________________
ડૉક્ટર કેવા ગમે ? ગૂમડાને પંપાળે તેવા કે ગૂમડાને ચીરી નાખે તેવા ? ત્યાં આપણે લોકો બહુ જ સ્પષ્ટ હોઈએ છીએ. રોગને દૂર કરે તેવા જ ડૉક્ટર ગમે છે આપણને.
અહીં કેમ આમ નથી થતું ?
શરીર પર રાગ હોવાને કારણે રોગો ખટકે છે. નિર્મલ ચૈતન્યને પામવા તરફ દૃષ્ટિ જાય તો તેની પ્રાપ્તિમાં અવરોધક ઈચ્છા, હું, વિકલ્પો બધું ખટકે જ.
શિષ્ય ગુરુને પૂછ્યું : તમે મને અનશન સ્વીકારવાની ના કેમ પાડો છો ? આ શરીરમાં હવે શું રહ્યું છે ? લોહી, માંસ, ચરબી બધું તો સુકાઈ ગયું છે. હાડપિંજર જેવું શરીર છે આ. અને એમ બોલતાં બોલતાં તેણે પોતાની એક આંગળીને બટકી અને કહ્યું : જુઓ, શું છે આમાં ?
ગુસ્સો આવ્યો... (બાકી હું તો ક્ષમાવતાર જ છું ને !) આવા વિકલ્પો સામી વ્યક્તિને દોષિત તરીકે ચીતરશે. પોતાની જાતને નિર્દોષ. અને એ રીતે વૈભાવિક લયનું હું એમ ને એમ રહેશે.
ગુરુ આ વિકલ્પોને કઈ રીતે તોડશે ? જ્ઞાનસાર’નું શમાષ્ટક યાદ આવે : अनिच्छन् कर्मवैषम्यं, ब्रह्मांशेन समं जगत् । आत्माऽभेदेन यः पश्ये - दसौ मोक्षं गमी शमी ।।
કર્મકૃત વિષમતાને એક બાજુએ રાખવાની અને ચેતનાની નિર્મલ દશાને જ માત્ર જોઈને દોષી આત્માને પણ વિશુદ્ધરૂપે જોવાનો. અને આવો સાધક મોક્ષને પામે છે. - તમારી સામે ગુસ્સાથી કોઈ ધાણીફૂટ બોલતો હોય ત્યારે તમે એ વ્યક્તિમાં રહેલ સિદ્ધાત્મતાને જોઈ શકો ?
ગુરુએ કહ્યું : આ જ તો છે ! તારો આ અહંકાર આ રીતે ધ્વનિત થઇ રહ્યો છે.
શિષ્યની પાસે પોતાના હુને જોઈ શકે એવી આંખ નહોતી, એણે ગુરુચક્ષુ થવું જ જોઈતું હતું ને !
અને, તો કેવી મઝાની ઘટના ઘટે ? એ વ્યક્તિ ક્રોધમાં તમને કહી રહી હોય. તમને એનામાં ભવિષ્યનો સિદ્ધાત્મા દેખાય. તમે એના ચરણમાં ઝૂકો, પેલી વ્યક્તિને નવાઈ લાગે. “આ માણસ... ગુસ્સાથી ભભૂકી ઊઠવો જોઈએ. એને બદલે ઝૂકે કેમ ?’ તમને એ પૂછે, ને તમે કહી દો : તમે ભવિષ્યના સિદ્ધાત્મા છો ને !
તો, ‘હું'ને તોડવા સદ્ગુરુ બેમાંથી ગમે તે માર્ગ અપનાવશે. ક્યારેક ઈચ્છાઓને તોડશે. ક્યારેક વિકલ્પોને તોડશે. ગુરુ કહેશે : તારા વિચારો... તારા વિકલ્પો... એથી શું મળે ?
આપણા વિકલ્પો લગભગ આપણા ‘હું'ને જ પુષ્ટ કરનારા હોય છે. પેલી વ્યક્તિએ આમ કહ્યું કે આમ કર્યું માટે મને
ઉત્તર ગુજરાતના ભીલડિયાજી તીર્થમાં ઉપધાન તપનું આયોજન હતું. સંખ્યા ધાર્યા કરતાં વધી ગયેલી. ભાઈઓને તો અમારા ઉપાશ્રયમાં રાખેલ. બહેનો માટે રૂમો હતી. સંખ્યા વધી જવાને કારણે એક એક રૂમમાં દશ-દશ બહેનોને આયોજકોએ રાખેલ.
૧૪૬ # મોક્ષ તમારી હથેળીમાં
મોક્ષ તમારી હથેળી માં” છેક ૧૪૭