાથમાં લીધું. એમનો એ ગ્રન્થ પ્રકાશિત થતાં તજ્જ્ઞો પણ એમના સંપાદન પર ઓવારી ગયા. ત્રીજું ચરણ છે આજ્ઞાધર્મનું અવિરાધન. હૃદયથી આજ્ઞાને સ્વીકાર્યા પછી ગુરુદેવે આપેલ આજ્ઞાને ઉચિત વિધિપૂર્વક પાળવાનો સંકલ્પ, તે છે આજ્ઞાનું અવિરાધન. આજ્ઞાનો હૃદયથી સ્વીકાર કર્યા પછી સાધક વિચારે છે કે આ આજ્ઞાધર્મનું સમ્યક્ પાલન કઈ રીતે થઈ શકે ? પહેલાં જ કહ્યું હતું કે સાધક પાસે એટલી જ બુદ્ધિ હોવી અપેક્ષિત છે કે ગુરુદેવની આજ્ઞાને સમજી શકે એ અને સમ્યક્ રીતે તેનું પાલન કરી શકે. તુમ આણા શિર ધારી, ગુરુદેવ ! ૧૦૯ Page #56 -------------------------------------------------------------------------- ________________ પરંપરામાં એક કથા આવે છે. શેઠે નોકરને કહ્યું : ‘સૈન્ધવમાનય.' સૈન્ધવને લાવ. સૈન્યવ એટલે સિન્ધ દેશમાં પાકતું મીઠું. જેને સિંધાલૂણ આપણે કહીએ છીએ. બીજો અર્થ થાય સૈન્ધવ એટલે સિન્ધ દેશમાં જન્મેલ ઘોડો. શેઠ જમવા બેઠેલ હશે અને કહેશે : સૈન્ધવ લાવ ! નોકર મીઠું લાવશે. શેઠ દુકાને બેઠા હશે અને કહેશે : સૈધવ લાવ ! નોકરી ઘોડો લઈ આવશે. | શિષ્ય આ જ રીતે, સદ્ગુરુના ઉદ્દેશને જાણી લેશે. એ જ સન્દર્ભમાં પરમપાવન ઉત્તરાધ્યયન સૂત્ર કહે છે : “શિયારસંપન્ન, સે વિનીત્ત પુર્વ...' ગુરુની નાનકડી ચેષ્ટાને કે ગુરુના મનોભાવોને (ગુરુના મુખને જોઈને) જે જાણી લે છે, તે વિનીત શિષ્ય છે. શિષ્ય નજીક આવેલ છે એકદમ. ગુરુનાં ચરણોમાં બેસેલ છે. અને ગુરુ ફરીથી એને સંબોધિત કરે છે : “રમ્યઘોષ !' શિષ્ય એક ક્ષણ વિચારમાં પડી ગયો. દેખીતી રીતે, દૂરસ્થ વ્યક્તિને એના નામથી સંબોધી નજીક બોલાવાય અને નજીક આવે ત્યારે આજ્ઞા અપાય. અહીં ગુરુદેવ નજીક આવેલ શિષ્યને ફરી સંબોધી રહ્યા છે. બે મિનિટ શિષ્ય બેઠો. અને ગુરુદેવે ફરીથી કહ્યું : “રમ્યઘોષ !” રમ્યઘોષ પામી ગયો કે ગુરુદેવ શું કહેવા માગતા હતા. એના નામ દ્વારા એને પોતે જે સાધના આપેલ છે, ત્યાં સુધી એ પહોંચ્યો કે નહિ એ ગુરુદેવ જાણવા માગતા હતા. રમ્યઘોષ નામ ગુરુએ એટલા માટે આપેલ કે એ બહારી કોલાહલને છોડીને પોતાની ભીતર ચાલી રહેલ મનોહર નાદને સાંભળી શકે. આજે ગુરુ પૂછતા હતા કે તું રમ્યઘોષ જ છે ને ? કોલાહલમાં અટવાયેલ વ્યક્તિત્વ તો તું નથી ને ? ચોથું ચરણ : આજ્ઞાધર્મનું ઔચિત્યપૂર્વકનું પાલન. આજ્ઞાપાલનની એ ક્ષણો... આજ્ઞાપાલન. સદ્ગુરુદેવની એક નાનકડી આજ્ઞા... એકાદ ઘડો પાણી લાવવાની... શિષ્યનું અસ્તિત્વ નાચી રહ્યું છે. સગુરુદેવની આજ્ઞાની પાછળ તેમનો જે ભાવ છે, શિષ્યની કર્મનિર્જરાનો, તેને શિષ્ય અનુભવે છે અને આનંદથી એ નાચી રહે છે. એક ગુરુએ થોડે દૂર બેઠેલા શિષ્યને બોલાવ્યો : ‘રમ્યઘોષ !” શિષ્ય રમ્યઘોષ ગુરુદેવની પાસે આવ્યો. ગુરુદેવને વન્દના કરે છે અને ઈચ્છે છે કે ગુરુદેવ કોઈક આજ્ઞા પોતાને આપે. પરમાઈત કુમારપાળ મહારાજા “આત્મનિન્દા દ્વાત્રિશિકા'માં કહે છે : ‘ા કાશીરળતતત્ત્વ:'... પ્રભુ ! તારી આજ્ઞાના પાલનના આનંદમાં ઝૂમીને હું ક્યારે આપ્તતત્ત્વ બનીશ ? તત્ત્વોને માત્ર જાણવા તે જ્ઞાતતત્ત્વતા. અને આજ્ઞાપાલનની ભૂમિકા પર એમને પામવા તે આપ્તતત્ત્વતા. ૧૧૦ #ક મોલ તમારી હથેળીમાં તુમ આણા શિર ધારી, ગુરુદેવ ! છેક ૧૧૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ આધારસૂત્ર ઈર્યાસમિતિ આદિના પાલનની પ્રભુની આજ્ઞા માત્ર જાણવાના સ્તર પર હોય તો એ જ્ઞાતતત્ત્વતા. પણ એ આજ્ઞાપાલન પછીની જે દશા હશે ભીતરી, તેને આપ્તતત્ત્વતા કહેવાશે. એક વાચનામાં મેં ઈર્યાના પાલન દ્વારા થતા લાભોની વાત કરેલી. દશેક દિવસ પછી એક સાધક મળ્યા. એમણે કહ્યું : સાહેબ, આ તો અદ્ભુત અનુભવ હતો. રોજ વીસ-પચીસ મિનિટ ઈપૂર્વકનું ચાલવાનું થયું, સવારે ઘરેથી ઉપાશ્રય સુધી; પણ જે અનુભવ થયો છે... વિચારો સાવ ખરી પડ્યા હોય તેવું અનુભવ્યું... આ આપ્તતત્ત્વતા. આજ્ઞાપાલનના દિવ્ય આનંદને અનુભવવાની આ ક્ષણો. स एवमभिपव्वइए समाणे सुविहिभावओ किरियाफलेण जुज्जइ । विसुद्धचरणे महासत्ते । - પંચસૂત્ર, ચતુર્થ સૂત્ર અભિપ્રવ્રજિત થયેલો સાધક સુવિધિભાવ વડે (ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા વડે) ક્રિયાના ફળને (ઉત્તરોત્તર સંયમના કંડકસ્થાનની વૃદ્ધિ રૂ૫ ફળને) પામે છે. વિશુદ્ધ ચારિત્રવાન અને સત્ત્વયુક્ત હોવાથી પ્રસ્તુત સાધકની ક્રિયા સમ્યક ક્રિયા છે. અને તેથી એ ક્રિયા વડે ફળનું અનુસંધાન થાય છે. આજ્ઞાની તીવ્ર ઝંખના, હૃદયથી આજ્ઞાધર્મનો સ્વીકાર, આજ્ઞાને સમ્યફ રીતે પાળી શકાય એ માટેનું ચિન્તન અને સમ્યફ આજ્ઞાપાલન. આ ચાર ચરણો કેટલાં તો મઝાનાં છે ! ગુરુદેવની (કલ્યાણમિત્રની) આજ્ઞા હૃદય, મન અને કાયાનો કબજો લઈ લે. તમે હવે તમારા નહિ, તમારા વૈભાવિક સ્વરૂપના નહિ, તમે છો ગુરુદેવના આજ્ઞાંકિત શિષ્ય. ૧૧૨ : મોક્ષ તમારી હથેળીમાં Page #58 -------------------------------------------------------------------------- ________________ ૬“પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અન્તરંગ સુખ પામ્યો...!” ‘બેસવા દે ને લગીર તારી કને કેવળ ક્ષણભર મને, ... ...નીરખ્યા વિણ તુજ મુખ સામે, હૃદય મુજ વિરામ ન પામે, .... આજે કેવળ એકાંતે બેસીને, તવ નયનોના નીડમાં પેસીને, જીવન સમર્પણ કરું ગાન ગાવું નીરવ થઈ એકતાન...” આ છે પરમાત્માનું પરમ સમ્મોહન. પણ આ પરમની પ્રીતિના મૂળમાં શું છે ? મૂળમાં છે “એ”ની આપણા પરની ચાહત. “એ”ની એ ચાહત, ‘એ'ની કૃપાધારા આપણને અહીં સુધી – સાધનાની આ ભૂમિકા સુધી લઈ આવી... કેવો છે “એ”નો આપણા પરનો પ્રેમ ? શ્રી રવીન્દ્રનાથ ટાગોર “ગીતાંજલિ'માં એ પ્રેમની માર્મિક અભિવ્યક્તિ આપે છે : સંસાર મહીં વસે છે અનેક એવા, નિરંતર કરે મને પ્રેમ તેવા પણ તેઓ મુજને રાખે પકડી, કિઠિન બંધનમાં જકડી... અભિવ્રજ્યા અને પ્રવ્રજ્યા. અભિવ્રજ્યા. પરમાત્માનું પરમ સમ્મોહન. પ્રવ્રજ્યા. પરમાત્મા સિવાયનાં બીજાં બધાંથી છૂટકારો. પરમાત્માના પરમ સમ્મોહન વિષે વાત કરતાં કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોર ગીતાંજલિના એક ગીતમાં કહે છે : ૧૧૪ ૪ મોક્ષ તમારી હથેળીમાં પ્રભુની મહેરે તે રસ ચાખ્યો. # ૧૧૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ સૌથી રૂડી તો તારી પ્રીતિ, સૌથી અનોખી તારી રીતિ... બાંધે નહિ, તું રહે છુપાઈ મુક્ત મને રાખી, ઓ સાંઈ... બીજા સહુ ભૂલું એ ભયથી મને એકલો ન રહેવા દે, દિન પર દિન વહી જાય છતાં તું તો નવ દેખા દે... તુજને સાદ કરું કે ના કરું, મને ગમે તે કરતો રહું... રહી છે તાકી તારી પ્રીતિ, ભણી મારી પ્રતિ પ્રભુ ! સંસારીઓ પ્રેમ તો કરે છે, પણ એ પ્રેમમાં સામાને સ્વાર્થીય રીતિમાં પકડવાની વાત હોય છે. આનંદઘનીય ભાષામાં કહું તો સોપાધિક પ્રેમ. દેવચન્દ્રીય લયમાં કહું તો સવિષ પ્રીતિ છે એ. સૌથી શ્રેષ્ઠ છે પ્રેમ તારો પ્રભુ ! તું કોઈને બાંધતો નથી. તારા પ્રેમમાં છે મુક્તિનો આનંદ. અન્યોની પ્રીતિમાં છે બન્ધન. તારી પ્રીતિમાં છે મુક્તિનો અહેસાસ. અને માટે જ તો હું તારી પ્રીતિમાં પાગલ બનું છું ને ! ૧૧૬ મોક્ષ તમારી હથેળીમાં બીજી એક વિશેષતા તારા પ્રેમની... બીજા લોકો મને એકલો નથી રહેવા દેતા; એમને ભય છે કે હું એમનાથી વિખૂટો પડીશ અને એમને ભૂલી જઈશ... જ્યારે તું તો મને દર્શન પણ આપતો નથી. એક ઝલક દેખાડને, પ્રભુ ! તારી... તેં મને કેવો ચાહ્યો છે, પ્રભુ ! તને પુકારું કે ન પુકારું; તું મને ચાહ્યા જ કરે છે... તારી ચાહત છે અનોખી, પ્રભુ ! તારી કરુણા કેવી અદ્ભુત છે, પ્રભુ ! એ કરુણાની વાત રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં : મારી કામનાનો નહિ પાર, વંચિત કરી રહ્યો, કરી મુજ પર કૃપા કઠોર કૃપાળ... વણમાગ્યે દીધાં જે દાન, આકાશ આલોક તનુ મન પ્રાણ, તેને યોગ્ય કરે તું મુજને દીધ જે દાન અપાર, અતિ ઈચ્છાના સંકટમાંથી રાખી મુજને બહાર... કો દિન ભૂલું, કો દિન ચાલું તવ પથ લક્ષ્ય ધરીને, તું નિષ્ઠુર એવો કે જાતો દગથી સરી સરીને... જાણું નાથ, કૃપા એ તારી, લેવા માટે મૂકે છે કાઢી, પ્રભુની મહેરે તે રસ ચાખ્યો... ૧૧૭ Page #60 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ કરી લેશે આ જીવન, મિલન તણી હજુ વાર, અરધી ઈચ્છાના સંકટથી રાખી મુજને બહાર. પ્રભુ ! મારી કામનાઓનો પાર નથી. અને તારી કરુણા પણ અસીમ જ છે ને ! મારી અશુભ કામનાઓથી મને વંચિત રાખીને, દૂર રાખીને તે કેવી મઝાની નિગ્રહ કૃપા કરી છે મુજ પર ! ક્યારેક અહંકારનો ફુગ્ગો ફુલાયો હોય અને ત્યારે તારી નિગ્રહ કૃપા ટાંકણી રૂપે દેશ્ય બને... અને અહંકારનો ફુગ્ગો ફૂ...સ... કરતોક ને વિલાઈ જાય. તું કેવી તો ક્ષણ-ક્ષણની ખબર રાખે છે ! એવી ક્ષણોમાં લોગનાહાણં' પદની ‘લલિતવિસ્તરા’ વૃત્તિ વાંચતાં કે ‘યોગક્ષેમ વહામ્યહમ્” (ભગવદ્ગીતા) જેવું સૂત્ર વાંચતાં આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે. અને સહસા યાદ આવે વીતરાગ સ્તોત્ર : ‘નાદૂતસહાયત્ત્વમ્...’ ભક્ત પુકારે નહિ, છતાં એને પૂરી સહાય પૂરી પાડનાર તમે છો... પ્રભુ ! નરક અને નિગોદમાં હું હતો ત્યારે તમને પુકારવાની સૂધ પણ મારી પાસે ક્યાં હતી ? એમ છતાં તમે મને ઊંચકીને અહીં સુધી લઈ આવ્યા...! “એ ઉપકાર તમારો કદીય ન વીસરે...” અને સામે, મારે માટે જરૂરી કેટલું બધું તેં વણમાગ્યે આપી દીધું છે ! આકાશ, પ્રકાશ, શરીર, મન, પ્રાણ... યાદી લાંબી છે. બિનજરૂરી કામનાઓના વળગણથી મને દૂર રાખીને તું તારા આ દાનને સ્વીકારવા માટે મને યોગ્ય બનાવે છે. તારા બતાવેલા પથ પર ચાલું છું. ક્યારેક બરોબર ચલાય છે. ક્યારેક પથર્ચ્યુત પણ બનાય છે. તું આંખોથી ઓઝલ બની જાય છે ત્યારે જ તો ! નાથ ! હું જાણું છું કે આ પણ તારી કૃપા છે. તું થપ્પડ મારીને, નિગ્રહ કૃપા કરીને પણ મને તારા માર્ગ પર ચલાવે છે. અનાહૂતસહાયત્ત્વમ્... મન્વન્ધવાન્ધર્વ: | ‘અસંબંધ-બાન્ધવ...' સંબંધ ન હોવા છતાં મારા પરમ સખા. મારા પરમ ઉપકારી. જોકે, અસંબંધ-બાંધવ પ્રભુ શી રીતે ? મારી બાજુથી હું પ્રભુ જોડે સંબદ્ધ નહોતો. ઓળખતો જ નહોતો પ્રભુને, તો સંબંધની તો વાત જ ક્યાં રહે ? પણ પ્રભુએ તો મને સ્વીકારેલો જ હતો ને ! પ્રભુએ પોતાના બાળ તરીકે મને સ્વીકાર્યો જ હતો... હા, દ્વિષ્ઠ (બેમાં રહેલો હોય તે સંબંધ, આવી સંબંધની વ્યાખ્યા સ્વીકારાય તો કહી શકાય : ‘ત્વમ્ સત્ત્વશ્વવીજવ:'... પ્રભુ ! તારી અનુગ્રહ કૃપા તો ખૂબ માણી છે. નિગ્રહ કૃપા પણ માણી છે. અને એ માણી ત્યારે ખ્યાલ આવ્યો કે એ પણ કેવી મીઠી છે ! તમારો પણ... તારી હતી કે, મારા નાથ ! તારો પ્રસાદ મીઠડો જ હોય ને ! ૧૧૮ : મોક્ષ તમારી હથેળીમાં પ્રભુની મહેરે તે રસ ચાખ્યો... છેક ૧૧૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ માગ્યા વગર સહાય આપનાર પ્રભુ. સંબંધ વિનાના બાન્ધવ પ્રભુ. અને – કારણ વિના વાત્સલ્યની ઝડી વરસાવનાર પ્રભુ. ‘ત્વમરવત્સલ’. જોકે, અહીં પણ નિષ્કારણતા મને મારા તરફ દેખાય છે. ‘એ’ની તરફ તો સકારણતા જ છે. મને જરૂર લાગે કે મારા જેવા ૫૨ એ શી રીતે આટલું બધું વહાલ વરસાવે ? ભક્તિની સામે જ કૃપાધારાનું વહેવું હોય છે... તો, મારા તરફથી ભક્તિ ક્યાં હતી જ ? તો પછી, એ શી રીતે આટલું બધું વરસ્યો ? પણ ‘એ’ની બાજુ તો, સકારણતા હતી. એણે મને તારવાનું નક્કી કરી દીધું હતું, એથી એ વાત્સલ્ય વરસાવીને જ મને ઊચકે ને ! અભિવ્રજયા. પરમાત્માનું પરમ સમ્મોહન. પણ ખરેખર તો, એણે જ મને ચાહ્યો; એને હું ચાહી શકું એ ભૂમિકા પર પણ એણે જ મને મૂક્યો... અત્યારે હું પરમને ચાહું છું, એનું કારણ છે માત્ર ‘એ'નો મારા તરફનો પ્રેમ... ૧૨૦ મોક્ષ તમારી હથેળીમાં એણે મને બેહદ ચાહ્યો છે. હું એને કેટલો ચાહી શક્યો છું, એ ‘એ’ જ જાણે. હા, એ અન્તર્યામી છે ને ! અભિયા. પરમાત્માનું પરમ સમ્મોહન. તમે એક ક્ષણ ‘એ'ના વિના રહી ન શકો. યાદ આવે પૂજ્ય આનંદઘન મહારાજ : ‘આનંદઘન બિન પ્રાણ ન રહે છિન, કોટિ જતન કરી લીજે...’ તમે કરોડો યત્ન કરો; પણ પરમચેતના વિના તમે એક ક્ષણ ન રહી શકો. આખરે, એ જ તો આપણું જીવન છે ને ! ‘એ’ ન હોય તો આપણી પાસે શું રહે ? વેણીશંકર પુરોહિત પ્રભુને કહે છે : ‘તમારા વિનાના અમે અમારા વિનાના...’ .. આવી વિરહાવસ્થા ક્યારે પ્રગટે છે ? વિહાવસ્થાની પૂર્વે મિલનનો આનંદ જરૂરી છે. અલપઝલપ પ્રભુના મિલનનો આનંદ અનુભવ્યો; શી એની મીઠાશ...! એ મીઠાશ અનુભવ્યા પછી ‘એ’ના વિના રહેવું શું પાલવે ? પૂજ્ય માનવિજય મહારાજ એ મિલનની... એ ક્ષણોની કેફિયત રજૂ કરતાં કહે છે : ‘કહીએ અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણો મળિયો...' અગણિત જન્મોમાં ક્યારેય ચાખવા ન પ્રભુની મહેરે તે રસ ચાખ્યો... ૧૨૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ મળ્યો હોય એવો એ રસ... એ રસાસ્વાદની ક્ષણો... ‘એ’ની આપણા માટેની ચાહતની ક્ષણો... માનવિજયજી મહારાજ આગળ કહે છે : ‘પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો; માનવિજય વાચક ઈમ જંપે, હુઓ મુજ મન કામ્યો...' પ્રભુ ! તારી કૃપાથી એ દિવ્ય રસ ચાખવા મળ્યો અને જે અન્તરંગ સુખ મળ્યું છે... અદ્ભુત... મનમાં એક કામના હતી, યોગીઓની આન્તર દશા જોતાં, કે મને આવું ભીતરી સુખ ક્યારે મળશે ? પ્રભુ ! તારો બહુ જ ઋણી છું કે તેં એ સુખ મને આપ્યું. ‘અન્તરંગ સુખ પામ્યો...' અન્તરંગ સુખ... સુખને મળેલું આ સરસ વિશેષણ : અન્તરંગ. એનું વિરોધી વિશેષણ થશે બહિરંગ. દુન્યવી પદાર્થોની પ્રાપ્તિ તમને જે આભાસી તૃપ્તિ આપે છે, તે છે બહિરંગ સુખ... પરમાત્માના મિલનની ક્ષણોમાં જે તૃપ્તિ થાય છે, તે છે અન્તરંગ સુખ. અભિવ્રજ્યા. પરમનું સમ્મોહન અને પરમનું મિલન. પરમાત્મ મિલન. પરમાત્મ સાક્ષાત્કાર. પરમાત્મામાં રહેલ આનંદ, વીતરાગદશા, ક્ષમા આદિ ગુણોનું કે એમની નિર્મલ સ્વરૂપ દશાનું સાધકના હૃદયમાં થતું વેદન, અનુભવન એ છે પરમાત્મસાક્ષાત્કાર. ૧૨૨ મોક્ષ તમારી હથેળીમાં આ સાક્ષાત્કારની પ્રક્રિયા વર્ણવતાં મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે શ્રીપાળ રાસમાં કહ્યું : અરિહંત પદ ધ્યાતો થકો, દન્વહ ગુણ પજ્જાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય રે... અરિહંત પદનું ધ્યાન કરનાર સાધક પોતાની ચેતનાને અર્હન્મયી બનાવી દે છે. ધ્યાન એટલે અનુભૂતિ. પ્રભુના નિર્મલ સ્વરૂપનું અનુભવન થાય કે પ્રભુના આનંદ, વીતરાગદશા આદિ ગુણોનું અનુભવન થાય ત્યારે સાધકની ચેતના અર્હન્મયી બને. પ્રક્રિયામાં થોડાક ઊંડા ઊતરીએ. પ્રભુ મહાવીર દેવનું દર્શન ભક્ત કરે ત્યારે પ્રભુના સાધનાકાળની ઘટના યાદ આવે : પ્રભુના કાનમાં અનાડી મનુષ્ય ખીલા ઠોકી રહેલ છે અને એ વખતે પ્રભુની આંખોમાંથી અશ્રુબુંદ વહે છે. ‘આ આત્મા તો મારો ઉપકારી છે. મારા કર્મોને ખેરવવામાં એ સહાયક છે. અત્યારે દુર્ભાવગ્રસ્ત બની એ શું દુર્ગતિમાં જશે ?’ આ ભીનાશ આપણને સ્પર્શી જાય. પ્રભુની પાસે માંગવાનું મન થાય કે પ્રભુ ! તારી પાસે તો ક્ષમાભાવનો સમુદ્ર છે. એમાંથી ખોબોક જળ તું મનેય આપ ને ! પ્રભુની મહેરે તે રસ ચાખ્યો... ૧૨૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ આ પ્રાર્થના સ્વીકારાય છે. સાધકના અન્તસ્તરથી ક્ષમાભાવનું ઝરણું પ્રવાહિત થાય છે. ક્ષમાભાવની આ અનુભૂતિ તે સાક્ષાત્કાર. અભિવ્રજયા. પરમની દુનિયા તરફ ભરાયેલ બે ડગ. ‘એ’ના ભણી તમે ચાલ્યા... અને જે આનંદની અનુભૂતિ થાય... પરની દુનિયાને અલવિદા થઈ રહે, પ્રવ્રજ્યા. ‘સ્વ’ના આનંદની, આછીસી અનુભૂતિ અને પરનું છૂટી જવું. ‘પર’ને છોડવું નથી પડતું. એ છૂટી જાય છે. એક સદ્ગૃહસ્થ નાનકડા ગામમાં નાના ઘરમાં રહે. દીકરો શહેરમાં ગયો. સારો ધંધો એના હાથમાં આવી ગયો. પિતા શહેરમાં આવે તેમ નહોતા. એટલે ગામમાં જ પોતાના ઘરની નજીકમાં એક પ્લોટ લઈ તેમાં બંગલો બનાવવાનું વિચાર્યું. આર્કિટેક્ટ અને કોન્ટ્રાક્ટરોએ કામ શરૂ કર્યું. બંગલો વિશાળ, ભવ્ય થઈ રહ્યો છે. પેલા સગૃહસ્થ કારીગરોને પૂછે : આ બંગલો કોણ કરાવે છે ? એમણે કહ્યું : અમે તો કોન્ટ્રાક્ટરના માણસો છીએ. એ અમને પગાર ચૂકવે છે. બંગલો કોનો એ અમને ખબર નથી. દીકરો પિતાને ‘સરપ્રાઈઝ' આપવા માગતો હતો. જે દિવસે બંગલો પૂરો થઈ ગયો અને વાસ્તુ હતું, તે દિવસે તે આવ્યો અને કહ્યું : પિતાજી, આ આપણો બંગલો છે. તમારે હવે અહીં રહેવાનું છે. ૧૨૪ મોક્ષ તમારી હથેળીમાં સગૃહસ્થને જૂનું ઘર છોડતાં કેટલો સમય લાગે ? છૂટી જ જાયને તરત ! આવું જ સ્વની દુનિયામાં પણ છે. ‘સ્વ’ની આછીસી અનુભૂતિ... એ દિવ્ય આનંદનો અનુભવ... પર છૂટી જાય. પરમાત્માનું પરમ સમ્મોહન તે અભિજ્યા. સાધકના લયમાં આ રીતે કહેવાશે આ વાત : સ્વનું પરમ સમ્મોહન (‘સ્વ’ની અનુભૂતિ પછીનું) તે અભિવ્રજ્યા. પરમાત્મા સિવાયના બીજા બધાનું પ્રવ્રજ્યા. - પરનું; છૂટી જવું તે સાધક છે અભિપ્રવ્રુજિત. અભિવ્રજ્યા વત્તા પ્રવ્રજ્યા એટલે અભિપ્રવ્રજ્યા. આવી સાધનાથી યુક્ત સાધક છે અભિપ્રવ્રુજિત. એક મઝાનું સમીકરણ અહીં આવ્યું છે : અભિપ્રવ્રુજિતતા વત્તા સુવિધિભાવ બરોબર સંયમયોગોની વૃદ્ધિ. સુવિધિભાવ એટલે ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા. સંયમિજીવનના પ્રારંભમાં પરમપાવન ‘દશવૈકાલિક' સૂત્રના અધ્યયન દ્વારા સાધક સંયમિજીવન વિષે સૈદ્ધાન્તિક (થ્યોરીકલ) જ્ઞાન મેળવે છે પ્રભુની મહેરે તે રસ ચાખ્યો...... ૧૨૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણશિક્ષામાં સૂત્ર મળ્યું કે બધા આત્માઓને મિત્ર તરીકે જ જોવાના છે. ઉપનિષદૂનું સૂત્ર યાદ આવે : મિત્રસ્ય વક્ષસી પડ્યું ! મિત્રની આંખથી તું બધાને જો ! સાધુજીવનમાં આચારસંહિતા પણ એ રીતે ચાલી કે આ ગ્રહણશિક્ષા આસેવનશિક્ષામાં પલટાઇ ગઇ. અને સદ્ગુરુચરણોમાં રહેવાથી, આજુબાજુના સંયમીઓના જીવનને અવલોકવાથી એ સૈદ્ધાત્તિક જ્ઞાન (ગ્રહણ શિક્ષા) પ્રાયોગિક (પ્રેક્ટિકલ) જ્ઞાન (આસેવન શિક્ષા)માં ફેરવાય છે. જેમકે, પરમપાવન દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં એક સૂત્ર આવ્યું : સવ્વપૂથપ્પમૂઝસ, સમું પૂરું પાસો; ffમાસવસ તંતસ, પર્વ જન્મ ને વંધરૂ || સાધક સર્વભૂતાત્મા, સર્વ પ્રાણીઓનો મિત્ર હોય છે. કઇ રીતે સર્વ પ્રાણીઓના મિત્ર થવાય ? બહુ જ મઝાની વાત આવી : સમ્યફ રીતે પ્રાણીઓને જોવાથી. મતલબ એ થયો કે અત્યાર સુધી સાધકે પ્રાણીઓને સમ્યક રીતે જોયા નથી. શું થયેલું ? પોતાની જાતને સાધક કેન્દ્રમાં માનીને જીવતો હતો. અને એથી પોતાને અનુકૂળ આત્માઓ એને સારા લાગતા હતા; પોતાના અહંકારને ખેરવનારા મનુષ્યો તેને સારા નહોતા લાગતા. પણ, જો કેન્દ્ર બદલાઇ જાય તો...? કેન્દ્રમાં આવે પ્રભુની આજ્ઞા... પરિઘમાં હોય હું. વિશુદ્ધ ચારિત્રવાન આત્મા પ્રભુનાં વચનોને યથાર્થ રીતે સમજવાની કોશીશ કરે છે અને તે સાત્ત્વિક સંયમી હોવાથી તે વચનોને અનુરૂપ પ્રવૃત્તિ કરી સંયમયોગોમાં વૃદ્ધિને પામે છે. અભિવ્રજ્યાથી પ્રારંભાયેલ મઝાની ગંગોત્રી સંયમિજીવનના યોગોની વિશુદ્ધિરૂપ ગંગાના સુવિસ્તીર્ણ પ્રવાહમાં ફેરવાય છે... આમ પણ, શ્રમણજીવનમાં કેન્દ્રમાં તો પ્રભુ ! પ્રભુની આજ્ઞા જ હોય ને ! ૧૨૬ : મોક્ષ તમારી હથેળીમાં પ્રભુની મહેરે તે રસ ચાખ્યો... છેક ૧૨૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ આધારસૂત્ર आयओ गुरुबहुमाणो अवंझकारणत्तेण । अओ परमगुरु संजोगो । तओ सिद्धी असंसयं । - પંચસૂત્ર, ચતુર્થ સૂત્ર ગુરુબહુમાન તે જ મોક્ષ છે; મોક્ષનું અવસ્થકારણ હોવાથી. ગુરુબહુમાનથી પરમગુરુનો સંયોગ થાય છે. અને તેથી નિયમા સિદ્ધિ મળે છે. ૭ મોક્ષ તમારી હથેળીમાં એકલવ્ય ગુરુ દ્રોણ પાસે જાય છે અને કહે છે : “ધનુર્વિદ્યા આદિ વિદ્યાઓની શિક્ષા મને આપો !' ગુરુ દ્રોણે તેને ભણાવવાની ના પાડી. એકલવ્ય ગુરુની એ ‘ના’નો પણ પ્રેમપૂર્વક સ્વીકાર કરે છે. એકલવ્યની શિષ્ય તરીકેની આ મઝાની સજ્જતા. એ વિચારે છે કે ગુરુએ શું કરવું જોઇએ, એ એ જાણે; મારે તો સદ્ગુરુનાં વચનનો સ્વીકાર કરવો જ જોઇએ. ૧૨૮ જેક મોલ તમારી હથેળીમાં મોક્ષ તમારી હથેળી માં” છેક ૧૨૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ ઘણીવાર હું એક વાત કહેતો હોઉં છું : ગુરુ પાસે ગયા પછી, ગુરુએ પોતાને શું કહેવું જોઇએ કે ગુરુએ શું કરવું જોઇએ આવું જે નક્કી કરે તેને હું પરમગુરુની પદવી આપું. કારણ કે ગુરુએ શું કરવું જોઇએ એ તો ગુરુના ગુરુ જ નક્કી કરી શકે ને ! એકલવ્ય પોતાની ઝૂંપડીએ જાય. માટીની ગુરુ દ્રોણની મૂર્તિ બનાવે અને રોજ તે પર પુષ્પો ચઢાવી ભાવથી રોજ કહે : ગુરુદેવ ! મને વિદ્યા શીખવો... એકલવ્ય ધનુર્વિદ્યામાં ખૂબ આગળ વધ્યો. .. પ્રશ્ન થાય કે ગુરુ દ્રોણે ના કેમ પાડી ? આપણી બુદ્ધિએ આપેલો પ્રત્યુત્તર આવો હોય : અર્જુન આદિ રાજકુમારોને ભણાવવામાં ગુરુને ખ્યાતિ મળે. ભીલના આ દીકરાને ભણાવવાથી ગુરુને શું મળે ? માટે ગુરુએ ના પાડી. હકીકત જુદી હતી... ગુરુ દ્રોણ એક સિદ્ધાંત આપણને સમજાવવા માગતા હતા કે તમારી ભીતર ગુરુ પ્રત્યેનું બહુમાન હોય એ જ મોટી ઘટના છે. તમે ગુરુથી શારીરિક રીતે નજદીક હો તે જરૂરી નથી, તમે ભાવાત્મક રૂપે સદ્ગુરુથી નજદીક હો તે જરૂરી છે. એટલે જ, ચિન્મય (જીવંત) ગુરુ દ્રોણ પાસેથી અર્જુન જે ન મેળવી શક્યો, તે મૃડ્મય (માટીના) દ્રોણ પાસેથી એકલવ્ય મેળવી શક્યો. એકવાર જંગલમાં ફરવા ગયેલ અર્જુને એક નિશાન વીંધાયેલું જોયું અને એ ચમક્યો : ‘મારા સિવાય આવું નિશાન અમારામાંથી ૧૩૦ મોક્ષ તમારી હથેળીમાં કોઇ વીંધી શકે તેમ નથી. અને મેં આ નિશાન વીંધ્યું નથી, તો કોણે વીંધ્યું ?’ એણે ગુરુને પૂછ્યું. ગુરુ દ્રોણે કહ્યું : ‘એ એકલવ્યે વીંધ્યું છે.’ મતલબ કે ગુરુને આ ખ્યાલ હતો જ. .. પછીની ઘટના એથીય વધુ રોમાંચક છે. ગુરુ દ્રોણ એકવાર એકલવ્યની ઝૂંપડીએ આવે છે. એકલવ્ય તો ગુરુને જોઇને અહોભાવથી ભીનો, ભીનો બની જાય છે. ગુરુને આસન પર બિરાજમાન કરે છે. આંખોમાંથી અહોભાવ ઝરી રહ્યો છે. ‘ગુરુદેવે મારી ઝૂંપડીને પાવન કરી !' ‘ગુરુદેવ ! આપનાં ચરણોમાં શું સમર્પી શકું હું ? બધું જ આપનું છે.' અને ગુરુ દ્રોણે એકલવ્યનો હાથનો એ અંગૂઠો માગ્યો, જે આપવાથી ધનુર્ધર તરીકે એનું મૃત્યુ જ થઇ જાય. ભીલનો દીકરો હતો એકલવ્ય. ચપ્પુ પાસે જ હતું. તરત જ અંગૂઠો કાપીને ગુરુનાં ચરણોમાં મૂક્યો. .. આ ઘટનાને પણ બુદ્ધિ વડે નિહાળવામાં આવે તો બુદ્ધિએ આપેલ પ્રત્યુત્તર આ જ હોય : ગુરુ અર્જુનને અજોડ ધનુર્ધર બનાવવા માગતા હતા, અને એટલે એમણે એકલવ્યનો અંગૂઠો માગી લીધો... ‘મોક્ષ તમારી હથેળી માં ૧૩૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ હકીકત જુદી છે. એકલવ્ય આ ઘટના પછી પણ અજોડ ધનુર્ધર રહ્યો છે. ગુરુ આ ઘટના દ્વારા એ પ્રસ્થાપિત કરવા માગતા હતા કે સાધન યોગ્ય હોય કે ન હોય, જો સાધક પાસે ગુરુબહુમાન છે, તો તે પોતાની વિદ્યામાં આગળ વધી શકે છે. .. એકલવ્યનું આ ગુરુબહુમાન આશ્ચર્ય ઉપજાવે તેવું છે. જન્માન્તરીય ધારાની આ સાધના હોઇ શકે. એમ થાય કે પ્રારંભની દૃષ્ટિઓમાં રહેલ વ્યક્તિત્વ પાસે આટલું ગુરુબહુમાન ! એ માનદંડને આગળ વધારીએ તો આપણી જાતને પૂછવાનું મન થાય કે પાંચમી કે છઠ્ઠી દષ્ટિમાં કેવું ગુરુબહુમાન હોય ? .. ગુરુ-બહુમાન માટેની સાધના કઇ ? અસ્તિત્વના સ્તર પરથી ‘હું'ને ભૂંસવાની. યાદ આવે ભક્તિમતી મીરાં. મીરાંને કો'કે પૂછેલું ઃ તેં પ્રભુને શી રીતે મેળવ્યાં ? મીરાં કહે છે : ‘અંસુઅન સીંચ સીંચ પ્રેમબેલિ બોઈ...' આંસુના થડે ઘડા ઠાલવીને પ્રભુને મેળવ્યાં છે. પ્રશ્નકર્તાએ આગળ પૂછ્યું : કેટલા ઘડા આંસુ ઠાલવીએ તો પ્રભુ મળે ? મીરાં કહે છે : તમારું હું જેટલા ઘડા આંસુથી ભૂંસાય, એટલા જ આંસુની જરૂરિયાત છે. એથી એક પણ બુંદ વધુ નહિ. ૧૩૨ મોક્ષ તમારી હથેળીમાં લાગે કે મીરાંએ અસ્તિત્વના સ્તરે રહેલ ‘હું’ને ભૂંસીને ત્યાં પ્રભુને બિરાજમાન કર્યા હતાં. અસ્તિત્વના સ્તરે પ્રભુને લાવવા માટે એણે પ્રભુને જ પ્રાર્થના કરેલી : ‘સદા સેવા કરતી હૂં, સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હું; ભક્તિ મારગ દાસી કો દિખલાઓ, મીરાં કો પ્રભુ ! સાંચી દાસી બનાઓ !' કડીના પૂર્વાર્ધમાં મીરાંએ પોતાની તે સમયની સાધનાની વાત કરી છે. અને ઉત્તરાર્ધમાં તે સાધનાને આગળ વધારવા માટે પ્રાર્થના કરી છે. ‘સદા સેવા કરતી હૂં...' પ્રભુ ! મારું શરીર તારી આજ્ઞાના પાલનમાં વ્યાવૃત છે. અદ્ભુત છે આનંદ એ આજ્ઞાપાલનનો. મીરાં યોગની પોતાની દૃષ્ટિ પર સ્થિર રહી તે દૃષ્ટિમાં દર્શાવાયેલ આચરણોને આત્મસાત્ કરી રહી છે. આજ્ઞાપાલનનો આનંદ. યાદ આવે શ્રાવક શ્રેષ્ઠ ઋષભદાસજી. સાધનાના આનંદને વર્ણવતાં તેમણે કહેલું : એક ખમાસમણ દેતાં એટલો તો આનંદ આવે છે કે હૃદયનું નાજુક તંત્ર એને સહન કરી શકશે કે કેમ એની વિમાસણ થાય. ‘મોટા તમારી હથેળી માં ૧૩૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાપાલનને કારણે સાધનાના ઊંડાણને લીધે શરીરમાં વહેતી ઊર્જા (ઑરા) કેવી પવિત્ર બની રહે છે એની એક ઘટના યાદ આવે છે. શશિકાન્તભાઇ મહેતા, ચન્દ્રકાન્તભાઇ, પ્રાણલાલભાઇ દોશી આદિ સાથે હિમ્મતભાઇ બદ્રીની યાત્રાએ ગયેલા. આવી જ ખુમારી બદ્રીમાં હંમેશ માટે રહેતા ટાટબાબામાં તેઓએ નિહાળેલી. માત્ર કંતાનનું ઉત્તરીય પહેરતા એ સંતને લોકો ટાટ (કતાન) બાબા તરીકે સંબોધતા. બદ્રીમાં બહુ ઠંડી પડે ત્યારે કોઈ જ મનુષ્ય લગભગ ન હોય. પણ ટાટબાબા તો ત્યાં જ હોય. એમને પૂછવામાં આવ્યું : કોઈ ન હોય ત્યારે ભિક્ષાનો પ્રબંધ શી રીતે થાય ? રસ્તામાં, માર્ગથી થોડે દૂર, એક સંત એક ગુફામાં રહે છે એ ખ્યાલ આવ્યો. બધા એ ગુફા તરફ ચાલ્યા. બીજા બધા ગુફામાં પહોંચી ગયા. સંતની જોડે ચર્ચામાં ગૂંથાયા. શ્રી હિમ્મતભાઇ ધીરે ચાલતા. તેઓ પાછળથી ગુફામાં પ્રવેશ્યા. જેવા તેઓ પ્રવેશ્યા કે સંત ઊભા થઇ ગયા. સામે આવ્યા. અને કહ્યું : આપ ક્યાં યહાં પધારે ? આપ તો મુઝસે ભી બડે સંત હૈ ! એક મિનિટ, અર્ધી મિનિટ, ગુફામાં હિમ્મતભાઇની ઊર્જા પથરાઇ, વિસ્તરી અને સંત એ ઊર્જાની બળવત્તા પામી ગયા. હસતાં હસતાં એમણે પ્રત્યુત્તર વાળેલો : ‘ક્યા તુમ ભિક્ષા દેનેવાલે હોતે હો ? વહ તો ઉપરવાલા હી હોતા હૈ...' કેવી આ ખુમારી ! જે સાધના દ્વારા આવી પવિત્રતા અને ખુમારી મળે છે, તે સાધનાનો અભ્યાસ મીરાં સતત કરી રહ્યાં છે. ‘સદા સેવા કરતી હૂં.' પછી કહે છે : ‘સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હું... શરીર આજ્ઞાપાલનમાં... મન છે સ્મરણ અને ધ્યાનમાં. સાધનાનું ઊંડાણ કેવી તો પવિત્રતા આપે છે ! માત્ર પવિત્રતા જ નહિ, ખુમારી પણ અર્પે છે સાધનાનું ઊંડાણ. શ્રી હિમ્મતભાઇ આદિને તે જ પ્રવાસમાં થયેલી એક અનુભૂતિ. માર્ગથી થોડે દૂર, ગુફામાં સંત છે એમ સાંભળી તેઓ બધા ત્યાં ગયા. બહુ જ નાનકડી ગુફા હતી. સહેજે જ પુછાઈ ગયું : “આપ ઈતની સંકરી ગુહા મેં ક્યાં ?” સંતે કહ્યું : “મેં ઔર મેરે ભગવાન દો તો યહાં ઠહર સકતે હૈ, ફિર તીસરે કા કામ ભી ક્યા હૈ ?” સ્મરણ ચાલ્યા કરતું હોય છે પ્રભુનું. પ્રભુના ઉપકારોનું. સ્મરણ ગાઢ બને છે અને ધ્યાનદશામાં સરી જવાય છે. ધ્યાનદેશા પાંખી બને છે અને સ્મરણ ચાલુ થઈ જાય છે. સ્મરણ અને ધ્યાનનું એક દ્વન્દ્ર અહીં આપ્યું. આવું જ કંન્દ્ર શાસ્ત્રોમાં અપાયું છે ભાવના અને ધ્યાનનું. ૧૩૪ ૪ મોલ તમારી હથેળીમાં મોલ તમારી હથેળી માં” = ૧૩૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય આદિ કોઈ પણ ભાવનાનું ભાવન કરતાં સાધક ધ્યાનમાં લીન બને... ધ્યાન પાંખું થતાં વળી ભાવનામાં એ પોતાને પર્યવસિત કરે. અને ભાવનાથી ભાવિત થઈ ફરી ધ્યાનધારામાં ધ્યાતા આરૂઢ બને. મીરાં કહે છે : ‘સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હૂં'... શરીર આજ્ઞાપાલનમાં, મન સ્મરણ અને ધ્યાનમાં. આટલી ભૂમિકા મીરાં પાસે છે. હવે તેણી પ્રાર્થના કરે છે : “ભક્તિ મારગ દાસી કો દિખલાવો, મીરાં કો પ્રભુ સાંચી દાસી બનાવો...' પ્રભુ ! મને ભક્તિ માર્ગ હવે બતાવો ! તમારી સાચી દાસી મને બનાવો ! આ વાત અસ્તિત્વના સ્તરની ભક્તિની છે. શરીર અને મનના સ્તર પર સાધના આવી ગઈ. હવે જોઈએ છે અસ્તિત્વના સ્તરની સાધના. અહીં જે ધ્યાનની વાત થઈ એ સામાન્યસ્તરની નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ પરની ધ્યાનની વાત થઈ. જ્યાં વિકલ્પોના આંશિક અભાવને કારણે ઝિલાતી શાંતિનો અનુભવ થાય છે. પણ જ્યારે અસ્તિત્વના સ્તરની સાધના ઝિલાશે ત્યારે આપણી ભીતર વહેતા આનંદના ઝરણાનો અનુભવ થશે. અસ્તિત્વના સ્તરની આ સાધના શી રીતે મળે ? બે ચરણોમાં કાર્ય અહીં થશે : (૧) ઉપયોગને પરમાંથી પાછો હટાવવો અને (૨) સ્વ ભણી ઉપયોગને લઈ જવો. પ્રભુએ કેવી તો સરળ સાધના આપી છે ! અમને લોકોને - સાધુઓને પ્રભુએ એમ નથી કહ્યું કે તમારે રોજ આયંબિલ કે આટલા ઉપવાસ કરવા પડશે. પ્રભુએ કહ્યું કે તમે યથાશક્તિ તપ કરો; પણ ગોચરી લો ત્યારે ઉપયોગ એ ખાદ્ય પદાર્થોમાં ન રાખો. સ્વમાં રાખો. ભોજન લેનાર શરીર છે. પાણી પીનાર પણ શરીર છે. અને સૂઈ જનાર પણ શરીર છે. તમે છો માત્ર દ્રષ્ટા. - ભોજન શરીર લઈ રહ્યું છે. તમે માત્ર જોઈ રહ્યા છો. એ ખારું છે કે મીઠું, એનો ખ્યાલ તમને ન હોય. એવા સાધકો જોયા છે, જેમને ભોજન પછી પુછાય કે શું જમ્યા ? ત્યારે તેઓ કહેશે : ખ્યાલ નથી. થાળીમાં મુકાયેલું, તે ખવાઈ ગયું. નોકરને તમે કહ્યું : પાણી લાવ. હવે નોકરી માટલી પાસે પાણી લેવા જશે, તમે એની પાછળ જશો ? ના. નોકરનું નામ નોકર કરશે, એ જ રીતે, શરીર ભોજન કરશે ત્યારે તમે શું કરશો ? અમારી વાત કરું તો, અમારી ગોચરી-યાત્રા અહોભાવયાત્રા બની રહે છે. મુનિભગવંતો અને સાધ્વીજી ભગવતીઓ વાપરતી વખતે એક સૂત્રની અનુપ્રેક્ષા કરતા હોય છે : અહો જિર્ણહિં અસાવજજા, વિત્તી સાહૂણ દેસિ; મુખસાહણ હેઉસ્સ, સાહુદેહસ ધારણા... ૧૩૬ ૪ મોલ તમારી હથેળીમાં મોક્ષ તમારી હથેળી માં” = ૧૩૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રભુએ કેવી તો મઝાની નિરવદ્ય (નિર્દોષ) ભિક્ષાવૃત્તિ અમને આપી છે કે મોક્ષના સાધનરૂપ સાધુદેહનું પોષણ થઈ જાય અને બીજા કોઈ જંતુની વિરાધના ન થાય... તમે પણ કોઈ મઝાની સ્તવનાની કડી મનમાં ચિંતવી શકો. અને એ રીતે ઉપયોગને એમાં રાખી શકો. ઉપયોગને પરમાંથી હટાવવો છે... આપણી પૂરી સાધના એના માટે જ છે... સરસ ઝેન-કથા યાદ આવે. જોતાન નામનો સાધક ગુરુ યાકુસન પાસે આવ્યો. ગુરુ પાસે તે પાંચ વર્ષ પહેલાં પણ આવ્યો હતો. ગુરુ તેને ઓળખતા હતા. જોતા ચરણોમાં ઝૂક્યો અને ગુરુએ પૂછ્યું : તું કોણ છે ? (યાદ રાખો, ગુરુ એનું નામ નથી પૂછતા.) જોતાને કહ્યું : હું જોતાન. ગુરુએ કહ્યું : ‘પાંચ વર્ષ પહેલાં પણ તું જોતાન હતો. અને આજે પણ તું જોતાન છે ? તારા ‘નેઈમલેસ એક્સપીરિયન્સ'નું શું ? નામ સાથેનું વળગણ કેમ ન છૂટ્યું તારું ?' ગુરુ એ કહેવા માગતા હતા કે નામ તો સમાજે આપેલી વ્યવસ્થાની ચીજ છે. એ પર છે. એનાથી તે તારી જાતને અલગ કેમ ન કરી ? યાદ આવે ‘અમૃતવેલ’ની સઝાયની કડી : દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે... દેહ, મન, વચન, પુદ્ગલો અને કર્મપુદ્ગલોથી તમારી જાત તદ્દન અળગી છે. જોકે, સૈદ્ધાંતિકરૂપે તો આ વાત જાણેલી હોય છે. પ્રાયોગિક રૂપે હવે આ ધારામાં જવું છે. શરીરમાં તાવ આવ્યો... એ વખતે સાધકની ભાષા કઈ હશે ? ‘આને તાવ આવ્યો છે...' મને નહિ. હું તો આનંદઘન આત્મા છું. મહાપુરુષોને રોગ શરીરમાં આવે ત્યારે તેનાથી કેટલી તો ભિન્નતા રહેતી, એની મેં જોયેલી એક ઘટના કહું. મારા દાદાગુરુદેવ પૂજ્યપાદ ભદ્રસૂરિદાદા. રાધનપુર (ગુજરાત)માં પૂજ્યશ્રીજીનું ચાતુર્માસ. એ ચાતુર્માસમાં જ લીવરનું કેન્સર થયું. કેન્સર એડ-આઉટ થતું જતું હતું. તે વખતની સીમિત ઔષધિ પ્રણાલિના સંદર્ભમાં પૂજયશ્રીનું જીવન લંબાઈ શકે એવી કોઈ સંભાવના દેખાતી નહોતી. અગ્નિસંસ્કાર માટેનું સ્થળ પણ નક્કી થઈ ગયું. તે વખતે પાલનપુરમાં ડૉ. સૈયદ બહુ સારા ડૉક્ટર ગણાતા. તેમનું નિદાન બહુ સારું ગણાતું. અભિપ્રાય માટે તેમને બોલાવાયા. ૧૩૮ : મોક્ષ તમારી હથેળીમાં મોક્ષ તમારી હથેળી માં’ : ૧૩૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ શું થયેલું અહીં ? | ઉપયોગ શરીરમાં હતો, ત્યાં સુધી વેદના હતી. ઉપયોગ જ્યાં પ્રાર્થનામાં ગયો; પ્રભુના ગુણોમાં ગયો; હવે વેદના ક્યાં છે ? તેમણે પૂજયશ્રીજીને જોયા. રિપોર્ટ્સ જોયા. પછી કહ્યું: ‘મહારાજશ્રીના પટ્ટશિષ્ય ક્યાં છે ? આપણે બહાર બેસીને ચર્ચા કરીએ.’ પૂજ્યશ્રીનું વય તે સમયે ૮૪ વર્ષનું. તેમણે કહ્યું : “ડૉક્ટર ! બહાર જવાની જરૂર નથી. જે કહેવું હોય તે અહીં કહી શકાશે. તમારે એમ કહેવું હશે કે મહારાજશ્રી થોડાક દિવસ કે થોડાક કલાકના મહેમાન છે. ડૉક્ટર, કોઈ જ વાંધો નથી. અહીં પૂરી તૈયારી છે.” ચોર્યાસી વર્ષની વયે એ રણકો... જોકે, એ પછી દાદા ગુરુદેવશ્રીનું જીવન ઘણું લંબાયું. ૧૦૩ વર્ષની વયે તેઓશ્રીનો દેહવિલય થયો. ઉપયોગને પરમાંથી હટાવવો એ પહેલું ચરણ છે. બીજા ચરણમાં ઉપયોગ સ્વમાં સ્થિર થઈ જાય છે. વિમલા તાઈને સંત તુકડોજી મહારાજ જોડે નાનપણથી સત્સંગ હતો. એકવાર સંતે વિમલાજીને બોલાવ્યાં. કહ્યું : મારા શરીરમાં કેન્સરે પરિષદ ભરી છે. વીખરાવાનું નામ લેતી નથી. પછી હસતાં હસતાં કહે : ‘જીવવું કેમ તે તો મેં તને શીખવ્યું છે. હવે મરવું કેમ તે શીખવવા તને બોલાવી છે.” ઉપયોગને શરીરમાંથી હટાવી લેવાય તો કેટલી મઝાની સ્થિતિ ઉદ્ભવી શકે એ વાત મેં એક સંતના જીવનમાં જોયેલી. એ સંત પદયાત્રામાં હતા. અચાનક એક તીક્ષ્ણ કાંટો પગમાં ભોંકાયો. તેઓ નીચે બેસી ગયા. શિષ્યો આવ્યા. તેમણે કાંટો કાઢવાની શરૂઆત કરી, પણ કાંટો એટલો ઊંડો ગયેલો કે સહેજ હલતાં જ પીડા થઈ રહે. ભજન કરતાં કરતાં દેહવિલય થયો, સંતનો. ભગવદ્ગીતાના ‘વામાંfસ ગીનિ વથા વિહા...'