________________
સારી ચા પીધી અને તમને મઝા લાગી, તે રતિભાવ... સારું ભોજન લીધું અને સારું લાગ્યું, તે રતિભાવ... કો'કે કહ્યું : તમે કેટલું સરસ સ્તવન ગાયું ! અને ભીતર અહંકારનો ઉછાળો આવ્યો તે રતિભાવ.
અને તમે શાંત રીતે બેઠા છો, અને તમારા સમત્વનો તમે અનુભવ કર્યો તે આનંદ. અહીં બહારી કોઈ પદાર્થ વ્યક્તિ ઘટનાનો
સંયોગ નથી.
રતિ અને અતિ...
લાગે કે સામાન્ય મનુષ્યનું જીવન કેવું તો પરતંત્ર બની ગયું છે ! બીજાના હાથમાં જ એનાં સુખ-દુ:ખની ચાવી !
કપડાં સારાં પહેરીને કોઈ વ્યક્તિ નીકળી. એની દૃષ્ટિએ એ સારાં વસ્રો હતાં. કો'કે કહ્યું : અરે, આવું ઘધ્ધા જેવું શું પહેર્યું છે ? બીજાએ કહ્યું : આ કયા જમાનાનો પોશાક તમે પહેર્યો છે ? ખલાસ, એ કપડાં ખીંટી પર ટીંગાઈ જશે.
તમારી રીતે તમે કેમ જીવન ન જીવી શકો ? તમારી જ સ્વતંત્ર દૃષ્ટિ હોય.
ગોંડલના મહારાજા.
ગોંડલમાં ફરવા નીકળે ત્યારે પણ સાદાં વસ્ત્રોમાં. ઘોડાગાડી પણ નહિ. ચાલતાં નીકળે. કો'કે કહ્યું : બાપુ ! તમે તો મહારાજા છો. આવાં વસ્ત્રો તમારે થોડાં ચાલે ?
૧૬૬ મોક્ષ તમારી હથેળીમાં
મહારાજા કહે : અહીંના લોકો મને ઓળખે છે. વસ્ત્રો સાદાં હોય કે ભપકાદાર; શો ફરક પડે ?
એકવાર મહારાજા ઈંગ્લેન્ડ ગયેલા. ગરમીના દિવસોમાં, લંડનની સડકો પર તેઓ સાદા વેષે ફરતા'તા. એક ગોંડલવાસી તેમને ત્યાં સાદાં વસ્ત્રોમાં જોઈ નવાઈ પામ્યો. ‘બાપુ ! અહીં પણ તમે સાદાં વસ્ત્રોમાં ?'
મહારાજા હસ્યા. ‘અહીં ભપકાદાર કપડાં પહેરીને ફરું તોય મને કોણ ઓળખવાનું છે ?’
કેટલી સરસ દૃષ્ટિ !
સાર્વજનિક સ્થળ કે સાર્વજનિક હૉલમાં સ્વિચ બોર્ડ પર ઢાંકણ હોય છે અને તેને તાળું મારવામાં આવે છે. કારણ એ છે કે એવા સ્થળે ઘણા લોકો આવતા હોય. નાનાં બાળકો પણ આવતાં હોય... જો સ્વિચ બોર્ડ ખુલ્લું હોય તો નાનાં બાળકો સ્વિચો પાડી દિવસે પણ બત્તીઓ બાળે. ખોટા પંખા ફેરવે... એને બદલે ઢાંકણ અને તાળાની વ્યવસ્થા હોય. વૉચમેન પાસે ચાવી હોય. એ જરૂરી સ્વિચો જ ઑન કરે...
સામાન્ય મનુષ્યના સ્વિચ બોર્ડની હાલત કેવી હોય છે ? ન હોય ઢાંકણ. તાળાની તો પછી વાત જ કેવી ? સ્વિચને ઑન કે ઑફ કોઈ પણ વ્યક્તિ કર્યા કરે.
નવું ઘર બનાવેલું હોય. કોઈ કહે : બહુ સરસ ઘર છે !' સ્વિચ ઑન થઈ ગઈ. કોઈ કહે : ‘સ્વતંત્ર પ્લોટમાં મકાન બનાવ્યું
ના હમ દરસન, ના હમ ફરસન ૧૬૭