________________
પરમાત્માએ સદ્ગુરુચેતનાને જે કાર્ય સોંપ્યું છે, એ કાર્ય સદ્ગુરુચેતનાએ કરવાનું છે.
આ લયમાં હું કહેતો હોઉં છું કે પરમચેતના પરમસક્રિય. ગુરુચેતના પરમ નિષ્ક્રિય. કારણ કે ગુરુચેતનાએ પોતાની ઈચ્છાથી કંઈ કરવું નથી. પ્રભુની આજ્ઞા પ્રમાણે બધું કરવું છે.
સદ્ગુરુ દાદૂ અઢી મિનિટથી દ્વારે ઊભા છે. રૈદાસની પલકો ઊચકાઈ નથી. અને કરુણામય ગુરુ ખોંખારો ખાય છે. ખોંખારાનો અવાજ. રૈદાસે પલકોને ઊંચે ઉઠાવી. જોયું : સદ્ગુરુ દ્વારે આવીને ઊભા છે. પછી તો, સોય-દોરો એક બાજુ અને જુત્તાં બીજી બાજુ. રૈદાસ સાષ્ટાંગ દંડવત્ થઈ ગુરુનાં ચરણોમાં પડ્યા. ગુરુને આસન પર બિરાજમાન કર્યા. એ સમયે, રૈદાસની આંખોમાંથી શ્રાવણભાદરવો વરસ્યાં કરે છે. ડૂસકાંમાંથી ચળાઈ આવતા એમના શબ્દો હતા : ગુરુદેવ ! હું કેવો પ્રમાદી ! તમે મારે દ્વારે આવ્યા ને મને ખ્યાલ સુદ્ધાં ન રહ્યો.
આજે ગુરુને જલસો પડી ગયો. એવું નહોતું કે ગુરુ પહેલાં રૈદાસને આંગણે નહોતા આવ્યા... એવું પણ નહોતું કે રૈદાસ ગુરુના આશ્રમે ન ગયા હોય... આજે રૈદાસે ગુરુને ભીની ક્ષણો આપી.
૪ ભીનાશનો દરિયો
સંત દાદૂ ભક્ત રૈદાસને આંગણે આવ્યા. પૈદાસ પોતાના કામમાં ડૂબેલા છે : જુત્તાં સાંધવાના. ખ્યાલ નથી એ ભક્તને કે સંગુરુ પોતાને દ્વારે આવીને ઊભા છે.
એક મિનિટ, બે મિનિટ, અઢી મિનિટ... ગુરુ ઊભા જ છે. રૈદાસ પોતાના કાર્યમાં મગ્ન, અને છતાં, ગુરુ જતા નથી પાછા. મારા લયમાં કહું તો, ગુરુ પાછા જઈ શકતા નથી.
ભીનાશ...
માટીનો લોંદો ભીનો ભીનો હોય અને કુશળ કલાકારના હાથમાં એ આવે તો મઝાના શિલ્પમાં જ એ ફેરવાઈ જાય ને !
રૈદાસની ભીની ક્ષણો,
૬૮ % મોક્ષ તમારી હથેળીમાં
ભીનાશનો દરિયો જ ૨૯