નો કેવો આ જીવંત અનુવાદ ! જૂનાં વસ્ત્રોને છોડી નવાં વસ્ત્રો કોઈ પહેરે એની જેમ જ યોગી મૃત્યુ દ્વારા જીર્ણ થયેલા શરીરને છોડી નવા શરીરને ધારે છે. અચાનક સંતે કહ્યું : “ઊભા રહો ! મને પ્રભુની પ્રાર્થનામાં જવા દો ! મારું મન પૂરેપૂરું પ્રાર્થનામાં વહેવા લાગશે ત્યારે તમે કાંટો કાઢી લેજો.' એવું જ બન્યું. ગુરુ પ્રાર્થનામાં ડૂળ્યા. કાંટો કઢાઈ ગયો. લોહીનો ફુવારો ઊડ્યો. પાટો બંધાઈ ગયો. ગુરુ પ્રભુમાં લીન હતા. થોડીવાર પછી તેમણે આંખો ખોલી, જોયું કે કાંટો નીકળી ગયો છે. કહ્યું : ચાલો ! શરીરમાંથી ‘હું’પણાનો બોધ શિથિલ થતાં ઘર આદિમાંથી મારાપણાનો બોધ પણ શિથિલ બને છે. એક સાધકને આંગણે મહેમાન આવ્યા. ઘરમાં સોફા, ખુરશી આદિ કંઈ જ રાચરચીલું નહોતું. મહેમાનને નવાઈ લાગી. એણે પૂછ્યું : સોફા, ખુરશી, પલંગ કંઈ જ ઘરમાં નથી ? જજમાને કહ્યું : ૧૪૦ % મોલ તમારી હથેળીમાં મોક્ષ તમારી હથેળી માં’ ૧૪૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ તમારા સોફા વગેરે ક્યાં છે ? અહીં ગોઠવી દઈએ. મહેમાન કહે : હું થોડો સોફા વગેરે અહીં લાવેલ હોઉં ? આ ઘર થોડું મારું છે ? જજમાને કહ્યું : મારું પણ એવું જ છે, આ ઘર મારું થોડું છે ? શરીરને રહેવા માટે આશ્રય છે ઘર... મારે ને ઘરને શું લેવાદેવા ? કઈ રીતે ? ગુરુબહુમાન વડે પરમગુરુસંયોગ અને તેનાથી મુક્તિ. ત્રણે ચરણોની યાત્રા કરીએ. અસ્તિત્વના સ્તરની સાધનાને પુષ્ટ કરવા માટે બે ચરણોની વાત ચાલતી હતી : ઉપયોગને પરમાંથી હટાવવો.... કુદરતી રીતે, એ સ્વમાં આવી જશે. ભીતર આનંદનું ઝરણું ચાલી જ રહ્યું છે. પરંતુ ઉપયોગ પરમાં છે, વિકલ્પોમાં છે અને એથી આનંદના ઝરણાનો મધુર અવાજ સંભળાતો નથી. વિભાવો - રાગ, દ્વેષ, અહંકાર ચિત્તમાં શી રીતે આવે છે ? વિકલ્પોની પાંખ પર સવાર થઈને આવે છે. એટલે જ ઉપયોગને નિર્વિકલ્પ બનાવવા પર ભાર મુકાયો છે : ‘નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો...' ગુરુબહુમાન. અહીં સદ્દગુરુના ગુણો પરના બહુમાનની વાત છે; જેને અસંગ પ્રતિપત્તિ કહેવામાં આવેલ છે. સદ્ગુરુ પ્રાપ્તિનો આપણો ક્રમ આવો છે : ગુરુવ્યક્તિની પ્રાપ્તિ અને પછી ગુરુચેતનાની પ્રાપ્તિ. પ્રારંભિક સ્તર પર સાધક એક ગુરુવ્યક્તિ સાથે જોડાય છે. એની પણ મઝાની પૃષ્ઠભૂ છે. હું એક વાત ઘણીવાર કહેતો હોઉં છું : There's the same fragrance and same taste in all the respected gurus. (દરેક પહોંચેલ સદ્ગુરુઓમાં એક સરખી સુગંધ અને એક સરખો આસ્વાદ હોય છે.) આ સુગંધ અને આસ્વાદ હોય છે પરમચેતનાનો. સદ્દગુરુનું હૃદય અહંશૂન્ય બન્યું, તે અહંશૂન્યતાની મઝાની પૃષ્ઠભૂ પર પરમ ચેતનાનું અવતરણ થયું. આ રીતે, દરેક સગુરુઓ સમાન હોવા છતાં ક્યારેક કો'ક સદ્ગુરુ સાથે આપણી ચેતનાનું અનુસન્ધાન ઝડપથી થતું હોય છે. બની શકે કે એ સદ્ગુરુવર સાથે જન્માન્તરીય ઋણાનુબંધ હોય. મીરાં અસ્તિત્વના સ્તરની ભક્તિની દીક્ષા માગી રહી છે. સાધના અસ્તિત્વના સ્તરની જ જોઈશે. અહીં ગુરુબહુમાનના અસ્તિત્વના સ્તરની વાત છે. ‘માયો ગુરુવંદુમાળો.' ગુરુબહુમાન તે જ મોક્ષ. ૧૪૨ : મોક્ષ તમારી હથેળીમાં મોક્ષ તમારી હથેળી માં” ક ૧૪૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુવ્યક્તિ સાથે આપણો સંબંધ થયો; અને એ સદ્ગુરુયોગ હોય તો એ સંબંધ ગુણાત્મક સંબંધ રચાશે. એટલે કે એ સંબંધ ગુરુવ્યક્તિ સાથેનો હોવા છતાં ગુરુચેતનાના સંબંધમાં પરિણમ્યો. સદ્ગુરુયોગ... અદ્ભુત ઘટના છે એ. હું સદ્ગુરુયોગની વ્યાખ્યા આપતાં કહું છું : One plus one equals to one. એક વત્તા એક બરોબર એક. શિષ્યની ઈચ્છા ન રહે, વૈભાવિક રૂપનું ‘હું’ શિષ્યનું ભૂંસાઈ જાય અને તે સદ્ગુરુની આજ્ઞાની જ પ્રતીક્ષા સતત કરનારો હોય અને સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે જ વર્તનારો હોય. આ થયો શિષ્યનો સદ્ગુરુયોગ. તમારી ઈચ્છાઓની પાછળ હોય છે તમારું હું. એટલે તમારા હુંને શિથિલ બનાવવા માટે સદ્ગુરુ તમારી ઈચ્છાઓને ભેંસી કાઢશે. તમારી સારી ઈચ્છાની પાછળ પણ તમારું હું દેખાશે તો ગુરુદેવ તે ઈચ્છાને ભેંસી કાઢશે. ઈચ્છા, હું અને વિકલ્પ એવો એક ક્રમ છે. ઈચ્છાઓની પછવાડે છે હું. અને હું જ છે વિકલ્પોનું ઉદ્ભવસ્થાન એક જાગૃત સાધક તરીકે તમે તમારા વિકલ્પોની ડાયરીને જોજો. વહેલી સવારથી મોડી રાત સુધીના તમારા વિકલ્પોમાં કેન્દ્રસ્થાને હું જ ઊભર્યા કરશે. મેં આમ કહ્યું અને પેલી વ્યક્તિ પ્રભાવિત થઈ ગઈ... મેં આમ કર્યું ને...’ ૧૪૪ મોક્ષ તમારી હથેળીમાં આખી આ શૃંખલા - ઈચ્છા, હું, વિકલ્પોની - ને તોડવા પરંપરાએ બે માર્ગો આપ્યા. ઈચ્છાઓને તોડો, શૃંખલા ગુપચાઈ જશે. અથવા વિકલ્પોને તોડો, શૃંખલા શી રીતે રહેશે ? .. શિષ્ય ગુરુ પાસે આવે છે. એની ઈચ્છા અનશન (જીવે ત્યાં સુધી ભોજન-પાણીનો ત્યાગ) સ્વીકારવાની છે. એના માટેની પ્રારંભિક સજ્જતા પણ એણે કેળવી છે. ગુરુને એ પૂછે છે : હું અનશન સ્વીકારું ? ગુરુ ના પાડે છે. શિષ્ય તરીકે એનો ધર્મ હતો : ગુરુની આજ્ઞાને સ્વીકારવાનો. પણ અહીં એની ઈચ્છા પ્રબળ બનીને બહાર આવે છે. ‘હું અનશન સ્વીકારી શકું એમ છું, તમે ના કેમ પાડો છો ?' દેખીતી રીતે, અહીં ઈચ્છા, આ આગ્રહશીલતાની પાછળ શિષ્યનો હું હતો... લોકો એને ઉગ્ર તપસ્વી તરીકે સ્વીકારે એવી એની ઝંખના હશે. ગુરુએ કઠોર બનીને પણ આ આગ્રહને તોડવો જ રહ્યો. આગ્રહને પંપાળવાનો અર્થ થયો એના ‘હું’ને ઉત્તેજિત કરવાનું. બાય ધ વે, આપણે વિચારીએ. આપણને કેવા ગુરુ ગમે ? ઈચ્છાને તોડે તેવા કે ઈચ્છાને પંપાળે તેવા. ‘મોક્ષ તમારી હથેળી માં ૧૪૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ ડૉક્ટર કેવા ગમે ? ગૂમડાને પંપાળે તેવા કે ગૂમડાને ચીરી નાખે તેવા ? ત્યાં આપણે લોકો બહુ જ સ્પષ્ટ હોઈએ છીએ. રોગને દૂર કરે તેવા જ ડૉક્ટર ગમે છે આપણને. અહીં કેમ આમ નથી થતું ? શરીર પર રાગ હોવાને કારણે રોગો ખટકે છે. નિર્મલ ચૈતન્યને પામવા તરફ દૃષ્ટિ જાય તો તેની પ્રાપ્તિમાં અવરોધક ઈચ્છા, હું, વિકલ્પો બધું ખટકે જ. શિષ્ય ગુરુને પૂછ્યું : તમે મને અનશન સ્વીકારવાની ના કેમ પાડો છો ? આ શરીરમાં હવે શું રહ્યું છે ? લોહી, માંસ, ચરબી બધું તો સુકાઈ ગયું છે. હાડપિંજર જેવું શરીર છે આ. અને એમ બોલતાં બોલતાં તેણે પોતાની એક આંગળીને બટકી અને કહ્યું : જુઓ, શું છે આમાં ? ગુસ્સો આવ્યો... (બાકી હું તો ક્ષમાવતાર જ છું ને !) આવા વિકલ્પો સામી વ્યક્તિને દોષિત તરીકે ચીતરશે. પોતાની જાતને નિર્દોષ. અને એ રીતે વૈભાવિક લયનું હું એમ ને એમ રહેશે. ગુરુ આ વિકલ્પોને કઈ રીતે તોડશે ? જ્ઞાનસાર’નું શમાષ્ટક યાદ આવે : अनिच्छन् कर्मवैषम्यं, ब्रह्मांशेन समं जगत् । आत्माऽभेदेन यः पश्ये - दसौ मोक्षं गमी शमी ।। કર્મકૃત વિષમતાને એક બાજુએ રાખવાની અને ચેતનાની નિર્મલ દશાને જ માત્ર જોઈને દોષી આત્માને પણ વિશુદ્ધરૂપે જોવાનો. અને આવો સાધક મોક્ષને પામે છે. - તમારી સામે ગુસ્સાથી કોઈ ધાણીફૂટ બોલતો હોય ત્યારે તમે એ વ્યક્તિમાં રહેલ સિદ્ધાત્મતાને જોઈ શકો ? ગુરુએ કહ્યું : આ જ તો છે ! તારો આ અહંકાર આ રીતે ધ્વનિત થઇ રહ્યો છે. શિષ્યની પાસે પોતાના હુને જોઈ શકે એવી આંખ નહોતી, એણે ગુરુચક્ષુ થવું જ જોઈતું હતું ને ! અને, તો કેવી મઝાની ઘટના ઘટે ? એ વ્યક્તિ ક્રોધમાં તમને કહી રહી હોય. તમને એનામાં ભવિષ્યનો સિદ્ધાત્મા દેખાય. તમે એના ચરણમાં ઝૂકો, પેલી વ્યક્તિને નવાઈ લાગે. “આ માણસ... ગુસ્સાથી ભભૂકી ઊઠવો જોઈએ. એને બદલે ઝૂકે કેમ ?’ તમને એ પૂછે, ને તમે કહી દો : તમે ભવિષ્યના સિદ્ધાત્મા છો ને ! તો, ‘હું'ને તોડવા સદ્ગુરુ બેમાંથી ગમે તે માર્ગ અપનાવશે. ક્યારેક ઈચ્છાઓને તોડશે. ક્યારેક વિકલ્પોને તોડશે. ગુરુ કહેશે : તારા વિચારો... તારા વિકલ્પો... એથી શું મળે ? આપણા વિકલ્પો લગભગ આપણા ‘હું'ને જ પુષ્ટ કરનારા હોય છે. પેલી વ્યક્તિએ આમ કહ્યું કે આમ કર્યું માટે મને ઉત્તર ગુજરાતના ભીલડિયાજી તીર્થમાં ઉપધાન તપનું આયોજન હતું. સંખ્યા ધાર્યા કરતાં વધી ગયેલી. ભાઈઓને તો અમારા ઉપાશ્રયમાં રાખેલ. બહેનો માટે રૂમો હતી. સંખ્યા વધી જવાને કારણે એક એક રૂમમાં દશ-દશ બહેનોને આયોજકોએ રાખેલ. ૧૪૬ # મોક્ષ તમારી હથેળીમાં મોક્ષ તમારી હથેળી માં” છેક ૧૪૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ રૂમના કદ પ્રમાણે સંખ્યા ખરેખર વધુ હતી. બહેનોએ આયોજકો પાસે ફરિયાદ કરી. તેમણે કહ્યું : સંખ્યા વધી ગઈ છે. શું થાય ? રાતોરાત તો નવી રૂમ બને નહિ. બહેનો મારી પાસે આવી. મેં એમની વાત સાંભળી. મેં પણ જોયું કે બીજો કોઈ માર્ગ આયોજકો પાસે નહોતો. મેં કહ્યું : દરેક રૂમમાં દશ સાધિકાઓ છે. એટલે કે તમારા સિવાયના નવ તો ભવિષ્યના સિદ્ધ ભગવંતો છે. એ સિદ્ધ ભગવંતોની જોડે રહેવાનું સૌભાગ્ય તમને મળ્યું ! ઈચ્છાનો છેદ ઊડે અને હું ઊડે. વિકલ્પોનો છેદ ઊડે અને હું ઊડે. પરિણામે, ઉપયોગ સ્વમાં આવે. પૂજ્ય દેવચન્દ્રજી મહારાજે પરમતારક શ્રી અભિનન્દન પ્રભુના સ્તવનમાં પ્રભુની સાધનાનો રસ, સ્વમાં ડૂબવાનો રસ કેવી રીતે મળે એની મઝાની વિધિ બતાવી : ‘પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત...' પૂ. દેવચન્દ્રજી મહારાજ પ્રતીતિની - અનુભૂતિની દુનિયાના પુરુષ છે. અને તેથી, તેઓ કહે છે : તમે પરના અનુભવનો ત્યાગ કરો, તમને સ્વની અનુભૂતિ થશે. યાદ રહે, તેઓ પરના અનુભવના ત્યાગની વાત કરી રહ્યા છે. પરના ત્યાગની વાત તેઓ કરતા નથી. સાધક પાસે શરીર છે, તો તેને ભોજન લેવું પડશે. પાણી પણ પીવું પડશે. મોટું પુદ્ગલ - શરીર છે, તો નાના પુદ્ગલો જોઈશે; ૧૪૮ મોક્ષ તમારી હથેળીમાં પણ એ ખોરાક લેતી વખતે એ સારો છે કે ખરાબ એમ માનીને રાગ-દ્વેષની ધારામાં જવું નથી. .. आयओ गुरुबहुमाणो... કેવું અદ્ભુત છે આ સૂત્ર ! ગુરુબહુમાન તે જ મોક્ષ. કારણ કે ગુરુબહુમાન પરમગુરુસંયોગ દ્વારા મોક્ષ અપાવે છે. સદ્ગુરુના ગુણો પ્રત્યેનું બહુમાન. સદ્ગુરુને જોઈએ અને અહોભાવથી ભીના ભીના બનીએ. સદ્ગુરુના જીવનની ઘટનાને વાંચીએ કે સાંભળીએ અને ભીના બનાય. પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ એક ગામમાં પધારેલા. તેઓશ્રીનું પ્રવચન ચાલી રહ્યું હતું એ વખતે પાછળની ઝાડીમાંથી એક સાપ આવ્યો. ગુરુદેવનું જાણે કે આકર્ષણ ન થયું હોય તેમ તે પાટ પર ચડ્યો. પછી ગુરુદેવના શરીર પર ચડ્યો અને ખોળામાં થઈ પેલી બાજુ નીકળી ગયો. ગુરુદેવનું પ્રવચન ચાલતું જ રહ્યું. કેવો અદ્ભુત આ સાક્ષીભાવ ! એમના સાક્ષીભાવની એક બીજી ઘટના : મહાવિદેહમાં સૌધર્મેન્દ્ર એકવાર પ્રભુ સીમંધર ભગવાનને પૂછ્યું : પ્રભુ ! ‘મોક્ષ તમારી હથેળી માં ૧૪૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ ભરતક્ષેત્રમાં અત્યારે શ્રેષ્ઠ અનુભૂતિવાન મહાપુરુષ કોણ ? અને તે સમયે પ્રભુએ દેવચન્દ્રજીનું નામ આપ્યું. સૌધર્મેન્દ્ર સામાન્ય મનુષ્યના રૂપમાં ત્યાં આવે છે. તે વખતે પૂ. દેવચન્દ્રજી મહારાજ પ્રવચન આપી રહ્યા હોય છે. પોતાના જ્ઞાન વડે એમને ખ્યાલ આવી ગયો કે સૌધર્મેન્દ્ર આવ્યા છે. પરંતુ બિલકુલ નિર્લેપ એ મહાત્મા... જેવું પ્રવચન આપતા હતા, તે જ લયમાં આપતા રહ્યા. સૌધર્મેન્દ્રને પ્રભાવિત કરવાની કોઈ ઈચ્છા જ નહોતી ને ! .. સદ્ગુરુની આ નિર્લેપદશા પરનું બહુમાન સાધકને પરમાત્માના ગુણ સાથે જોડી આપે. થાય કે છદ્મસ્થ ગુરુદેવની નિર્લેપતા આવી છે, તો અરિહંત પ્રભુની વીતરાગ દશા તો કેવી અદ્ભુત હોય ! સમવસરણમાં ‘અપ્સરા ધૂંઘટ ખોલ કે આગે નાચતે...'