________________
સદ્ગુરુવ્યક્તિ સાથે આપણો સંબંધ થયો; અને એ સદ્ગુરુયોગ હોય તો એ સંબંધ ગુણાત્મક સંબંધ રચાશે. એટલે કે એ સંબંધ ગુરુવ્યક્તિ સાથેનો હોવા છતાં ગુરુચેતનાના સંબંધમાં પરિણમ્યો.
સદ્ગુરુયોગ... અદ્ભુત ઘટના છે એ. હું સદ્ગુરુયોગની વ્યાખ્યા આપતાં કહું છું : One plus one equals to one.
એક વત્તા એક બરોબર એક. શિષ્યની ઈચ્છા ન રહે, વૈભાવિક રૂપનું ‘હું’ શિષ્યનું ભૂંસાઈ જાય અને તે સદ્ગુરુની આજ્ઞાની જ પ્રતીક્ષા સતત કરનારો હોય અને સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે જ વર્તનારો હોય. આ થયો શિષ્યનો સદ્ગુરુયોગ.
તમારી ઈચ્છાઓની પાછળ હોય છે તમારું હું. એટલે તમારા હુંને શિથિલ બનાવવા માટે સદ્ગુરુ તમારી ઈચ્છાઓને ભેંસી કાઢશે. તમારી સારી ઈચ્છાની પાછળ પણ તમારું હું દેખાશે તો ગુરુદેવ તે ઈચ્છાને ભેંસી કાઢશે.
ઈચ્છા, હું અને વિકલ્પ એવો એક ક્રમ છે. ઈચ્છાઓની પછવાડે છે હું. અને હું જ છે વિકલ્પોનું ઉદ્ભવસ્થાન
એક જાગૃત સાધક તરીકે તમે તમારા વિકલ્પોની ડાયરીને જોજો. વહેલી સવારથી મોડી રાત સુધીના તમારા વિકલ્પોમાં કેન્દ્રસ્થાને હું જ ઊભર્યા કરશે. મેં આમ કહ્યું અને પેલી વ્યક્તિ પ્રભાવિત થઈ ગઈ... મેં આમ કર્યું ને...’
૧૪૪ મોક્ષ તમારી હથેળીમાં
આખી આ શૃંખલા - ઈચ્છા, હું, વિકલ્પોની - ને તોડવા પરંપરાએ બે માર્ગો આપ્યા. ઈચ્છાઓને તોડો, શૃંખલા ગુપચાઈ જશે. અથવા વિકલ્પોને તોડો, શૃંખલા શી રીતે રહેશે ?
..
શિષ્ય ગુરુ પાસે આવે છે. એની ઈચ્છા અનશન (જીવે ત્યાં સુધી ભોજન-પાણીનો ત્યાગ) સ્વીકારવાની છે. એના માટેની પ્રારંભિક સજ્જતા પણ એણે કેળવી છે.
ગુરુને એ પૂછે છે : હું અનશન સ્વીકારું ?
ગુરુ ના પાડે છે.
શિષ્ય તરીકે એનો ધર્મ હતો : ગુરુની આજ્ઞાને સ્વીકારવાનો. પણ અહીં એની ઈચ્છા પ્રબળ બનીને બહાર આવે છે. ‘હું અનશન સ્વીકારી શકું એમ છું, તમે ના કેમ પાડો છો ?'
દેખીતી રીતે, અહીં ઈચ્છા, આ આગ્રહશીલતાની પાછળ શિષ્યનો હું હતો... લોકો એને ઉગ્ર તપસ્વી તરીકે સ્વીકારે એવી એની ઝંખના હશે.
ગુરુએ કઠોર બનીને પણ આ આગ્રહને તોડવો જ રહ્યો. આગ્રહને પંપાળવાનો અર્થ થયો એના ‘હું’ને ઉત્તેજિત કરવાનું.
બાય ધ વે, આપણે વિચારીએ. આપણને કેવા ગુરુ ગમે ? ઈચ્છાને તોડે તેવા કે ઈચ્છાને પંપાળે તેવા.
‘મોક્ષ તમારી હથેળી માં ૧૪૫