________________
બાળકે કહ્યું : ગુરુદેવ ! ગઈ કાલની જ ઘટના છે. મા રસોઈ કરતી હતી. હું એની જોડે બેસેલ. ચૂલા પર મારી નજર ગઈ. મેં જોયું કે મોટાં લાકડાં ધીરે ધીરે રાખમાં ફેરવાયાં. નાનાં લાકડાં ઝડપથી રાખમાં ફેરવાઈ ગયાં. ગુરુદેવ ! હું પણ નાનકડું લાકડું છું. મહાકાલની ભઠ્ઠીમાં ક્યારે હું ખતમ થઈ જઈશ એ ખબર નહિ પડે. ગુરુદેવ ! મને મહાકાલની ભઠ્ઠીમાંથી બહાર કાઢો ! મને દીક્ષિત કરો !
ગુરુદેવે તેને દીક્ષા આપી.
પ્રાર્થનાનું કેવું તો મઝાનું ઊંડાણ આ સાધનાસૂત્રમાં આવ્યું ! પરમાત્મા, સદ્ગુરુ અને કલ્યાણમિત્ર જોડેના સંયોગની પ્રાર્થના કરી. એ પ્રાર્થનામાં અન્તસ્તર પોતાનું ભળે એ રીતે પ્રાર્થનાને વિસ્તારવામાં આવી. પ્રાર્થનાનો એ વિસ્તાર બહુમાનભાવ વડે ઊંડાણવાળો થાય માટે પ્રાર્થનામાં બહુમાનભાવની પ્રાર્થના થઈ. અને એ પ્રાર્થના વડે સાધનાયાત્રા નિરન્તર ચાલે એવી પ્રાર્થના થઈ.
...
૬૬ મોક્ષ તમારી હથેળીમાં
મ
આધારસૂત્ર
होउ मे एसा अणुमोयणा
सम्मं विहिपुव्विगा, सम्मं सुद्धासया, सम्मं पडिवत्तिरूवा सम्मं निरइयारा, परमगुणजुत्तअरहंतादिसामत्थओ |
अचितसत्तिजुत्ता हि ते परमकल्लाणहेउ सत्ताणं ।
भगवंतो वीयरागा सव्वण्णू परमकल्लाणा - પંચસૂત્ર, પ્રથમ સૂત્ર
મારી આ અનુમોદના પરમગુણયુક્ત અરિહંત પ્રભુ આદિના સામર્થ્યથી,
સમ્યક્ વિધિપૂર્વક થાઓ,
સમ્યક્ શુદ્ધ આશયવાળી થાઓ,
સમ્યક્ પ્રતિપત્તિરૂપ થાઓ અને
સમ્યક્ નિરતિચાર થાઓ...
અચિત્ત્વશક્તિયુક્ત તે અરિહંત આદિ ભગવંતો વીતરાગ, સર્વજ્ઞ, પરમકલ્યાણવાળા અને જીવોના પરમ કલ્યાણના હેતુ છે.