ની ઘટના અપ્સરાઓ તરફ ખૂલે. પ્રભુ તો માત્ર સ્વમાં ડૂબેલ હોય. ભક્તિયોગાચાર્ય કાન્તિવિજય મહારાજ પરમતા૨ક સુવિધિનાથ પ્રભુની સ્તવનામાં કહે છે : ‘ત્રિગડે રતનસિંહાસન બેસી, ચિહું દિશિ ચામર ઢળાવે રે; અરિહંત પદ પ્રભુતાનો ભોગી, તો પણ જોગી કહાવે રે...’ સમવસરણમાં બિરાજેલ પરમાત્મા... ચામરો ઢળાઈ રહ્યા છે. દેવદુંદુભિ વાગી રહી છે... ઐશ્વર્ય જ ઐશ્વર્ય ચારે બાજુ છે. પણ એ તો ભક્તો માટે. પ્રભુ તો સ્વમાં ડૂબી ગયા છે. .. ૧૫૦ મોક્ષ તમારી હથેળીમાં હું ઘણીવાર ભક્તોને પૂછતો હોઉં છું : પ્રભુનું દર્શન કરીને તમે આવ્યા. પ્રભુએ શું કહેલું ? ભક્તો કહે : ગુરુદેવ ! પ્રભુએ કંઈક કહ્યું હશે, પણ શું કહ્યું હશે તે ખ્યાલ નથી આવ્યો. ત્યારે હું કહું : પ્રભુએ પોતાની મુદ્રા વડે કહેલું કે હું સ્વમાં સ્થિર થયેલો છું. તું પણ સ્વમાં સ્થિર થઈ જા ! શંખેશ્વર પાર્શ્વનાથદાદાના દરબારમાં પૂનમે દશ હજાર ભક્તોની ભીડ લાગેલી હોય. એકમના પાંચસો ભક્તોય ન હોય... પણ એથી શું ? પ્રભુ તો સ્વમાં જ સ્થિર છે. કોઈ આવ્યા કે ન આવ્યા, એ આપણી તરફ ખૂલતી ઘટના છે. પ્રભુ તરફ તો છે માત્ર સ્વની વૈભવપૂર્ણ, આનંદમય દુનિયા. સદ્ગુરુના ગુણો પરના બહુમાન વડે સાધક પરમાત્માના ગુણો સાથે સંબદ્ધ થાય છે. અથવા તો એમ પણ કહેવાય કે સદ્ગુરુ પ્રત્યેનું બહુમાન તેમની આજ્ઞાના સ્વીકારમાં પરિણમશે. અને સદ્ગુરુ આપણને માત્ર પ્રભુ સાથે સંબદ્ધ કરી આપશે. એટલે કે સદ્ગુરુવચનબહુમાન દ્વારા પરમગુરુ-સંયોગ. સદ્ગુરુનું પોતાની તરફ ખૂલતું કાર્ય પોતાની ભીતર, ભીતર જવાનું છે. આપણી તરફ ખૂલતાં તેમનાં બે કાર્યો છે : પ્રભુની પ્યાસ નથી જાગી આપણને તો તેઓ આપણને પ્યાસ જગવી દે. અને પ્યાસ જાગેલી હોય તો તેઓ પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ કરાવી દે છે. ‘મોક્ષ તમારી હથેળી માં ૧૫૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ આધારસૂત્ર સદ્ગુરુની પાસે જયારે પણ તમે જાવ, તેઓ પ્રભુના ઐશ્વર્યની વાતો એવી મોહક રીતે કરશે કે તમે પ્રભુના દિવ્ય સમ્મોહનમાં પડી જાવ... તો, ગુરુબહુમાનથી પરમગુરુ સંયોગ. અને તે દ્વારા મોક્ષ. પ્રભુ આપણી મુક્તિનું કારણ કઈ રીતે છે એની મઝાની ચર્ચા પૂ. દેવચન્દ્રજી મહારાજે પરમતારક અજિતનાથ પ્રભુની સ્તવનામાં કરી છે. સ્તવનાના પ્રારંભમાં જ એમણે કહ્યું : ‘જ્ઞાનાદિક ગુણ સંપદા રે, તુજ અનંત અપાર; તે સાંભળતાં ઊપની રે, રુચિ તેણે પાર ઉતાર...' પ્રભુ ! તારા ગુણોને જોઈને રુચિ પ્રગટી છે; એ ગુણો અન્તસ્તરથી ગમ્યા છે; આ ગમવાની મૂડી પર તું મને પાર ઉતારી દે! પ્રભુનાં ગુણોનું દર્શન એ નિમિત્ત કારણ છે અને રુચિ તે ઉપાદાન કારણ છે. પ્રભુના ગુણો જોવાયા, તો રુચિ થઈને ? એથી પોતાની સિદ્ધિનું કારણ પરમાત્માનો સંયોગ છે, તેમ ભક્ત કહેશે. 1 , 1 , ન સંધે, , = Br, refથf .... सव्वहा निरवेक्खा, थिमिया, पसंता । પ્રસંનોfણ ઘણા રે .... से सरूवसंठिए । - પંચસૂત્ર, પંચમ સૂત્ર સિદ્ધાત્મા શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી, તે છે અરુપિણી સત્તા. તે સત્તા સર્વથા નિરપેક્ષા છે. તે સ્તિમિત (નિસ્તરંગ સમુદ્ર જેવી) છે અને તે પ્રશાન્ત છે. તથા અસાંયોગિક આનંદવાળી છે. તે સિદ્ધાત્મા સ્વરૂપમાં સંસ્થિત છે. ગુરુગુણબહુમાન, પરમગુરુસંયોગ અને મોક્ષ... કેવો મઝાનો અથવા તો કહો કે ગુરુવચનબહુમાન, પરમગુરુસંયોગ અને મોક્ષ. બે જ ડગલામાં મોક્ષ ! ૧૫૨ % મોલ તમારી હથેળીમાં Page #78 -------------------------------------------------------------------------- ________________ આનંદઘન ચેતનમય મૂરત, સેવક જન બલી જાહી... ‘ના હમ મનસા.’ હું મનની ભૂમિકા પર નથી. અહીં મન શબ્દથી સંજ્ઞા પ્રેરિત મન લેવાયું છે. એવું મન, જે રાગ, દ્વેષ અને અહંકારથી પ્રભાવિત છે. આવું પ્રભાવિત મન રતિ અને અરતિનાં દ્વન્દ્રમાં જ સાધકને લઈ જાય ને ! કો’કે કહ્યું : તમે બહુ સારા છો, તમારી વિદ્વત્તા અપૂર્વ છે... આ શબ્દો મનમાં રતિભાવની સુખની લહેરો પેદા કરશે. પણ કો'ક કહેશે કે તમે બરોબર નથી. તો શું થશે ? અરતિભાવની પીડા શરૂ થશે. મનની આ સંજ્ઞાપ્રભાવિતતા, આ ઘટનાપ્રભાવિતદશા એવી હોડી જેવી છે, જે સમુદ્રનાં મોજાં સાથે આમથી તેમ ફંગોળાય છે. આની સામે, ભક્ત હોય છે ઘટના-અપ્રભાવિત. આજ્ઞાપ્રભાવિત મનનો સ્વામી. ૮ ના હમ દરસન, ના હમ ફરસન પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતે સ્વરૂપાવસ્થા પર એક મઝાનું પદ આપ્યું છે : ના હમ મનસા, ના હમ શબદા, ના હમ તન કી ધરણી; ના હમ ભેખ, ભેખધર નાંહિ, ના હમ કરતા કરની; ના હમ દરસન, ના હમ ફરસન, રસ ન ગંધ કછુ નહિ; ઘટનાપ્રભાવિત, સમાજપ્રભાવિત મન પર સમાજનો અધિકાર હોય છે. જે સમાજમાં પોતે ઊછરેલ છે, એ સમાજની માન્યતા આ વ્યક્તિ પર હાવી થાય છે. અને પ્રભુપ્રભાવિત મનમાં ઘટનાઓની કોઈ અસર રહેતી નથી. રાબિયાને ત્યાં એક ફકીર આવ્યા. ફકીરે રાબિયાની સંત તરીકેની મોટી ખ્યાતિ સાંભળેલી. આવ્યા પછી જોયું તો રાબિયાની ૧૫૪ મોક્ષ તમારી હથેળીમાં ના હમ દરસના, ના હેમ ફરસને જૈફ ૧૫૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ ઝૂંપડી તૂટેલી-ફૂટેલી હતી. પલંગના પણ ત્રણ પાયા ઠીક હતા; ચોથો પાયો તૂટેલો હતો. ત્યાં પથ્થર મૂકેલો. અરે, પાણી ભરવાની એક માટલી હતી. એમાં અધવચ્ચે હતું કાણું. ત્રણ લોટાથી વધુ પાણી એમાં ભરાઈ ન શકે... ફકીરે કહ્યું : બીજું તો ઠીક છે. આ જૂની માટલીને બદલે નવી માટલી હું મૂકી શકું ? રાબિયાએ ના પાડી. ફકીરે કારણ પૂછ્યું. રાબિયા પાસે ઘટનાઓને જોવાનો નવો - fresh દૃષ્ટિકોણ હતો. એમણે કહ્યું : આ માટલીને અહીં આ રીતે રાખીને પ્રભુ મારી નિઃસ્પૃહતાને વધારી રહ્યા છે. રાબિયા પાસે ઘટનાપ્રભાવિતતાનો દૃષ્ટિકોણ નહોતો. એમની દૃષ્ટિ પ્રભુપ્રભાવિત હતી. ‘ના હમ મનસા.' સંજ્ઞાપ્રભાવિત, સમાજપ્રભાવિત મનને સ્થાને જોઈએ પ્રભુઆજ્ઞાપ્રભાવિત મન. પહેલા મનમાં હુંનો મહિમા વિસ્તૃત હોય છે. બીજા મનમાં હું શિથિલ થયેલું હોય છે. સોક્રેટિસને એમના સમકક્ષ ગુરુએ પૂછેલું : તમારા શિષ્યો આવા ચુનંદા કઈ રીતે છે ? તમારી શિષ્યને પસંદ કરવાની રીત કઈ છે ? સોક્રેટિસે કહ્યું : મારી પાસે દીક્ષિત થવા આવનારને હું જળકુંડ પાસે મોકલું છું અને પૂછું છું કે શું દેખાયું હતું ? જો એ કહે કે ૧૫૬ મોક્ષ તમારી હથેળીમાં સેવાળ, તરતી માછલીઓ આદિને તેણે જોયેલ. તો હું એને પસંદ કરું છું. પણ એણે એનો ચહેરો જ જળકુંડમાં જોયેલ હોય તો હું તેને નકારું છું. સાધકની અહંકેન્દ્રિતતાને પરખવાની આ કેવી મઝાની રીત ! અને કદાચ અહંકેન્દ્રિતતા હોય તો...? મહાત્મા બુદ્ધ એ માટે મઝાનો પ્રયોગ કરતા. એમની પાસે એક સાધક આવ્યો. બુદ્ધને લાગ્યું કે એનું હું એટલું શિથિલ નથી બન્યું. જેટલું બનવું જોઈએ. તેમણે સાધકને કહ્યું : આ નગરના સ્મશાનગૃહમાં તારે સવા૨થી સાંજ સુધી એક મહિના સુધી રોકાવાનું છે. બપોરે જમવાનું ત્યાં મંગાવી લેજે. પહેલા જ દિવસે એક અંત્યેષ્ટિ આવી. પૂછ્યું : કોની આ અંતિમયાત્રા ? કહેવામાં આવ્યું કે આ નગરશ્રેષ્ઠીની અંતિમયાત્રા છે... સાધકને ખ્યાલ આવ્યો કે એ નગરશ્રેષ્ઠી વારંવાર કહેતા કે ‘હું છું તો આ નગર ચાલે છે... નહિતર શું થાત આ નગરનું ?’ એ શ્રેષ્ઠી ચાલ્યા ગયા અને નગર તો દોડતું રહ્યું. બે-ચાર દિવસે આવી અંતિમયાત્રા આવતી ગઈ. અને એ જોતાં સાધકનું હું શિથિલ બન્યું. એ પછી તેને દીક્ષા મળી. ના હમ દરસન, ના હમ ફરસની ૧૫૭ Page #80 -------------------------------------------------------------------------- ________________ ‘ના હમ મનસા... ના હમ શબદા...’ શબ્દ છે પૌગલિક ઘટના. હું છું જ્યોતિર્મય ચૈતન્ય. શબ્દ મારું સ્વરૂપ નથી. ‘ના હમ શબદા’ની એક અસર એ થાય કે કોઈ વ્યક્તિ સાધકને કડવા શબ્દો પણ કહી દે તો એની અસર એના પર ન થાય. શબ્દ શબ્દ છે, હું હું છું. મારે અને એ શબ્દોને શી લેવા-દેવા ? હા, એ શબ્દોમાંથી મારા જીવન માટે જરૂરી કંઈક પાથેય મળતું હશે તો લઈ લઈશ. ગુર્જિએફને એક વ્યક્તિએ કહ્યું : મિસ્ટર એક્સ તમારી બહુ જ નિન્દા કરતા હતા. ગુર્જિએફે હસતાં હસતાં કહ્યું : મિ. એક્સનો તો મને ખ્યાલ નથી, પણ લિજ્જતભરી મારી ટીકા સાંભળવી હોય તો મિ. વાય પાસે જવું. મઝા આવી જાય. | ગુર્જિએફે ઉમેરેલું : એકવાર હું કૉફી હાઉસમાં અંધારામાં બેઠેલો. ત્યાં મિ. વાય એમના મિત્રો સાથે આવ્યા. દોઢેક કલાક સુધી એમણે મારી જે ધોલાઈ કરી છે; લિજ્જતદાર નિન્દા... મઝા આવી ગઈ મને. ‘ના હમ તન કી ધરણી...’ શરીર તે હું નથી. શરીરમાં હું રહું છું. ‘જિંદગી એક કિરાયે કા ઘર હૈ, એક દિન તો બદલના પડેગા; મૌત જબ તુમ કો આવાજ દેગી, તબ ઘર સે નીકલના પડેગા...” સંતને રક્તપિત્તનો રોગ લાગુ પડ્યો. ભક્ત પૂછ્યું : આનંદમાં ? સંતે કહ્યું : એકદમ આનંદમાં... ‘અરે, પણ આ રોગ...!' સંત કહે છે : આ તો છે પ્રભુનું વરદાન. ‘કઈ રીતે ?” મઝાનો ઉત્તર મળ્યો : શરીર અનિત્ય છે, ગંદકીથી ભરેલ છે એવું વાંચતો, અન્યોને કહેતો પણ ખરો; પરંતુ મારો દેહરાગ શિથિલ નહોતો થતો... પ્રભુએ કૃપા કરી. અંદરની ગંદકી બહાર આવી... દેહાધ્યાસના ફુરચા ઊડી ગયા ! ગુર્જિએફે એક તત્ત્વદ્રષ્ટા તરીકે શબ્દોને પરાયા માન્યા અને એથી એમની જોડે એમનો સંબંધ ન બંધાયો. ‘ના હમ ભેખ, ભેખધર નાંહિ.” અગણિત જન્મોમાં અનેક વેષોને ધારણ કર્યા... ન તો આત્મા વેષ છે, ન તો તે વેષધર છે. વેષ શરીર જોડે સંકળાયેલ ઘટના છે. નિર્મલ ચૈતન્ય જોડે એને કોઈ સંબંધ નથી. કપડાં કોણ પહેરે છે ? તમે કે શરીર ? પૂજા કરીને તમે ઘરે આવ્યા. તમારા માટે મુકાયેલ વસ્ત્ર-ઝભ્ભો, લેંઘો તમે પહેર્યા. પછી નાસ્તો કર્યો. હવે એક મિનિટ આંખો બંધ કરીને તમારી જાતને પૂછો કે આજે તમે કયાં વસ્ત્રો પહેર્યાં છે ? જવાબ બરોબર ન મળે (તમને ચોક્કસ ખ્યાલ જ ન હોય કે કયાં વસ્ત્રો પહેરેલાં ? શરીરને પહેરાવી દીધેલ...) તો તમે સાધક તરીકે બરોબર કહેવાવ. જવાબ સાચો મળે તો એનો મતલબ એ થાય કે હા, શબ્દો જોડે સંબંધ ત્યારે બાંધવો છે, જયારે એ શબ્દો પરમાત્માના છે અને એ શબ્દો અનુભૂતિ ભણી આપણને લઈ જઈ શકે તેમ છે. ૧૫૮ 8 મોલ તમારી હથેળીમાં ના હમ દરસન, ના હમ ફરસન ક ૧૫૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ માત્ર શરીરે જ નહિ, તમે પણ વસ્ત્ર પહેરવાની એ ક્રિયામાં ઊંડા ઊતરેલ મુલ્લાજી રાજદરબારમાં જવા માટે તૈયાર થયા. તે જ વખતે તેમના મિત્ર ઘરે આવ્યા. મુલ્લાજી ખુશ થયા. કહે : ચા પી લ્યો. પછી આપણે બેઉ સાથે