________________
એ માટે જ ‘સંથારા પોરિસી’ સૂત્રમાં કહેવામાં આવ્યું : ‘અતરંત પમM મૂTH...' સાધક રાત્રે પણ પડખું ફેરવતી વખતે ચરવળા કે ઓથા વડે પડખાને અને નીચેની જગ્યાને પૂંજે.
‘ના હમ કરતા કરની.” વૈભાવિક જગતમાં હું કર્તા પણ નથી, કાર્ય પણ નથી...
કાર્ય પૌગલિક સંઘટના છે. હું જ્યોતિર્મય સંઘટના છું. વૈભાવિક કાર્યોનો કર્તા રાગ, દ્વેષ, અહંકારમાં આથડતો હોય. હું એ બધાથી પર છું.
કશું જોઈતું જ નથી, તો અપેક્ષા ક્યાંથી ? અને અપેક્ષા જ નથી; તેના કારણે થતી રતિભાવની ભરતી કે અરતિભાવની ઓટ પણ નથી; તો નિર્મલ ચેતના નિસ્તરંગ સાગર જેવી જ હોય ને !
એ નિતરંગ સાગર જેવી શાંત, ભીતરી દશા પ્રશમ રસથી છલકાતી હોય છે. અને ત્યાં છે આનંદ જ આનંદ.
‘યોગસાર' ગ્રન્થમાં નિરપેક્ષદશાને પરમ આનંદદશા તરફ સરકતી બતાવી છે. પ્યારો શ્લોક ત્યાં આવ્યો :
नैरपेक्ष्यादनौत्सुक्य-मनौत्सुक्याच्च सुस्थता । सुस्थता च परानन्द-स्तदपेक्षां क्षयेन्मुनिः ॥
નિરપેક્ષદશાથી અનુસૂકદશા, તેનાથી સુસ્થતા (સ્વસ્થતા) અને સુસ્થતા એ જ પરમ આનંદ,
અપેક્ષા હશે તો ઉત્સુકતા થશે. ‘પેલા ભાઈએ મારા માટે શું કહ્યું ? પેલા લોકોને મારું પ્રવચન ગમ્યું ?'.... ઉત્સુકતાને કારણે અસ્વસ્થતા થશે. યા તો રતિભાવ. યા અરતિભાવ...
તો, ક્રમ કેવો મઝાનો થયો ? નિરપેક્ષદશા, અનુત્સુકદશા, સુસ્થતા... અને એ સ્વસ્થતા; સ્વની અંદર રહેવાપણું તે જ તો પરમ આનંદની ક્ષણો !
‘ના હમ દરસન, ના હમ ફરસન, રસ ન ગંધ કછુ નહિ...' હું રૂપ નથી, હું સ્પર્શ નથી, હું રસ કે ગંધ પણ નથી... આ બધી જ પૌદ્ગલિક ઘટનાઓ છે... હું જ્યોતિર્મય ઘટના છું.
આ જ લયમાં પંચસૂત્ર કહે છે : ‘સદ્, ન સૂવે, ન વંધે, ને સે, ન પાસે, વળી સત્તા...’ નિર્મલ ચેતના શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી... એ છે અરૂપિણી સત્તા.
નિષેધાત્મક મુખે તો નિર્મલ ચેતનાનું સ્વરૂપ બતાવ્યું... વિધેયાત્મક રૂપે દર્શાવવામાં આવે તો એ કેવું છે ? ‘સર્વેદી निरवेक्खा, थिमिया, पसंता, असंजोगिए एसाणंदे...'
સર્વથા નિરપેક્ષ, સ્વિમિત (નિસ્તરંગ સમુદ્ર જેવી), પ્રશાન્ત અને અસાંયોગિક આનંદથી ભરપૂર નિર્મલ ચેતના છે.
યોગસારનો પરમ આનંદ તે જ પંચસૂત્રનો અસાંયોગિક આનંદ. રતિભાવથી આનંદને અલગ પાડનાર આ અસાંયોગિતા છે. પદાર્થો કે વ્યક્તિઓના સંયોગ દ્વારા મળે તે રતિભાવ. અસંયોગજન્ય તે આનંદ...
૧૯૪ & મોલ તમારી હથેળીમાં
ના હમ દરસન, ના હમ ફરસન કે
૫