________________
તમારા સોફા વગેરે ક્યાં છે ? અહીં ગોઠવી દઈએ. મહેમાન કહે : હું થોડો સોફા વગેરે અહીં લાવેલ હોઉં ? આ ઘર થોડું મારું છે ? જજમાને કહ્યું : મારું પણ એવું જ છે, આ ઘર મારું થોડું છે ?
શરીરને રહેવા માટે આશ્રય છે ઘર... મારે ને ઘરને શું લેવાદેવા ?
કઈ રીતે ? ગુરુબહુમાન વડે પરમગુરુસંયોગ અને તેનાથી મુક્તિ. ત્રણે ચરણોની યાત્રા કરીએ.
અસ્તિત્વના સ્તરની સાધનાને પુષ્ટ કરવા માટે બે ચરણોની વાત ચાલતી હતી : ઉપયોગને પરમાંથી હટાવવો.... કુદરતી રીતે, એ સ્વમાં આવી જશે.
ભીતર આનંદનું ઝરણું ચાલી જ રહ્યું છે. પરંતુ ઉપયોગ પરમાં છે, વિકલ્પોમાં છે અને એથી આનંદના ઝરણાનો મધુર અવાજ સંભળાતો નથી.
વિભાવો - રાગ, દ્વેષ, અહંકાર ચિત્તમાં શી રીતે આવે છે ? વિકલ્પોની પાંખ પર સવાર થઈને આવે છે. એટલે જ ઉપયોગને નિર્વિકલ્પ બનાવવા પર ભાર મુકાયો છે : ‘નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો...'
ગુરુબહુમાન.
અહીં સદ્દગુરુના ગુણો પરના બહુમાનની વાત છે; જેને અસંગ પ્રતિપત્તિ કહેવામાં આવેલ છે.
સદ્ગુરુ પ્રાપ્તિનો આપણો ક્રમ આવો છે : ગુરુવ્યક્તિની પ્રાપ્તિ અને પછી ગુરુચેતનાની પ્રાપ્તિ.
પ્રારંભિક સ્તર પર સાધક એક ગુરુવ્યક્તિ સાથે જોડાય છે. એની પણ મઝાની પૃષ્ઠભૂ છે. હું એક વાત ઘણીવાર કહેતો હોઉં છું : There's the same fragrance and same taste in all the respected gurus. (દરેક પહોંચેલ સદ્ગુરુઓમાં એક સરખી સુગંધ અને એક સરખો આસ્વાદ હોય છે.)
આ સુગંધ અને આસ્વાદ હોય છે પરમચેતનાનો. સદ્દગુરુનું હૃદય અહંશૂન્ય બન્યું, તે અહંશૂન્યતાની મઝાની પૃષ્ઠભૂ પર પરમ ચેતનાનું અવતરણ થયું.
આ રીતે, દરેક સગુરુઓ સમાન હોવા છતાં ક્યારેક કો'ક સદ્ગુરુ સાથે આપણી ચેતનાનું અનુસન્ધાન ઝડપથી થતું હોય છે. બની શકે કે એ સદ્ગુરુવર સાથે જન્માન્તરીય ઋણાનુબંધ હોય.
મીરાં અસ્તિત્વના સ્તરની ભક્તિની દીક્ષા માગી રહી છે. સાધના અસ્તિત્વના સ્તરની જ જોઈશે.
અહીં ગુરુબહુમાનના અસ્તિત્વના સ્તરની વાત છે. ‘માયો ગુરુવંદુમાળો.' ગુરુબહુમાન તે જ મોક્ષ.
૧૪૨ : મોક્ષ તમારી હથેળીમાં
મોક્ષ તમારી હથેળી માં” ક ૧૪૩