રાજદરબારે જઈએ. મિત્ર કહે : પણ હું તો કપડાં બદલ્યા વગર આવ્યો છું. તમારે ત્યાં આવવાનું હતું ને ! પણ રાજદરબારમાં જવું હોય તો... આ ઝભ્ભો તો જુઓ, કેવો ગંદો છે ! મુલ્લાજીએ પોતાનું પહેરણ એમને આપ્યું. મિત્રે તે પહેર્યું. બેઉ ચાલ્યા. વચ્ચે એક અધિકારી મળ્યા. મુલ્લાજીએ પ્રણામ કર્યા. પછી કહે : આ અમારા મિત્ર છે. એકદમ અભિન્નહ્રદય મિત્ર છે. અમે એવા અભિન્ન છીએ કે એમણે પહેરેલ ખમીસ મારું છે ! હવે આવી રીતે તે કંઈ પરિચય અપાય ? મિત્રે વિરોધ કર્યો. મુલ્લાજીએ કહ્યું : હવે આવું નહિ થાય. આગળ ગયા. બીજા એક અધિકારી મળ્યા. મુલ્લાજીએ મિત્રનો પરિચય આપ્યો : આ મારા મિત્ર છે. બહુ મોટા શ્રીમંત છે. બહુ મોટી જમીન એમની છે... અને છેલ્લે ઉમેર્યું : એમણે પહેરેલ પહેરણ પણ એમનું જ છે ! મુલ્લાજીના મનમાં એમનું પોતાનું પહેરણ હતું, તે કોઈપણ રીતે નીકળ્યે જ છૂટકો હતો ને ? ૧૬૦ મોક્ષ તમારી હથેળીમાં મિત્ર બગડ્યો. એ કહે : હું જાઉં છું. તમે જાવ. તમારું કામ કરી આવો. હું તમારી સાથે નહિ આવું... મુલ્લાજીએ દિલગીરી દાખવી. હવે પહેરણની વાત બિલકુલ નહિ ઉચ્ચારું. ચાલો... એક અધિકારી મળ્યા. મુલ્લાજીએ મિત્રનો પરિચય આપ્યો. તેઓના સ્થળનો, કારોબારનો, ખેતીવાડીનો બધો જ પરિચય આપ્યો અને કહ્યું : એમના અંગેની બધી જ વાતો મેં તમને કહી. એક જ વાત રહી ગઈ. એમણે પહેરેલા પહેરણની. પણ એ વિષે કશું ન કહેવાનો મેં નિર્ણય કર્યો છે ! .. ‘ના હમ ભેખ, ભેખધર નાંહિ.' વસ્ત્રો જોડે લેવા-દેવા મારા શરીરને છે. મારે શું ? “ના હમ કરતા કરની.' વૈભાવિક જગતમાં આત્મા કર્તા પણ નથી, કાર્ય પણ નથી. ખાવાનું કાર્ય શરીર કરે છે, પીવાનું કાર્ય પણ શરીર કરે છે. અને સૂઈ જાય છે કોણ ? શરીર જ તો ! એથી તો ભગવાને શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું : “મુળિળો સયા ગાતિ ।' મુનિઓ સદા જાગૃત હોય છે. થાકે છે શરીર, થાકે છે જ્ઞાત મન. જે થાકે છે, તે સૂઈ જાય. સાધક શા માટે ઊંધે ? અત્યારની યૌગિક દુનિયામાં એક શબ્દ પ્રસિદ્ધ છે : કૉન્સ્ટસ સ્લીપ, જાગૃત નિદ્રા. શરીર સૂતું હોય અને તમે જાગૃત હો. ના હમ દરસન, ના હમ ફરસન ૧૬૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ કઈ રીતે આ બને ? ઉજાગરને નિદ્રામાં ભેળવીએ તો એ થઈ શકે. આપણી પાસે અત્યારે ત્રણ અવસ્થા છે : જાગૃતિ, સ્વપ્ન, નિદ્રા... એમાં ઉજાગરના અંશને ભેળવવો છે. ઉજાગર અવસ્થા એટલે નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ પર સ્વગુણાનુભૂતિ કે સ્વરૂપાનુભૂતિની ક્ષણો. આમ, ઉજાગર અવસ્થા તેરમે ગુણઠાણે હોય છે. પરંતુ એનું નાનકડું સંસ્કરણ આપણી પાસે આવી શકે. પહેલાં જાગૃતિમાં ઉજાગરને ભેળવાય. પછી સ્વપ્નાવસ્થા પકડાય. પછી નિદ્રાવસ્થા. જાગૃતિમાં ઉજાગરને ભેળવવાની પ્રક્રિયાને હું જાગરણના સમુદ્રમાં ઉજાગરનો ટાપુ કહું છું. દરિયામાં હોડી લઈને જતો યાત્રી બપોરની તીવ્ર ગરમી આદિથી કંટાળ્યો હોય અને ત્યાં એને બેટ મળી જાય તો...! ઠંડાં વૃક્ષોની છાયામાં રહી શકાય ત્યાં. મીઠાં ફળો ખાઈ શકાય અને મીઠું પાણી પીવા મળે... જાગૃતિના સમયમાં વિકલ્પોનું ઘોડાપૂર ચાલતું હોય છે અને એનો થાક કંઈ ઓછો હોય છે ? એક મઝાની વાત કરું. વિકલ્પોનો થાક બહુ જ રહેતો હોય છે. પણ રાતની ઘસઘસાટ ઊંઘમાં વિકલ્પો છૂ થતાં હોઈ દિવસે થોડી તાજગી વરતાય છે. અઠવાડિયું રાત્રે ઊંઘ ન આવે તે માણસની હાલત જુઓ તો ખ્યાલ આવશે કે વિકલ્પોનો થાક કેવો છે! ઉજાગરનો ટાપુ કઈ રીતે ખડો કરીશું ? ૧૬૨ મોક્ષ તમારી હથેળીમાં દશ-પંદર મિનિટ શાંત રીતે બેસવું છે. પહેલાં થોડીવાર ‘નમો અરિહંતાણં' પદનો ભાષ્ય જાપ. એ પછી ૨-૩ મિનિટ એ જ પદનો માનસ જાપ. એમાં એકાગ્રતા આવે ત્યારે એ પદને છોડી દેવાનું. હવે શાંત દશામાં બેસવું છે... પદમાં એકાગ્ર થવાને કારણે વિકલ્પો ઘણા છૂટી ગયા હોય... અને શાંત અવસ્થામાં ભીતરી સમભાવનો અનુભવ થશે. નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ પર સમત્વ ગુણની અનુભૂતિરૂપ ઉજાગરનો અંશ જાગૃતિમાં અહીં ભળ્યો. ઉજાગરના આ અંશને સ્વપ્નાવસ્થામાં પણ ભેળવી શકાય. અને નિદ્રાવસ્થામાં પણ. સામાન્યતયા સાધકને સ્વપ્નો ન આવે. શરીર થાકે તો એ સૂઈ જાય. ઊંઘ પૂરી થઈ. સાધના ચાલુ. તન્દ્રાવસ્થા આવે જ નહિ, તો સપનાં ક્યાંથી આવે ? મહાત્મા બુદ્ધની પાસે એક સાધક આવેલો. તેને દીક્ષા લેવી હતી. બુદ્ધ પૂછે છે : તને સપનાં આવે છે રાતે ? પેલો કહે : પ્રભુ, મને તો સારાં જ સપનાં આવે છે હો ! બુદ્ધે કહ્યું : તું રવાના થઈ જા ! જેને સપનાં આવે તેને હું દીક્ષા નથી આપતો... હવે નિદ્રાવસ્થા પકડાય. એમાં ઉજાગર ભેળવો. એવું બને કે તમારો હાથ માથા નીચે હોય, શરીર સૂતેલું હોય અને તમને ખ્યાલ હોય કે તમારો હાથ ક્યાં છે. તમારું શરીર, કઈ રીતે સૂતેલ છે. ના હમ દરસન, ના હમ ફરસન ૧૬૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ એ માટે જ ‘સંથારા પોરિસી’ સૂત્રમાં કહેવામાં આવ્યું : ‘અતરંત પમM મૂTH...' સાધક રાત્રે પણ પડખું ફેરવતી વખતે ચરવળા કે ઓથા વડે પડખાને અને નીચેની જગ્યાને પૂંજે. ‘ના હમ કરતા કરની.” વૈભાવિક જગતમાં હું કર્તા પણ નથી, કાર્ય પણ નથી... કાર્ય પૌગલિક સંઘટના છે. હું જ્યોતિર્મય સંઘટના છું. વૈભાવિક કાર્યોનો કર્તા રાગ, દ્વેષ, અહંકારમાં આથડતો હોય. હું એ બધાથી પર છું. કશું જોઈતું જ નથી, તો અપેક્ષા ક્યાંથી ? અને અપેક્ષા જ નથી; તેના કારણે થતી રતિભાવની ભરતી કે અરતિભાવની ઓટ પણ નથી; તો નિર્મલ ચેતના નિસ્તરંગ સાગર જેવી જ હોય ને ! એ નિતરંગ સાગર જેવી શાંત, ભીતરી દશા પ્રશમ રસથી છલકાતી હોય છે. અને ત્યાં છે આનંદ જ આનંદ. ‘યોગસાર' ગ્રન્થમાં નિરપેક્ષદશાને પરમ આનંદદશા તરફ સરકતી બતાવી છે. પ્યારો શ્લોક ત્યાં આવ્યો : नैरपेक्ष्यादनौत्सुक्य-मनौत्सुक्याच्च सुस्थता । सुस्थता च परानन्द-स्तदपेक्षां क्षयेन्मुनिः ॥ નિરપેક્ષદશાથી અનુસૂકદશા, તેનાથી સુસ્થતા (સ્વસ્થતા) અને સુસ્થતા એ જ પરમ આનંદ, અપેક્ષા હશે તો ઉત્સુકતા થશે. ‘પેલા ભાઈએ મારા માટે શું કહ્યું ? પેલા લોકોને મારું પ્રવચન ગમ્યું ?'.... ઉત્સુકતાને કારણે અસ્વસ્થતા થશે. યા તો રતિભાવ. યા અરતિભાવ... તો, ક્રમ કેવો મઝાનો થયો ? નિરપેક્ષદશા, અનુત્સુકદશા, સુસ્થતા... અને એ સ્વસ્થતા; સ્વની અંદર રહેવાપણું તે જ તો પરમ આનંદની ક્ષણો ! ‘ના હમ દરસન, ના હમ ફરસન, રસ ન ગંધ કછુ નહિ...' હું રૂપ નથી, હું સ્પર્શ નથી, હું રસ કે ગંધ પણ નથી... આ બધી જ પૌદ્ગલિક ઘટનાઓ છે... હું જ્યોતિર્મય ઘટના છું. આ જ લયમાં પંચસૂત્ર કહે છે : ‘સદ્, ન સૂવે, ન વંધે, ને સે, ન પાસે, વળી સત્તા...’ નિર્મલ ચેતના શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી... એ છે અરૂપિણી સત્તા. નિષેધાત્મક મુખે તો નિર્મલ ચેતનાનું સ્વરૂપ બતાવ્યું... વિધેયાત્મક રૂપે દર્શાવવામાં આવે તો એ કેવું છે ? ‘સર્વેદી निरवेक्खा, थिमिया, पसंता, असंजोगिए एसाणंदे...' સર્વથા નિરપેક્ષ, સ્વિમિત (નિસ્તરંગ સમુદ્ર જેવી), પ્રશાન્ત અને અસાંયોગિક આનંદથી ભરપૂર નિર્મલ ચેતના છે. યોગસારનો પરમ આનંદ તે જ પંચસૂત્રનો અસાંયોગિક આનંદ. રતિભાવથી આનંદને અલગ પાડનાર આ અસાંયોગિતા છે. પદાર્થો કે વ્યક્તિઓના સંયોગ દ્વારા મળે તે રતિભાવ. અસંયોગજન્ય તે આનંદ... ૧૯૪ & મોલ તમારી હથેળીમાં ના હમ દરસન, ના હમ ફરસન કે ૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ સારી ચા પીધી અને તમને મઝા લાગી, તે રતિભાવ... સારું ભોજન લીધું અને સારું લાગ્યું, તે રતિભાવ... કો'કે કહ્યું : તમે કેટલું સરસ સ્તવન ગાયું ! અને ભીતર અહંકારનો ઉછાળો આવ્યો તે રતિભાવ. અને તમે શાંત રીતે બેઠા છો, અને તમારા સમત્વનો તમે અનુભવ કર્યો તે આનંદ. અહીં બહારી કોઈ પદાર્થ વ્યક્તિ ઘટનાનો સંયોગ નથી. રતિ અને અતિ... લાગે કે સામાન્ય મનુષ્યનું જીવન કેવું તો પરતંત્ર બની ગયું છે ! બીજાના હાથમાં જ એનાં સુખ-દુ:ખની ચાવી ! કપડાં સારાં પહેરીને કોઈ વ્યક્તિ નીકળી. એની દૃષ્ટિએ એ સારાં વસ્રો હતાં. કો'કે કહ્યું : અરે, આવું ઘધ્ધા જેવું શું પહેર્યું છે ? બીજાએ કહ્યું : આ કયા જમાનાનો પોશાક તમે પહેર્યો છે ? ખલાસ, એ કપડાં ખીંટી પર ટીંગાઈ જશે. તમારી રીતે તમે કેમ જીવન ન જીવી શકો ? તમારી જ સ્વતંત્ર દૃષ્ટિ હોય. ગોંડલના મહારાજા. ગોંડલમાં ફરવા નીકળે ત્યારે પણ સાદાં વસ્ત્રોમાં. ઘોડાગાડી પણ નહિ. ચાલતાં નીકળે. કો'કે કહ્યું : બાપુ ! તમે તો મહારાજા છો. આવાં વસ્ત્રો તમારે થોડાં ચાલે ? ૧૬૬ મોક્ષ તમારી હથેળીમાં મહારાજા કહે : અહીંના લોકો મને ઓળખે છે. વસ્ત્રો સાદાં હોય કે ભપકાદાર; શો ફરક પડે ? એકવાર મહારાજા ઈંગ્લેન્ડ ગયેલા. ગરમીના દિવસોમાં, લંડનની સડકો પર તેઓ સાદા વેષે ફરતા'તા. એક ગોંડલવાસી તેમને ત્યાં સાદાં વસ્ત્રોમાં જોઈ નવાઈ પામ્યો. ‘બાપુ ! અહીં પણ તમે સાદાં વસ્ત્રોમાં ?' મહારાજા હસ્યા. ‘અહીં ભપકાદાર કપડાં પહેરીને ફરું તોય મને કોણ ઓળખવાનું છે ?’ કેટલી સરસ દૃષ્ટિ ! સાર્વજનિક સ્થળ કે સાર્વજનિક હૉલમાં સ્વિચ બોર્ડ પર ઢાંકણ હોય છે અને તેને તાળું મારવામાં આવે છે. કારણ એ છે કે એવા સ્થળે ઘણા લોકો આવતા હોય. નાનાં બાળકો પણ આવતાં હોય... જો સ્વિચ બોર્ડ ખુલ્લું હોય તો નાનાં બાળકો સ્વિચો પાડી દિવસે પણ બત્તીઓ બાળે. ખોટા પંખા ફેરવે... એને બદલે ઢાંકણ અને તાળાની વ્યવસ્થા હોય. વૉચમેન પાસે ચાવી હોય. એ જરૂરી સ્વિચો જ ઑન કરે... સામાન્ય મનુષ્યના સ્વિચ બોર્ડની હાલત કેવી હોય છે ? ન હોય ઢાંકણ. તાળાની તો પછી વાત જ કેવી ? સ્વિચને ઑન કે ઑફ કોઈ પણ વ્યક્તિ કર્યા કરે. નવું ઘર બનાવેલું હોય. કોઈ કહે : બહુ સરસ ઘર છે !' સ્વિચ ઑન થઈ ગઈ. કોઈ કહે : ‘સ્વતંત્ર પ્લોટમાં મકાન બનાવ્યું ના હમ દરસન, ના હમ ફરસન ૧૬૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ થાય છે. હકીકતમાં, ઘટનાઓ આપણને પીડિત કરી શકતી નથી. ઘટનાઓનો આપણા મનમાં થયેલો પ્રવેશ આપણને પીડિત તોય તમે હવાની દિશાનો તો ખ્યાલ જ ન રાખ્યો.' આખું મકાન નકામું થઈ ગયું ! સ્વિચ ઑફ ! સાધકના સ્વિચ બોર્ડ પર ઢાંકણ હોય છે અને તાળું એની પોતાની પાસે હોય છે. બાય ધ વે, તમે સાધક છો ને ? પદાર્થો, વ્યક્તિઓ કે ઘટનાઓના સંયોગથી ઊપજતો રતિભાવ કે અરતિભાવ તે સંયોગજન્યતા... ભીતરથી નીપજતો આનંદ તે અસાંયોગિકતા... અસાંયોગિક આનંદ તે જ પરમ આનંદ... આ આનંદ આપણો સ્વભાવ છે. અને એટલે જ પૂ. આનંદઘનજી મહારાજ કહે છે : ‘આનંદઘન ચેતનમય મૂરત, સેવકજન બલીજાહી...' નિર્મલ ચેતના આનંદઘન છે અને એને જોઈને ભક્તો એ આનંદઘનતા પર ઓવારી જાય છે. હા, તમે જ આનંદઘન છો ! એક વિદ્વાન સંતને એક ગામના લોકોએ પોતાને ત્યાં આવવા નિમંત્રણ આપ્યું. સંતે નિમંત્રણ સ્વીકાર્યું. ગામલોકોએ સ્વાગતયાત્રા કાઢી. ઘરે-ઘરેથી લોકો ફૂલનો હાર લઈ તેમના કંઠમાં આરોપે. ગામમાં એક માણસ સંતનો વિરોધી. તેણે આખી રાત માથે લઈ જુત્તાંનો હાર બનાવેલો. સંત એના ઘર પાસેથી પસાર થયા ત્યારે એણે સંતના ગળામાં જુત્તાંનો હાર પહેરાવ્યો. લોકો સ્તબ્ધ. ‘આપણા જ ગામના આ માણસે આવું કર્યું ?' મઝામાં હતા સંત. ખુશખુશાલ હતા તેઓ. સ્વાગતયાત્રા પૂરી થઈ. પ્રવચન શરૂ થયું સંતનું. પ્રવચનમાં એમણે કહ્યું : “આજે બહુ મઝા આવી. રોજ હું જ્યાં જાઉં ત્યાં માત્ર લોકો ફૂલના હાર જ પહેરાવે. મને નિરાશા થાય કે માળીઓના આ ગામમાં ફૂલની શી પ્રતિષ્ઠા ? પણ આજે એક ચમાર મળ્યો, તો થયું કે અહીં માળીઓની પણ ઈજજત થશે. ફૂલોની પણ...” ઘટના પ્રતિકૂળ હતી. પણ સંતનો જોવાનો દૃષ્ટિકોણ અલગ હતો ને ! તેથી ઘટનાનો અંતઃપ્રવેશ ન થયો. ‘આનંદઘન ચેતનમય મૂરત...!” આપણે આનંદઘન હોવા છતાં વિષાદાનપીડાઘન કેમ બનીએ છીએ ? ક્યારેક એવું લાગે કે અમુક પ્રતિકૂળ ઘટનાઓ આપણને પીડાઘન બનાવે છે. કંઈક ભૂલ ત્યાં થાય છે. સમાજે આપેલ માન્યતાને આપણે એમ ને એમ સ્વીકારી લઈએ છીએ. માટે આવી ભ્રમણા મનમાં રમણ મહર્ષિને એક ભક્ત પૂછેલું : આપના કંઠમાં જ્યારે ફૂલોના હાર લદાય ત્યારે આપનો પ્રતિભાવ શું ? ૧૯૮ ૪ મોલ તમારી હથેળીમાં ના હમ દરસન, ના હમ ફરસન : ૧૬૯ Page #86 -------------------------------------------------------------------------- ________________ રમણ મહર્ષિએ કહ્યું : ભગવાનના રથને જોડાયેલ બળદોના ગળામાં ફૂલોના હાર લદાય ત્યારે બળદોને ભાર વધે, એથી વધુ શું થાય ? જયા મહેતાએ શ્રી સુરેશ દલાલને પૂછેલું : તમે જ્યાં પણ જાવ ત્યાં પ્રશંસકોથી તમે ઘેરાયેલા હો છો. તમારા ઑટોગ્રાફ માટે લોકો પડાપડી કરતા હોય છે. એ વખતે તમને શું થાય ? શ્રી સુરેશ દલાલે કહેલું : હું સંત નથી કે એવો દાવો કરું કે મને અહંકાર સ્પર્શતો નથી. પરંતુ આ બધાની બહુ અસર થતી નથી. નહાવા માટે બેઠેલ હોઇએ અને શરીર પરથી પાણી વહી રહ્યું હોય ત્યારે મન એની નોંધ પણ લેતું નથી હોતું. એવી જ આ રોજિંદી પ્રક્રિયા બની ગઈ છે. શરીર વ્યાધિગ્રસ્ત બન્યું. તેઓ નિજાનંદમાં ડૂબેલા હતા. વૈદ્યોએ દવા આપી : સવાર, સાંજ દૂધ સાથે લેવાની. સવારે પાત્ર પ્રતિલેખન કરી એક શિષ્ય દૂધ વહોરવા માટે જવા તૈયાર થયા. ગુરુદેવે એને નજીક બોલાવી ના પાડી : દૂધ લાવવાનું નથી. કારણ કે દવા લેવી નથી. ગુરુદેવની દૃષ્ટિ બિલકુલ સ્પષ્ટ હતી. રોગ વધ્યા કરવાનો છે. પોતાને અસમાધિ અશાતા જેવું લાગે તો પોતે જરૂર દવા લઈ લે. પણ એવું લાગતું નહોતું. તો શા માટે દવા લેવી ? રોગના પર્યાયોને પૂજયશ્રી જોતા હતા. તેઓ સ્વરૂપદશાના, સાક્ષીભાવના આનંદને માણી રહ્યા હતા. પૂ. આનંદઘનજી મહારાજના શબ્દોમાં તેઓ હતા ‘કાયાદિકનો સાખીધર...” દેહમાં કંઈક થઈ રહ્યું છે. તેઓ તો હતા માત્ર સાક્ષી. ‘સે સવસંgિ'. સિદ્ધાત્મા સ્વરૂપમાં સંસ્થિત છે. સ્વરૂપસંસ્થિતિ... કેવી તો એ દિવ્ય ઘટના ! ‘સે સવસંકિg..' સિદ્ધાત્મા છે સ્વરૂપસંસ્થિત... સ્વમાં ડૂબવાનો એક અલૌકિક આનંદ માણી રહ્યા છે તેઓ. શબ્દોને પેલે પારનો એ આનંદ. હા, તમે એની નાનકડી ઝલક મેળવી શકો. યાદ આવે યોગશાસ્ત્ર. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય મહારાજ પોતાની અનુભૂતિને શબ્દોમાં ઢાળતાં કહે છે : પરમ આનંદ એવો અનુભવાઈ રહ્યો છે, જેમાં બધાં જ સુખો નગણ્ય ભાસે છે...' સાક્ષીભાવના શિખર પર આરૂઢ થયેલા કોઈ મહાપુરુષના કે કોઈ સાધકના જીવનનો દિવ્ય આનંદ જોતાં થાય કે સિદ્ધ ભગવંતોની સ્વરૂપસંસ્થિતિ કેવી તો અદ્ભુત હશે ! જગદગુરુ હીરસૂરિ મહારાજા. ઉનામાં તેઓશ્રીનું ચાતુર્માસ. ભીતરી આનંદ... 1. मोक्षोऽस्तु माऽस्तु यदि वा, परमानन्दस्तु वेद्यते स खलु । यस्मिन्निखिलसुखानि प्रतिभासन्ते न किञ्चिदिय ॥१२५१॥ ૧૭૦ % મોલ તમારી હથેળીમાં ના હમ દરસન, ના હમ ફરસન કે ૧૭૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ શબ્દોને પેલે પારની ઘટના... હા, તમે એને કહી ન શકો. પણ અનુભવી તો શકો જે. જિનહી પાયા તિનહી છિપાયા, ન કહે કોઉ કે કાન મેં; તારી લાગી જબ અનુભવકી, તબ સમજે સહુ સાન મેં.... અંજનમાંહિ નિરંજન રહીએ, જોગ જુગત ઈમ પાઈએ; ‘નાનક’ જીવતયાં મર રહીએ, ઐસા જોગ કમાઈએ... ભીતરથી આનંદનું ઝરણું વહ્યા કરે છે; અને અનાયાસે ધૂન, અનાહત નાદ ચાલુ થાય છે. ઘરમાં પોતાની ભીતર શું છે એનો ખ્યાલ હવે આવે છે. રાગ-દ્વેષનાં નિમિત્તો આજુબાજુમાં હોવા છતાં સાધકને એ નિમિત્તોનો સ્પર્શ થતો નથી. અનુભૂતિ. જ્યાં શબ્દો વિલીન થયા છે. વિચારો છૂ થયા છે. યોગશાસ્ત્ર યાદ આવે : ઉદાસીનભાવમાં ડૂબેલ સાધક કંઈ જ વિચારી શકતો નથી. કારણ કે વિચારો એટલે જ ચિત્તની અસ્થિરતા. ચિત્તનું પ્રકંપન. ઉદાસીનભાવ છે અનુભૂતિ...૨ અનુભૂતિની પરાકાષ્ઠાનું વર્ણન કલિકાલસર્વજ્ઞશ્રીએ આ રીતે કર્યું : જાગૃત અવસ્થામાં જે સાધક ભીતર ડૂબી ગયો છે, તેને મુક્તિના સુખનો આસ્વાદ મળે જ.૩ લે સવસંટણ.' સ્વરૂપસંસ્થિતિ... ગુરુ નાનકનું એક પદ છે : નિઝર ઝરે, સહજ ધૂન લાગે, ઘર હી પરચા પાઈએ, પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ યાદ આવે : “સબ મેં હૈ ઔર સબ મેં નાંહિ, તું નટ રૂપ અકેલો; આપ સ્વભાવ વિભાવે રમતો, તૂ ગુરુ ઔર તૂ ચેલો...' સાધક ઉપયોગરૂપે આજુબાજુના પોતાના વપરાશમાં આવતા પદાર્થોમાં હોય. પણ એ મૂર્છારૂપે ક્યાંય હોતો નથી. પ્રારંભિક સાધક કદાચ, જાગૃતિના અભાવે, પરમાં ઉપયોગ રાખનારો હોય; જાગૃત સાધક તો સ્વમાં જ ઉપયોગવાળો હોય. અંજનમાંહિ નિરંજન રહીએ...' અસાધકો જેના દ્વારા લેપાઈ શકે, તે બધામાં સાધક નિર્લેપ હોય. ‘નાનક જીવતયાં મર રહીએ... ઐસા જોગ કમાઈએ...' જીવન્મુક્તદશાની વાત અહીં થઈ. શંકરાચાર્યે કરેલી જીવન્મુક્તદશાની વાત યાદ આવે : २. औदासीन्यपरायणवृत्तिः, किञ्चिदपि चिन्तयेन्नैव । यत्सङ्कल्पाकुलितं, चित्तं नासादयेत् स्थैर्यम् ॥१२॥१९॥ ૩. વો નાઈJવાયાં, સ્વસ્થ; વ્ર તિતિ નથ0: | श्वासोच्छ्वासविहीन; स हीयते न खलु मुक्तिजुषः ॥१२॥४७।। ૧૭૨ : મોક્ષ તમારી હથેળીમાં ના હમ દરસન, ના હેમ ફેરસને છેક ૧૭૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ अतीताननुसन्धानं, भविष्यदविचारणम् । औदासीन्यमपि प्राप्ते, जीवन्मुक्तस्य लक्षणम् ॥ ભૂતકાળ જોડેનું અનુસંધાન નહિ. ભવિષ્યનો વિચાર નહિ. વર્તમાનક્ષણમાં પણ ઉદાસીનભાવે રહેવાનું. આ છે જીવન્મુક્તિ. આમ જુઓ તો, સાધના કેટલી નાનકડી થઈ ગઈ ! એક જ ક્ષણ... અને એને ઉદાસીનભાવે ભરી દેવાની. ન રાગ હોય, ન દ્વેષ હોય, ન અહંકાર... ‘પંચવિંશતિકા’માં મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે જીવન્મુક્તદશાની વ્યાખ્યા આપતાં કહ્યું : जाग्रत्यात्मनि ते नित्यं, बहिर्भावेषु शेरते । उदासते परद्रव्ये, लीयन्ते स्वगुणामृते ॥ આત્મભાવમાં સતત જાગૃતિ, બહિર્ભાવમાં સુષુપ્તિ; પરપદાર્થોમાં ઉદાસીનભાવ... અને એ રીતે સ્વગુણોની ધારામાં વહેવું તે જીવન્મુક્તદશા. આત્મભાવમાં - અલિપ્ત અને અખંડાકાર ચેતનાની ધારામાં વહેવું. કેવો તો રોમાંચક અનુભવ ! બહિર્ભાવમાં જવાનું હવે થયું બંધ... હવે ક્યાં છે ગમો ? ક્યાં છે અણગમો ? ક્યાં છે અહંકાર ? ૧૭૪૪ મોક્ષ તમારી હથેળીમાં હા, પર પદાર્થો વાપરવાનું થશે, પણ તે ક્ષણોમાં ઉદાસીનભાવ વર્તતો હશે. ‘સે સરૂવસંતિ'... સ્વરૂપસંસ્થિતિનું નાનકડું સંસ્કરણ આ જીવન્મુક્તદશા. ... ના હમ દરસન, ના હમ ફરસન ૧૭૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ રચનાની ક્ષણોમાં જૂનાડીસા : ઊર્જાથી છલકાતી નગરી જર્મન મહિલા પ્રોફેસર. બૌદ્ધ ગ્રન્થોનાં વિદુષી. એકવાર એક ગ્રન્થ વાંચતાં તેઓ ભાવવિભોર બની ગયાં. તેમને એ ગ્રન્થના ભાવો એવા તો સ્પર્શી ગયા કે એમને થયું કે પોતે ચારસો વરસ મોડાં જન્મ્યાં. આવી અભિવ્યક્તિ આપનાર ગુરુની અનુભૂતિ કેવી હશે ! અને એ અનુભૂતિવાન દેહમાંથી નીકળતી ઊર્જા કેવી તો પવિત્ર હશે ! બે-ચાર દિવસો થયા. પણ એવી ઊર્જા પકડાતી નથી. પ્રોફેસરે આખો મઠ ફરીથી જોયો. અને વિચાર્યું કે સંભવિત રીતે આવા ગુરુ કયા ખંડમાં રહેતા હોવા જોઈએ. છેવાડાનો એક ખંડ એમણે બંધ જોયો. સીલ લગાવેલું. “આ ખંડ ખોલવાની મનાઈ છે.’ તેવું ત્યાં લખેલું પણ વાંચ્યું. એ ખંડ જે રીતે આવેલ હતો, એકાન્તમાં, એ જોતાં એમને થયું કે ગુરુ આ જ ખંડમાં રહેતા હોવા જોઈએ. અને કદાચ, તેથી જ, ત્યાંનાં આન્દોલનો અકબંધ રહે માટે કોઈ અધિકારી વિદ્વાને આ નિર્ણય લીધો હશે : ખંડ બંધ રાખવાનો. પ્રોફેસરે મઠના સત્તાધીશોને સમજાવી એ ખંડ ખોલાવરાવ્યો. ત્યાં તેઓ ધ્યાનમાં બેઠાં અને તરત જ એ ઊર્જા પકડાવા લાગી; જે એમને જોઈતી હતી... ગુરુના ભાવો એમને સ્પર્યા. એ ઊર્જાના પ્રવાહમાં વહેવું તેમને બહુ જ આનંદદાયી લાગ્યું. થોડાક દિવસો ત્યાં રહીને તેઓ એ સદ્ગુરુના સાન્નિધ્યમાં રહ્યાં. પ્રોફેસરની મઠમાંથી વિદાય પછી તરત એ ખંડ બંધ કરી દેવામાં આવ્યો. પવિત્ર આન્દોલનોને સુરક્ષિત રાખવાની કેવી મઝાની આ પરંપરા ! અચાનક એમને થયું કે એ ગુરુ તિબેટના જે મઠમાં વર્ષો સુધી રહેલા એ મઠમાં એમની ઊર્જા મને મળી શકે જ. ચારસો વર્ષનો ગાળો કોઈ મોટો ગાળો નથી. તેમણે એ મઠના સત્તાધીશોને પુછાવરાવ્યું કે પોતે એ મઠમાં ધ્યાન માટે થોડા દિવસો આવી શકે ? સામેથી સ્વીકૃતિ મળી. પ્રોફેસર તિબેટ ગયાં. મઠની બાજુની હોટેલમાં ઊતર્યા. રોજ કલાકો મઠમાં ગાળતાં. પેલા ગુરુની ઊર્જા પકડવા માટે. પવિત્ર સમેતશિખરજી મહાતીર્થની યાત્રાએ જનાર એક યાત્રિક મને પૂછેલું : ગુરુદેવ ! મારા માટે ખાસ સૂચન... હિતશિક્ષા...? મેં કહેલું : ઋજુવાલિકા નદીને કાંઠે બે-ત્રણ કલાક રહી શકાય તેવું હોય તો ધ્યાનમાં જઈને પ્રભુના કૈવલ્ય સમયનાં આન્દોલનોને ૧૭૬ ક મોલ તમારી હથેળીમાં ના હમ દરસન, ના હેમ ફરસને ૧૭૭ Page #90 -------------------------------------------------------------------------- ________________ પકડવાનો પ્રયત્ન કરજે. કાળના નિરવધિ સમંદરમાં પચીસસોછવ્વીસસો વર્ષનો ગાળો બહુ જ નાનકડો ગાળો છે. પ્રભુને કૈવલ્ય ઉત્પન્ન થયું એ ક્ષણોનાં આન્દોલનો ધરતીમાં, વૃક્ષોમાં ઝિલાયાં હોય... તમે એને મેળવી શકો ધ્યાનદશામાં. કલ્યાણક સ્થળોની યાત્રાની પાછળ આ જ તો ઉદ્દેશ હોય છે ને ! એમના ચહેરા પરના હર્ષથી અભિવ્યક્ત થતો હતો. એ હર્ષનો શાબ્દિક અનુવાદ આવો થઈ શકે : અભુત આનંદ મળ્યો આરાધનાનો...! સાધ્વીજી પુણ્યદર્શનાશ્રીજી (૫૧ ઉપવાસ), સાધ્વીજી આત્મદર્શનાશ્રીજી (૩૧ ઉપવાસ) તથા સાધ્વીજી ભવ્યરસાશ્રીજી (અઠ્ઠાઈ)ની તપશ્ચર્યા સાથે સાધ્વીજી સમયજ્ઞાશ્રીજી, સાધ્વીજી ગુણજ્ઞાશ્રીજી અને સાધ્વીજી પરમધારાશ્રીજીએ પોતાની જન્મભૂમિના દાદાનાં ચરણોમાં ૩૬ ઉપવાસની સાધનાનું પુષ્પ સાદર સમર્પિત કર્યું. સાધ્વીજી હેમવર્ધનાશ્રીજી તથા સાધ્વીજી પરાર્થવર્ધનાશ્રીજીએ સિદ્ધિતપની સાધનાનું પુષ્પ સમર્પિત કરેલ. શ્રાવક વર્ગમાં ૭ માસક્ષમણ, ૫૦ અઠ્ઠાઈ, સિદ્ધિતપ, ભદ્રતપ, શ્રેણિતપ આદિ તપશ્ચર્યા થયેલ. રાયણ વૃક્ષની નીચે ધ્યાન ધરીએ ત્યારે પ્રભુ ઋષભદેવે કૈવલ્ય પ્રાપ્તિ પૂર્વે કરેલ ધ્યાનદશાનાં આન્દોલનો આપણને મળે. ૪૫ સાધુ-સાધ્વીજીઓના યોગોદ્વહન થયેલ. જૂનાડીસાનું અમારું વિ.સં. ૨૦૭૧નું ચાતુર્માસ પણ પૂર્વ મહાપુરુષોની સાધનાની ઊર્જાને પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે યોજાયું હતું. પૂજ્યપાદ, પ્રશાન્તમૂર્તિ આચાર્ય ગુરુભગવંત શ્રીમદ્વિજય અરવિન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં આચાર્ય શ્રીયશોવિજયસૂરિજી, આચાર્ય શ્રીરાજપુણ્યસૂરિજી, આચાર્ય શ્રીભાગ્યશવિજયસૂરિજી, મુનિ શ્રીદિવ્યરત્નવિજયજી, મુનિ શ્રીમહાયશવિજયજી આદિ ૩૧ મુનિવરો અને સાધ્વીજી તરુણચન્દ્રાશ્રીજી, સાધ્વીજી મયૂરકલાશ્રીજી, સાધ્વીજી જયશીલાશ્રીજી આદિ ૧૧૪ સાધ્વીજીઓ ચાતુર્માસમાં હતાં. એક તો આ ઊર્જાક્ષેત્ર. અને એમાં ઊર્જાપુરુષ, પંચોતેર વર્ષના દીર્ધસંયમી પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રીની પાવન નિશ્રા. અનુભવ બહુ જ અનોખો રહ્યો. સહુની સાધના અહીંની ઊર્જાને કારણે ઊંચકાઈ. ચાતુર્માસ પ્રવેશથી પર્યુષણ પર્વ સુધી રહેલ સેંકડો આરાધકોનો અને પર્યુષણા મહાપર્વ માટે આવેલ સંખ્યાબંધ આરાધકોનો અનુભવ જૂનાડીસામાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત હેમચન્દ્રસૂરિ મહારાજા અને પૂજ્યપાદ આચાર્ય ભગવંત હીરવિજયસૂરિ મહારાજાએ સાધના કરેલી છે. એમની સાધનાનાં આન્દોલનો આ ઊર્જાક્ષેત્રમાં પથરાયેલ છે. આપણા યુગના સાધનામહર્ષિ પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય ભદ્રસૂરિ મહારાજા, પૂજયપાદ નિઃસ્પૃહશિરોમણિ આચાર્ય ભગવંત શ્રીમદ્ કીર્તિસાગરસૂરિ મહારાજા, પૂજયપાદ શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય વૅકારસૂરિ મહારાજા , ૧૭૮ ક મોલ તમારી હથેળીમાં ના હમ દરસના, ના હેમ ફરસને કે ૧૭૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્ સુબોધસાગરસૂરિ મહારાજા, પૂજ્યપાદ શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જિનપ્રભસૂરિ મહારાજા તથા નમસ્કાર મહામંત્રારાધક ઉપાધ્યાયપ્રવર શ્રીમહાયશવિજયજી મહારાજ આદિની સાધનાથી મંડિત આ ઉર્જાક્ષેત્રમાં સાધના કરવાનો આનંદ સહુએ માણ્યો. પંચસૂત્ર ચન્દ્રનાં કેટલાંક સાધનાસૂત્રો પર સ્વાધ્યાય ચાલુ હતો. એને પણ આ ઊર્જાક્ષેત્રની પૃષ્ઠભૂ મળી. અહીં સાધના કરવાનો પણ એક અનોખો આનંદ મળે છે. ભક્તિનો પણ અપૂર્વ આનંદ અહીં પ્રાપ્ત થાય. સ્વાધ્યાય કરવાનો આનંદ તો અહીં મળે જ, પણ અહીંનાં આન્દોલનો સ્વાધ્યાયને સ્વાનુભૂતિ સુધી લઈ પ આપણાં પ્રાચીન તીર્થસ્થળો ઊર્જાક્ષેત્રો જ છે ને ! ભક્તિ, સાધના અને સ્વાધ્યાયમાં ઊંડાણ લાવવા માટે આ ઊર્જાક્ષેત્રો આપણા માટે ખૂબ જ સહાયક છે. જૂનાડીસા ભા.સુ.૮, ૨૦૭૧ ૨૧-૯-૨૦૧૫ ૧૮૦ મોક્ષ તમારી હથેળીમાં ૫.પૂ.આચાર્ય ચોવિજયસૂરિ મહારાજ દ્વારા લખાયેલ પુસ્તકો - દરિસન તરસીએ ..... ભા. ૧-૨ (દ્વિતીય આવૃત્તિ) (ભાગવતી સાધનાની સસૂત્ર વ્યાખ્યા) • બિછુરત જાયે પ્રાણ .....' (દ્વિતીય આવૃત્તિ) (પૂજ્યપાદ સિદ્ધર્ષિ મહારાજ કૃત જિનસ્તવના પર સંવેદના) “આતમજ્ઞાની શ્રમણ કહાવે .....' (દ્વિતીય આવૃત્તિ) (ઉત્તરાધ્યયન સૂત્રના ૧૫મા સભિખ્ખુ અધ્યયન ઉપર સંવેદના) “મેરે અવગુન ચિત્ત ન ધરો .....' (દ્વિતીય આવૃત્તિ) (કુમારપાળ ભૂપાળ કૃત ‘આત્મનિન્દા દ્વાત્રિંશિકા’ પર સંવેદના) • ૠષભ જિનેસર પ્રીતમ માહરો રે ..... (શ્રીઆનંદઘનજી મહારાજની સ્તવનાઓ પર સંવેદના) (સ્તવન-૧ થી ૫) • પ્રભુનો પ્યારો સ્પર્શ (પરમ પાવન શ્રી દશવૈકાલિક સૂત્ર (૧ થી ૪) પરની વાચનાઓ) • આત્માનુભૂતિ (યોગપ્રદીપ, જ્ઞાનસાર આદિ ગ્રન્થો તથા પૂ. ચિદાનંદજી મહારાજનાં પદોમાં મળતાં સાધના-સૂત્રો પર વિશ્લેષણ) • અસ્તિત્વનું પરોઢ (હ્રદયપ્રદીપ ષત્રિંશિકા પર સ્વાધ્યાય) • અનુભૂતિનું આકાશ (પૂ. દેવચન્દ્રજી મહારાજની અષ્ટપ્રવચન માતાની સજ્ઝાય પ૨ અનુપ્રેક્ષા) • રોમે રોમે પરમસ્પર્શ (દેવાધિદેવ પ્રભુ મહાવીરની સાડાબાર વરસની લોકોત્તર સાધનાની આંતર કથા) પ્રભુના હસ્તાક્ષર (પરમ પાવન ઉત્તરાધ્યયન સૂત્રનાં કેટલાંક સાધનાસૂત્રો પર સ્વાધ્યાય) • ધ્યાન અને કાયોત્સર્ગ (દ્વિતીય આવૃત્તિ) (ધ્યાન અને કાયોત્સર્ગ વિશેનો શાસ્ત્રીય સન્દર્ભો સાથેનો સ્વાધ્યાય) પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે (નવપદ સાધના) ના હમ દરસન, ના હમ ફરસન ૧૮૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી ડારિ જ્ઞાન મંદિર ગ્રંથાવલી | એકાન્તનો વૈભવ (તૃતીય આવૃત્તિ) (સ્મરણ યાત્રા) • રસો હૈ સઃ (દ્વિતીય આવૃત્તિ) (પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ ક્ત શ્રી અભિનન્દન જિનસ્તવના પર સ્વાધ્યાય) • સાધનાપથ (દ્વિતીય આવૃત્તિ) (પુજ્યપાદ દેવચન્દ્રજી મહારાજન શ્રી સુવિધિનાથ જિનસ્તવના પર સ્વાધ્યાય) પરમ ! તારા માર્ગે (દ્વિતીય આવૃત્તિ) (પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ કૃત પ્રભુ મહાવીર સ્તવના પર સ્વાધ્યાય) પ્રગટ્યો પૂરના રાગ (પૂજયપાદ દેવચન્દ્રજી મહારાજકૃત પ્રભુ નેમિનાથ સ્તવના પર સ્વાધ્યાય) સાધનાનું શિખર (પૂજયપાદ દાદાગુરુદેવશ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજાના જીવનપ્રસંગોનું આકલન) વાત્સલ્યનો ઘૂઘવતો સાગર (પૂજયપાદ ગુરુદેવશ્રી ઓમકારસૂરીશ્વરજી મહારાજાના જીવનપ્રસંગોનું આકલન) સમાધિ શતક (ભાગ-૧ થી ૪) (પૂજયપાદ મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજત સમાધિશતક ગ્રન્થ પર વિવેચના) સમુંદ સમાના બંદ મેં (પૂજયપાદ અધ્યાત્મયોગી આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજની શબ્દપ્રસાદી પર સ્વાધ્યાય) • સ્વાનુભૂતિની પગથારે | (પૂજયપાદ મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજકૃત સવાસો ગાથાના સ્તવનની કેટલીક કડીઓ પર સ્વાધ્યાય) સદ્ગઃ શરણં મમ: (સદ્ગુરુ તત્વ પર ભિન્ન ભિન્ન અનુપ્રેક્ષાઓથી સભર ગ્રંથ) • નિરંજન નાચ મોહિ કૈસે મિલેંગે ? (ભક્તિયોગના ઉદ્ગાતા, સાધનામનીષી પૂજયપાદ પંન્યાસભગવંતશ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબ દ્વારા અપાયેલ ભક્તિસૂત્રો પર સ્વાધ્યાય) દિલ અટકો તોરા ચરન કમલ મેં... | (પૂજયપાદ મહોપાધ્યાય શ્રીવિનયવિજય મહારાજ રચિત શ્રી ઋષભજિન સ્તવના પર સંવેદના) પ્રભુવાણી પ્રસાર સ્થંભ (યોજના-૧,૧૧,૧૧૧) ૧. શ્રી સમસ્ત વાવપથક શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ-ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા-સ્મૃતિ ૨. શેઠશ્રી ચંદુલાલ કિલચંદ પરીખ પરિવાર, વાવ ૩. શ્રી સિદ્ધગિરિ ચાતુમસ આરાધના (સં.૨૦૫૭) દરમ્યાન થયેલ શાનખાતાની આવકમાંથી હસ્તે : શેઠશ્રી ધુડાલાલ પુનમચંદભાઈ હક્કડ પરિવાર, ડીસા, બનાસકાંઠા ૪. શ્રી ધર્મોત્તેજક પાઠશાળા, શ્રી ઝીંઝુવાડા જૈન સંઘ, ઝીઝુવાડા ૫. શ્રી સુઈગામ જૈન સંઘ, સુઈગામ ૬, શ્રી વાંકડિયા વડગામ જૈન સંઘ, વાંકડિયા વડગામ ૭. શ્રી ગરાંબડી જૈન સંઘ, ગરાંબડી ૮. શ્રી રાંદેરરોડ જૈન સંઘ-અડાજણ પાટીયા, રાંદેરરોડ, સુરત ૯. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન સંઘ પાર્લા (ઈસ્ટ), મુંબઈ ૧૦. શ્રી આદિનાથ તપાગચ્છ શ્વેતાંબર મૂ.પૂ.જૈન સંઘ, કતારગામ, સુરત ૧૧. શ્રી કૈલાસનગર જૈન સંઘ, કૈલાસનગર, સુરત ૧૨. શ્રી ઉચોસણ જૈન સંઘ, સમુબા શ્રાવિકા આરાધના ભવન, સુરત શાનખાતેથી ૧૩. શ્રી વાવપથક જૈન શ્વે. મૂ.પૂ. સંઘ, અમદાવાદ ૧૪. શ્રી વાવ જૈન સંઘ, વાવ, બનાસકાંઠા ૧૫. કુ. નેહલબેન કુમુદભાઈ (કટોસણ રોડ)ની દીક્ષા પ્રસંગે થયેલ આવકમાંથી ૧૬, શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી ૧૭. શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી, ભીલડીયાજી ૧૮. શ્રી નવજીવન જૈન છે. મૂ.પૂ. સંઘ, મુંબઈ ૧૯. શ્રી જશવંતપુરા જૈન સંઘ - શ્રાવિકા બહેનોના શાનદ્રવ્યમાંથી ૨૦. શ્રી પાંડવ બંગ્લોઝ અને સીમા રો-હાઉસ, અઠવાલાઈન્સની આરાધક બહેનો તરફથી... પ્રેરિકા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી ! પ્રભુવાણી પ્રસારક (યોજના-૬૧,૧૧૧) ! ૧. શ્રી દિપા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, રાંદેરરોડ, સુરત ૨. શ્રી સીમંધરસ્વામી મહિલા મંડળ, પ્રતિષ્ઠા કોમ્પલેક્ષ, સુરત ૩. શ્રી શ્રેણીકપાર્ક જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ન્યૂ રાંદેરરોડ, સુરત ૧૮૨ % મોલ તમારી હથેળીમાં મોક્ષ તમારી હથેળીમા છેક ૧૮૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ જે છે v 4. શ્રી પુણ્યપાવન જૈન સંઘ, ઈશિતા પાર્ક, સુરત 5. શ્રી શ્રેયસ્કર આદિનાથ જૈન સંઘ, નીઝામપુરા, વડોદરા 6. શ્રી અમરોલી જૈન સંઘ - અમરોલી, સુરત 7. શ્રી ગુરૂગૌતમ લબ્લિનિધાન જૈન સંઘ, માધવ રેસીડન્સી, સુરત 8. શ્રી મયણા શ્રીપાલ જે.મૂ. જૈન સંઘ, મણીભદ્ર રેસીડન્સી, પાલ, સુરત 9. શ્રી અક્ષરજ્યોત જે.મૂ. જૈન સંઘ, રાંદેર રોડ, સુરત સાધ્વીશ્રી પ્રસન્નચંદ્રશ્રીજીની પ્રેરણાથી... | | પ્રભુવાણી પ્રસાર અનુમોદક (યોજના - 31,111) | 1. શ્રી મોરવાડા જૈન સંઘ, મોરવાડા 2. શ્રી ઉમરા જૈન સંઘ, સુરત 3. શ્રી શત્રુંજય ટાવર જૈન સંઘ, સુરત 4. શ્રી ચૌમુખજી પાર્શ્વનાથ જૈન મંદિર ટ્રસ્ટ શ્રી જૈન શ્વેતાંબર તપાગચ્છ સંઘ ગઢસિવાના (રાજ.) 5. શ્રીમતી તારાબેન ગગલદાસ વડેચા-ઉચોસણ શ્રી સુખસાગર અને મલ્હાર એપાર્ટમેન્ટ સુરતની શ્રાવિકાઓ તરફથી 7. રવિજ્યોત એપાર્ટમેન્ટ, સુરતની શ્રાવિકાઓ તરફથી 8. અઠવાલાઈન્સ જૈન સંઘ, પાંડવબંગલો, સુરત શ્રાવિકાઓ તરફથી 9. શ્રી આદિનાથ તપાગચ્છ શ્વે.મૂર્તિપૂજક જૈન સંઘ, કતારગામ, સુરત 10. શ્રીમતી વર્ષાબેન કેણવત, પાલનપુર 11. શ્રી શાંતિનિકેતન સરદારનગર જૈન સંઘ, સુરત 12. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, ન્યુ શમારોડ, વડોદરા 13. પાંડવ બંગલો (અઠવાલાઇન્સ) સુરતની આરાધક બહેનો તરફથી, સુરત 14. શ્રી માડકા જે.મૂ. જૈન સંઘ, માડકા (વાવપથક) 15. શ્રી કલાપૂરા જૈન સંઘ, ભીનમાલ, રાજસ્થાન 16. શ્રી વાવમથક ધર્મશાળાની આરાધક બહેનો (2070) પાલીતાણા 17. શ્રી પાર્શ્વનગર 1-2-3 (અડાજણ પાટીયાની આરાધકે બહેનો) સુરત 18. શ્રી સીમા રો-હાઉસ, ઘોડદોડ રોડ, સુરત. આરાધક બહેનો તરફથી.. પ્રભુવાણી પ્રસાર ભક્ત (યોજના - 15,111) { 1. શ્રી દેસલપુર (કંઠી) શ્રી પાર્શ્વચંદ્રગચ્છ 2. શ્રી ધ્રાંગધ્રા શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરગચ્છ 3. શ્રી અઠવાલાઈન્સ જૈન સંઘ, સુરત શ્રાવિકા ઉપાશ્રય 4. શ્રીમતી પ્રજ્ઞાબેન કીર્તિભાઇ શાહ (L.A. અમેરિકા) 5. શ્રી મંગલચંદજી મુણોત - જોધપુર વાવ નગરે પૂજ્ય આચાર્ય ભગવંત કારસૂરિ મહારાજાની ! ગુરૂ મૂર્તિ પ્રતિષ્ઠા સ્મૃતિ 1. રૂા.૨,૧૧,૧૧૧ શ્રી વાવ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ 2. રૂા. 1,11,111 શ્રી વાવ૫થકે થે. મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ 3. રૂા. 31,000 શ્રી સુઈગામ જૈન સંઘ 4. રૂા. 31,000 શ્રી બેણપ જૈન સંઘ રૂા. 31,000 શ્રી ઉચોસણ જૈન સંઘ રૂા. 31,000 શ્રી ભરડવા જૈન સંઘ 7. રૂા. 31,000 શ્રી અસારા જૈન સંઘ 8. રૂા. 31,000 શ્રી ગરાંબડી જૈન સંઘ 9. રૂા. 31,000 શ્રી માડકા જૈન સંઘ 10. રૂા. 31,000 શ્રી તીર્થગામ જૈન સંઘ 11. રૂા. 31,000 શ્રી કોરડા જૈન સંઘ 12. રૂા. 31,000 શ્રી ઢીમા જૈન સંઘ 13. રૂા. 31,000 શ્રી માલસણ જૈન સંઘ 14. રૂા. 31,000 શ્રી મોરવાડા જૈન સંઘ 15. રૂા. 31,000 શ્રી વર્ધમાન થે.મૂ.પૂ.જૈન સંઘ, કતારગામ દરવાજા, સુરત 16. રૂા. 11,111 શ્રી વાસરડા જૈન સંઘ, સેવંતીલાલ મ. સંઘવી 184 મોલ તમારી હથેળીમાં મોક્ષ તમારી હથેળીમાં છેક 185